Archive: Food Subscribe to Food

St Helena island

સેન્ટ હેલેના આઈલેન્ડ પર મળે છે દુનિયાની દુર્લભ કોફી

1821માં થયેલા મૃત્યુ પહેલાં નેપોલિયને પોતાના જીવનના અંતિમ 6 વર્ષો સાઉથ એટલાન્ટિકના આફ્રિકન ટાપુ સેન્ટ હેલેનાની જેલમાં બ્રિટિશ કેદી તરીકે પારાવાર પીડામાં ગાળ્યા હતા. અલબત્ત એ પીડામાં પણ તેણે પોતાના માટે એક સુખ શોધી લીધું હતું અને એ સુખ હતું એ ટાપુ પરની કોફી. તેનું કહેવું...
Austria smoking ban

ઓસ્ટ્રિયામાં ૨૦૧૮થી રેસ્ટોરાંમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ

વિએના – યુરોપના અન્ય દેશોની જેમ ઓસ્ટ્રિયાએ પણ તેની કેફે અને રેસ્ટોરાંમાં સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પોતાના કેફે કલ્ચર વિશે વર્ષો સુધી ચર્ચા-વિચારણા કર્યા બાદ ઓસ્ટ્રિયાએ ૨૦૧૮થી દેશભરની રેસ્ટોરાં, કેફેમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું...

પ્યુજોએ તૈયાર કરી અત્યાધુનિક ડિઝાઈનર ફૂડ ટ્રક

પ્રસિદ્ધ ફ્રેન્ચ કાર મેકર પ્યુજોનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સારી ડિઝાઈનર કાર બનાવવા માટે હંમેશાંથી જાણીતી રહેલી આ કંપનીએ હવે એક ખાસ ફૂડ ટ્રકની ડિઝાઈન તૈયાર કરી છે. આ ટ્રક પોતાની રેસ્ટોરાં શરૂ કરવાનું સ્વપ્ન રાખતાં એવા લોકો માટે વરદાન પુરવાર થશે, જેમની પાસે ઈચ્છા...
World Health Day

‘ખાદ્ય સુરક્ષા’ની મહત્તાનો ફેલાવો કરશે WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર વર્ષની ૭ એપ્રિલે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ ઊજવે છે. આ દિવસે તે વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષાના મહત્વનો ફેલાવો કરે છે, ગ્રાહકો તથા ખાદ્યસામગ્રીઓનો આસ્વાદ કરાવનાર લોકોને ફૂડ સેફ્ટીની પરંપરાનું અનુસરણ કરવા પ્રેરિત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વખતે...
Hangover-free wine

હેન્ગઓવર ફ્રી વાઈન આજકાલ ચર્ચામાં છે

જો તમે વાઈન પીવાના શોખીન હો તો તમારા માટે સારા સમાચાર છે. તાજેતરમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ એવી વાઈન બનાવવામાં સફળતા મેળવી છે, જે પીવાથી તમને ક્યારેય હેન્ગઓવર થશે નહીં. આ વાઈન બનાવવામાં એવી ટેકનોલોજી વાપરવામાં આવી છે, જેનાથી વાઈનમાં રહેલા ઝેરી તત્વોની આડઅસર લગભગ નહીંવત્ત...
French chef Marc Veyrat

આગમાં ફ્રેન્ચ શેફ માર્ક વેરાતની રેસ્ટોરાં સંપૂર્ણ નાશ પામી

૬-મિશેલીન સ્ટારના ધારક અને વિશ્વમાં જેમની ગણના સર્વોત્તમ શેફ તરીકે કરવામાં આવે છે તે સેલિબ્રિટી ફ્રેન્ચ શેફ માર્ક વેરાતની ઓલ્પાઈન રેસ્ટોરાં ગયા અઠવાડિયે આગમાં નાશ પામી છે. ‘લ મેસન ડુ બોઈસ’ નામની રેસ્ટોરાં સ્વિસ સરહદ નજીક ફ્રેન્ચ આલ્પ્સમાં ૬૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી...
Doggy dining

પાલતુ શ્વાનને ભાવતાં ભોજન ખવડાવતી રેસ્ટોરાં

ખાવાના શોખીન વ્યક્તિઓ માટે અવનવી રેસ્ટોરાં ટ્રાય કરવી તેમની મનગમતી પ્રવૃત્તિ હોય છે, પરંતુ શું ક્યારેય તમે તમારા ફેવરિટ પેટ ડોગ કે હાઉઝ કેટનો વિચાર કર્યો છે? દર વખતે તમે તેમને પેડિગ્રી કે વ્હીસકસનું સુપર માર્કેટમાંથી ખરીદેલું પેકેટ ભોજનમાં પકડાવી દો ત્યારે તેમને કેવું...
Cut down on sugar

સાકરનું પ્રમાણ ઘટાડવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની તાકીદ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તમામ વયના લોકોને સલાહ આપી છે કે તેઓ દરરોજ શક્તિ વધારવા માટે જે ચીજોનું સેવન કરે છે તેમાં ‘ફ્રી-સુગર’ (ખોરાક ઉપરાંતની સાકર)નું પ્રમાણ ૧૦ ટકાથી પણ ઓછું કરી દે. સંસ્થાએ એવી ચેતવણી પણ આપી છે કે એનર્જી ઈનટેકમાં રહેલું છૂપું ગળપણ આરોગ્ય પર મોટું જોખમ...
Owl-themed pop-up café

લંડનમાં હવે ખુલશે ઘૂવડના થીમવાળું કેફે

શું તમે ડોગ કે કેટની થીમ ધરાવતા કેફેનું નામ સાંભળ્યું છે? નહીં? તો સમજી લો કે આ એવા પ્રકારની કોફી શોપ્સ હોય છે, જ્યાં તમે જીવતા કૂતરાં કે બિલાડી પર હાથ ફેરવતા ફેરવતા નિરાંતે કોફીનો સ્વાદ માણી શકો છો. હવે જો આ વિચાર તમને અવનવો લાગતો હોય તો આગામી દિવસોમાં લંડનમાં ખુલનારી વધુ...
Shake Shack

શેક શેક પહેલી એશિયન રેસ્ટોરાં ટોકિયોમાં શરૂ કરશે

અમેરિકામાં લોકોને ઘેલું લગાડનાર બર્ગર ચેન શેક શેક આવતા વર્ષે તેની પહેલી એશિયન રેસ્ટોરાં જાપાનના પાટનગર ટોકિયોમાં શરૂ કરવાની છે. લંડન, મોસ્કો, ઈસ્તંબુલ, અબુ ધાબી અને દુબઈ બાદ શેક શેકે એશિયા ખંડમાં પ્રવેશ કરવા માટે ટોકિયો પર પસંદગી ઉતારી છે. ઈસ્તંબુલમાં તો શેક શેકમાં ગ્રાહકોની...