Archive: Gallery Subscribe to Gallery

NDRFની ટીમ નેપાળમાં બચાવકાર્યમાં

ભૂકંપગ્રસ્ત નેપાળમાં કાટમાળ નીચે ફસાયેલાઓને ઉગારવા તેમજ નિઃસહાય બનેલાઓને મદદરૂપ થવા માટે ભારતમાંથી નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સના જવાનો સ્નિફર ડોગ્સની સાથે સોમવાર, ૨૭ એપ્રિલે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટથી કાઠમંડુ પહોંચી ગયા છે.

નેપાળ મોકલાવાઈ રાહતસામગ્રી

ભયાનક ભૂકંપે નેપાળમાં વ્યાપક વિનાશ વેર્યો છે ત્યારે ભારત મોટા પડોશી દેશને છાજે એ રીતે ત્યાંના ભૂકંપગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ખાદ્યસામગ્રી, પીવાના પાણીની બોટલ્સ, તંબૂ માટેની સામગ્રી, દવા વગેરે જેવી રાહત સામગ્રીનો પુષ્કળ જથ્થો સોમવાર, ૨૭ એપ્રિલે રવાના કરવામાં આવ્યો...

નેપાળમાં જાન બચ્યો, સ્વદેશ પાછા ફર્યા

નેપાળમાં ગયા શનિવારના ૭.૯ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં બચી ગયેલા સેંકડો ભારતીય નાગરિકો લશ્કર, હવાઈ દળ તથા ખાનગી વિમાન દ્વારા રવિવાર, ૨૬ એપ્રિલે નવી દિલ્હી, કોલકાતા, હૈદરાબાદમાં પાછા ફર્યા હતા.

માઉન્ટ એવરેસ્ટ પર હિમપ્રપાત

રવિવાર, ૨૬ એપ્રિલે નેપાળમાં ૬.૭ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવતા માઉન્ટ એવરેસ્ટ પર ફરી ત્રણ સ્થળે નવેસરથી પ્રચંડ હિમપ્રપાત થયો હતો. તેને કારણે પર્વતારોહકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. આ તસવીરો એએફપી સમાચાર સંસ્થાના ફોટોગ્રાફર રોબર્ટો સ્મિટે લીધી છે.

કાઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’ જમીનદોસ્ત

શનિવાર, ૨૫ એપ્રિલે આવેલા ભયાનક ભૂકંપે કાઠમંડુમાં ભારે વિનાશ વેર્યો છે. અનેક ઐતિહાસિક, નેપાળની ઓળખસમાન ઈમારતોને જમીનદોસ્ત કરી છે, નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં પણ આ ભૂકંપે ઘણું નુકસાન કર્યું છે.

ભૂકંપમાં નેપાળ બરબાદ

નેપાળમાં શનિવાર, ૨૫ એપ્રિલે સવારે ૧૧.૪૧ વાગ્યે પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૯ની નોંધાઈ છે. ઉત્તર ભારત, ઈશાન ભારત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળે આંચકાનો અનુભવ થયો હતો.
AK

દીનાનાથ મંગેશકર એવોર્ડ્ઝ

મુંબઈમાં ૨૪ એપ્રિલ, ૨૦૧૫ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ્ઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ્ઝ ફંક્શનમાં સાહિત્ય જગત અને બોલિવુડની અનેક હસ્તી હાજર રહી હતી. 

એસિડ એટેકની પીડિતાના લગ્ન

એસિડ હુમલામાં બચી જવા પામેલી સોનાલી મુખરજી અને તેની સાથે લગ્ન કરનાર ઝારખંડના ઈલેક્ટ્રિકલ એન્જિનીયર ચિત્તરંજન તિવારીએ મુંબઈમાં શુક્રવાર, ૨૪ એપ્રિલે તેમના લગ્નની પાર્ટી આપી હતી.
Saif

ઝેનફોન2ના લોન્ચિંગમાં સૈફ અલી ખાન

ગુડગાવમાં ૨૩ એપ્રિલ, ૨૦૧૫ના રોજ એસસનો ઝેનફોન2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોલિવુડના અભિનેતા સૈફ અલી ખાન પણ હાજર રહ્યો હતો. લોન્ચિંગ દરમિયાન ગીતકાર અદિતિ સિંહ શર્માએ લોકોનું મનોરંજન કર્યું હતું. 

રાહુલ ગાંધી કેદારનાથની શરણમાં

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ‘હર હર મહાદેવ’ના નારા વચ્ચે ૧૫ કિ.મી.ના કઠિન રૂટ પર પગપાળા યાત્રા કરીને શુક્રવાર, ૨૪ એપ્રિલે સવારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને સવારે મંદિર ખૂલતાં જ કેદારનાથ ભગવાનના દર્શન કર્યા હતા.