Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS

સરકારને ૧ વર્ષ પૂરું થયું: આનંદીબેને વ્યક્ત કરી સંતોષની લાગણી

અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે તેમની સરકારે શાસનનું એક વર્ષ પૂરું કર્યું તે નિમિત્તે એક બ્લોગ લખ્યો છે અને તેમાં એમની સરકારે રાજ્યમાં વિકાસને લગતા લીધેલા પગલાંઓને મોટી સફળતા તરીકે ગણાવ્યા છે. આનંદીબેન ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ગયા વર્ષે ૨૨ મેએ...
Muslim MBA Graduate

મુસ્લિમ ગ્રેજ્યૂએટને ઈન્ટરવ્યૂ માટે તક અપાશેઃ સવજી ધોળકીયા

સુરત – ધર્મના કારણે જેને સુરતની ડાયમંડ એક્સપોર્ટ કંપની હરિ કૃષ્ણ પ્રા.લિ.માં નોકરી આપવાના ઈનકારને લીધે મોટો હોબાળો મચી ગયો છે તે મુસ્લિમ MBA ગ્રેજ્યૂએટ ઝીશાન અલી ખાનને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એવું કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઝીશાને...
saputara

સાપુતારામાં ૨૧થી ૩૧ મે સુધી સમર ફેસ્ટિવલની રંગત જામશે

સાપુતારા- ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારામાં ૨૧ મે, ૨૦૧૫થી ૩૧ મે, ૨૦૧૫ સુધી સમર ફેસ્ટિવલ-૨૦૧૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર ફેસ્ટિવલ દરમિયાન સાપુતારાની મુલાકાતે આવતાં સહેલાણીઓ તેને માણી શકે એ માટે રોજેરોજ નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ...
Rajkot Zoo

રાજકોટના પ્રાણીબાગમાં સફેદ વાઘની સંખ્યા ૩થી વધી ૮ થઈ

રાજકોટ – રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ‘ગાયત્રી’ નામની વાઘણે ચાર બચ્ચાંને જન્મ આપ્યો છે. ઝૂના સત્તાવાળાઓએ ૬ મહિના પહેલા ભિલાઈના પ્રાણીબાગ સાથે સિંહ અને વાઘની અદલાબદલી કરી હતી. તેઓ યશોધરા અને ગાયત્રી નામની બે વાઘણ અને દીવાકર નામના એક વાઘને...
Surat

સુરત BRTS દ્વારા ૩.૯૨ લાખ મુસાફરોએ મફતમાં મુસાફરી કરી

સુરત- સુરતના VR મોલથી સરથાણા સુધીના BRTS(બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ) માર્ગમાં પ્રાયોગિક ધોરણે ૨૭ દિવસ સુધી લોકોને મફતમાં મુસાફરીનો લાભ આપ્યો હતો. ૨૦ એપ્રિલએ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે આ માર્ગનું ઉદઘાટન કર્યું હતું અને લોકોને ૧૭ મે સુધી મફતમાં ટ્રાવેલ કરવાની છૂટ...
Porbandar

પોરબંદરને મળશે હાર્બર પોલીસ સ્ટેશન

પોરબંદર – સમુદ્રકિનારો ધરાવતા પોરબંદર શહેરને ટૂંક સમયમાં જ હાર્બર પોલીસ સ્ટેશન મળવાનું છે. આ નવું પોલીસ સ્ટેશન સુભાષ નગર વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં જ શરૂ કરવામાં આવશે. બંદરીય વિસ્તારમાં તેમજ તેની આસપાસમાં સુરક્ષા સ્થિતિ પર દેખરેખ રાખવા માટે આ હાર્બર પોલીસ સ્ટેશન...
Sanjay Gupta

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગેરરીતિ; ચેરમેનની ધરપકડ

ગાંધીનગર – મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ગેરરીતિના સંબંધમાં ગુજરાત પોલીસના સીઆઈડી (ક્રાઈમ-ગાંધીનગર)ના અધિકારીઓએ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરી છે. ગુપ્તાને ૨૦૧૧માં મેટ્રો રેલ પ્રોજેક્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુપ્તા નીસા ગ્રુપના...
Amul Dairy

અમૂલ ડેરીમાં ચૂંટણીઃ કોંગ્રેસે પોતાનો અંકુશ જાળવી રાખ્યો

ખેડા – ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, જે અમૂલ ડેરી નામે લોકપ્રિય છે અને જે દેશનું પ્રથમ ડેરી સહકારી સંગઠન છે, તેમાં બોર્ડની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧માંથી ૯ બેઠક જીતીને પોતાનો અંકુશ જાળવી રાખ્યો છે. ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. આને લીધે કોંગ્રેસના...
twin earthquakes

ગુજરાતમાં અનેક સ્થળે પણ ભૂકંપનો આંચકો લાગ્યો

અમદાવાદ – આજે બપોરે ૧૨.૩૫ વાગ્યે નેપાળમાં આવેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર અને પૂર્વ ભારતની સાથે ગુજરાતમાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા શહેરોમાં ધરતીમાં કંપન થતાં બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ગભરાઈને નીચે ઉતરી આવ્યા હતા....
Gujarat judge Jyotsana Yagnik

ગુજરાતના જજ જ્યોત્સના યાજ્ઞિકને પત્રો, ફોન દ્વારા ધમકીઓ મળી

અમદાવાદ – ૨૦૦૨ના નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ગુજરાતનાં ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપનાં નેતા માયા કોડનાની, બજરંગ દળના ભૂતપૂર્વ નેતા બાબુ બજરંગી તથા અન્ય ૩૦ જણને આજીવન કેદની સજા ફટકારનાર સ્પેશિયલ જજ જ્યોત્સના યાજ્ઞિકને પત્રો દ્વારા અને ફોન કોલ્સ દ્વારા ધમકીઓ આપવામાં...