Chitralekha » GUJARAT

સુરેન્દ્રનગરમાં પાણીની કારમી તંગીઃ ૬ દિવસે એક વાર પાણી મળશે
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર અને વઢવાણમાં વસતી લગભગ ત્રણેક લાખની વસ્તી દર ઉનાળાની જેમ આ વર્ષે પણ પાણીની તંગીથી પરેશાન છે. નર્મદાનું પાણી ધોળીધજા ડેમમાં એક અઠવાડિયાની અંદર ઠાલવવામાં નહીં આવે તો આંદોલન કરવાની સ્થાનિક નેતાઓએ ધમકી આપી છે.

છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારની જનતાને દર ઉનાળે છ દિવસે એક વાર પાણી મળે છે. ધોળીધજા ડેમમાં તા. ૩૦ જૂન સુધી ચાલે એટલું જ પાણી હોઈ વહીવટીતંત્રમાં ચિંતા પ્રસરી છે. સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરોની બેઠક યોજવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ કેનાલનું કામ પૂરું કરી ઝડપથી નર્મદાનું પાણી પૂરું પાડવાની પાલિકાને હૈયાધારણ આપી છે.

ધોળીધજા ડેમમાં પાણીનું સ્તર તળીયે ગયું છે અને હવે પમ્પિંગ દ્વારા પાણી ખેંચવામાં આવશે તેથી આ બંને શહેરમાં જળસંકટ વધશે. સપ્તાહમાં એક વાર પાણી મળશે.

ગુજરાતના ગવર્નરે પ્રોફેશનલ શિક્ષણનો ખરડો ફેરવિચારણા માટે પરત કર્યો
ગાંધીનગર – ગુજરાતનાં ગવર્નર ડો. કમલા બેનીવાલે ગુજરાત વિધાનસભાએ ગયા બજેટ સત્રમાં પાસ કરેલા ખરડા, ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યૂકેશન કોલેજો કે ઈન્સ્ટિટ્યૂશન્સ (રેગ્યૂલેશન ઓફ એડમિશન એન્ડ ફિક્સેશન ઓફ ફીઝ) (સુધારા)ને ગૃહની ફેરવિચારણા માટે પાછો મોકલી દીધો છે.

અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં પ્રોફેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સના દરવાજા ખુલ્લા મૂકવાના હેતુ સાથે વિધાનસભાએ આ ખરડો પાસ કર્યો હતો. છેલ્લા દસ વર્ષોમાં ગુજરાતમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં મંજૂરીપ્રાપ્ત બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો છે, પણ કેટલીક શાખાઓમાં ઘણી બેઠકો ખાલી રહે છે. તેથી સરકારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ભણવાની પરવાનગી આપીને ખાલી જગ્યાઓ ભરવાના હેતુ સાથે આ ખરડો તૈયાર કર્યો છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અન્ય રાજ્યોમાં જાય છે, પણ હવે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવીને ભણે તે માટે અહીંની ઈન્સ્ટિટ્યૂટ્સ ખુલ્લી મૂકવાનું સરકારે નક્કી કર્યું છે.

ખરડા અનુસાર, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સમયે નક્કી કરાતી લિમિટ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. તેમ છતાં સેન્ટર ઓફ એક્સીલન્સ લેવલ હાંસલ કરી ચૂકેલી કોલેજો અને ઈન્સ્ટિટ્યૂટ્સને આ ખરડામાંથી બાકાત રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર મેલમાં ઓચિંતા કોમ્બિંગથી મુસાફરોમાં ગભરાટ
રાજકોટ – આતંકવાદ જેવી સંભવિત દુર્ઘટના સામે સતર્કતાની ચકાસણી કરવા રેલવે પોલીસના વડાની સૂચનાને પગલે મુંબઈથી ઓખા જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેન મંગળવારે રાજકોટ ખાતે આવી પહોંચી ત્યારે સ્થાનિક પોલીસ તથા રેલવે પોલીસ દળના જવાનોના કાફલાએ સઘન કોમ્બિંગ કર્યું હતું. આવા ઓચિંતા કોમ્બિંગ અને તે માટે સુરક્ષા જવાનોના ધાડાં ઉતરી આવતા ટ્રેનમાંના મુસાફરો હેબતાઈ ગયા હતા. ટ્રેનના ડબ્બાઓમાં કુતુહલ તથા ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ઈન્ટેલિજન્સ બ્યૂરોના અહેવાલ મુજબ ગુજરાતમાં આતંકવાદી હુમલાની ભીતી છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહેવા રાજકોટ પોલીસ અને રેલવે પોલીસે સહિયારું પગલું લઈને સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં ઓચિંતું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશનમાં સૌરાષ્ટ્રના પાંચ શહેરોના જવાનો જોડાયા હતા. સવારે રાજકોટ જંક્શન ખાતે અધિકારીઓ અને ૧૦૦ જેટલા જવાનોનો કાફલો તહેનાત થઈ ગયો હતો અને ટ્રેન જેવી સ્ટેશને આવી પહોંચી કે તરત જવાનોએ તેને ઘેરી લીધી હતી. એન્જિનથી લઈને છેલ્લે, ગાર્ડના ડબ્બા સુધી સમગ્ર ટ્રેનને જવાનોએ કબજામાં લીધી હતી. તેમણે ટ્રેનના પ્રત્યેક ડબ્બાના ખૂણેખૂણે તપાસ, ચકાસણી કરી હતી.

માત્ર સૌરાષ્ટ્ર મેલ જ નહીં, રાજકોટ આવતી અન્ય લાંબા અંતરની ટ્રેનોમાં પણ આ રીતે કડક ચકાસણી કરવામાં આવી રહી છે.

ખુલ્લેઆમ ટીકા કરીને કેશુભાઇ પટેલ નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી વધારી રહ્યા છે
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ ફરી મેદાનમાં આવી ગયા હોવાથી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનું મુશ્કેલ બનશે એવી અટકળો થઇ રહી છે.

82 વર્ષના કેશુભાઇ પટેલે છેલ્લા કેટલાક સમયમાં પટેલો દ્વારા આયોજીત ચાર મોટી જાહેરસભાઓ સંબોધી છે એટલું જ નહીં, એમણે ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીની ટીકા પણ કરી છે અને હાલની સરકારને બદલવાની હાકલ પણ કરી છે.

2001માં અચાનક જ પદભ્રષ્ટ કરાય પછી કેશુભાઇ અત્યાર સુધી ચૂપ બેઠા હતા, પરંતુ હવે તેમણે નરેન્દ્ર મોદી માટે મુશ્કેલીઓ વધારવાનું શરૂ કર્યું છે.

‘સીટ’ના રિપોર્ટ સાથે ભૂતપૂર્વ જજ સાવંત સંમત્ત નથી
નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પી.બી. સાવંતે કહ્યું છે કે હું ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા કોમી રમખાણોના કેસોની તપાસ અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સીટ) સુપ્રીમ કોર્ટને સુપરત કરેલા રિપોર્ટથી સંતુષ્ટ નથી.

એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સાવંતે કહ્યું કે સીટ દ્વારા જે તારણ કાઢવામાં આવ્યા છે તે સંપૂર્ણ ખોટા છે. હું તેની સાથે બિલકુલ સહમત નથી. હવે જનતાએ નક્કી કરવાનું છે કે શું સાચું છે અને શું ખોટું છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે કાયદેસર કાર્યવાહી  કરી શકાય તે માટે પૂરતો આધાર છે, જેમાં ધર્મના આધારે જુદી જુદી કોમના લોકો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટીએ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોના મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી છે.

પણ સાવંતનું કહેવું છે કે કોમી તોફાનો ત્યારે ભડકી ઉઠ્યા જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનો અને પોલીસ અધિકારીઓને લોકોના ઉશ્કેરાટમાં કોઇ દખલગીરી ન કરવાની સૂચના આપી હતી અને જે કંઇ થઇ રહ્યુ હતું તે ગોધરાકાંડની પ્રતિક્રિયા હોવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં એક તરફ સીટ દ્વારા મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના મિત્ર રાજુ રામચંદ્રને સીટના રિપોર્ટથી તદ્દન જુદો જ રિપોર્ટ આપતા કહ્યું છે કે મોદી સામે કાર્યવાહી કરી શકાય તે માટે પૂરતા આધાર છે, અને આ મામલે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા છે તેના પર પૂરતું ધ્યાન આપવું જોઇએ.

ગુજરાતી ફિલ્મોના હાસ્યસમ્રાટ રમેશ મહેતાનું અવસાન
એક સમયે જેમના વિના એક પણ ગુજરાતી ફિલ્મ બનાવવાનું કોઇ નિર્માતા જોખમ નહોતા લેતા અને જેમની હાજરી પડદા પર આવતા જ પ્રેક્ષકો ખડખડાટ હસી પડતા એવા ગુજરાતના ચાર્લી ચેપ્લીન ગણાતા રમેશ મહેતાનું આજે રાજકોટમાં 78 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

રમેશ મહેતાએ અનેક ગુજરાતી ફિલ્મો લખી હતી એટલું જ નહીં પટકથા લખવામાં પણ એ માહેર ગણાતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર રહેતા હતા.

રમેશ મહેતાના અવસાનના સમાચાર મળતા જ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અનેક લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરવા રાજકોટ પહોંચી ગયા હતા.

વડોદરાના ભૂતપૂર્વ મહારાજા રણજિતસિંહ ગાયકવાડનું અવસાન
વડોદરા – વડોદરાના ભૂતપૂર્વ મહારાજા રણજિતસિંહ ગાયકવાડનું ગુરુવારે સવારે નિધન થયું છે. તે ૭૩ વર્ષના હતા. તે કિડનીને લગતી તેમજ અન્ય બીમારીઓથી પીડાતા હતા. તેમને છેલ્લા કેટલાક દિવસોથી અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અગાઉના બરોડા સ્ટેટના અંતિમ શાસક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના દ્વિતીય પુત્ર રણજીતસિંહ તેમના મોટા ભાઈ મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડનું ૧૯૮૮ની ૧ સપ્ટેંબરે ૫૮ વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયા બાદ બરોડાના મહારાજા તરીકે અનુગામી બન્યા હતા.

રણજીતસિંહના પરિવારમાં તેમના પત્ની મહારાણી શુભાંગિની દેવી તેમજ બે પરિણીત પુત્રી – અલૌલિકા રાજે અને અંજના રાજે, તેમજ પુત્ર યુવરાજ સમરજીત સિંહ છે.

રણજીતસિંહ ગાયકવાડ ભૂતપૂર્વ સંસદસભ્ય પણ હતા. તે ૧૯૮૦ અને ૧૯૮૪, એમ બે વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

સદ્દગત રણજીતસિંહના અગ્નિસંસ્કાર શુક્રવારે રાજવી પરિવારના સ્મશાનભૂમિ, કીર્તિ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા.

તેમના પાર્થિવ દેહને જ્યાં ગુરુવારથી દર્શનાર્થે રાખવામાં આવેલો તે લક્ષ્મીવિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધી અંતિમ યાત્રાના માર્ગ પર હજારો લોકોએ તેમની પર પુષ્પવૃષ્ટિ કરી હતી. ત્યારબાદ બપોરે યુવરાજ સમરજીત સિંહ પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો હતો. તે સાથે જ રણજીતસિંહનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

રણજીતસિંહ ગાયકવાડના અવસાન અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અહમદ પટેલે દિલસોજી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.

ગુજરાત રાજ્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણી કરી રહ્યું છે એ જ વર્ષમાં રણજીતસિંહનું અવસાન થયું છે તેને મોદીએ કમનસીબી ગણાવી છે.

રણજીત સિંહે ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસના વડોદરા શહેર એકમના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી.

તે ચિત્રકાર હતા અને શાસ્ત્રીય ગાયક પણ હતા. તેમણે અમુક ફિલ્મોમાં ગીતો માટે તેમનો કંઠ આપ્યો હતો અને તેમણે ગાયેલા પ્રાચીન ભજનોની કેસેટ પણ બહાર પાડવામાં આવી હતી.

ગુજરાતમાં વર્ષાન્તે ઈન્ટર-સિટી વિમાન સેવા શરૂ થવાની ધારણા
અમદાવાદ – ગુજરાત સરકારે રાજ્યમાં આંતર-શહેર કે આંતર-જિલ્લા વિમાન સેવા શરૂ કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. આ સેવા ડિસેંબર સુધીમાં શરૂ થાય એવી ધારણા છે. તે માટે ચાર ખાનગી કંપની મેદાનમાં ઉતરી છે અને સરકારે તેમની સાથે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ ચાર કંપની છે, સ્પાઈસ જેટ, વેન્ચુરા એરકનેક્ટ, ડેક્કન ચાર્ટર્સ અને લ્યુઆન એરવેઝ.

સરકારનો હેતુ અમદાવાદ, પોરબંદર, કેશોદ, મુંદ્રા, સુરત, વડોદરા, અંકલેશ્વર, દિવ, ભુજ, ભાવનગર, જામનગર અને કંડલા સહિત ડઝન જેટલા શહેરોને આ નવી વિમાન સેવાથી સાંકળવાનો છે. આ યાદીમાં રાજકોટનું નામ હજી સુધી ગાયબ છે.

ગુજરાત સરકારનું કહેવું છે કે એરલાઈન્સને શરૂઆતના વર્ષોમાં મદદરૂપ થવા ચોક્કસ વર્ષો સુધી સરકાર વિમાનોમાં સીટ અનામત રાખશે. હરાજીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રાખવામાં આવશે.

વિમાની સેવા શરૂ કરવા માગતી એરલાઈન કંપનીઓની આર્થિક સદ્ધરતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષે પૂરતા વરસાદની આગાહી
ગાંધીનગર – ભારતીય હવામાન વિભાગની અમદાવાદસ્થિત કચેરીના ડિરેક્ટર મનોરમા મોહંતીનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ૯૯ ટકા વરસાદની ધારણા છે

ગુજરાતના ચીફ સેક્રેટરી એ.કે. જોતિએ અહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે બોલાવેલી ચોમાસા-પૂર્વેની બેઠક દરમિયાન મોહંતીએ ઉપર મુજબની જાણકારી આપી હતી. તેમણે એ માટે ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડો. આર. બેનરજીએ કહ્યું કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો સક્રિય છે.

રીલિફ કમિશનર પૂનમચંદ પરમારે કહ્યું કે ગુજરાતમાં સરેરાશ વરસાદ ૮૦૦ મિ.મી. છે, પરંતુ છેલ્લા દસ વર્ષોમાં ચોમાસાની પેટર્ન બદલાઈ છે. હવે સરેરાશ ૯૧૪ મિ.મી. વરસાદ પડે છે જે ૨૩ ટકાનો વધારો સૂચવે છે.

આ બેઠકમાં કેન્દ્ર સરકાર, લશ્કર, હવાઈ દળ તથા કોસ્ટ ગાર્ડના સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.

રાજુ રામચન્દ્રનનો રિપોર્ટ નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધારી શકે છે
ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલા રમખાણોમાં નરેન્દ્ર મોદીએ દાખવેલી મનાતી ઉદાસિનતા વિશે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિમેલા રાજુ રામચન્દ્રને જણાવ્યું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે નરેન્દ્ર મોદી સામે જે આક્ષેપો કર્યા છે એના વિશે તપાસ કરવાનું જરૂરી છે.

આ મામલામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ જે નિષ્કર્ષ કાઢ્યો છે એનાથી રાજુ રામન્દ્રનનો મત વિરુદ્ધનો છે.

એસઆઇટીએ એવો મત વ્યક્ત કર્યો છે કે મોદી સામે કામ ચલાવી શકાય એવા પૂરાવા નથી, જ્યારે રાજુ રામચન્દ્રને સંજીવ ભટ્ટના નિવેદનોને મહત્ત્વ આપ્યું છે. સંજીવ ભટ્ટે એવો દાવો કર્યો છે કે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવીને તેમને જણાવ્યું હતું કે હિન્દુઓને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા દેજો.

મોદીએ પરંપરા તોડીને વિશ્વવિખ્યાત આઇઆઇએમના બોર્ડમાં બે માણસો નિમ્યા
છેલ્લા 50 વર્ષોથી દેશની ટોપ બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઇઆઇએમ-એ)ના કારભારમાં કદી રાજકારણીઓએ માથું નથી માર્યું, પરંતુ હવે નરેન્દ્ર મોદી એ બદલી રહ્યા છે. આઇઆઇએમ-એના બોર્ડ ઓફ ગવર્નર્સ માટે રાજ્ય સરકાર માટે અનામત રાખવામાં આવેલી બે બેઠકોમાંની એક પર નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષના 51 વર્ષના કમલેશ જોશીપુરાની નિમણૂંક  કરી છે.

કમલેશ જોશીપુરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુઓફ ટીચર એજ્યુકેશનના વાઇસ ચેન્સલર હતા એટલે તેઓ શિક્ષણનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ સીટ પર બીજી નિમણૂંક શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયાની કરવામાં આવી છે. આ રીતે વર્ષો જૂની પરંપરાને તોડવામાં આવી છે અને હવે નરેન્દ્ર મોદીનો આઇઆઇએમ-એમાં પ્રભાવ વધશે એવું માનવામાં આવે છે.

અમદાવાદમાં રહેણાંક સોસાયટીઓને મળશે લાભ
અમદાવાદ – શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ભરનાર તમામ ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતોમાં આંતરિક રસ્તાઓનું સમારકામ તથા સ્ટ્રીટલાઈટ સહિતના કામો હાથ ધરવામાં આવશે, પરંતુ આ કામો જનભાગીદારીથી કરાશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે રાજ્ય સરકારે નક્કી કરેલી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓ ના આંતરિક રસ્તાઓ ઉપર ડામર પાથરવાનું, પથ્થર પેંવીગનું કામ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈનો નાખવાનું કામ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર મહાપાત્રના જણાવ્યા મુજબ, આ યોજના માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ યોજનાનો લાભ એ લોકો ને મળશે જે વહેલાસર અરજી કરશે. આ ઉપરાંત આ કામમાં ૭૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, ૨૦ ટકા સોસાયટીના સભ્યો અને ૧૦ ટકા મ્યુનિ. કોર્પોરેશન ભોગવશે.

સ્થાનિક સંસ્થાઓ ગરીબ અને પછાતવર્ગની સોસાયટીઓને અગ્રિમતા આપી શકશે. આ ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ પાસેથી માત્ર ૧૦ ટકા લોકફાળો લઈને બાકીની ૧૦ ટકા લોકફાળાની રકમ માટે મ્યુનિ. કોર્પોરેશને તેના અંદાજપત્રમાં ગરીબો માટે અનામત રાખેલી ૨૦ ટકા જોગવાઈનો ઉપયોગ કરી શકશે.

ગુજરાતમાં ઘૂસી આવ્યા છે ૬ ત્રાસવાદી
અમદાવાદ – ગુજરાતમાં ૫-૬ ત્રાસવાદી ઘૂસ્યા હોવાનો અહેવાલ છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

કચ્છ માર્ગેથી જામનગરમાં ઘૂસેલા ૬ શકમંદોના સ્કેચ પણ આઈબીએ બહાર પાડ્યા છે અને તે ઠેર ઠેર ચોંટાડ્યા છે.

કહેવાય છે કે આ આતંકવાદીઓ જામનગરની તેલ રીફાઈનરીને ટાર્ગેટ બનાવે એવી શક્યતા છે.

સાથોસાથ તેમણે જલંધરસ્થિત ઈન્ડિયન ઓઈલના બોટલિંગ પ્લાન્ટને પણ બોમ્બ વડે ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે.

ગુપ્તચર એજન્સીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબના વહીવટીતંત્રને એલર્ટ કરી દીધું છે.

પંજાબમાં ભટિન્ડા શહેર સ્થિત ઓઈલ રીફાઈનરીની બહાર લશ્કરી છાવણી જેવું વાતાવરણ છે. ચારેબાજુ અને દરેક ગેટ પર મશીનગન સાથે જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે, જલંધરમાં પણ આઈઓએલના ડેપોમાં સુરક્ષા બંદોબસ્ત અત્યંત કડક બનાવી દેવામાં આવ્યો છે.

ગુપ્તચર વિભાગનું કહેવું છે કે આ આતંકવાદીઓ પાસે આધુનિક હથિયારો છે અને તેઓ ગમે ત્યારે હુમલો કરે એવી શક્યતા છે.

નાવડાથી બોટાદ નર્મદાની પાઇપલાઇનનું મોદીએ કર્યું લોકાર્પણ
ગાંધીનગર – નર્મદાનાં નીરનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ગુજરાત સરકારે રૂ. ૫૮,૦૦૦ કરોડનો વિરાટ પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ પ્રોજેક્ટ નર્મદાના પૂરના પાણીને રાજ્યમાં પાણીની તંગીવાળા વિસ્તારોમાં પીવાનું પાણી તેમજ સિંચાઈના હેતુ માટેનું પાણી સપ્લાય કરવાનો છે.

આ સમગ્ર યોજનાના ભાગરૂપે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાવનગર જિલ્લામાં નાવડાથી બોટાદ સુધી ૩૨ કિ.મી. લાંબી નર્મદા પાઈપલાઈન બોટાદ શહેરની જનતાને અર્પણ કરી છે.

આ યોજનાની સાથે જ મોદીએ કૃષ્‍ણસાગર તથા કાનિયાડ તળાવો ભરવાના તથા ગોમા અને સુખભાદર ડેમના પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત સંપન્‍ન પણ કર્યું હતું.

મોદીએ આ પ્રસંગે બોટાદમાં પ્રજાજોગ સંબોધનમાં કહ્યું કે વર્ષોથી નર્મદાના નીર દરિયામાં નિરર્થક વહી જતા હતા તેને રોકીને સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતને દસ લાખ એકર ફીટ પાણી પહોંચાડવાનો ભગીરથ પુરૂષાર્થ મારી સરકારે હાથ ધર્યો છે.

તેમણે કહ્યું કે છેલ્લા ૪૦-૪૫ વર્ષમાં સરદાર સરોવર બંધ બાંધવા માટે જેટલો ખર્ચ થયો તેની સરખામણીએ બમણા ખર્ચથી સૌરાષ્‍ટ્રના ૭૭ જેટલા ડેમ-જળાશયો અને તળાવો ભરવા માટે નર્મદાના પાણીની પાઇપ લાઇન સહિતનું નર્મદાના પાણી પહોંચાડવાનું સમગ્ર કાર્ય અમે ઉપાડયું છે.

સરદાર સરોવર યોજના અંતર્ગત સૌરાષ્‍ટ્રમાં નર્મદાના પૂરનું એક કરોડ મીલીયન એકર ફીટ પાણી પાઇપલાઇનથી પહોંચાડવાની પાંચ મહત્‍વની જળસંપત્તિ યોજનાઓ રૂા. ૨૬૭૧ કરોડના ખર્ચે પૂરજોશમાં આગળ વધી રહી છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં નર્મદાના પૂર વખતે દરિયામાં વહી જતા વધારાના પાણીને પાઇપલાઇનથી વાળીને તળાવો અને જળાશયો ભરવાનું ભગિરથ કાર્ય રાજ્‍ય સરકારે ઉપાડ્યું છે. તેનો પ્રથમ લાભ આજે બોટાદના તળાવો અને જળાશયોને મળ્‍યો છે.

કૃષ્‍ણસાગર તળાવ, કાનિયાડ જળાશય અને ગોમા તથા સુખભાદર ડેમ ભરવાના પ્રોજેક્ટનો ખર્ચ રૂા. ૨૨૩ કરોડ થશે અને નાવડાથી બોટાદની ૩૨ કિ.મી. નર્મદાની સમાંતર પાઇપ લાઇન રૂા. ૧૩૯ કરોડના ખર્ચે પૂર્ણ કરીને જનતાને સમર્પિત કરી છે. નર્મદાની આ પાણી-સંગ્રહની યોજનાઓ માટે હર્ષ અને આનંદથી થનગનતી વિશાળ કિસાનશક્તિનું દર્શન શુક્રવારે આ અવસરે બોટાદમાં જોવા મળ્યું હતું.

કૃષ્‍ણસાગર તળાવ પ્રજાવત્‍સલ રાજવી કૃષ્‍ણકુમાર સિંહે બંધાવ્‍યું હતું. તેની ઐતિહાસિક ભૂમિકા આપતા મોદીએ જણાવ્‍યું કે લોકઉપયોગી આ તળાવના નિર્માણને ખાબોચિયુંમાં ખપાવનારા વિરોધ પક્ષના નેતાએ રાજકીય સ્વાર્થ ખાતર અને મોદી વિરોધી વલણને ખાતર કૃષ્‍ણકુમારસિંહજીનું ઘોર અપમાન કર્યું છે. ગુજરાતમાં આ વર્ષે કૃષ્‍ણકુમારસિંહજીની જન્‍મ શતાબ્‍દી ઉજવાઇ રહી છે ત્‍યારે વિપક્ષી નેતાએ રાજકીય ઇર્ષાથી પીડાઇને આ પાણી પુરવઠાની જન-સુખાકારીની યોજનાનું મહત્‍વ પણ હણી નાંખ્‍યું છે. તેમની આંખમાં ખાબોચિયા દેખાય છે જ્યારે અમને કૃષ્‍ણકુમારસિંહજીના પ્રજાહિતના કામોને આદર-અંજલિ આપવાનું ગૌરવ છે.

ઓડ હત્યાકાંડના ત્રીજા કેસમાં નવ ગુનેગાર અને 32 નિર્દોષ
2002માં આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલા હત્યાકાંડના ત્રીજા કિસ્સામાં કોર્ટે 9 આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે અને 32ને નિર્દોષ છોડી મૂક્યા છે.

આ હત્યાકાંડમાં ઓડ ગામના માલ ભાગોળ વિસ્તારમાં એક ટોળાંએ ત્રણ માણસોને જીવતા બાળી નાંખ્યા હતા અને એ કેસમાં 41 માણસો સામે કામ ચાલી રહ્યું હતું.

ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલા હત્યાકાંડો વિશે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા તપાસ યોજવામાં આવી હતી.

ઓડ ગામના એક સાક્ષીએ કહ્યું હતું કે એ ગામમાં ત્રણ કલાકની અંદર 23 માણસોને મારી નાંખવામાં આવ્યા હતા.

જેતપુર-સોમનાથ ફોર-ટ્રેક રોડ પર વૃક્ષછેદન પર હાઈ કોર્ટનો સ્ટે
રાજકોટ – જેતપુરથી સોમનાથ ચાર-લેન અને રાજકોટથી ભાવનગર માટે ચાર-લેનનો રોડ બનાવવા માટે અંદાજિત ૧૦,૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું પડે એમ હતું. તે માટે સરકારે ટેન્ડર પણ મગાવ્યા હતા, પરંતુ પર્યાવરણપ્રેમીઓએ કરેલી ફરિયાદને પગલે ગુજરાત હાઈ કોર્ટે તાકીદની અસરથી વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ સામે મનાઈહૂકમ આપ્યો છે.

રાજકોટના પર્યાવરણપ્રેમી ભરતભાઈ સુરેજા અને પત્રકાર રાજુ શાહે નોંધાવેલી જનહિતની અરજી પર હાઈ કોર્ટે આ મનાઈ હૂકમ આપ્યો છે.

ગુજરાતના ચીફ જસ્ટિસ ભટ્ટાચાર્ય અને જસ્ટિસ પારડીવાલાની બેન્ચ સમક્ષ અરજદારોના વકીલે દલીલ કરી હતી કે વૃક્ષછેદન કરતા પૂર્વે વૃક્ષના મૂળ સહિત અન્ય જગ્યાએ આ ઘટાદાર વૃક્ષોનું પુનઃ રોપણ થઈ શકે એમ હોવા છતાં આ વૃક્ષોને કાપવા દેવા ન જોઈએ.

આ કેસમાં વધુ સુનાવણી માટે કોર્ટે ૧૦ મેની તારીખ નક્કી કરી છે.

રાજકોટમાં રિયલ એસ્ટેટ દલાલના ઘરમાંથી પાંચ લાખની મતાની ચોરી
રાજકોટ – અહીં રવિરત્ન પાર્ક વિસ્તારમાં રહેતા મનીષ માંકડીયા નામના એક રિયલ એસ્ટેટ દલાલના ઘરમાંથી રૂ. ૩૫ હજાર રોકડા તથા સોનાનાં દાગીના મળી કુલ રૂ. પાંચ લાખની મતાની ચોરી થયાની માંકડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ચોરીમાં માંકડીયાને તેમના મિત્ર નિરવ પટેલ પર શંકા હોવાનું કહેવાય છે. નિરવ કુરિયરનું કામ કરતો હોઈ અવારનવાર માંકડી તથા એમના પત્ની ઉષાને ઘેર તેમને મળવા આવતો હતો.

ફરિયાદ મુજબ, મંગળવારે સવારે માંકડીયા એમના પુત્ર સાથે ઓફિસમાં હતા અને તેમની પત્ની ઘેર હતી. એ વખતે નિરવ અને તેની પત્ની છાયા ઘેર આવ્યા હતા. ઉષાબેનને ખરીદી માટે બહાર જવાનું હોઈ થોડીક વાર પછી ત્રણેય જણ બહાર નીકળ્યા હતા. ઉષાબેન અને છાયા સાથે ખરીદી કરવા ગયા હતા. નિરવ એકલો રવાના થઈ ગયો હતો.

ખરીદી કરીને ઉષાબેન પાછાં ફર્યા અને ઘર ખોલ્યું હતું. તેમણે કબાટ ખોલ્યો ત્યારે અંદરથી ૩૫ હજાર રોકડા તથા લોકરમાંથી સોનાનાં દાગીના ગૂમ હતા. તેમણે એમના પતિને જાણ કરી હતી અને બાદમાં મનીષભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ આદરી છે.

દાહોદના સંસદસભ્ય ડો. પ્રભા કિશોર લોકસભામાં રડી પડ્યા
ગુજરાતના દાહોદના સંસદસભ્ય ડો. પ્રભા કિશોર તાવિયાદે લોકસભામાં જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસના સમારંભમાં પોતાને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો અને એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ રડી પડ્યા હતા.

ડો. પ્રભા કિશોરે કહ્યું હતું કે પોલીસે તેમના પર હુમલો કર્યો હતો. તેમના શરીર પર થયેલા ઇજાના નિશાન પણ તેમણે ગૃહને બતાવ્યા હતા.

કોન્ગ્રેસના સિનિયર સભ્ય અને નેશનલ કમિશન ના ભૂતપૂર્વ વડા ડો. ગિરિજા વ્યાસે કહ્યું હતું કે ડો. પ્રભા કિશોરને ન્યાય મળવો જોઇએ.

બીજેપીના સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હું વ્યક્તિગત રીતે વાતચીત કરીશ અને ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી રાખવામાં આવશે.

નરેન્દ્ર મોદીની નવી લૂક કેવી હશે? માથાંના વાળ વધી રહ્યા છે
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા છ મહીનાથી માથાંના વાળ વધારી રહ્યા છે એની પાછળનું કારણ લોકોને સમજાતું નથી. શું ધાર્મિક માન્યતા કે તેઓ સંત જેવા દેખાવા માંગે છે.

એવા તર્ક વિતર્કો થઇ રહ્યા છે કે નરેન્દ્ર મોદી કદાચ વધુ એક હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની તૈયારીમાં છે. 2007ની ચૂંટણીઓ પહેલા તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા અને પ્રચારમાં એમની ટાલ ઓછી દેખાતી હતી. શું આ વખતે પણ તેમણે આ રીતે ચૂંટણી પ્રચાસ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે?

મુખ્‍ય પ્રધાન મોદીએ ‘ગુજરાત ગૌરવ દિન’ નિમિત્તે પ્રજાજોગ સંદેશામાં શું કહ્યું…
ગાંધીનગર – મુખ્‍ય પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતની સ્‍થાપનાના બાવન(52)મા ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્‍યના સૌ નાગરિકોને શુભકામના પાઠવતાં એવો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો છે કે, મારી સરકારે જનતાના સહયોગથી ગુજરાતને એવા વિકાસની ઊંચાઇ ઉપર પહોંચાડયું છે, જ્‍યાં દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનું ગૌરવ થાય કે, આ ગુજરાત મારું છે.

પ્રજાજોગ સંદેશામાં મોદીએ મહાગુજરાતની ચળવળના ઇન્‍દુચાચા સહિત સૌ સાથીઓને યાદ કરીને, શહીદોને શત્‌ શત્‌ વંદન કરતા કહ્યું કે આ શહીદોનું રક્‍ત એળે જવા દીધું નથી અને વિકાસ માટે પ્રત્‍યેક ગુજરાતી ગૌરવ લઇ શકે છે.

મુખ્‍ય પ્રધાનનો સંદેશો આ પ્રમાણે છે :

‘ગુજરાતના સૌ વ્‍હાલા નાગરિક ભાઇઓ અને બહેનો. ૧લી મેને ૧૯૬૦ ગુજરાતનો સ્‍થાપના દિવસ. ૫૧ વર્ષ વીતી ગયા. આજે ૫૨માં વર્ષમાં આપણો મંગલ પ્રવેશ છે અને આ મંગલ પ્રવેશની વેળાએ મહાગુજરાતની ચળવળના એ સૌ શહીદોને આપણે નમન કરીએ. ઇન્‍દુચાચા સહિત મહાગુજરાતની ચળવળ ચલાવનાર સમગ્ર ગુજરાતવાસીઓને યાદ કરવાનો આ અવસર છે.

એ વખતની વિદ્યાર્થી આલમે ગુજરાતના ગૌરવને કાજે ગોળીઓ ખાવાનું પસંદ કર્યુ હતું. ગુજરાત એ ક્‍યારેય નહીં ભૂલે. ભદ્રના કોંગ્રેસ ભવનમાંથી ગુજરાતના વિદ્યાર્થીઓ પર ગોળીઓની રમઝટ ચાલી હતી. અનેક દુધમલ યુવાનોએ પોતાનું લોહી વહેવડાવ્‍યું હતું. પરંતુ ગુજરાતે આ વીરલાઓના રક્‍તને એળે નથી જવા દીધું. ગયા ૫૧ વર્ષની અંદર અનેક સરકારો આવી, અનેક આંદોલનો થયા, અનેક ઉપક્રમો થયા. સારી-નરસી ઘટનાઓ બનતી રહી પણ એ બધાંની વચ્‍ચે, ગુજરાત સદાયે આગળ તરફ વધતું રહ્યું. આ ૫૧ વર્ષ તરફ નજર કરીએ તો સાફ દેખાય છે કે ૨૧મી સદીનો આ પહેલો દશકો વિકાસની હરણફાળ ભરનારો દશકો બની રહ્યો. ૨૦૦૧માં ગુજરાતે, અનેક આફતો જોઇ. એકવીસમી સદીનો આરંભ જ આપણા માટે કારમો રહ્યો. ભયંકર ભૂકંપ આજે પણ આપણે ભૂલી શકીએ એમ નથી.  સહકારી બેંકોમાં ઉથલ-પાથલની છાયા, દુષ્‍કાળના ઓળા, કેટકેટલી મુસીબતોમાંથી, ૨૦૦૧ પછી, આપણે ગુજરાતને મક્કમતા પૂર્વક આગળ વધાર્યું. આફતો અનેક હતી, અવરોધો અપરંપાર હતા, ગુજરાત વિરોધીઓ ગેલમાં હતા. સૌ એમ માનતા હતા કે, ગુજરાત ક્‍યારેય ઉભું નહીં થાય. ગુજરાત ક્‍યારેય બેઠું નહીં થાય. આ બધા જ અવરોધોને પાર કરી ગયા. સંકટોનો સામનો કર્યો. આફતોને અવસરમાં પલટવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો. એનું પરિણામ એ આવ્‍યું કે, આજે સમગ્ર વિશ્વની નજરે વિકાસની વાત આવે અને ગુજરાતની ચર્ચા ન થાય એવું ક્‍યાંય જોવા ન મળે. આ ચારેય તરફ ગુજરાતના વિકાસની વાત થાય છે એનું કારણ શું ? મેં જ્‍યારે સદ્‌ભાવના મિશનમાં ગુજરાતમાં ખૂણે ખૂણે જઇને ઉપવાસનું આંદોલન ચલાવ્‍યું હતું. સદ્‌ભાવના મિશન અંતર્ગત ઉપવાસ કરતો હતો ત્‍યારે મેં ડંકાની ચોટ પર કહ્યું હતું કે, ગુજરાતના વિકાસની પાછળ છ કરોડ ગુજરાતીઓની આ એકતા, ભાઇચારો, શાંતિની સાધના છે. એના કારણે જ, આજે ગુજરાત આ બધી ઊંચાઇઓને પાર કરી શક્‍યું છે. અનેક યોજનાઓ એમાં પૂરક બની છે. કુદરતે પણ મહેર કરી છે. દુષ્‍કાળનું નામોનિશાન રહ્યું નથી અને પ્રજાકીય પુરૂષાર્થ ઉત્તરોત્તર એક શક્‍તિ બનીને ઉભરી રહ્‍યો છે. પરંતુ આટલાથી સંતોષ માનવાનો આપણો સ્‍વભાવ નથી. આપણે ઘણી ઊંચાઇઓ પાર કરવી છે. હજુ આગળ વધવું છે. ગુજરાતને એવી ઊંચાઇઓ પર લઇ જવું છે કે, જેથી કરીને આખા દેશની ઉત્તમમાં ઉત્તમ સેવા ગુજરાત કરી શકે. ગુજરાતના વિકાસની અંદર નજર કરીએ તો, એક તરફ ધ્‍યાન સૌનું જાય છે. એક જમાનાનું દુષ્‍કાળગ્રસ્‍ત ગુજરાત રણપ્રદેશ, ધૂળની ડમરીઓ, ચોકડીઓ ખોદતી જીંદગી, રાહતકામો સિવાય કંઇ ચાલતું જ ના હોય. એની સામે આજે આખા દેશમાં ગુજરાત એની કૃષિક્રાંતિ માટે વખણાતું થયું છે. આખો દશકો ૧૧ ટકાનો વિકાસદર, કૃષિનો રહે એ વાત દુનિયાના કૃષિ નિષ્‍ણાંતો માટે આﾍર્યરૂપ છે. એ અભ્‍યાસ કરવા આવે છે. આટલું મોટું આﾍર્યજનક કામ થયું કેવી રીતે ? ગુજરાતના ખેડૂતોએ કરી બતાવ્‍યું છે.

જળસંચયની ઝુંબેશ કારણે, પાણી રોકવાને કારણે, ખેતી ક્ષેત્રે મોટી ક્રાંતિ થઇ છે. પણ કમનસીબે કેટલીક નીતિઓ એવી આવી રહી છે કે જેના કારણે ખેડૂતોને  સહન કરવું પડે છે. હું આજે એ વિવાદમાં પડવા માંગતો નથી. પણ આજના આ પવિત્ર દિવસે પણ, ગુજરાતનો ખેડૂત દુઃખી થાય તો મને દુઃખ થાય તે સ્‍વાભાવિક છે.

આપણે ખેતીમાં વિકાસ કર્યો, દૂધમાં પણ વિકાસ કર્યો. આ દશ જ વર્ષની અંદર દૂધના ઉત્‍પાદનમાં ૬૬ ટકાનો વધારો થયો છે. જે લોકો ગુજરાતને બદનામ કરવા માટે ગાયોના નામે રાજકીય રોટલા શેકવા નીકળે છે એમને ખબર નથી કે કોઇ જમાનામાં ક્‍યારેય ગુજરાતના દૂધનો વિકાસ દર ૬૬ ટકા રહ્યો નથી. પશુપાલકો માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. સરકારે ગૌવંશ – ગાયની ચિંતા કરી છે એના કારણે શક્‍ય બન્‍યું છે.

કચ્‍છ અને કાઠિયાવાડમાં ડેરીઓ ન ખોલવાના અગાઉ સરકારે પરિપત્ર નીકળ્‍યા.ખેડૂત દૂધ ક્‍યાં વેચે, એનું શોષણ થતું. આ સરકારે કચ્‍છ અને કાઠિયાવાડમાં ઠેર-ઠેર ડેરીઓનું કામ ચાલુ કર્યું. જેથી કરીને નાના નાના પશુપાલકોને દૂધની પૂરતી આવક થાય, એનું ગુજરાન ચાલે. એમાં પૂરક આવક બને. આજે કચ્‍છ અને કાઠિયાવાડે દુધની બાબતમાં ખૂબ મોટી પ્રગતિ કરી છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે કામ કર્યું છે, દૂધ ઉત્‍પાદનમાં કામ કર્યું છે, ઔદ્યોગિક ક્ષેત્રે તો હરણફાળ ભરી છે.

આપણું ગુજરાત પહેલાં ગોલ્‍ડન કોરીડોર  અંકલેશ્વરથી વાપી સુધીનો પટ્ટો એટલે ઉદ્યોગ. મને આﾍર્ય થાય છે કે, આના જેવી ફળદ્રુપ જમીન જ્‍યાં બારે મહિના પાણી હતું એ જમીન ઉદ્યોગોમાં શું કરવા નાંખી દીધી ? એ વખતે આપણા વડીલોએ ઉદ્યોગો બીજી જગ્‍યાએ નાંખ્‍યા હોત, દરિયા કિનારે નાખ્‍યા હોત, રણ કિનારે નાંખ્‍યા હોત તો, આ લીલીછમ લીલા નાઘેર જેવી ઘરતી આટલી ઉદ્યોગોમાં ગઇ ના હોત. એમણે તો જે ભૂલો કરી એ કરી. આપણે ઉદ્યોગોને સૂકા પ્રદેશમાં લઇ ગયા. જ્‍યાં આગળ ભૂતકાળમાં કશું જ નહોતું. એક તણખલું ન ઉગે એવી જગ્‍યા પર ઉદ્યોગો લઇ ગયા અને ગુજરાતમાં ભૂતકાળની અંદર ઉદ્યોગો ક્‍યા જ્‍યાં જુઓ ત્‍યાં કેમિકલ અને ફાર્માસ્‍યુટીકલ. આપણે ધીરે ધીરે કરી એમાં બદલાવ લાવ્‍યા. એન્‍જીનીયરીંગ ઉદ્યોગો પર બળ આપ્‍યું, ઓટો મોબાઇલ્‍સ ઉદ્યોગો પર બળ આપ્‍યું, બોમ્‍બાર્ડીયર જેવી મેટ્રો ટ્રેઇન બનાવતી કંપનીઓને લઇ આવ્‍યા અને એન્‍જીનીયરીંગ ઉદ્યોગો હોવાના કારણે ગુજરાતના નવજવાનોને રોજગાર પણ વધારે મળે એ દિશામાં આપણે પ્રયત્‍ન કરીએ છીએ. આમ ઉદ્યોગક્ષેત્રનું આખુંય ચરિત્ર બદલી નાંખ્‍યું છે. નહીં તો કેમિકલ ઉદ્યોગોના કારણે અનેક મુસીબતો આવતી હતી. એમાંથી ધીરે ધીરે એક આખું નવું વિકાસનું ક્ષેત્ર ઉભું થયું. આપણે જળ, થલ, નળને આંબવા માંડયાં. એક એવી ગુજરાતની ઓળખ હતી. શીપ બ્રેકિંગ યાર્ડની અલંગ જાઓ વહાણ તૂટતા હોય પણ વહાણ બનાવવાનો વિચાર ન આવ્‍યો.

આપણે વહાણ બનાવવાની દિશામાં આગળ વધ્‍યા છીએ અને ગુજરાતના યુવાનોને વહાણ બનાવવામાં ખૂબ રોજગાર મળે એવી તકો ઉભી કરવાની દિશામાં આગળ વધ્‍યા છીએ. આખી દુનિયામાં સામુદ્રિક વ્‍યાપાર વધી રહ્યો છે એટલે જ બંદરો વિકસાવ્‍યા છે એની તરફ ધ્‍યાન આપ્‍યું છે. માળખાકીય સુવિધાઓ…. એની અંદર ધ્‍યાન આપ્‍યું છે.

માનવ સંશાધન વિકાસ કોઇપણ રાજ્‍યની પ્રગતિ કરવી હોય તો હ્યુમન રીસોર્સ ડેવલપમેન્‍ટ ખૂબ જ મહત્‍વની બાબત બની રહે છે. ITI સાવ નાનું એકમ ગણાય. એના ઉપર આપણે ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. આંગણવાડી સાવ નાનું એકમ ગણાય એના ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. આજે ગુજરાતની ITI ની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. નાના નાના કોર્સિસ અને ITI માં ગરીબ બાળકો ભણવા આવે, ૭મું ભણવાનું છોડી દીધું હોય, ૧૦મું ભણવાનું છોડી દીધું હોય, પરીક્ષામાં એક બે વખત નાપાસ થયો હોય, ઘરની આર્થિક સ્‍થિતિ ના હોય, ભણી ના શકતો હોય એવા એવા બાળકોને એમની કારકિર્દી અને જીવન બને એના માટે કામ કર્યું છે. ગયા મહિને જ ૬૫,૦૦૦ આવા યુવકોને સીધે સીધા રોજગાર માટેના નિમણૂંક પત્રો આપી દીધા. ઔદ્યોગિક વિકાસના કારણે રોજગારીની કેટલી બધી તકો ઉભી થઇ છે. આપણે પહેલીવાર ITI માં સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ કોર્સિસ ચાલુ કર્યા છે. જેના કારણે કૌશલ્‍ય બજારમાં એનું મૂલ્‍ય વધી ગયું છે.

હમણાં તાજેતરમાં જ આપણે ગરીબ કલ્‍યાણ મેળા કર્યા. માર્ચ મહિનામાં બજેટ પુરું થયું અને એક જ મહિનાની અંદર સમગ્ર રાજ્‍યમાં ૨૫૦ કરતાં વધારે ગરીબ કલ્‍યાણ મેળા કરીને ૧૬૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ સીધે સીધી ગરીબોના હાથમાં આપી દીધી. ગરીબી સામે લડવા માટેની જે મથામણ આદરી છે એની અંદર એક પછી એક પૂરક યોજના એમાં જોડાય એના માટેની મથામણ આદરી છે. સખી મંડળો બનાવ્‍યા એટલા માટે અમારી માતાઓ, બહેનો ગૌરવભેર જીવે. આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને. રાજ્‍યની અંદર ૨,૩૭,૦૦૦ સખી મંડળો. ૨૯ લાખ કરતાં વધારે ગરીબ પરિવારની બહેનો સભ્‍ય બની છે અને લગભગ ૪૦૦ કરોડ રૂપિયા આ બહેનોએ રૂપિયો, બે રૂપિયા બચાવી બચાવીને ભેગા કર્યા છે. સરકારે એમાં પૂરક પૈસા આપ્‍યા, બેંકો પાસે અપાવ્‍યા.

ગુજરાતના ગામડાની ગરીબ બહેનોના હાથમાં ૧૬૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આજે આપી છે. તેઓ આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બની છે. ક્‍યાંક કોઇ અગરબત્તી બનાવે છે, મીણબત્તી બનાવે છે, મસાલા બનાવે છે, કોઇ ખાખરા-પાપડ પણ બનાવે છે, કોઇ ઢોર લઇ આવે છે, દૂધ ઉત્‍પાદન કરે છે, કોઇ રસોઇ પરસવાના કામો કરે છે, કોઇ હોમ સર્વીસ-ટીફીન સર્વીસ ચાલુ કરે છે. અનેક કામો  સીવણના વર્ગો ચાલવે, કોમ્‍પ્‍યુટરના વર્ગો ચલાવે અને માત્ર સખી મંડળના બહેનો આજે પાર્ર્કિગના કામો ઉપાડે છે, બસસ્‍ટેશનમાં કેન્‍ટીન ચલાવે છે, સરકારી કચેરીઓમાં કેન્‍ટીન ચલાવે છે. ગરીબ બહેનો આર્થિક વિકાસની અંદર ભાગીદાર બની રહી છે અને ગરીબ પરિવારોને વ્‍યાજખોરોની ચૂંગાલમાંથી બચાવવાનું મોટામાં મોટું કામ આ મિશન મંગલમ્‌ દ્વારા ચાલી રહ્યું છે. સખી મંડળો દ્વારા ચાલી રહ્યું છે. આજે ગરીબને ઓશિયાળી જીંદગી જીવવી ન પડે એની ચિંતા કરી છે. શિક્ષણની, આરોગ્‍યની ચિંતા, ગુજરાતનો ગરીબ માનવી એના પરિવારમાં માંદું પડે એનો ૩૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચો સરકાર ભોગવે એવી વીમા યોજના પણ બનાવી છે. આ બધી તો નાની મોટી બિમારીઓની વાત છે, પણ ગરીબના ઘરમાં પણ કેન્‍સર તો આવે, ગરીબના ઘરમાં હાર્ટએટેક તો આવે, ગરીબના ઘરમાં પણ કીડની ફેલ થાય એનું શું ? લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય ત્‍યારે આ ગરીબ જાય ક્‍યાં ? આ રાજ્‍ય સરકારે ખાસ બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયાની મુખ્‍ય મંત્રી અમૃતમ્‌ યોજના કરી છે. આ જીવલેણ બિમારી કોઇ ગરીબના ઘરમાં આવે તો એનો ખર્ચો સરકાર કરશે એના માટેની યોજના આ છે. મારે ગરીબ પરિવારને દુઃખી નથી રહેવા દેવા, મારે ગરીબ પરિવારના આરોગ્‍યની ચિંતામાં સરકાર સક્રિય ભાગીદાર બને એ દિશામાં પ્રયત્‍ન આદર્યા છે. ગુજરાતનો નવજવાન અનેક આશા-અરમાન સાથે આગળ વધી રહ્યો છે.

મારો વનવાસી, મારો દલિત, મારો વંચિત, એને મારે વિકાસની યાત્રામાં મોખરે લાવવો છે. આદિવાસી ભાઇઓ માટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું વનબંધુ પેકેજનું હિન્‍દુસ્‍તાન ભરના આદિવાસી ક્ષેત્રે કામ કરનાર લોકો અભ્‍યાસ કરવા આવે છે કે, ગુજરાતે આ કમાલ કેવી રીતે કરી છે. શહેરી ગરીબોના માટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ આપ્‍યું છે, ઉમ્‍મીદ નામની યોજના આપી છે, એમને સ્‍વરોજગાર શીખવાડયો છે. હુન્‍નર શીખવાડયો છે અને એમનામાં શક્‍તિનો સંચય થાય, જેથી કરીને આ નવજવાનો રોજગારી માટે પોતે પગ ઉપર ઉભા રહે.

આ વર્ષ વિવેકાનંદ જયંતીનું વર્ષ છે. ૧૫૦મી વિવેકાનંદ જયંતી છે, ગુજરાતે એને યુવાશક્‍તિ વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. લાખ્‍ખો નવજવાનોને રોજગારી મળે, સાથે સાથે કોઇ યુવક એવો ન હોય, કોઇ યુવતી એવી ન હોય કે જેની પાસે કોઇ હુન્‍નર ના હોય, કોઇ કૌશલ્‍ય ન હોય, એનામાં કોઇ આવડત ન હોય. આપણે એના માટે સમગ્ર રાજ્‍યમાં કૌશલ્‍યવર્ધનની એક ઝુંબેશ ઉપાડી છે. અરબો-અબજો રૂપિયા ખર્ચીને ગુજરાતના યુવકોને આત્‍મશક્‍તિ આપી છે, જેથી કરીને પોતે પણ પોતાના પગભર ઉભા રહેવું હોય તો ઉભો રહી શકે છે.

કોઇ ક્ષેત્ર એવું નથી કે જે વિકાસથી વંચિત ન હોય. કોઇ વ્‍યકિત એવી ન હોય કે વિકાસનો લાભાર્થી બન્‍યો ન હોય, છ કરોડ ગુજરાતીઓ એક નવી આશા અને ઉમંગ સાથે આગળ ધપે એ દિશામાં આપણે પ્રયત્‍ન કરી રહ્યા છીએ.

ગયા વર્ષે આપણે ગુજરાતની સ્‍વર્ણિમ જયંતી મનાવી કેવા નવા લક્ષ્યાંકો પાર કર્યા. એક જમાનો હતો. ગુજરાતમાં ૪ ગામ સાફ-સુથરાં નિર્મળ ગ્રામ બનતા હતા. સ્‍વર્ણિમ જયંતીની અંદર આખાય ગુજરાતના ગામડાંઓએ અભિયાન ઉપાડયું. ૪૬૦૦ ગામ નિર્મળ ગ્રામ બન્‍યા અને ભારત સરકારનું ઇનામ લઇ આવ્‍યા. ડંકાની ચોટ પર લઇ આવ્‍યા.

આવો, આજે સંકલ્‍પ કરીએ, નિર્ધાર કરીએ, વિકાસની વાતને વધુ તેજ બનાવી છે. વધુ વ્‍યાપક બનાવવી છે. ગરીબના ઝૂંપડાં સુધી પહોંચવું છે. ગામડા સુધી પહોંચવું છે. ખેડૂત સુધી પહોંચવું છે. દરેકને એનો લાભ થાય અને દરેકને લાગે કે આ ગુજરાત મારું છે. દરેકને થાય  હું ગુજરાતી છું, એનું મને ગૌરવ છે. હિન્‍દુસ્‍તાનના કોઇપણ ખૂણે જાય, દુનિયાનો કોઇ નાગરિક એને મળે, એને ગુજરાતી છું એમ કહેતાની સાથે સામી વ્‍યક્‍તિની આંખમાં ચમક આવી જાય એવા ગુજરાતના નિર્માણ કરવા માટે આપણે તપ આદર્યું છે. ગુજરાતને માટે કરીએ છીએ. છ કરોડ ગુજરાતીઓના ભવિષ્‍ય માટે મહેનત કરી છે. આપણી આવતી પેઢી માટે કરી છે.

સોલાર એનર્જી ઉપર કેવડું મોટું કામ થયું છે ? હિન્‍દુસ્‍તાન આખામાં ૧૨૦ મેગાવોટ સોલાર પાવર વીજળી છે. ગુજરાતે ૬૦૦ મેગાવોટ સોલાર વીજળી પેદા કરી દેશને ચરણે ધરી. એટલું જ નહીં, હમણાં નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ બનાવી, આ ગુજરાત સરકારે આ નર્મદાની કેનાલ ઉપર ઢાંકણું કરવાનું નક્કી કર્યું છે. જેથી પાણીનું બાષ્‍પીભવન ન થાય અને મારા ખેડૂતોને નુકશાન ન થાય અને ઢાંકણા ઉપર સોલાર પેનલો લગાવી છે જેથી એમાંથી વીજળી પેદા થશે. એક પંથ અનેક કાજ. આવું ઉત્તમ કામ આપણે કરી દીધું છે. આ બધું જ ગુજરાતની આવનારી પેઢીને કામ આવવાનું છે. વિકાસ સિવાય કોઇ મંત્ર નથી. વિકાસ સિવાય કોઇ સપનું નથી. વિકાસ સિવાય કોઇ કામ નથી. વિકાસ સિવાય કોઇ વાત નથી. માત્રને માત્ર વિકાસ…… એને લઇને આગળ વધવું છે. અને એમાં સૌ ગુજરાતી ભાઇઓ-બહેનો ગર્વપૂર્વક આગળ આવે.

સમગ્ર વિશ્વમાં પથરાયેલાં ગુજરાતી ભાઇઓને પણ આજના પર્વે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જ્‍યાં હોઇએ ત્‍યાં આપણે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કરીએ, ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ. દુનિયાની અંદર ગુજરાતીપણાની છાપ ઉભી કરીએ અને સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવવાનો ગુજરાતીઓનો જે સ્‍વભાવ છે, સૌને સાથે લેવાનો ગુજરાતીઓનો જે સ્‍વભાવ છે એના દર્શન દુનિયા આખીને કરાવીએ. એવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આજે ૧લી મે ગુજરાતની વિકાસયાત્રાની, સ્‍વતંત્ર વિકાસયાત્રાની આ ૫૨મી મઝલ છે. ૫૧ વર્ષ પૂરા થયા છે. આપ સૌને અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ..

જય જય ગરવી ગુજરાત…..

ભારત માતા કી જય……’

નરેન્‍દ્ર મોદી

મુખ્‍ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્‍ય

વડોદરા-સુરત નેશનલ હાઈવેને કરાશે ૬-લેનનો
નવી દિલ્હી – ગુજરાતમાં નેશનલ હાઈવેના વડોદરા-સુરત વિભાગને ૬-લેનનો કરવાનું કામ મંગળવારથી શરૂ કરાશે.

કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સી.પી. જોશી આ કાર્ય માટેનો શિલાન્યાસ કરશે.

આ પ્રોજેક્ટ માટેનો અંદાજિત ખર્ચ રૂ. ૫૦૯ કરોડ છે જેમાં સિવિલ વર્ક્સ, જમીન સંપાદન પાછળનો ખર્ચનો સમાવેશ થાય છે.

હાલ આ વિભાગ પર ચાર-લેનનો એક પટ્ટો છે, જેમાં નર્મદા નદી પર બે અલગ અલગ લેનના પૂલનો સમાવેશ થાય છે. ઘણી વાર ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે મંત્રાલયે આ પ્રોજેક્ટને ૬-લેનનો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રોજેક્ટ ૨૦૧૪ના ડિસેંબરમાં પૂરો થવાની ધારણા છે.

અમેરિકાની સ્પષ્ટતાઃ નરેન્દ્ર મોદીને વિઝા નહીં જ મળે
અમેરિકાએ સ્પષ્ટતા કરી દીધી છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વિઝા આપવાની બાબતમાં અમે અમારી નીતિમાં કોઇ જ ફેરફાર નથી કર્યો.

વિદેશ ખાતાંના પ્રવક્તા વિક્ટોરિયા ન્યુલેન્ડે પત્રકારોને આ માહિતિ આપી હતી. કોન્ગ્રેસમેન જો વોલ્શે થોડા દિવસ પહેલા વિદેશ પ્રધાન હીલારી ક્લિન્ટનને એક પત્ર લખીને વિઝા બાબતે ફેરવિચારણ કરવાનું જણાવ્યું હતું, જેને પગલે અમેરિકામાંના મુસ્લિમોએ આકરી પ્રતિક્રીયા વ્યક્ત કરી હતી.

મોદીને ડિપ્લોમેટિક વિઝા આપવા અમેરિકી કોન્ગ્રેસમેનની અરજ
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ડિપ્લોમેટિક વિઝા ન આપવાના નિર્ણય વિશે ફેરવિચારણા કરવા માટે અમેરીકી સેનેટના એક સભ્યે વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનને એક પત્ર લખ્યો છે, જેના પર અમેરિકામાંના મુસ્લિમોએ આકરી પ્રતિક્રીયા વ્યક્ત કરી છે.

અમેરિકાના વિદેશ ખાતાંના એક પ્રવક્તાએ કહ્યું હતું કે હિલારી ક્લિન્ટને હજુ સુધી અમેરિકી કોન્ગ્રેસમેન જો વોલ્સે લખેલા પત્ર પર કોઇ પ્રતિક્રીયા વ્યક્ત નથી કરી.

દહેજ સામે વિરોધઃ ગુજરાત સરકારે બમણી કરી ‘કુંવરબા મામેરૂ’ સવલત
અમદાવાદ – ગુજરાત સરકારે દહેજ પ્રથાને ઉત્તેજન મળતું રોકવા માટે શરૂ કરાયેલી ‘કુંવરબા મામેરૂ’ યોજના અંતર્ગત આર્થિક સવલત ડબલ કરીને રૂ. ૧૦,૦૦૦ કરી છે.

અહીંથી નજીક વિસાલપુર ખાતે અખિલ ગુજરાત ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ વખતે કરેલા ભાષણમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના યુવાનોને શિક્ષણ પ્રાપ્ત કરીને દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક દૂષણોથી છૂટકારો મેળવવાની હાકલ કરી હતી.

મોદીએ એમ પણ કહ્યું કે સરકારે દહેજ પ્રથાનો વિરોધ કરી તે માટે જનજાગૃતિ લાવવામાં મદદરૂપ થનાર નવદંપતિ દીઠ ‘કુંવરબા મામેરૂ’ યોજના માટેની સવલતની રકમ રૂ. ૫,૦૦૦થી બમણી કરીને રૂ. ૧૦,૦૦૦ કરી છે.

મોદીએ સમાજના આગેવાનો પણ અનુરોધ કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર છોકરાઓ અને છોકરીઓ, બંનેને શિક્ષણ પૂરું પાડે, કારણ કે કોઈ પણ સમાજના ઉત્કર્ષ માટે આ ખૂબ જ જરૂરી છે.

ઉક્ત સમૂહ લગ્નોત્સવમાં મોદીએ ૧૬૮ નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા જેમાં ૪૪ અનાથ પુત્રીઓનો સમાવેશ થાય છે.

જેતપુર-સોમનાથ હાઈવે માટે ૪,૫૦૦ વૃક્ષોને દૂર કરાશે
અમદાવાદ – જનવિકાસને ખાતર કુદરતે ભોગ આપવો પડે છે. આનું તાજું ઉદાહરણ છે, નેશનલ હાઈવે 8D, જે રાજકોટ જિલ્લામાં જેતપુર અને સોમનાથને જોડશે. ૧૨૭ કિ.મી. લાંબા અને ચાર-લેનવાળા નેશનલ હાઈવે 8Dને ખાતર જેતપુર અને સોમનાથ વચ્ચેના પટ્ટાવિસ્તારમાં આવતા લગભગ ૪૮૦૦ વૃક્ષોનો ભોગ લેવામાં આવશે.

ગુજરાતના વન વિભાગે આ વૃક્ષો કાપવા માટે ટેન્ડરો મગાવ્યા છે. જેતપુરથી જૂનાગઢ અને વેરાવળથી સોમનાથ વચ્ચે, એમ બે ભાગમાં હાઈવેની બંને તરફ આવનાર વૃક્ષોને દૂર કરાશે. આમાં લીમડો, આંબો, નાળિયેર તથા અન્ય સહિત જુદી જુદી ૩૫ જાતના વૃક્ષોનો સમાવેશ થાય છે.

વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે શક્ય તેટલા ઓછા ઝાડ કપાય તેની તકેદારી રાખવામાં આવશે. જંગલ વિભાગના અધિકારીઓ ઝાડ કાપવાની કામગીરી વખતે જાતે હાજર રહેશે અને વિસ્તારની હરિયાળીને બિનજરૂરી નુકસાન ન પહોંચે એનું પૂરેપૂરું ધ્યાન રખાશે.

તદુપરાંત, બાંધકામ થઈ ગયા બાદ નવા રોડની બંને તરફ નવેસરથી વૃક્ષારોપણ કરવામાં આવશે જે માટેનો ખર્ચ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભોગવશે તેમજ તે કામગીરીની જવાબદારી વન વિભાગ લેશે.

ગાંધીનગરમાં સૌર ઊર્જા સાધનો લગાવનાર ધાબામાલિકને અપાશે વળતર
ગાંધીનગર – પાટણ જિલ્લાના ચારણકામાં સોલાર પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરેલી કે હવે રાજ્યના નાગરિકો તેમના ધાબા કે અગાશી પર સોલાર વીજળી ઉત્પન્ન કરીને વેચી શકશે. હવે આ યોજના અંતર્ગત ધાબા માલિક સાથે વીજ કંપની ૨૫ વર્ષનો કોન્ટ્રાક્ટ કરશે. જેમાં રાજ્ય સરકાર કંપનીને યુનિટ દીઠ ૧૧ રૂપિયા આપશે તેમાંથી જે ધાબા માલિક સોલાર ઉર્જા માટે સાધનો લગાવશે તેને યુનિટદીઠ ત્રણ રૂપિયા મળશે. તે ઉપરાંત ડીસકોમ થકી વીજળી પણ મળશે.

આ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી માલિકીના ધાબાઓને પણ આવરી લેવામાં આવશે. જેના દ્વારા લોકોમાં સૌર ઉર્જાના ઉત્પાદન અંગે જાગૃતિ આવે અને પ્રોત્સાહન મળે તેવો પ્રયાસ કરાશે. આ માટે સરકારે અઝુરે પાવર અને સન એડિસન સાથે કરાર કર્યા છે. જેના થકી ગાંધીનગરમાં અઢી મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવશે.

ઉર્જા વિભાગના સચિવ ડી. જે. પાંડિયને જણાવ્યું છે કે, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી ગાંધીનગરમાં સૌર ઉર્જાનું ઉત્પાદન વધે તેવા પ્રયાસ કરવામાં આવશે. એક પ્રોજેક્ટ હેઠળ ૬૦ જેટલા ધાબાને આવરી શકાશે. મોટા શહેરો અને બીજા વર્ગના શહેરોમાં એક હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાય તેટલી ક્ષમતા ઉભી કરાશે. ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સ્પર્ધાત્મક બીડીંગ દ્વારા આ પ્રોજેક્ટ અપાયો છે.

ગાંધીનગરમાં સૌર ઉર્જાથી અગાશી કે ધાબા પર વીજ ઉત્પન્નના પ્રથમ પ્રોજેક્ટ આરંભ થયો હતો. અઢી મેગાવોટ માટે અઝુરે પાવર કંપની ૨૫ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી કચેરીઓના ૮૦ ટકા ધાબા અને રહેણાંક વિસ્તારના ૨૦ ટકા ધાબા આવરી લેવાશે. જેમાંથી જીવરાજ મહેતા ભવન-જૂના સચિવાલયમાં આવેલી કચેરીઓના ૬૦ ટકા ધાબાનો સમાવેશ થાય છે. અહીં વાર્ષિક ૧૭ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાશે પરિણામે વર્ષે ૫૦ લાખ રૂપિયાના વીજ બીલની બચત થશે.

આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે તો રાજ્યના વીજબીલમાં ૨૫ ટકાની બચત થઇ શકશે. પાંચ મેગાવોટના પ્રોજેક્ટમાં વાર્ષિક ૮૦ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થઇ શકે છે. આગામી સમયમાં ધાબા પર સૌર ઉર્જા થકી વીજ ઉત્પન્ન કરવાના આ પ્રોજેકટને સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ અને ભાવનગરમાં પણ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ સચિવાલયમાં યુવતીએ ઝેર ઘોળ્યું
અમદાવાદ – ૨૬ વર્ષની એક યુવતીએ ગયા બુધવારે અમદાવાદ સચિવાલયના પાર્કિંગ એરિયામાં ઝેર ખાધું હતું અને બાદમાં એ જ રાત્રે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મરણ નિપજ્યું હતું.

મૃતકથી અલગ રહેતા તેનાં પતિના જણાવ્યા મુજબ તેની પત્ની મુખ્ય પ્રધાનની વેબસાઈટ પર પોતે આપેલી ફરિયાદની સ્થિતિ ચેક કરવા માટે સચિવાલય ગઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

મૃતકનું નામ અમી પટેલ છે અને તે મહેસાણાના પટેલ નગરની રહેવાસી હતી. તે સચિવાલયમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. એને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણે ઝેર લીધું હોવાનું ડોક્ટરોએ શોધી કાઢ્યું હતું.

ગાંધીનગર પોલીસે આ કેસમાં તપાસ આદરી છે અને અમી પટેલ સચિવાલયમાં કયા અધિકારીઓને મળી હતી તેમજ કયા કારણસર તેણે આવું અંતિમ પગલું લીધું એ પણ તેમણે જાણ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, અમીએ ૨૦૦૬માં તેનાં માતા-પિતાની મરજી વિરુદ્ધ કલ્પેશ નામના એક સ્થાનિક યુવક સાથે લગ્ન કર્યા હતા. અમીએ બાદમાં તેમનાં પુત્ર જૈનમને જન્મ આપ્યો હતો. એ દરમિયાન કલ્પેશે અમીનાં માતા-પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેઓ અમીને દબાણ કરે છે કે તે કલ્પેશને છોડીને તેમની સાથે રહેવા આવી જાય. દબાણને વશ થઈને અમીએ ૨૦૦૯માં કલ્પેશને છૂટાછેડા આપ્યા હતા, પણ એક અઠવાડિયું અલગ રહ્યા બાદ દંપતિએ ફરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું, પણ ફરી લગ્ન કર્યા નહોતા.

અમી ત્યારપછી ૨૦૧૧ના ઓક્ટોબરમાં તેનાં માતા-પિતાનાં ઘેર રહેતી હતી. કલ્પેશે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ અમીને મુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ યુગલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા નાગરિક ફરિયાદ વિભાગ સહિત અનેક સત્તાવાળાઓને ૧૦૦ જેટલી અરજીઓ કરી હતી.

સંજીવ ભટ્ટ વિરુદ્ધ કામ ચલાવવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જુબાની આપવાની એક કોન્સ્ટેબલને જબરજસ્તી કરવાના આરોપસર આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે નોંધવામાં આવેલા ચાર્જશીટની કાર્યવાહી અટકાવી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ ચાર્જશીટ ગુજરાત સરકારે ફાઇલ કર્યું હતું.

ચાર્જશીટમાં ગુજરાત સરકારે એવો આક્ષેપ કર્યો છે કે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ પોતે નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને હાજર હતા એવું કહેવાની સંજીવ ભટ્ટે કોન્સ્ટેબલને જબરજસ્તી કરી હતી. એ સમયે નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડને પગલે થયેલા રમખાણો બાબતે હળવા હાથે કામ લેવાની પોલીસને સૂચના આપી હોવાનું મનાય છે.

ગુજરાત સરકાર લાવશે ‘રૂફ ટોપ સોલાર પાવર નીતિ’
પાટણ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણકા ગુજરાત સોલાર પાર્ક તેમજ રાજ્યના જુદા જુદા સ્થળોએ ગુરુવારથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગાવોટ વીજક્ષમતાના ૧૦ સોલાર પાવર પ્લાન્ટ એકમો રાષ્ટ્રને સમર્પિત કર્યાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત સમગ્ર હિન્દુસ્તાનને ઊર્જાશકિત પૂરી પાડતું સામર્થ્યવાન રાજ્ય બની ગયું છે.

આ ગુજરાત સોલાર પાર્ક સોલાર અને વિન્ડ એનર્જીનો હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ છે અને હવે ગુજરાત સરકાર સૌર વીજળી માટેની ‘રૂફ ટોપ સોલાર પાવર નીતિ’ લાવશે પરિણામે સામાન્ય નાગરિક પણ પોતાના મકાનની છત પર સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને સરકારને તે વેચી શકશે એવી જાહેરાત મોદીએ કરી છે.

ઉત્તર ગુજરાતના રણકાંઠે આવેલા ચારણકામાં ૩૦૦૦ એકર પડતર જમીનમાં મોદીની પ્રેરણાથી સ્થપાયેલો ગુજરાત સોલાર પાર્ક સમગ્ર એશિયામાં સૌથી મોટો છે. ડિસેમ્બર-૨૦૧૦માં તેમના જ હસ્તે આ યોજનાનો શિલાન્યાસ કરાયો હતો.

આ સોલાર પાર્ક વિકસાવવામાં ગુજરાત સરકાર સાથે ૨૧ જેટલી દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય સોલાર પાવર કંપનીઓ સહભાગી બની છે અને એક જ વર્ષમાં વિક્રમસર્જક સમયમાં એશિયાનો ૫૦૦ મેગાવોટ સૌરઉર્જાથી ઉત્પાદન કરતો આ પાર્ક કાર્યરત કર્યો છે.

ચારણકાની મરૂભૂમિને સ્વર્ણિમ સૂર્યતીર્થમાં રૂપાંતર કરવાનું સ્વર્ણિમ સપનું સાકાર કરનારા સોલાર પાવર ડેવેલપર્સને અભિનંદન આપતાં મોદીએ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં ગુરુવારથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ પણ ચારણકાથી એક સાથે રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

ગુજરાત સોલાર પાર્કનું વિશાળ ટાવર ઉપરથી વિહંગાવલોકન કર્યા બાદ મોદીએ ડેવેલપર્સ કંપનીના પદાધિકારી, સંચાલકો, ખાસ કરીને અમેરિકાના કોન્સલ-જનરલ પીટર હેશ, એ.ડી.બી. અને આઇ.એફ.સી.ના વરિષ્ઠ પ્રતિનિધિઓને આ સૌરશકિત નિર્માણમાં સહભાગી બનવા માટે આવકાર અને અભિનંદન આપ્યા હતા.

બિન-પરંપરાગત અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની દિશામાં રાષ્ટ્રને સમર્પિત ૬૦૦ મેગાવોટના સૌર ઉર્જાના એકમોની આ ઐતિહાસિક ઘટનાને વિશ્વ માટે પથદર્શક ગણાવતાં મોદીએ જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર ઉર્જા સુરક્ષાનું એક અગ્રીમ કદમ નથી પરંતુ આવનારી અનેક પેઢીઓને ઉર્જાવાન બનાવવાનું વિશ્વ માટે વિઝન પૂરૂં પાડયું છે.

ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેઇન્જના સંકટોથી ઘેરાઇ ગયેલા વિશ્વને કલાઇમેટ જસ્ટિસ પૂરૂં પાડવાનું આપણું સપનું છે. ચારણકાની આજની આ સિધ્ધિદાયક ઘટના એકલા ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઉર્જાની દિશા પૂરી પાડે છે. ગુજરાતે આખા દેશમાં સર્વપ્રથમ સોલાર એનર્જી નીતિ ૨૦૦૯માં અમલમાં મૂકી ત્યારે ભારત સરકાર આ અંગે પ્રાથમિક વિચારણા કરતી હતી. સૂર્યશકિતથી વીજ ઉર્જાનું ઉત્પાદન સસ્તું થાય છે તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો સફળ રહ્યા છે. સૂર્ય ઉર્જાથી શરૂમાં રૂ. ૧૫ પ્રતિ યુનિટ વીજળી ઉત્પાદન ખર્ચ આવતો હતો તે ઘટીને રૂ. ૮.૫૦ થઇ ગયો છે અને ભવષ્યિમાં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળીનો પુરવઠો વધતો જશે ત્યારે તેની કિંમત પ્રતિ યુનિટ રૂ. ૪ થઇ જશે તેવો વિશ્વાસ મોદીએ વ્યકત કર્યો છે.

આજે સમગ્ર દેશમાં ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય થઇ ગયું છે એમ છતાં રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે અત્યારે પણ રૂ. ૨૦૦૦ કરોડનું રોકાણ બજેટમાં ફાળવેલું છે. આ દર્શાવે છે કે કલાઇમેટ ચેઇન્જ માટે ગુજરાત વિશ્વને વૈકલ્પિક ઉર્જા તરફ પ્રેરિત કરવા પથદર્શક બન્યું છે.

આજે ૧૯મી એપ્રિલ છે અને ભારતે સ્પેસ શટલ સેલ્યુર-૧ અને પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની સિધ્ધિ પણ આજ તારીખે અગાઉ મેળવી હતી તથા આજે જ અગ્નિ-5 મિસાઈલ પણ છોડવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ દિવસે જ એશિયાના સૌથી મોટા સોલાર પાવર પાર્કનું રાષ્ટ્રને સમર્પણ થયું તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે આ રેગિસ્તાન ઉપર વસતા લોકોને સૂર્યના પ્રખર તાપની વેદના પીડતી હતી. આજે પાકિસ્તાનની સરહદે આવેલો આ પ્રદેશ સૂર્ય ઉર્જાથી હિન્દુસ્તાનના વિકાસની શક્તિરૂપે ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બની ગયો છે.

અમેરિકન કોન્સલ જનરલ પીટર હેશે ગુજરાતની સૌર ઉર્જા ઉત્પાદનના હબ બનવાની સંભાવનામાં સુર પૂરાવતાં જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્રો પણ ગુજરાત જેવા વિકાસ પ્રતિબધ્ધ રાજ્યમાં સૌર ઉર્જા સહિતના અનેક વિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ કરવા તત્પર છે.

આ પ્રસંગે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલ, રાધનપુરના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, ‘જેડા’ અધ્યક્ષ આઇ.એમ.ભાવસાર, એશિયન ડેવલપમેન્ટ બેંકના સિનીયર કલાઇમેટ ચેન્જ સ્પેશિયાલિસ્ટ સાકાઇ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના રીન્યુએબલ એનર્જી સેક્ટરના સ્પેશિયાલિસ્ટ ડાના યંગર, ઉર્જા વિભાગના અગ્રસચિવ પાંડીયન તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત માટે ઐતિહાસિક દિવસઃ સોલાર પાર્ક રાષ્ટ્રને અર્પણ
પાટણ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ જિલ્લાના ચારણકા ગામ નજીક ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચારણકા સોલાર પાર્કનું ગુરુવારે ઉદ્દઘાટન કર્યું છે જે ગુજરાત માટે એક ઐતિહાસિક પ્રસંગ છે. આ સાથે ગુજરાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જાના એકમો રાષ્ટ્રને અર્પણ કર્યા છે.

ચારણકા સોલાર પાર્ક એશિયાનો પહેલો અને સૌથી મોટો સૌર પાર્ક છે. આ પાર્ક લગભગ 3000 એકર બિન-ખેતીલાયક જમીન પર ફેલાયેલો છે. આ વિસ્તાર કચ્છના રણ સાથે સંકળાયેલો છે. દેશમાં ઉત્પાદિત થનારી કુલ ૯૦૦ મેગાવોટ સૌર ઊર્જાના બે-તૃતિયાંશ ભાગનું ઉત્પાદન આ સોલાર પાર્કમાં થશે.

મોદીએ ઉદ્દઘાટન પ્રસંગે કહ્યું કે ગુરુવારે આખો દેશ અગ્નિ-5 અણુ મિસાઈલના સફળ પરીક્ષણનો આનંદ માણી જ રહ્યો છે ત્યારે આપણે ગુજરાતમાં અગ્નિ-5 ઉપરાંત ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમોના લોકાર્પણનો આનંદ પણ માણી રહ્યા છીએ.

આ સૌર ઊર્જા પાર્કથી ૮૦ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાશે અને વાર્ષિક નવ લાખ ટન પ્રાકૃતિક ગેસની બચત થશે.

રાજ્ય સરકારે સૌર ઊર્જા નીતિ હેઠળ આ વર્ષના અંત સુધી ૯૬૮.૫ મેગાવોટ સૌર ઊર્જાના ઉત્પાદન માટેની અનેક સમજૂતીઓ પર સહી-સિક્કા કર્યા છે.

અન્ય સૌર ઊર્જા યોજનાઓનો વિકાસ આણંદ, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, રાજકોટ, સૂરત અને સુરેન્દ્રનગરમાં થઈ રહ્યો છે.

પાટનગર ગાંધીનગરમાં ૨૦ અને ૨૧ એપ્રિલે ‘ભારતીય સૌર સંમેલન-2012: રોકાણ અને પ્રૌદ્યોગિકી એક્સપો’નું આયોજન થઈ રહ્યું છે.

ઝઘડિયા નજીક છ બાળકો નર્મદા નદીના પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તોટીદાર ગામના છ બાળકો નર્મદા નદીમાં ડૂબી જવાની કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

એક અહેવાલ અનુસાર લગ્નપ્રસંગે એકઠા થયેલા પરિવારોના છ બાળકો નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. બાળકો પાણીનું ઊંડાણ સમજી શક્યા નહોતા અને પાણીમાં ખેંચાઇ ગયા હતા. પછીથી છએ બાળકોની લાશ બહાર કાઢવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી કહે છે કે સલામતીના પ્રશ્ને કેન્દ્ર અમને પૂછતું જ નથી
લશ્કરના પ્રશ્ને તાજેતરમાં થયેલા વિવાદો સંદર્ભે સરકારની ટીકા કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સિવિલ અને મિલિટરી વિંગ્સ વચ્ચેના ટેન્શનની અવળી અસર દેશની આંતરિક સલામતી પર પડવાની જ છે.

આંતરિક સલામતી વિશેની મુખ્ય પ્રધાનોની કોન્ફરન્સમાં બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરંક્ષણ વિશેની આપણી તૈયારી બાબતે સામાન્ય માણસમાં વિશ્વાસ પેદા કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે એ એક કમનસીબી છે.

તેમણે કહ્યું કે આંતરિક સલામતીને લગતી મહત્ત્વની બાબતોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સલાહમસલત નથી કરતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલના વિવાદને કારણે ઊભા થયેલા અવિશ્વાસ અને શંકાના વાદલોને દૂર કરવા કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઇએ.

કોંગ્રેસની સરકાર લાવો, પેટ્રોલ-ડિઝલ સસ્તું થશેઃ વાઘેલા
સુરત – ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે જો મતદારો રાજ્યમાં કોંગ્રેસની સરકાર લાવશે તો આખા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ ગુજરાતમાં મળતું થશે.

સુરત જિલ્લાના બારડોલીમાં વાઘેલાએ તેમની ‘હિસાબ દો જવાબ દો જનસંપર્ક પરિવર્તન યાત્રા’ અંતર્ગત એક જાહેર સભામાં કહ્યું કે, રાજ્ય સરકાર કપાસની નિકાસ બંધ કરતાં તેલ મોંઘુ થયું હોવાનું જણાવે છે, પણ જો કપાસ ઘરમાં પડ્યો હોય તો તેલ ઉલ્ટાનું સસ્તું થવું જોઈએ, એટલી પણ તેને સમજણ નથી. રાજ્ય સરકાર વનબંધુ યોજનાના નામે ગપ્પા મારે છે. કોંગ્રેસ ‘વિઝન ૨૦૧૨’માં ૧ર મુદ્દા લઈને નીકળશે, જેમાં રાજ્યમાં સસ્તું પેટ્રોલ-ડીઝલ આપવાનું વચન હશે. શહેરી ગૃહિણીને ઘરનું ઘર ૧૦૦ વાર, ૭૦ વાર અને ૫૦ વાર અડધા ટકાના વ્યાજે આપવામાં આવશે, શિક્ષણ, આરોગ્ય, કાયદો વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે.

વાઘેલાએ રાજ્ય સરકારને ચાબખા મારતા કહ્યું કે કથળી ગયેલી કાયદો-વ્યવસ્થાને લીધે આજે સ્ત્રીનું મંગળસૂત્ર સલામત નથી. ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરી વિસ્તારોમાં વધી ગઈ છે. સ્ત્રીઓના મંગળસૂત્રના રક્ષણ માટે અલગ સિક્યુરિટી સેલ ફોર્સની રચના કરાશે.

BSF ને આટલી બધી સત્તા શા માટે? વડા પ્રધાનને મોદીનો પત્ર
ગાંધીનગર -  ભારતના સમવાય ઢાંચાની બંધારણીય ભાવનાઓ પર કુઠારાઘાત કરતા અને રાજ્‍ય સરકારોના અધિકારો ઉપર તરાપ મારતા કેન્‍દ્ર સરકારના વધુ એક સૂચિત કાનૂન સુધારા સામે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉગ્ર વિરોધ વ્‍યકત કર્યો છે.

વડાપ્રધાન મનમોહનસિંહને લખેલા એક પત્રમાં મોદીએ જણાવ્‍યું છે કે, બોર્ડર સિકયુરીટી ફોર્સ (BSF) એક્ટમાં સુધારો કરાવીને કેન્દ્ર સરકાર બી.એસ.એફ.ને કોઇપણ વ્‍યક્તિની તપાસ અને ધરપકડ કરવાની સત્તા આપવા માંગે છે. આંતરિક સલામતી વિષય પર દિલ્‍હીમાં ૧૬ એપ્રિલે મુખ્‍ય પ્રધાનોની પરિષદ યોજાવાની છે. તેમાં આ સંદર્ભની ચર્ચાનો એજન્‍ડામાં સમાવેશ કરાયો છે તે અંગે મોદીએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો છે.

વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં મોદીએ એ હકીકતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં નેશનલ કાઉન્‍ટર ટેરરીઝમ સેન્‍ટર (NCTC) અંગે કેન્દ્રે લીધેલા એકપક્ષીય નિર્ણય અંગે તેમણે રાજ્‍યોના અધિકારોના વ્‍યાપક હિતમાં વિરોધ કર્યો હતો. એ જ રીતે રેલ્‍વે પ્રોટેક્શન ફોર્સ (આર.પી.એફ.)ને પોલીસની સત્તાઓ આપી દેવા સામેના કેન્‍દ્રીય નિર્ણય પણ તેમણે વિરોધ કરેલો. આમ છતાં, કેન્‍દ્ર સરકાર આવા કાનૂની સુધારાઓ સંદર્ભમાં રાજ્‍યોની સ્‍વાયત્તતા પર તરાપ મારવા સુયોજિત ધોરણે પ્રયાસો કરી રહી છે તે દર્શાવે છે કે કેન્‍દ્રની સરકાર સંઘીય ઢાંચાને નબળો પાડવા પ્રતિબદ્ધ છે.

આંતરિક સલામતીની રાષ્‍ટ્રીય પરિષદના એજન્‍ડામાં કેન્‍દ્ર સરકારે નિર્દેશ આપ્‍યો છે કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ માત્ર સીમાવર્તી વિસ્‍તારોમાં જ નહીં, પરંતુ દેશમાં કોઇપણ સ્‍થળે કોઇપણ ભાગમાં પોતાની જવાબદારીઓ નિભાવવા કોઇપણ વ્‍યક્તિની ધરપકડ, તપાસ કરવાની સત્તા પ્રાપ્ત કરી શકશે. તેમાં એવું પણ દર્શાવવામાં આવ્‍યું છે કે, સીમા સુરક્ષા બળ, ઇન્‍ડો-તિબેટ બોર્ડર પોલીસ, કેન્‍દ્રીય અનામત પોલીસદળ જેવા કેન્‍દ્રીય સુરક્ષા બળોને માટે આ જોગવાઇઓ લાગુ પડેલી છે અને બોર્ડર સિક્યુરિટી ફોર્સને પણ આવી સત્તાઓ મળે તે માટે કેટલીક રાજ્‍ય સરકારો પણ સહમત થયેલી છે એવું કેન્‍દ્ર સરકાર આ સૂચિત કાયદામાં સુધારાના સમર્થનમાં આગળ ધરી રહી છે.

આ સંદર્ભમાં મોદીએ પત્રમાં જણાવ્‍યું છે કે, ‘‘હું સમજુ છું ત્‍યાં સુધી બી.એસ.એફ. આપણી સરહદોની રક્ષા કરવા માટે રચવામાં આવેલું છે અને તેને યોગ્‍ય સત્તા અધિકારો પણ આપવામાં આવેલા છે. બી.એસ.એફ. પાસે ક્રિમીનલ પ્રોસિજર કોડની જોગવાઇઓ હેઠળ નિર્દિષ્‍ટ કરેલા સરહદી વિસ્‍તારની મર્યાદામાં કોઇ ગુનો કરે તો તેની તપાસ કરવાની સત્તા હાલ ઉપલબ્‍ધ છે. અર્ધ-લશ્‍કરીદળો અને લશ્‍કરી દળોને દેશના રાજ્‍યોમાં મુલ્‍કી સત્તાતંત્રને કુદરતી આપત્તિ કે અન્‍ય કટોકટી વખતે કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીમાં સહાયરૂપ થવા વિશેષ જોગવાઇઓ હેઠળ બોલાવવામાં આવે છે, અને અત્‍યાર સુધીની પરંપરા એ રહી છે કે લશ્‍કરી દળો તેમની ફરજો બજાવવામાં સફળ રહ્યા છે એટલું જ નહીં, સ્‍ટેટ રીઝર્વ પોલીસ જે રાજ્‍યની પોલીસના અર્ધ-લશ્‍કરી દળ તરીકે જ કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીમાં સંપૂર્ણ મદદરૂપ થાય છે તેને પણ સામાન્‍ય ફરજો નિભાવવામાં આ પ્રકારના ધરપકડ અને તપાસના અધિકારો આપવામાં આવ્‍યા નથી ત્‍યારે બી.એસ.એફ.ને દેશમાં કોઇપણ વ્‍યક્‍તિની ધરપકડ કે તપાસ કરવાની વિશેષ સત્તા આપવા માટે કોઇ ખાસ સંજોગો ઉભા થયા નથી.”

અંડકોશ અને શુક્રાણુને થીજાવીને સંઘરતી દેશની પ્રથમ બેન્ક ગુજરાતમાં સ્થપાશે
અમદાવાદ- સ્ત્રીના અંડકોષ, પુરુષના શુક્રાણુ અને ગર્ભને થીજાવીને સંઘરી રાખવાની સુવિધા પૂરી પાડતી દેશની સૌ પ્રથમ બેન્ક ગુજરાતમાં શરૂ થશે. આ બેન્ક ત્રણ મહીનામાં કાર્યરત થશે.

એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (આર્ટ) બિલની માર્ગદર્શિકા હેઠળ આ બેન્કની સ્થાપના થશે. કેન્દ્રના આરોગ્ય ખાતાંએ આ ખરડાને મંજૂરી આપી દીધી છે.

અંડકોશ, શુક્રાણુ અને ગર્ભને થીજાવીને સંઘરી રાખવાની સુવિધાને વિટ્રિફિકેશન કહે છે અને એ કરીઅરમાઇન્ડેડ સ્ત્રીઓને બહુ જ ઉપયોગી થશે કારણ કે એનાથી તેઓ ઇચ્છે ત્યારે વર્ષો પછી માતા બની શકશે. કેન્સરની બિમારી ધરાવતી સ્ત્રીઓ પણ સારવાર પૂરી થઇ જાય એ પછી એનો ઉપયોગ કરીને માતૃત્વની ઝંખના પૂરી કરી શકશે.

ઓડ હત્યાકાંડ કેસ: ૧૮ને જન્મટીપ, પાંચને ૭ વર્ષની જેલ
અમદાવાદ – ગુજરાતના આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલા હત્યાકાંડના કેસમાં અપરાધી જાહેર કરાયેલા ૨૩માંના ૧૮ જણને આણંદમાંની સ્પેશિયલ ‘સીટ’ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે અન્ય પાંચ જણને સાત-સાત વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ અપરાધીઓને હત્યા, ષડયંત્ર અને રમખાણો કરવાના ગુનાઓસર સજા ફટકારવામાં આવી છે.

સ્પેશિયલ પ્રોસિક્યૂટર પી.એન. પરમારે અપરાધીઓને ફાંસી આપવાની માગણી કરી હતી. તેમની દલીલ હતી કે આને અત્યંત જવલ્લે જ બનતો કેસ ગણવો જોઈએ. અપરાધીઓએ રમખાણો કરી, ઘણી મહિલાઓ અને બાળકો સહિત ૨૩ જણની કરેલી હત્યા એક ષડયંત્રનો એક હિસ્સો હતો એવી પ્રોસિક્યૂશનની દલીલને કોર્ટે માન્ય રાખી છે.

તમામ ૨૩ અપરાધીઓ ચરોતરની પટેલ કોમના છે. આમાંના ૧૮ જણ સામે લોકોની હત્યા કરવાનો આરોપ મૂકાયો છે જ્યારે ચાર જણ હત્યાના પ્રયાસ માટે કસુરવાર ઠર્યા છે તો એક જણ – અતુલ પટેલને આ બે ગુના માટે દોષી ગણાવાયો નથી.

બે ડેન્ટલ કોલેજને ગુજરાત યુનિવર્સિટીએ મોકલી નોટિસ
અમદાવાદ – પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એડમિશન આપવાના મામલે ગુજરાત યુનિવર્સિટીએ બે ડેન્ટલ કોલેજને કારણદર્શક નોટિસ મોકલાવી છે. આ બે કોલેજ છે અમદાવાદ ડેન્ટલ કોલેજ અને કર્ણાવતી ડેન્ટલ કોલેજ.

પીજી કોર્સ માટે આ કોલેજોએ પોતાની રીતે પ્રવેશ પરીક્ષા હાથ ધર્યા બાદ તેમને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. યુનિવર્સિટી ૯ એપ્રિલે પીજી કોર્સ માટે પ્રવેશ પરીક્ષા લેવાની હતી, પણ અનિવાર્ય કારણોસર તે મુલતવી રાખી પડી હતી.

આ બે કોલેજના પોસ્ટગ્રેજ્યુએટ કોર્સને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે કે નહીં તે ચકાસવા માટે યુનિવર્સિટીએ કોલેજોને દસ્તાવેજો બતાવવા કહ્યું છે. તેણે પીજી કોર્સની ફેકલ્ટીની વિગતો તેમજ ભરતીને મંજૂરી આપતો યુનિવર્સિટીનો પત્ર પણ મગાવ્યા છે.

એવી શંકા છે કે ઘણી કોલેજો મેનેજમેન્ટ ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને પોતાની રીતે એડમિટ કરે છે. યુનિવર્સિટીએ આ કોલેજો પાસેથી છેલ્લા અમુક વર્ષોમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ આપવામાં આવેલા એડમિશનો અંગે પણ વિગતો મગાવી છે.

કોલેજોને નોટિસનો જવાબ ત્રણ દિવસમાં આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માર્ગ અકસ્માતમાં લાઠી ગામના ચાર યુવાનોના મૃત્યુ
અમરેલી- લાઠી નજીક બનેલી એક રોડ દુર્ઘટનામાં ચાર માણસોના મૃત્યુ થયા હતા અને બીજા આઠને ઇજા પહોંચી હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી એક જીપ ઊંધી વળી જતાં એમાં બેઠેલા યુવાનો અકસ્માતનો ભોગ બન્યા હતા.

જીપમાં બેઠેલા યુવાનો ભાવનગર ખાતે ચાલી રહેલી એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા અને પાછા ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. ઇજા પામેલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ
અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટે જણાવ્યું હતું કે 2002માં ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડ વિશે તપાસ કરવા માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટિવ ટીમ (એસઆઇટી)ને આ હત્યાકાંડમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સંડોવાયા હોવાના પૂરાવા મળ્યા નથી અને એણે આ કેસને બંધ કરવાનું સૂચન કર્યું છે.

એસઆઇટીને આ કેસના અન્ય 61 આરોપીઓ સામે પણ કોઇ પૂરાવા મળ્યા નથી. બંધ કવરમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટને કોર્ટે આજે ખોલ્યો હતો.

આ પહેલા કોન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકિયા જાફરીએ નોંધાવેલી એક ફરિયાદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના 62 લોકો સામે ફોજદારી કાર્યવાદી કરવાની માંગણી કરી હતી.

ઝાકિયા જાફરીને એસઆઇટી રિપોર્ટની કોપી આપવાનો આદેશ
અમદાવાદ- 2002માં ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડ વિશેના એસઆઇટીના આખરી રિપોર્ટની કોપી મેળવવા માટે ઝાકીયા જાફરીએ કરેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે અને તેમને 30 દિવસની અંદર રિપોર્ટની કોપી મળી જાય એવો આદેશ આપ્યો છે.

ગોધરાકાંડને પગલે થયેલા રમખાણો માટે ઝાકિયા જાફરીએ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. જોકે એસઆઇટીના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે મોદી સામે કામ ચલાવી શકાય એવા પૂરાવા મોજુદ નથી.

એસઆઇટીના રિપોર્ટની કોપી માટે ઝાકિયા જાફરી અને તિસ્તા શેતલવાડે માંગણી કરી હતી, પરંતુ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમની માંગણી નકારી કાઢી હતી અને કોર્ટ પર એનો ફેંસલો કરવા જણાવ્યું હતું.

ઓડ હત્યાકાંડઃ ૨૩ આરોપી અપરાધી, સજાની સુનાવણી ૧૨ એપ્રિલે
અમદાવાદ – અહીંની એક સ્પેશિયલ કોર્ટે ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણો દરમિયાન આણંદ જિલ્લાના ઓડ ગામમાં ૨૩ જણને જીવતા સળગાવી દેવાની ઘટનામાં ૨૩ જણને અપરાધી જાહેર કર્યા છે જ્યારે અન્ય ૨૩ જણને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

અપરાધીઓને સજાની સુનાવણી જિલ્લા અને સેશન્સ જજ પૂનમ સિંહ ૧૨ એપ્રિલે કરશે.

આ ચુકાદો લગભગ એક દાયકા બાદ આવ્યો છે. ૨૦૦૨ની પહેલી માર્ચે ઓડ ગામમાં લગભગ ૧૫૦૦ જણના એક હિંસક ટોળાએ ૨૩ જણને જીવતા સળગાવી દીધા હતા.

સ્પેશિયલ જજે આ કેસમાં આરોપી જાહેર કરાયેલા ૪૭ જણ સામે ચુકાદો આપ્યો છે. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો વખતે ઓડ હત્યાકાંડ સૌથી મોટા હત્યાકાંડોમાંનો એક ગણાય છે.

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર પી.એન. પરમારના જણાવ્યા મુજબ, કોર્ટે આને ભાગ્યે જ બને એવો દુર્લભ કેસ ગણાવ્યો છે.

ગુજરાત ભવનમાં જાસુસી કરાતી હોવાનો મોઢવાડિયાનો આરોપ
નવી દિલ્હી – ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પોરબંદરના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયાનો આરોપ છે કે દિલ્હીસ્થિત ગુજરાત ભવનની રૂમ નંબર ૧૪માં જાસુસી કરવા માટેના સાધનો મૂકવામાં આવ્યા છે. મોઢવાડિયા કહે છે કે પોતે જ્યારે પણ દિલ્હીની મુલાકાતે જાય ત્યારે એમને દર વખતે આ જ રૂમ ફાળવવામાં આવે છે.

મોઢવાડિયાએ ગુજરાતના ચીફ સેક્રેટરીને આ સંદર્ભમાં એક પત્ર પણ લખ્યો છે અને વિગતવાર રજૂઆત કરી છે.

ખેડૂતહીતની યાત્રાને લગતી જાહેરખબરમાં મોદી શ્રીકૃષ્ણ બન્યા
ખેડુતોના કલ્યાણાર્થે સૌરાષ્ટ્રમાં શુક્રવારથી શરૂ થતી એક યાત્રાની જાહેખબર સામે કોન્ગ્રેસ બીજેપી સરકાર સામે વાંધો ઊઠાવ્યો છે કારણ કે આ જાહેરખબરમાં નરેન્દ્ર મોદીને શ્રીકૃષ્ણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલાને ભીમ અને આઇ. કે. જાડેજાને અર્જુન તરીકે દર્શાવવામાં આવ્યા છે. જાહેરખબરમાં વિજય રૂપાણીને યુધિષ્ઠીર અને મનસુખ માંડવિયાને સહદેવ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ જાહેરખબર અમરેલી જિલ્લાના બીજેપી પ્રમુખ ડો. ભરત કાનાબારના નામે છપાવવામાં આવી છે.

શું સેમ પિત્રોડા દેશના પ્રથમ ગુજરાતી રાષ્ટ્રપતિ બનશે?
આપણા નવા રાષ્ટ્રપતિની વરણી જુલાઇ 2012માં થવાની છે અને આ પદ માટેના ઉમેદવારોની યાદીમાં છેલ્લામાં છેલ્લું નામ સેમ પિત્રોડાનું ઉમેરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના તિકર ગામના વતની સેમ પિત્રોડા એમ. એસ. યુનિવર્સિટિમાં ફિઝિક્સના ગ્રેજ્યુએટ થયા છે. તેમનું મૂળ નામ સત્યનારાયણ ગંગારામ પંચાલ છે. જો તેઓ દેશના 16મા રાષ્ટ્રપતિ બનશે તો આ પદ શોભાવનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

સેમ પિત્રોડા સિવાય રાષ્ટ્રપતિપદની રેસમાં જેમના નામ બોલાય છે એમાં હમીદ અન્સારી, સ્પીકર મીરા કુમાર, નાણાં પ્રધાન પ્રણવ મુખરજી અને ડો. કરણ સિંહનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જ્વેલર્સ પર પોલીસનો લાઠીમાર
અમદાવાદ – સોનાની અનબ્રાન્ડેડ જ્વેલરી પર કેન્દ્ર સરકારે નાખેલી એક્સાઈઝ ડ્યૂટી સામેના વિરોધમાં ગુજરાતભરમાં જ્વેલર્સ હડતાળ પર ઊતર્યા છે ત્યારે મંગળવારે અહીં સરખેજ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકને રોકવાનો પ્રયત્ન કરનાર જ્વેલર્સ પર પોલીસે લાઠીમાર કર્યો હતો.

જ્વેલર્સે વડોદરા, સુરત, રાજકોટ જેવા રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો કરી ટ્રાફિક રોક્યો છે.

અમદાવાદમાં, આંદોલનકારીઓએ તેમના ચક્કા જામ આંદોલનના ભાગરૂપે એસ.જી. હાઈવે પર ટ્રાફિક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળું હિંસક અને બેકાબૂ બની જતું હોવાનું લાગ્યા બાદ પોલીસોએ તેમની પર લાઠીમાર કર્યો હતો.

પોલીસે કેટલાક લોકોને અટકમાં પણ લીધા હતા.

વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં અનબ્રાન્ડેડ ગોલ્ડન જ્વેલરી ઉપર ૦.૩ ટકાની એક્સાઈઝ ડ્યૂટી નાખી છે અને રૂ. બે લાખથી વધારે સોનાની ખરીદી પર પીએએન ફરજિયાત બનાવ્યું છે. ગુજરાતના ઝવેરીઓએ આ ડ્યૂટી પાછી ખેંચી લેવાની માગણી પર ગઈ ૧૭ માર્ચથી હડતાળ પર છે.

હડતાળમાં લગભગ ૬૬,૦૦૦ રીટેલ જ્વેલર્સ, ચાર લાખ જેટલા જ્વેલરી કામદારો, શોરૂમ્સમાં કામ કરતા હોય એવા દોઢ લાખ જેટલા સેલ્સમેનો જોડાયા છે. આને લીધે આ ઉદ્યોગને અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડની ખોટ ગઈ છે.

ગુજરાતના અનેક વિસ્તારો કાળઝાળ ગરમીના સકંજામાં
ગુજરાતના અનેક વિસ્તારો આજકાલ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ગ્રામીણી વિસ્તારોમાં ભારે તડકો અને ચામડી દાઝી જાય એવી લૂ પડે છે, જ્યારે અમરેલી, ઇડર અને વલ્લભ વિધાનગરમાં ૪૨ ડિગ્રી ઉષ્ણાતામાન નોંધાયું છે.

હવામાન વિભાગનાં જણાવવા અનુસાર રવિવારે રાજ્યનાં ઇડરમાં સૌથી વધુ ૪૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું અને સોમવારે ઇડરની સાથે અમરેલી અને વિધાનગરમાં તાપમાન વધીને ૪૨ ડિગ્રી થયું હતું.

આ ઉપરાંત અમદાવાદ, ડીસા, રાજકોટ, કંડલા એરપોર્ટ, સુરત, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં લોકો અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

કોંગ્રેસી મહિલાઓએ અન્ડરવેરની જાહેરખબરોની કરી હોળી
રાજકોટ – અહીં કાશ્મીરા નથવાણીની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીની મહિલા પાંખની કાર્યકર્તાઓએ સોમવારે રોકી અન્ડરવેરની જાહેરખબર દર્શાવતા હોર્ડિંગ્સને દૂર કર્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે માત્ર અન્ડરવેરમાં ન્યૂડ પુરુષોને દર્શાવતા આવા હોર્ડિંગ્સનું જાહેરમાં પ્રદર્શન કરવું યોગ્ય ન કહેવાય.

મહિલા કાર્યકરોએ ફ્લેક્સ-મટિરિયલના બનાવેલા તેવા હોર્ડિંગ્સને ઉતારી તેને સળગાવી દીધા હતા.

કાશ્મીરા નથવાણીનું કહેવું છે કે આ રોડ પરથી દરરોજ હજારો મહિલાઓ આવ-જા કરતી હોય છે તેથી અહીં આવા હોર્ડિંગ મૂકવા ન જોઈએ.

તેમણે કહ્યું કે, સ્થાનિક મહાપાલિકા શાસન આવા હોર્ડિંગનું માલિક છે. તેઓ માત્ર આવક કમાવા વિશે જ વિચારે છે. તે માટે સાંસ્કૃતિક મૂલ્યોનો ભોગ પણ લઈ નાખે છે.

ગુજરાતમાં બંધાશે ૫૦૦૦ પથારીઓવાળી હોસ્પિટલ
અમદાવાદ – અમદાવાદમાં ટૂંક સમયમાં જ ૫૦૦૦ પથારીઓવાળી હોસ્પિટલ બંધાશે. અહીં નારાયણ હૃદ્રાલય હોસ્પિટલનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે અને તે ટૂંક સમયમાં શહેરની જનતાને અર્પણ કરવામાં આવશે.

પદ્મભૂષણ વિજેતા ડો. દેવી શેટ્ટીએ આ અદ્યતન હોસ્પિટલમાં બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાદમાં પત્રકારોને કહ્યું કે, અમે સમાજના તમામ વર્ગોના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા પ્રયત્નશીલ છીએ. અદ્યતન સારવાર પદ્ધતિઓ, શ્રેષ્ઠ ગુણવત્તા અને વાજબી ચાર્જિસ દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં અમે અગ્રસર છીએ.

અમદાવાદના પૂર્વ ભાગમાં આવેલા રખિયાલ વિસ્તારસ્થિત આ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના પહેલા તબક્કામાં ૩૦૦ પથારીઓની ક્ષમતા છે. આ માટેનું બાંધકામ ૩૬ એકર જમીન પર થયું છે.

બીજા તબક્કામાં ૧૦૦૦ પથારીઓ સાથે હોસ્પિટલ તથા એક મેડિકલ કોલેજ બાંધવામાં આવશે. ત્રીજા અને ચોથા તબક્કાના અંત સાથે હોસ્પિટલમાં કુલ ૫૦૦૦ પથારીઓ થશે.

પાકિસ્તાનીઓ પકડાયા
જામનગર – ગુજરાતમાં ઓખા સમુદ્રકાંઠા નજીક ભારતીય જળસીમાની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર ૨૦ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની નૌકાઓ જપ્ત કરી લેવામાં આવી છે.

આ તમામ આરોપીઓને ઓખા લઈ જવામાં આવ્યા છે જ્યાં દેશની જુદી જુદી ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ તેમની પૂછપરછ કરશે અને એ જાણકારી મેળવશે કે આ લોકો માત્ર માછીમારો જ છે કે તેમનો ઈરાદો કંઈક બીજો જ હતો.

કોસ્ટગાર્ડ અધિકારીઓનું કહેવું છે કે શનિવારે સવારે કોસ્ટગાર્ડની એક પેટ્રોલિંગ બોટ ‘મીરાબાઈ’ના જવાનોની નજરે આ લોકો ચડી ગયા હતા અને તેમને તરત જ પકડી લીધા હતા.

પુરુષોત્તમ સોલંકી સામે પગલાં લેવા હાઇ કોર્ટે આદેશ આપ્યો
ગુજરાતની હાઇકોર્ટે શુક્રવારે રાજ્યના પ્રધાન  સોલંકી સામે પગલા ભરવાનો આદેશ આપ્યો છે. ફિશરિઝ કૌભાંડમાં રાજ્ય સરકારને રૂ.૪૦૦ કરોડનું

નુકસાન થયું હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં એક અરજી નોંધાવવામાં આવી હતી અને એ સંદર્ભમાં કોર્ટનો આ આદેશ આવ્યો છે.

એક અહેવાલ અનુસાર મત્સ્યોદ્યોગ ખાતાંના પ્રધાન પુરૃષોત્તમ સોલંકીએ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા કર્યા વિના માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દીધા હોવાનો આરોપ તેમના પર કરવામાં આવ્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ગુનો નોંધવાની માંગણી બનાસકાંઠાના વતની ઈરશાદ મરડિયાએ કોર્ટમાં કરી હતી.