Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
નરેન્દ્ર મોદીએ બોસ્ટન વિસ્ફોટ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
અમદાવાદ- અમેરિકાનાં બોસ્ટનમાં આયોજીત થયેલ મેરેથોન દોડમાં બે બોમ્બ વિસ્ફોટમાં મરનાર ત્રણ વ્યક્તિઓ અને ઘાયલો પ્રત્યે ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ...
એશિયાટિક સિંહોને ગુજરાતમાંથી મ.પ્ર.માં ખસેડવાની સુપ્રીમે આપી મંજૂરી
નવી દિલ્હી – ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને આવતા ૬ મહિનામાં મધ્ય પ્રદેશમાં ખસેડવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ બંને રાજ્ય ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા છે. એશિયાટિક સિંહોને ગુજરાતમાંથી અન્યત્ર ખસેડવા જોઈએ કે નહીં તે મુદ્દે બંને રાજ્ય છેલ્લા અમુક વખતથી...
નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જાકિયા ઝાફરી કોર્ટમાં જશે
અમદાવાદ-અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે ૨૦૦૨નાં ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસનાં ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની જાકિયા ઝાફરીએ આ કેસને બંધ કરવા સંબંધી એસઆઈટીની રિપોર્ટને ૧૫ એપ્રિલ સુધી પડકારવાનો આદેશ આપ્યો હતો જેની સમય સીમા આજે સમાપ્ત થઈ રહી છે, આથી...
ગુજરાત: કોસંબા પાસે લક્ઝરી બસને અકસ્માત, ૧૧નાં મરણ
સુરત – મુંબઈથી ગુજરાતનાં રાજુલા તરફ જતી એક લક્ઝરી બસ સાથે શનિવારે રાત્રે કોસંબા નેશનલ હાઈવે નંબર-૮ પાસે એક ટેમ્પો અથડાતાં ૧૧ વ્યક્તિનાં મરણ થયા છે, જ્યારે ૧૫થી વધુ વ્યક્તિ ઘાયલ થઈ છે.
ટ્રેલરનાં ચાલકે ડિવાઈડર કૂદાવીને સામે અમદાવાદ તરફ જતા ટ્રેક પર ચડી જઈ ત્યાંથી પસાર...
ન્યારી ડેમની હાઈટ સવા મીટર વધારવામાં આવશે
રાજકોટ – ગુજરાત સરકારે રાજકોટ જિલ્લાના ન્યારી-1 ડેમની ઉંચાઈને વધારવાનું નક્કી કરી લીધું છે અને તે માટેની ટેન્ડર નોટિસ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.
આ માટેનું ડિઝાઈન તથા ટેકનિકલ કામકાજ પૂરું થઈ ગયું છે.
ડેમની હાઈટ ૧.૨૫ મીટર વધારવાથી ન્યારીમાં એક્સ્ટ્રા ૩૦૦ MCFT પાણીનો...
વાઘેલાને પ્રધાનોના સંકુલમાં સરકારી બંગલો નથી જોઈતો
ગાંધીનગર – ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા, કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ અહીં પ્રધાનોનાં સંકુલમાં સરકારી બંગલામાં રહેવા જવાની ના પાડી દીધી છે.
વાઘેલાએ આ માટે એવું કારણ આપ્યું છે કે સલામતીના કારણોસર આ બંગલામાં મને મળવા આવવામાં આમ આદમીને મુશ્કેલી પડશે.
વાઘેલાએ...
અમદાવાદનાં નાગરીકો હવે કોર્પોરેશનને સીધી ફરિયાદ કરી શકશે
અમદાવાદ- કોર્પોરેશન અંતર્ગત કોઈ પણ ફરિયાદ માટે હવે નાગરીકોને ધક્કા ખાવાનો વારો નહીં આવે. કારણ કે પ્રજાને પડતી મુશ્કેલીઓનો નિવેડો લાવવા અને નાગરીકોને સમસ્યામાંથી છૂટકારો મળે તે માટે હવે અહીંના દાણાપીઠ ખાતે કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ કોલ સેન્ટર ઉભુ કરવામાં આવશે, જે...
જામનગર જિલ્લામાં પીવાના પાણીની કારમી તંગી
જામનગર – ગુજરાતના અનેક ગામડાઓમાં પાણીની તીવ્ર તંગી પ્રવર્તે છે. તેમાંય જામનગર જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.
જામનગર જિલ્લાના ગામોના લોકોને પાણી મેળવવા માઈલો દૂર સુધી ચાલીને જવું પડે છે.
આશરે ૫૦૦ ગામોને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા...
ગુજરાત: પાકિસ્તાની કેદીએ પહેરેલા કપડાથી જેલમાં ફાંસી લગાડી
બનાસકાંઠા- ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનાં રાધનપુરની સબ જેલનાં શૌચાલયમાં એક પાકિસ્તાની કેદીએ આજે શનિવારે ફાંસી લગાડી કથિત રીતે આત્મહત્યા કરી છે.
રાધનપુરનાં સબ જેલર કે.એલ.દેસાઈએ જણાવ્યું કે, આ ઘટના એ સમયે બની જ્યારે ૪૦ વર્ષનો પરબત સિંહ અમર સિંહ કોલી નામનો કેદી અન્ય કેદીઓ...
ભાજપના સ્થાપનાદિનની આજે અમદાવાદમાં ઉજવણી
અમદાવાદ – ભારતીય જનતા પાર્ટીનો આજે ૩૩મો સ્થાપનાદિવસ છે. તેની ઉજવણી ગુજરાતમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અહીં નવરંગપુરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે સાંજે પાંચ વાગ્યે ભાજપના કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાવાનું છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ...

