Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
જામનગર જિલ્લામાં પીવાના પાણીની કારમી તંગી
જામનગર – ગુજરાતના અનેક ગામડાઓમાં પાણીની તીવ્ર તંગી પ્રવર્તે છે. તેમાંય જામનગર જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.
જામનગર જિલ્લાના ગામોના લોકોને પાણી મેળવવા માઈલો દૂર સુધી ચાલીને જવું પડે છે.
આશરે ૫૦૦ ગામોને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા...
ગુજરાત: પાકિસ્તાની કેદીએ પહેરેલા કપડાથી જેલમાં ફાંસી લગાડી
બનાસકાંઠા- ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનાં રાધનપુરની સબ જેલનાં શૌચાલયમાં એક પાકિસ્તાની કેદીએ આજે શનિવારે ફાંસી લગાડી કથિત રીતે આત્મહત્યા કરી છે.
રાધનપુરનાં સબ જેલર કે.એલ.દેસાઈએ જણાવ્યું કે, આ ઘટના એ સમયે બની જ્યારે ૪૦ વર્ષનો પરબત સિંહ અમર સિંહ કોલી નામનો કેદી અન્ય કેદીઓ...
ભાજપના સ્થાપનાદિનની આજે અમદાવાદમાં ઉજવણી
અમદાવાદ – ભારતીય જનતા પાર્ટીનો આજે ૩૩મો સ્થાપનાદિવસ છે. તેની ઉજવણી ગુજરાતમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અહીં નવરંગપુરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે સાંજે પાંચ વાગ્યે ભાજપના કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાવાનું છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ...
ભેંસાણ, ધોરાજી ખાતે જળવ્યવસ્થાપનનો સંકલ્પ લેવાયો
ધોરાજી- જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણ અને ધોરાજી ખાતે સૌરાષ્ટ્ર જલધારા દ્વારા આયોજિત સાત તાલુકાઓનાં ગામોનાં આગેવાન ગ્રામજનોનું સંમેલન યોજાયું હતુ. જ્યાં ઉપસ્થિત જનસમૂહે જળવ્યવસ્થાપનનો સંકલ્પ લીધો હતો.
આ સંમેલનમાં લોકોને પાંચમી મેએ યોજાનારા મહાયજ્ઞમાં ઉમટી પડવા આહવાહન...
લોકો ઈચ્છે છે, હવે હું હિન્દુસ્તાનનું ઋણ અદા કરું: મોદી
ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન કરીને એક વધુ સંકેત આપ્યો છે કે તેમની નજર વડા પ્રધાન પદ ઉપર છે. તેમણે કહ્યું છે કે, લોકો કહે છે કે મેં ગુજરાતનું ઋણ ચૂકવી દીધું છે અને હવે હું હિન્દુસ્તાનનું ઋણ ચૂકવું એવું તેઓ ઈચ્છે છે.
મોદીએ વડા પ્રધાન પદ માટે...
અગ્નિકાંડ: કોંગ્રેસનું ‘રાજકોટ બંધ’નું એલાન, વ્યાપક પ્રતિસાદ
રાજકોટ- રાજકોટ મહાનગરપાલિકાનાં કાર્યાલયમાં ગઈકાલે, બુધવારે પાંચ વ્યક્તિઓએ આત્મવિલોપન કરી દીધું હતું, જે પગલે ત્રણ વ્યક્તિઓનાં મરણ થયા છે. આ દુ:ખદઘટનાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ગુરૂવારે ‘રાજકોટ બંધ’નું એલાન આપવામાં આવ્યું છે જેને રાજકોટની જનતા અને વેપારીઓ...
રાજકોટ:3 મહિલા સહિત પાંચનું આત્મવિલોપન, ત્રણનાં મરણ
રાજકોટ – શહેરની મહાનગરપાલિકાએ કથિતપણે શરૂ કરેલી અતિક્રમણ હટાવ ઝુંબેશ સામેના વિરોધમાં ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિએ ગઈકાલે બુધવારે અહીં રાજકોટ મહાનગરપાલિકાના કાર્યાલયમાં આત્મવિલોપન કર્યું છે. જેમાંથી સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિઓનાં મરણ થયા છે.
આ પાંચ જણ છે – રેખા,...
સૌરાષ્ટ્ર નર્મદા જલઅવતરણ જનજાગૃતિ ઝૂંબેશ, લોકોનું સમર્થન
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર નર્મદા જલઅવતરણ જનજાગૃતિ ઝૂંબેશ આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે મંગળવારે અમરેલી અને ધારી ખાતે જીલ્લાનાં ૧૨ તાલુકાઓના ગામડાઓનાં ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને જળસંચય અને ટપક પદ્ધતિ હવે વિના વિલંબે અપનાવવા...
કેગ રિપોર્ટમાં ગુજરાત સરકારનાં છબરડાનો ઘટસ્ફોટ
અમદાવાદ- લોકાયુક્તની નિમણૂંકનાં બિલને લઈને વિવાદોમાં ઘેરાયેલી ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર સીએજી રિપોર્ટમાં મોટા છબરડા સામે આવ્યાં છે. સમાચાર એજન્સી પીટીઆઈનાં જણાવ્યાં પ્રમાણે, સીએજી રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો...
ગુજરાત વિધાનસભાએ નવો લોકાયુક્ત ખરડો પાસ કરી દીધો
ગાંધીનગર – ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના આજે મંગળવારે છેલ્લા દિવસે વિપક્ષ કોંગ્રેસના સભાત્યાગ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે ‘લોકાયુક્ત આયોગ વિધેયક ૨૦૧૩’ (સુધારિત) ખરડો પસાર કરી દીધો છે.
લગભગ ૬ કલાકની સુદીર્ઘ ચર્ચા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો બાદ કોંગ્રેસના સભ્યો સભાત્યાગ...

