Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
અમદાવાદમાં’ વર્લ્ડ ઓટિઝમ ડે’ની ઉજવણી
અમદાવાદ – આજે મંગળવારે વિશ્વ ઓટિઝમ દિવસ નિમિત્તે અમદાવાદમાં બાળકોમાં થતા ઓટિઝમ રોગ (સ્વલીનતા – એક પ્રકારના માનસિક વ્યાધિ) અંગે જનજાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીએમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ સંસ્થા દ્વારા શહેરમાં નેહરુ બ્રિજ-આશ્રમ રોડ...
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે આર.સી. ફળદુ રિપીટ થયા
અમદાવાદ – ભાજપના પ્રદેશ પ્રમુખની આજે મંગળવારે યોજાઈ ગયેલી ચૂંટણીમાં દાવેદાર તરીકે એક માત્ર આર.સી. ફળદુએ ફોર્મ ભરતાં એ બિનહરીફ ફરી ચૂંટાઈ આવ્યા છે.
બીજેપીના રાષ્ટ્રીય નિરીક્ષક થાવરચંદ ગેહલોતની હાજરીમાં ફળદુએ બપોરે ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ માટે...
ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની ધરપકડ, છુટકારો
ગાંધીનગર – પાણી સિંચાઈનાં ખરડાનો વિરોધ કરવા આજે સોમવારે અહીં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલા ખેડૂત મહાસંમેલન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
સંમેલનમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરી...
સૌરાષ્ટ્ર નર્મદા જળઅવતરણ જન જાગૃતિ મહાયજ્ઞનો પ્રારંભ
સુરત- પહેલી એપ્રિલથી એટલે કે સોમવારથી “સૌરાષ્ટ્ર નર્મદા જળઅવતરણ જન જાગૃતિ મહાયજ્ઞ” કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહાયજ્ઞનો હેતુ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી લાવી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.
૧) જળ સંચય
૨) દરેક ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી...
VHP ૨૦૧૫ સુધીમાં ગુજરાતને ‘હિન્દુ રાજ્ય’ ઘોષિત કરશેઃ તોગડિયા
અમદાવાદ – વિશ્વ હિન્દુ પરિષદ આવતા બે વર્ષમાં ગુજરાતના તમામ ૧૮,૦૦૦ ગામોમાં તેની હાજરી સ્થાપિત કરશે અને ૨૦૧૫ સુધીમાં ગુજરાતને ‘હિન્દુ રાજ્ય’ ઘોષિત કરશે, એવો દાવો આ સંગઠનના આક્રમક વિચારસરણીવાળા નેતા પ્રવીણ તોગડિયાએ કર્યો છે.
તોગડિયાએ અહીં ‘હિન્દુ સંગમ’ નામના...
સૌરાષ્ટ્રના ૪૦૦૦ ગામો પાણી માટે તરસે છે
અમદાવાદ – ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની કારમી તંગીથી લોકો હેરાન-પરેશાન છે. અંદાજે ૪૦૦૦ જેટલા ગામોમાં લોકોને પીવાના પાણીનાં ફાંફાં છે. પરિસ્થિતિમાં સુધારો થવાની નજીવી આશા છે.
અમરેલી જિલ્લાના ગામોમાં પરિસ્થિતિ ગંભીર છે. પાણીયા ગામમાં તો છેલ્લા કેટલાક...
કચ્છમાં ધરતીકંપનો ૪.૫ની તીવ્રતાનો આંચકો
અમદાવાદ – કચ્છ જિલ્લાના ભચાઉ શહેરની ધરતી આજે ધરતીકંપના મધ્યમ પ્રકારના આંચકાથી ધ્રૂજી ઊઠી હતી. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪.૫ની નોંધાઈ છે.
અમદાવાદસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રીસર્ચના જણાવ્યાનુસાર, બપોરે ૧૨.૦૩ વાગ્યે ભચાઉથી ૨૨ કિ.મી. ઉત્તર તરફ ધરતીકંપનો...
દાહોદમાં પત્ની, બે બાળકોના હત્યારાની ધરપકડ
દાહોદ – ગુજરાતના આ જિલ્લાના એક ગામમાં પોતાની પત્ની અને બે સંતાનની કુહાડી મારીને હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
ગરબડા તાલુકાના ખજુરીયા ગામમાં વજેસિંહ નિનામા નામના ૩૫ વર્ષીય શખ્સે તેની પત્ની સુમિત્રા (૩૦), સાત વર્ષના પુત્ર આકાશ અને બે વર્ષની પુત્રી શીતલને એમના...
અમેરિકા આવવાનું આમંત્રણ મળ્યું, મોદીએ સ્વીકાર કર્યો
ગાંધીનગર – અમેરિકાના સંસદસભ્યો તથા ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ આજે ગુરુવારે અહીં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું અને તેમને અમેરિકાની યાત્રાએ આવવાનું આમંત્રણ આપ્યું છે.
મોદી સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં યુએસ...
જુનાગઢના કેરાળા ગામે ૫.૫૪ લાખનાં ખર્ચે ચેકડેમ બનાવાશે
જુનાગઢ – ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગો દ્વારા જુનાગઢમાં કેટલાક વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
આમાં, અંદાજે રૂ. ૨૬૮૦ લાખનાં ખર્ચે રસ્તા તથા મકાનોનાં પાંચ જેટલા કામો હાથ ધરવામાં આવશે. રૂ. ૩૫૦ લાખનાં ખર્ચે જુનાગઢ ખાતે સ્પોર્ટસ સંકુલનું બાંધકામ...

