Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS

padyatri

ડાકોરમાં રણછોડરાયનાં દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ

ડાકોર- ખેડાનાં જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયનાં દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટી રહ્યું છે. પગપાળા દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓની રસ્તા પર ભીડ જોવા મળી રહી છે. પદયાત્રિકો શ્રદ્ધા અને ઉસ્તાહથી ડાકોર પહોંચી રહ્યાં છે. પદયાત્રિકો માટે સ્વયંસેવી...
Sasan Gir

ગુજરાતમાં બે વર્ષમાં ૯૨ એશિયાટિક સિંહનાં મરણ

અમદાવાદ – ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૯૨ એશિયાટિક સિંહોનાં મરણ નિપજ્યા છે. આમાંના ૮૩ સિંહ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. શિકારનો એકેય કેસ નોંધાયો નથી. ગુજરાત વિધાનસભામાં વન તથા પર્યાવરણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ગોવિંદ પટેલે કોંગ્રેસના વિધાનસભ્ય...
Tarak Mehta

તારક મહેતાનું અમદાવાદ મહાપાલિકા દ્વારા સમ્માન

અમદાવાદ – ‘ચિત્રલેખા’ સામયિકમાં છેલ્લા ૪૦ વર્ષથી ‘દુનિયાને ઊંધા ચશ્મા’ કટાર લખતા પ્રસિદ્ધ હાસ્યલેખક તારક મહેતાનું શનિવાર, ૨૩ માર્ચે સાંજે અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર નાગરિક સમ્માન કરવામાં આવ્યું છે. ટાઉન હોલ ખાતે આયોજિત તારકભાઈના સમ્માન...
Narendra Modi

નરેન્દ્ર મોદીનું ગણિતઃ આઇટી+આઇટી=આઇટી

ગાંધીનગર – ટેક્નોસેવી કહેવાતા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઇન્ટરનેટ ટેક્નોલોજી દેશ-દૂનિયાનો ખેલ બદલનાર ટૂલ છે. ગુગલ દ્વારા આયોજિત બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ ૨૦૧૩માં ગુગલ હેંગઆઉટના માધ્યમથી વીડિયો કોન્ફ્રેસિંગ થકી મોદીએ પોતાના ભાષણમાં કહ્યું...
Danish Water Forum Operational Base

ભારતમાં સૌપ્રથમ ડેનિશ વોટર ફોરમ બેઝનું ગુજરાતમાં ઉદ્દઘાટન

ગાંધીનગર – ગુજરાત સરકાર પીવાનું શુદ્ધ પાણી દૂર-દૂરનાં વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચાડવા અને પાણીનો થતો બગાડ અટકાવવા કટિબધ્ધ છે. શુક્રવારે વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે પાણીનાં સ્ત્રોત, ગુણવત્તા અને પાણીનું લીકેજ અટકાવવાનાં ઉદ્દેશ્યથી ગુજરાતના પાણી પુરવઠા...
Gujarat

ગુજરાતનાં ૧૭ જિલ્લાને કેન્દ્રે દુકાળગ્રસ્ત જાહેર કર્યા

અમદાવાદ – કેન્દ્રના કૃષિ મંત્રાલયે ગુજરાતમાં ૧૭ જિલ્લાઓ અને તેના ૧૩૨ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ વર્ષે ચોમાસું નબળું જતાં અને વરસાદની કમી રહેતાં કેન્દ્રે આ જાહેરાત કરી છે. રાજ્ય સભામાં પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રના જળસંસાધન ખાતાના પ્રધાન...
WATER

ગુજરાત: પાણીની બચત કરવાની ઝુંબેશ હાથ ધરાશે

સુરત- મહારાષ્ટ્ર એકતરફ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે તેવામાં પહેલી એપ્રિલથી “સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરત” દ્વારા નર્મદા જળ અવતરણ સૌરાષ્ટ્રમાં (નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં લાવવા માટે ) એક મહાયજ્ઞ  કરાઈ રહ્યો છે. આ મહાયજ્ઞ દ્વારા સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી...
Narendra Modi

ટેક્નોલોજીપ્રેમી મોદીને ગૂગલ સમિટ માટે આમંત્રણ

અમદાવાદ – ૨૧ માર્ચે ગૂગલ પ્લસ હેન્ગઆઉટ મારફત આયોજિત ગૂગલ બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ-2013માં સંબોધન કરવા માટે ભારતમાંથી માત્ર એક જ મુખ્ય પ્રધાનને આમંત્રિત કરવામાં આવ્યા છે અને તે છે ગુજરાતનાં નરેન્દ્ર મોદી. આ પરિષદનો વિષય છે – રાજકારણમાં ટેક્નોલોજી. આ સંબોધન કરતાં પહેલાં...
swine flu in Gujarat

જામનગરમાં સ્વાઈન ફ્લૂએ લીધો વધુ બે દર્દીનો ભોગ

જામનગર – શહેરમાં ઠંડીની ઋતુએ વિદાય લેતાં જ સ્વાઈન ફ્લૂની બિમારીએ માથું ઊંચક્યું છે અને બે દર્દીનો ભોગ લીધો છે તથા અન્ય બે દર્દીને સ્વાઈન ફ્લૂ થયાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. મૃત્યુ પામેલા બે નવા દર્દીમાં બંને મહિલા છે. આ સાથે શહેરમાં આ મહારોગને કારણે મૃત્યુ પામેલાઓની...
Narendra Modi

મેં ક્યારેય મુખ્ય પ્રધાન બનવાનું પણ સપનું જોયું નહોતું: મોદી

નવી દિલ્હી – ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે વડા પ્રધાન બનવા ઈચ્છો છો? ત્યારે તેનો સીધો જવાબ આપવાનું ટાળીને મોદીએ કહ્યું કે એમણે મુખ્ય પ્રધાન બનવાનું પણ ક્યારેય સપનું જોયું નહોતું. ‘હું જીવનમાં કંઈક બનવા માટેનું સપનું ક્યારેય...