Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS
બ્રિટિશ લશ્કર પર બદલો લેવા સૈનિકની હત્યા કરીઃ હુમલાખોર
લંડન – અહીં વૂલવિચમાં લશ્કરી છાવણીઓની બહાર એક બ્રિટિશ સૈનિકનો શિરચ્છેદ કરનાર બે શસ્ત્રધારી હુમલાખોરોને પોલીસે ગોળી મારીને ઘાયલ કર્યા છે. બનાવ નજરે જોનારાઓના કહેવા મુજબ, એક હુમલાખોર એક જણ કસાઈ વાપરે તે લોહીયાળ કોયતો બતાવીને એવું બોલ્યો હતો કે બ્રિટિશ લશ્કરે વિદેશમાં...
હેડલી, રાણાની પૂછપરછ કરવાની ભારત પરવાનગી માગશે
વોશિંગ્ટન – ૨૬/૧૧ ટેરર હુમલા કેસના અપરાધી ડેવિડ હેડલી અને તેના સાગરિત તહવ્વુર રાણાની પૂછપરછ કરવા દેવાની ભારત સરકારે અમેરિકન વહીવટીતંત્રની પરવાનગી માગી છે. આ બંને જણ ત્રાસવાદના આરોપસર કસુરવાર જણાયા બાદ શિકાગોની એક કોર્ટે તેમને જેલની સજા કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચેની...
પાકિસ્તાન: ઓફિસમાં મોજા પહેરવા પર પ્રતિબંધ
ઈસ્લામાબાદ- પાકિસ્તાન સરકારે સરકારી કર્મચારીઓ પર મોજા પહેરીને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. કર્મચારીઓને નવા ડ્રેસ કોડની તૈયારીઓ માટે સાત દિવસનો સમય અપાયો છે. જે બાદ તમામ કર્મચારીઓને નવા ડ્રેસમાંજ ઓફિસ આવવું પડશે.
ગયા અઠવાડિયે બહાર પાડેલી નોટિસ અનુસાર કર્મચારીઓ...
ગાંધીજીની અંગત ચીજવસ્તુઓનાં ઉપજ્યાં ૩ લાખ પાઉન્ડ
લંડન – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રાર્થના કરતી વખતે જેનો ઉપયોગ કરતા હતા તે માળા, એમનાં રક્તનો નમૂનો, ચામડાના ચંપલની જોડી અને એમના અંતિમ વિલ સહિત એમની અંગત ચીજવસ્તુઓ અને દસ્તાવેજોનું મંગળવારે અહીં લિલામ કરાયું હતું જેમાં ત્રણ લાખ પાઉન્ડની માતબર રકમ ઉપજી છે. ગાંધીજીનું...
અમેરિકાના ઓક્લોહોમામાં વાવાઝોડું ફૂંકાયું, ૨૦ બાળકો સહિત ૯૧નાં મરણ
ઓક્લાહોમા સિટી – અમેરિકાના ઓક્લાહોમા રાજ્યના આ પાટનગર શહેરના ઉપનગરોમાં તેમજ રાજ્યમાં અન્યત્ર સોમવારે બપોરે ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાએ એક સ્કૂલના ૨૦ બાળકો સહિત ઓછામાં ઓછા ૯૧ જણનો ભોગ લીધો છે અને ઠેર ઠેર વિનાશ વેર્યો છે. અનેક મકાનો, ઘરોને કાટમાળમાં ફેરવી દીધા છે. એક...
કાન્સ ફિલ્મોત્સવમાં એશ્વર્યા રાય બચ્ચન
ફ્રાન્સમાં ૬૬મો કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં દુનિયાભરની ફિલ્મી હસ્તીઓ હાજરી આપે છે. બોલિવુડની જાણીતી હસ્તીઓએ કાન્સ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં જબરદસ્ત એન્ટ્રી કરી હતી. હોલિવુડ ફિલ્મનાં પ્રિમિયર પર એશ્વર્યા રાયે હાજરી આપી હતી. ઉલ્લેખનીય...
અમેરિકામાં બે ટ્રેન અથડાઈ; ૬૦ ઘાયલ, ત્રણની હાલત ગંભીર
ન્યૂ યોર્ક – કનેક્ટિકટ રાજ્યના ફેરફિલ્ડ શહેર નજીક શુક્રવારે સાંજે ધસારાના સમયે બે પેસેન્જર ટ્રેન અથડાતાં લગભગ ૬૦ જણ ઘાયલ થયા છે. આ અકસ્માતને કારણે ન્યૂ યોર્ક અને બોસ્ટન વચ્ચે એમટ્રેક ટ્રેન સેવા અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવી છે.
સત્તાવાળાઓએ કહ્યું છે કે સ્થાનિક...
કાન્સની હોટેલની રૂમમાંથી ૧૦ લાખ ડોલરની જ્વેલરી ચોરાઈ
પેરિસ – ફ્રાન્સના કાન્સ શહેરમાં પ્રતિષ્ઠિત ૬૬મો કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે ત્યારે શહેરની એક હોટેલની રૂમની સેફમાંથી ૧૦ લાખ ડોલરની કિંમતની જ્વેલરીની ચોરી થઈ છે.
પોલીસનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એક યા વધારે ચોરો નોવોટેલ હોટેલની એક રૂમની દિવાલ તોડીને...

