Chitralekha » INTERNATIONAL

ડો. ખલીલ ચિસ્તીએ ભારતીય ન્યાયતંત્રની ટીકા કરી અને પછી માફી માંગી
પાકિસ્તાનના વયોવૃદ્ધ ડોક્ટર મહમમ્દ ખલીલ ચિસ્તીએ પાકિસ્તાન પહોંચીને ભારતીય ન્યાયતંત્રોની ટીકા કરીને ભારતીય ન્યાયમૂર્તિઓને ગંવાર ગણાવ્યા હતા, પરંતુ આ બાબતે વિવાદ થતા ચિસ્તીએ માફી માંગી લીધી છે અને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ભારતીય ન્યાયતંત્રનો હું બહુ જ આદર કરું છું.

ચિસ્તીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતીય ન્યાયતંત્ર વિશે હલકી ટિપ્પણીઓ કરી હતી અને ટીવી ચેનલ પર થયેલા એના ટેલિકાસ્ટના આધારે એક વકીલે ચિસ્તી સામે એક ફાસ્ટ ટ્રેક્ટ કોર્ટમાં અરજી નોંધાવી છે, જેની સુનાવણી 28મી મેના રોજ થશે. ચિસ્તીએ પોતાના ખુલાસામાં જણાવ્યું છે કે જો મારા નિવેદનોથી કોઇને દુખ પહોંચ્યું હોય તો હું હ્રદયપૂર્વક માફી માંગુ છું.

ડો. ખલીલ ચિસ્તીને પાકિસ્તાન લાવવા માટે ઝરદારી ખાસ વિમાન મોકલશે
20 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ વાઇરોલોજીસ્ટ મહમ્મદ ખલિલ ચિસ્તી પાકિસ્તાન જશે અને એમને તેડવા માટે પ્રમુખ આસિફ ઝરદારી ખાસ વિમાન મોકલશે.

ગયા મહીને ઝરદારી ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ભારતના વડા પ્રધાન મનમોહન સિંહની સાથેની એક બેઠક દરમિયાન તેમણે ચિસ્તીને માફી આપવા માટે અપીલ કરી હતી.

નેપાળના વિમાન અકસ્માતમાં 13 ભારતીય સહિત 15ના મૃત્યુ
નેપાળના જોમસોમ એરપોર્ટ પર એક નાનું વિમાન લેન્ડીંગ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ એ તૂટી પડ્યું હતું અને એમાં બેઠેલા 21 માણસોમાંના 15ના મૃત્યુ થયા હતા, જેમાં 13 ભારતીયો હતા.

કાઠમંડી એરપોર્ટ એર ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું હતું કે અગ્નિ એરનું પ્લેન એરપોર્ટથી એક માઇલની અંદરના વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

જોમસોમ એરપોર્ટ ભારતીય અને નેપાળીઓના પવિત્ર તીર્થધામ મુક્તિનાથની નજીક આવેલું છે. આ મંદિર એરપોર્ટથી છ કલાક ચાલીને જઇ શકાય છે. અકસ્માતમાં પાંચ માણસો ઇજા પામ્યા છે.

હિલેરી ક્લિન્ટન દુનિયાનાં સૌથી વધુ પ્રભાવશાળી માતા
ન્યૂ યોર્ક – વિખ્યાત મેગેઝિન ફોર્બ્સ વૂમનના મતે અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન દુનિયાનાં સૌથી પ્રભાવશાળી માતા છે. મેગેઝિને આ વર્ષની રેન્કિંગમાં હિલેરીને પહેલો નંબર આપ્યો છે.

અમેરિકાનાં રાજકારણમાં સક્રિય રહેવાની સાથોસાથ હિલેરી તેમનાં પુત્રી ચેલ્સીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.

મેગેઝિનની વેબસાઈટના જણાવ્યા મુજબ, ફોર્બ્સ વૂમને ખર્ચા પર કાબૂ, નિર્ણય લેવામાં તથા અન્ય ઘણા પ્રભાવશાળી પગલાં લેવાના આધાર પર દુનિયાની ૧૦૦ સૌથી પ્રભાવશાળી માતાઓની એક વાર્ષિક યાદી તૈયાર કરી છે.

યાદીમાં બીજું નામ બ્રાઝિલનાં પ્રમુખ ડિલ્મા રોસેફને આપવામાં આવ્યું છે જેમને એક દિકરી છે. ત્રીજું સ્થાન ભારતીય મૂળનાં ઉદ્યોગપતિ ઈન્દિરા નૂયીનું છે જે પેપ્સીકોનાં અધ્યક્ષા છે. તેમને બે સંતાન છે.

‘ટાઈમ’ના કવર પેજે જગાવ્યો વિવાદ
ન્યૂ યોર્ક – જાણીતા ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર પ્રકાશિત તસવીરે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં એક મહિલાને તેના બાળકને સ્તનપાન કરાવતી બતાવવામાં આવી છે.

બાળકને સ્તનપાન કરાવતી અસંખ્ય તસવીરો દુનિયાભરમાં પ્રકાશિત થતી હોય છે, પણ આ તસવીર વિવાદાસ્પદ બની ગઈ છે.

‘ટાઈમ’ના કવર પર મહિલાને જે રીતે બાળકને સ્તનપાન કરાવતી બતાવવામાં આવી છે તે રીતે વિવાદ જગાડ્યો છે. ચારેતરફ આ તસવીરની ટીકા કરવામાં આવી છે.

તસવીરમાં એક ૨૬ વર્ષીય મહિલાને ઊભેલી બતાવવામાં આવી છે અને તેનો ચાર વર્ષનો પુત્ર ખૂરશી પર ઊભો રહીને સ્તનપાન કરે છે. સ્તનપાનની આ ઉત્તેજક તસવીર બતાવતા કવર પર મથાળું છે, ‘શું તમે પર્યાપ્ત માતા છો?’

મેગેઝિનમાં ‘અટેચમેન્ટ પેરેન્ટિંગ’ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દો બાળકોના ઉછેરના એવા પ્રકારો પર ભાર મૂકે છે જેનાથી બાળકોને એમનાં માતા-પિતા પ્રતિ લાગણી વધે.

આ વિવાદાસ્પદ તસવીર જોઈને એવી ચર્ચા પણ થઈ રહી છે કે બાળકોને કેટલી ઉંમર સુધી સ્તનપાન કરાવવું ઠીક કહેવાય.

સુખોઈ વિમાન દુર્ઘટનાસ્થળેથી ૧૨ મૃતદેહો મળ્યા
જાકાર્તા – રશિયન સુખોઈ સુપરજેટ વિમાન ગયા બુધવારે ઈન્ડોનેશિયામાં જ્યાં તૂટી પડ્યું હતું તે પહાડી વિસ્તારમાંથી બચાવ કામદારોએ શુક્રવારે ૧૨ મૃતદેહો શોધી કાઢ્યા હતા.

મૃતદેહોને પશ્ચિમ જાવામાં પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની તપાસમાં મદદ કરી રહેલા રશિયન કમિશનના અધિકારીઓએ આ માહિતીને સમર્થન આપ્યું છે.

તે કમનસીબ વિમાનમાં ઓછામાં ઓછા ૪૫ જણ હતા. વિમાન ડેમોન્સ્ટ્રેશન ફ્લાઈટ પર હતું અને જાકાર્તાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ્ફ કર્યા બાદ રડારમાંથી ગૂમ થઈ ગયું હતું અને બાદમાં જાકાર્તા નજીકના એક પહાડ પર જમીનથી લગભગ ૫૨૦૦ ફૂટની ઊંચાઈ પર તૂટી પડ્યું હતું. તેનો કાટમાળ હેલિકોપ્ટરોમાંથી શોધખોળ દરમિયાન નજરે પડ્યો હતો.

વિમાનમાં આઠ રશિયન નાગરિકો હતા. ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સ પણ રશિયન હતા.

ઈન્ડોનેશિયાના બચાવ કામદારો અને લશ્કરના જવાનો અત્યંત કપરા દુર્ઘટનાસ્થળે માંડ માંડ પહોંચી શક્યા છે. અમુક પગપાળા પહોંચ્યા છે તો અમુકને હેલિકોપ્ટરોમાંથી દોરડા વડે ઉતારવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવો સંકેત મળ્યો છે કે પાઈલટની ભૂલને કારણે અકસ્માત સર્જાયો હતો.

ડો. ચિસ્તીને આખરે પાકિસ્તાન જવાની પરવાનગી મળી
સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવીને પાકિસ્તાનના ડો. ખલીલ ચિસ્તી પંદર દિવસની અંદર પાકિસ્તાન પાછા ફરી શકે છે એવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ડો. ચિસ્તીએ 1લી નવેમ્બરે ભારત પાછા ફરવું પડશે.

આ પહેલા તેમના કાઉન્સેલે કોર્ટને એવી અરજી કરી હતી કે ડો. ચિસ્તી ઘણી બિમારીઓથી પીડાય છે અને 20 વર્ષથી તેઓ અજમેરની જેલમાં રહ્યા છે માટે તેમને પાકિસ્તાનની મુલાકાત લેવાની પરવાનગી આપવી જોઇએ.

રશિયાના લાપતા વિમાનનો કાટમાળ મળ્યો
જાકાર્તા – બુધવારે ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવામાં એક ટેસ્ટ ફ્લાઈટ પર રવાના થયા બાદ ૫૦ મુસાફરો સાથેનું એક રશિયન કમર્શિયલ જેટ વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. તેનો કાટમાળ એક જ્વાળામુખીના સ્થળ પર પડેલો જોવા મળ્યો છે, એમ ઈન્ડોનેશિયાના હવાઈ દળના એક અધિકારીએ કહ્યું છે.

હેલિકોપ્ટરોમાંથી વેસ્ટ જાવામાં માઉન્ટ સલાક પર જ્વાળામુખીના સ્થળે કાટમાળ પડેલો જોવા મળ્યો છે અને તે લાપતા વિમાનનો હોવાનું મનાય છે.

તે સ્થળ જમીનથી લગભગ ૫૦૦૦ ફૂટ ઊંચે હોવાનો અંદાજ છે.

સુખોઈ સુપરજેટ વિમાનમાં રશિયાની એલચી કચેરીના અધિકારીઓ, વેપારીઓ તથા પત્રકારો હતા. વિમાને જાકાર્તાના હાલીમ એરપોર્ટ પરથી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૨.૨૧ વાગ્યે ઉડાણ ભરી હતી.

હિન્દુ બોયફ્રેન્ડ પર બળાત્કારનો ખોટો આરોપ મૂકનાર મુસ્લિમ સ્ત્રીને ૪ વર્ષની જેલ
લંડન – પોતાનાં હિન્દુ બોયફ્રેન્ડે એની પર બળાત્કાર કર્યો છે એવો ખોટો હોબાળો મચાવી, એક ટોળકી દ્વારા તેનું અપહરણ કરાવી, તેની પર ત્રાસ ગૂજારનાર ૨૧ વર્ષની એક એશિયન મુસ્લિમ મહિલાને બ્રિટનની કોર્ટે ચાર વર્ષની જેલની સજા કરી છે.

સોનિયા બેગમ નામની અપરાધીએ તેનાં પિતરાઈ ભાઈ શાહેન અહમદને કહેલું કે ૨૨ વર્ષીય હિન્દુ યુવકે તેની પર બળાત્કાર કર્યો છે. તેને પગલે અહમદે એક ટોળકી બનાવી હતી અને સોનિયાનાં બોયફ્રેન્ડનું અપહરણ કર્યું હતું.

સોનિયાનો દાવો હતો કે તે છોકરો તેને તંગ કરતો હતો. સોનિયાને ડર હતો કે તેનાં મુસ્લિમ રૂઢિચુસ્ત માતા-પિતા છોકરો હિન્દુ હોવાથી એ બંનેનાં સંબંધને માન્ય નહીં રાખે.

સોનિયાના આરોપ બાદ અહમદે બીજાં ત્રણ જણ સાથે મળીને હિન્દુ છોકરાનું અપહરણ કર્યું હતું અને તેની મારપીટ કરી હતી. એટલું જ નહીં, તે છોકરાના પરિવારને ફોન કરીને ડરાવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી.

કોર્ટે સોનિયા બેગમને ચાર વર્ષની જેલ ઉપરાંત અહમદને સાડા આઠ વર્ષ, હુસેન નામના માણસને ૧૪ વર્ષ, ઉદ્દીનને સાડા ૧૧ વર્ષ અને રહેમાનને સાડા ૬ વર્ષની જેલની સજા કરી છે. હિન્દુ યુવકને જેના ઘરમાં ગોંધી રાખવામાં આવેલો તે નુર મિયાં નામના માણસને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

ગિલાનીને કદાચ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે
ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની બ્રિટનની પાંચ દિવસની સત્તાવાર મુલાકાત માટે મંગળવારે રવાના થયા તેના અમુક કલાકો બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલાનીને સંડોવતા અદાલતના તિરસ્કારના કેસમાં પોતાનો વિગતવાર ચુકાદો બહાર પાડ્યો છે.

ન્યાયમૂર્તિ નસીર ઉલ મુલ્કે લખેલો ચુકાદો ૭૭ પાનાનો છે.

ગઈ ૨૬ એપ્રિલે કોર્ટે પોતાના ટૂંકા ઓર્ડરમાં ગિલાનીને ૩૦ સેકંડ કરતાંય ઓછા સમયની જેલની પ્રતિકાત્મક સજા કરી હતી.

દેશના પ્રમુખ આસીફ અલી ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસોમાં નવેસરથી તપાસ કરાવવા સ્વિસ સત્તાવાળાઓને લેખિતમાં જણાવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરીને તેની ઈરાદાપૂર્વક અવગણના કરી હોવાનો ગિલાની પર આરોપ છે.

ચુકાદામાં નોંધ લેવાઈ છે કે, ગિલાનીએ કોર્ટનો ઈરાદાપૂર્વક તિરસ્કાર કર્યો હતો જેને લીધે તેમને સંસદસભ્ય તરીકે કદાચ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવી શકાય છે. ગિલાનીના વકીલે સુપ્રીમ કોર્ટના તિરસ્કાર બદલ સજા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો.

ચુકાદામાં જણાવાયું છે કે દેશના ટોચના સત્તાધિશ જો કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરે તો ન્યાયપદ્ધતિનો નાશ થઈ જાય.

પાકિસ્તાનસ્થિત અમેરિકી રાજદૂત સ્વદેશ પાછા ફરશે
ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાંના અમેરિકી રાજદૂત કેમરન મુન્ટેરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ હોદ્દા પર તેમની નિમણૂંક કરાયાને હજી બે વર્ષ પણ પૂરા થયા નથી.

તેમણે રાજીનામું આપવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો નાજૂક અવસ્થામાં છે.

મુન્ટેરે તેમના સ્ટાફ સમક્ષ જાહેરાત કરી છે કે તે આ ઉનાળાની મોસમના અંત પહેલા રાજીનામું આપશે.

વોશિંગ્ટન પોસ્ટ અખબારના અહેવાલ મુજબ, મુન્ટેરને પાકિસ્તાન સરકાર સાથે ફાવ્યું નથી.

પીઢ રાજદૂત એવા મુન્ટેર આ પહેલા જર્મની, ચેક પ્રજાસત્તાક, પોલેન્ડ અને સર્બિયામાં અમેરિકી રાજદૂત તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. ૨૦૦૯-૧૦માં તે ઈરાકમાં અમેરિકાના સિનિયર અધિકારી હતા.

અખબારનું કહેવું છે કે મુન્ટેરને ઓબામા વહીવટીતંત્ર સાથે પણ સારું બનતું નથી.

સામાન્ય રીતે રાજદૂતો ત્રણ વર્ષ સુધી સેવા બજાવતા હોય છે.

ઇરાનથી ઓઇલની આયાત ઘટાડોઃ હિલેરીની ભારતને સલાહ
અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ભારતને એવી સલાહ આપી છે કે ઇરાન પાસેથી ઓઇલ આયાત કરવાનું પ્રમાણ ભારતે ઘટાડવું જોઇએ.

કોલકત્તાના ટાઉન હોલમાં યોજાયેલી એક બેઠકમાં હિલેરીએ કહ્યું કે ઓઇલ આયાત કરવા માટે બીજા ઘણા સ્ત્રોત ઉપલબ્ધ છે. જો આવી સુવિધા ન હોય તો ઇરાન પાસેથી વધુ ઓઇલ આયાત કરવું પડે એ સમજી શકાય, પરંતુ સ્થિતિ એવી નથી.

હિલેરીએ જોકે એ વાત કબૂલી હતી કે ભારતે ઇરાન પાસેથી ઓઇલ આયાત કરવાનું પ્રમાણ ઓછું કર્યું છે, છતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારતે એમાં હજુ ઘટાડો કરીને ઇરાન પરનું દબાણ વધારવું જોઇએ.

ફ્રાન્સની જનતાએ સારકોઝીને ફગાવી ઓલાંદને બનાવ્યા પ્રમુખ
પેરિસ – ફ્રાન્સમાં પ્રમુખપદ માટેની ચૂંટણીમાં નિકોલસ સારકોઝીનો પરાજય થયો છે અને ડાબેરી વિચારસરણી ધરાવતા સોશ્યાલિસ્ટ પાર્ટીના નેતા ફ્રાન્કોઈસ ઓલાંદનો વિજય થયો છે.

ચૂંટણીના રવિવારે બીજા ચરણમાં થયેલા મતદાનમાં જીત મળ્યા બાદ સમર્થકોને સંબોધિત કરતાં ઓલાંદે કહ્યું કે, દેશની જનતાએ પરિવર્તન માટે વોટ આપ્યો છે.

સારકોઝીએ તેમના પરાજયનો સ્વીકાર કરી લીધો છે અને ઓલાંદને અભિનંદન આપ્યા છે.

ઓલાંદની પાર્ટીની જીત સાથે યુરોપના હાર્દમાં આવેલા આ દેશમાં ડાબેરીઓએ સત્તા મેળવી છે.

પેરિસમાં સોશ્યાલિસ્ટ પાર્ટીના મુખ્યાલયમાં રવિવારે ઉત્સવનું વાતાવરણ હતું.

સોશ્યાલિસ્ટોનું કહેવું છે કે ઓલાંદની જીત બાદ એમની પહેલી પ્રાથમિકતા યુરોપીયન યુનિયન સાથે ફ્રાન્સે કરેલી આર્થિક સમજૂતીઓ પર ફેરવિચારણાની હશે.

આ પહેલા છેક ૧૯૮૧માં સોશ્યાલિસ્ટ પાર્ટીના ફ્રાન્કોઈસ મિત્તરાં ફ્રાન્સના પ્રમુખ બન્યા હતા.

સુરતના સમુદ્ર તટથી ૩૨૦ કિ.મી. દૂર દફન કરાયો છે લાદેન
લંડન – અમેરિકાના એક સંશોધકે એ વાસ્તવિક જગ્યાને શોધી કાઢ્યાનો દાવો કર્યો છે જ્યાં અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને સમુદ્રમાં દફન કરવામાં આવ્યો હતો. આ જગ્યા ગુજરાતના સુરતના સમુદ્રકિનારાથી લગભગ ૩૨૦ કિ.મી. દૂર આવેલી છે.

બિલ વોરેન (૬૦) નામના સંશોધકે અરબી સમુદ્રમાં એ જગ્યાને શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે જ્યાં અમેરિકી સૈન્ય દળોએ લાદેનને પાકિસ્તાનના એબટાબાદના મકાનમાં ઠાર કર્યા બાદ તેના મૃતદેહને દફન કર્યો હતો.

વોરેનનું કહેવું છે કે લાદેનના મૃતદેહને સુરતના કિનારાથી લગભગ ૩૨૦ કિ.મી. દૂર સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

ડેઈલી મેલ અખબારના અહેવાલ મુજબ, વોરેનનું કહેવું છે કે પેન્ટાગોનના એક સૂત્રે ઉપગ્રહથી પ્રાપ્ત કરાયેલી અને પોતાને ઉપલબ્ધ કરાવેલી તસવીરનો અભ્યાસ કર્યા બાદ પોતે એ જગ્યાને શોધી શક્યા છે.

વોરેનનો એવો પણ દાવો છે કે લાદેનનો મૃતદેહ સમુદ્રમાં એ સ્થાનેથી હટ્યો નથી, કારણ કે અમેરિકી નૌકા દળે તે મૃતદેહની સાથે ઘણું વજન જોડીને તેને સમુદ્રમાં ડૂબાડ્યો હતો.

વોરેન લાદેનના મૃતદેહને તાબામાં લેવાના પોતાના મિશનનો જૂનમાં આરંભ કરવાના છે.

બરાક ઓબામાએ ભારત વિરોધી એડ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના કેમ્પેઇનની એક નવી એડમાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર મિટ રોમની પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ મેસાસ્યુસટ્સના ગવર્નર હતા ત્યારે તેમણે ભારતીયોને નોકરી આપી હતી.

એડમાં એવું જણાવવામાં આવ્યું છે કે રોમની એક કંપનીના સીઇઓ હતા ત્યારે તેમણે અમેરિકનોની નોકરીઓ મેક્સિકો અને ચીનના લોકોને આપી હતી. તેઓ ગવર્નર હતા ત્યારે તેમણે પોતાના સ્ટેટની નોકરીઓ ભારતના એક કોલ સેન્ટરને આપી દીધી હતી. વિદેશીઓને વધુ નોકરી મળે એ પ્રકારના કરવેરા માટે હજુ પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

બરાક  ઓબામાએ આ  એડ પાછળ 7,80,000 ડોલર ખર્ચ્યા હોવાનું મનાય છે.

ઓબામા રવાના થયા કે તરત કાબુલમાં થયો બ્લાસ્ટ
કાબુલ – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મંગળવારની રાત્રે અફઘાનિસ્તાનની ઓચિંતી મુલાકાત લીધી હતી. પાટનગરમાં કાબુલમાં તેમણે અફઘાનિસ્તાનના પ્રમુખ હામીદ કરઝઈને મળીને ઐતિહાસિક પરસ્પર ભાગીદારીને લગતી એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. પરંતુ ઓબામા જેવા કાબુલમાંથી સ્વદેશ જવા રવાના થયા કે તરત શહેરમાં બોમ્બ ધડાકો થયો હતો.

ધડાકો કાબુલના જલાલાબાદ રોડ પર થયો હતો અને તે આત્મઘાતી બોમ્બરે કર્યો હતો. ધડાકા બાદ તરત જ અમેરિકી દૂતાવાસને એલર્ટ કરી દેવામાં આવી હતી.

દુનિયાના સૌથી ખૂંખાર ત્રાસવાદી ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યાની પહેલી વરસીએ ઓબામાએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. કરઝઈ સાથે દસ-પાનાંના દસ્તાવેજ કરારમાં અમેરિકાએ કહ્યું છે કે તે ૨૦૧૪માં અફઘાનિસ્તાનમાં નાટો સૈન્યની ઝુંબેશનો અંત લાવી દીધા બાદ પણ અફઘાનિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખશે.

ઓબામાએ મંગળવારે રાત્રે બગરામ એરબેઝ ખાતે અમેરિકી સૈનિકોને તથા અમેરિકી નાગરિકોને સંબોધિત કર્યા હતા. તે થોડા જ કલાકો પૂરતા કાબુલમાં રહ્યા હતા.

આ જ એરબેઝ ખાતે લાદેનને ખતમ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ૨૦૧૧ની ૧ મેએ આ જ એરબેઝ પરથી યુએસ નેવીના સીલ કમાન્ડોએ પાકિસ્તાન ભણી ઉડ્ડયન કર્યું હતું.

ઓબામાએ લાદેનના મોતની પહેલી વરસીએ અફઘાનિસ્તાન સાથે અમેરિકાની દોસ્તી વધારે મજબૂત કરવાની ખાતરી આપી છે.

લાદેન અબોટાબાદમાં રહેતો હતો એ માનવા ગામવાસીઓ તૈયાર નથી
ઓસામા બિન લાદેનના મોતને એક વર્ષ થયું છે અને પાકિસ્તાનના અબોટાબાદમાં હજુ પણ લાદેન વિશે જાતજાતની માન્યતાઓ પ્રવર્તે છે અને હકીકમાં આ શાંત ગામના અનેક લોકો દઢતાથી કહે છે કે ઓસામા આ ગામમાં રહ્યો જ નહોતો.

અબોટાબાદ જિલ્લાના બિલાલ ગામના ઝેન મહમ્મદને લોકો લાદેનના પડોસી કહે એ પસંદ નથી. તે કહે છે કે લાદેન કે અલ કાયદા સાથે સંકળાયેલા કોઇ માણસો અહીં રહેતા નહોતા. અમેરિકી હુમલામાં ફક્ત નિર્દોષ માણસો જ માર્યા ગયા હતા.

અહીં એક સ્કૂલના વડા ઔરંગઝેબ કહે છે કે લાદેન ક્યારેય અહીં રહેતો નહોતો. શક્ય છે કે તેનો પરિવાર અહીં રહેતો હશે, પણ લાદેન અહીં નહોતો જ. આ તો અમેરિકાએ ઊભો કરેલો ડ્રામા છે.

લંડનના મકાનમાં ચાર માણસો બાનમાં, ચારે તરફ નાકાબંધી
સેન્ટ્રલ લંડનના એક મકાનમાં ચાર માણસોને બાન રાખનાર માણસ સાથે વાતચીત કરવા પોલીસે એક અધિકારીને મોકલ્યો છે. આ માણસે પાંચમા માળની બારીમાંથી કોમ્પ્યુટરની સામગ્રી નીચે ફેંકી હતી.

પોલીસે સમગ્ર બિલ્ડીંગને ખાલી કરાવ્યું હતું અને આસપાસના માર્ગો પર નાકાબંધી કરી હતી. બાનમાં રાખના માણસે મકાનને ઊડાડી મૂકવાની ધમકી આપી હતી.

બ્રિટિશ મ્યુઝિયમ નજીક આવેલા ટોટનહેમ કોર્ટ રોડ પર આ મકાન આવેલું છે.

પાકિસ્તાનના સસ્તાં બટેટા ભારતીય ગ્રાહકોની વહારે આવશે
ભારતના શાકમાર્કેટમાં બટેટે 20 રૂપિયે કીલો વેચાઇ રહ્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના વેપારીઓએ પાકિસ્તાનથી સસ્તા ભાવના બટેટાની આયાત કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનમાં ઊગેલા બટેટા ભારતીય બટેટા કરતા 20 થી 40 ટકા સસ્તા મળે છે અને શ્રીનગર તથા પૂંચના લાઇન ઓફ કન્ટ્રોલ મથકો પરથી પાકિસ્તાની બટેટા ખરીદવા પર કોઇ જ આયાત ડ્યુટિ ભરવી નથી પડતી.

આ વર્ષે ભારતમાં બટેટાનું ઉત્પાદન 3.35 થી 3.4 કરોડ ટન જેટલું થવાની ધારણા છે, જે ગયા વર્ષ કરતા ઓછું છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે યુસુફ ગિલાનીને કસૂરવાર ઠેરવ્યા
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને કોર્ટનો અનાદર કરવા માટે કસૂરવાર ઠેરવ્યા છે અને તેમને પ્રતિકાત્મક સજા ફરમાવી છે, પરંતુ તેમને જેલની સજા ફટકારી નથી. પ્રમુખ આસિફ ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસ ફરી શરૂ કરવાનો ઇનકાર કરવા માટે ગિલાનીને આ સજા થઇ છે.

ગિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કમનસીબ લેખાવતા કહ્યું હતું કે અમે ન્યાય ઇચ્છતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો યોગ્ય નથી. આ સજાને કારણે ગિલાની વડા પ્રધાન તરીકે ગેરલાયક ઠેરવાશે કે નહીં એ બાબતે નિષ્ણાતોમાં ભિન્ન મત પ્રવર્તે છે.

પાકિસ્તાને મધ્યમ રેન્જની અણુ મિસાઈલનો કર્યું સફળ પરીક્ષણ
ઈસ્લામાબાદ – પાકિસ્તાને અણુબોમ્બનું વહન કરી શકે એવી મધ્યમ રેન્જવાળી બેલિસ્ટિક મિસાઈલ ‘હત્ફ-4′નો બુધવારે સફળ પ્રયોગ કર્યો છે. આ મિસાઈલ ભારતમાંના ટાર્ગેટ પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.

ભારતે ૫૦૦૦ કિ.મી.ની રેન્જવાળી અગ્નિ-5 મિસાઈલનો સફળ પ્રયોગ કર્યાના ૬ દિવસ બાદ પાકિસ્તાને પોતાની મિસાઈલનો પ્રયોગ કર્યો છે.

પાકિસ્તાન સરકાર સંચાલિત રેડિયો પાકિસ્તાને તેના અહેવાલમાં જણાવ્યું છે કે હત્ફ-4, જે શાહિન-1A તરીકે પણ ઓળખાય છે તેનો કરેલો પ્રયોગ સફળ રહ્યો છે. આ મિસાઈલ રેન્જ તથા ટેક્નિકન માપદંડની દ્રષ્ટિએ શાહિન-1ની સુધારિત આવૃત્તિ છે.

આ મિસાઈલની રેન્જ વિશે પાકિસ્તાન લશ્કરે કંઈ ચોક્કસપણે જણાવ્યું નથી, પણ હત્ફ-4ની મૂળ આવૃત્તિની મિસાઈલની રેન્જ ૭૫૦ કિ.મી. હતી.

પાકિસ્તાનના એક નિવૃત્ત લશ્કરી અધિકારીનો દાવો છે કે નવી મિસાઈલની રેન્જ ૩૦૦૦ કિ.મી. જેટલી છે.

આ મિસાઈલ અણુ તેમજ પરંપરાગત દારૂગોળાનું વહન કરી શકે એમ છે, તેમજ ભારતમાં ઊંડે સુધીના વિસ્તારમાં ત્રાટકી શકે એવી છે.

આ મિસાઈલનો પોતે પ્રયોગ કરશે એ વિશે પાકિસ્તાને ભારતને અગાઉથી જણાવી દીધું હતું અને ચેતવણી આપેલી કે તે સમય દરમિયાન હિંદ મહાસાગર વિસ્તાર પરના આકાશમાં કોઈ પણ વિમાનને ઉડવા ન દે.

આ મિસાઈલના સફળ પ્રયોગ બદલ પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારી અને વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ વિજ્ઞાનીઓ તથા લશ્કરી અધિકારીઓને અભિનંદન આપ્યા છે.

લાહોર રેલવે સ્ટેશન પર બોમ્બ ધડાકો, બે જણનાં મરણ
લાહોર – અહીંના એક રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે બોમ્બ વિસ્ફોટ થતાં એક પોલીસ કર્મચારી સહિત બે જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં ૧૦૦ જણને ઈજા થઈ છે.

બોમ્બ વિસ્ફોટને પગલે લાહોર સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યું છે.

આ વિસ્ફોટ સાંજે ૬.૩૦ વાગ્યાના સુમારે સ્ટેશનના બે નંબરના પ્લેટફોર્મ પર થયો હતો.

મૃતકમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલી છે.

સ્ટેશન પર ૧૭ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે, પણ એમાંના ૧૬ નકામા છે.

રેલવે પ્રધાન હાજી ગુલામ અહમદ બિલુરે બંને મૃતકના પરિવારને વળતર તરીકે રૂ. પાંચ-પાંચ લાખ અને ગંભીર રીતે ઈજા પામેલા દરેકને રૂ. એક-એક લાખ આપવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાન પણ લોન્ચ કરશે લોન્ગ-રેન્જની અણુ મિસાઈલ
ઈસ્લામાબાદ – ભારતે તેની ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (અગ્નિ-5)નું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યાને હજી તો અમુક જ દિવસો થયા છે ત્યાં પાકિસ્તાને કહ્યું છે કે તે પણ લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવા ધારે છે.

પડોશી અને કટ્ટર દુશ્મન દેશ પાકિસ્તાને ભારતને આની જાણ કરી દીધી છે અને કહ્યું છે કે તે આગામી પાંચ દિવસમાં જ હિંદ મહાસાગર વિસ્તાર પરના આકાશમાં તેની લોન્ગ રેન્જ મિસાઈલનું પરીક્ષણ કરશે.

પાકિસ્તાન સરકારે ભારતને જાણ કરી દીધી છે કે અમે આ મિસાઈલનો પ્રયોગ કરવાના હોવાથી તમે તમામ કમર્શિયલ એરલાઈન્સને તે વિસ્તાર પરના આકાશથી દૂર રહેવાની નોટિસ આપી દો.

હજી પાંચ દિવસ પહેલા જ ભારતે ૫૦૦૦ કિ.મી. દૂરના અંતર પરના ટાર્ગેટને તોડી પાડવા માટે સમર્થ તેમજ અણુબોમ્બ લઈ જવા સમર્થ એવી ‘અગ્નિ-5′ મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને આઈસીબીએમ મિસાઈલ ધરાવતા માત્ર ચાર દેશોની ક્લબમાં સ્થાન મેળવ્યું છે.

‘અગ્નિ-5′ મિસાઈલને જો નિકોબાર ટાપુઓ પરથી છોડવામાં આવે તો તેના હુમલાના દાયરામાં આખું ચીન આવી જાય છે એટલું જ નહીં, પૂર્વ યુરોપ, ઉત્તર-પશ્ચિમ તથા પૂર્વ આફ્રિકાના દેશો તેમજ ઓસ્ટ્રેલિયા પણ આવી જાય છે.

આવી લોન્ગ-રેન્જ મિસાઈલ અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન પાસે જ છે. ઈઝરાયલ પાસે પણ આવી મિસાઈલ હોવાની શંકા છે.

‘અગ્નિ-5′ લોન્ચ કરી તે પહેલા ભારત પાસે જે મિસાઈલ હતી તેની રેન્જ ૩,૫૦૦ કિ.મી.ની હતી.

યુરોપનો આ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની આગાહી
હવામાન વિશે આગાહી કરતી સંસ્થા વેધર સર્વિસીઝ ઇન્ટરનેશનલ (ડબલ્યુએસઆઇ)એ જણાવ્યું છે કે યુરોપના મોટા ભાગના પ્રદેશોમાં મેથી જુલાઇ દરમિયાન ઉનાળાનું ઉષ્ણતામાન સામાન્ય કરતા વધુ રહેશે એટલે કે વધુ ગરમી રહેશે.

છેલ્લા ચાર વર્ષો કરતા આ વખતનો  ઉનાળો વધુ ગરમ રહેશે અને યુરોપના પૂર્વીય તથા ઉત્તરીય ભાગોમાં એની અસર વધુ વર્તાશે.

વિમાન દુર્ઘટનામાં તપાસ શરૂઃ ભોજા એરના માલિકની અટક
ઈસ્લામાબાદ – શુક્રવારે સાંજે અહીંથી નજીક જેનું જેટ વિમાન તૂટી પડવાથી તેમાં પ્રવાસ કરનાર તમામ ૧૨૭ જણનાં મરણ નિપજ્યા છે તે ભોજા એર કંપનીના માલિકની અટક કરવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

છેલ્લા બે વર્ષમાં દેશમાં થયેલી આ સૌથી ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં પાકિસ્તાન સરકારે તપાસનો આરંભ કરાવ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ તપાસ શરૂ કરી છે અને ભોજા એરના માલિક ફારુક ભોજાની ધરપકડ કરી છે.

એફઆઈએના ડિરેક્ટર મુઅઝ્ઝમ અન્સારીએ કહ્યું છે કે ફારુક ભોજાની ધરપકડ કરાઈ નથી, પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

તપાસનીશ એજન્સીએ ભોજા એરના રેકોર્ડ્સ પણ પોતાના તાબામાં લીધા છે.

નાના સ્તરની ડોમેસ્ટિક એરલાઈન, ભોજા એરે ૧૧ વર્ષના ગાળા બાદ ગયા માર્ચ મહિનાથી ફરી વિમાન સેવા શરૂ કરી હતી. તેનું કહેવું છે કે શુક્રવારે ખરાબ હવામાનને કારણે તેનું વિમાન તૂટી પડ્યું હતું. ઈસ્લામાબાદના મુખ્ય એરપોર્ટ ખાતે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા વિમાનનો ઉતરાણ કરવાના પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

શનિવારે દુર્ઘટના સ્થળે પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે કહ્યું કે ભોજા એરના માલિક ફારુક ભોજાને દેશ છોડીને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જ્યારે કોઈ ક્રિમિનલ કેસમાં કોઈની પર શંકા જાય કે કસુરવાર જાહેર કરાય ત્યારે આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે.

મલિકે કહ્યું કે એમ કહેવાય છે કે તે વિમાન બહુ જૂનું હતું. તેથી ભોજા એરનું તે વિમાન ઉડ્ડયન માટે કેટલું યોગ્ય હતું તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાના કારણની તપાસ કરાશે. શું વિમાનમાં કોઈ ખામી હતી, વીજળી પડવાથી દુર્ઘટના થઈ, ખરાબ હવામાન જવાબદાર હતું કે નિર્દોષ લોકોનો ભોગ લેનાર કોઈ અન્ય પરિબળ જવાબદાર હતું? હકીકત બહાર લાવવા માટે તપાસ કરાશે. વિમાનની ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ્સ મેળવવામાં આવી છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને રૂમમાંથી ઢસડી જઈ ઠાર કર્યો
નવી દિલ્હી – અમેરિકામાં બનેલા એક ભયાનક બનાવમાં, બોસ્ટન યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં તેની રૂમમાંથી ઢસડીને બહાર કાઢ્યા બાદ ઠાર કર્યો છે.

કે. શેષાદ્રી રાવ નામનો તે વિદ્યાર્થી ઓડિશાનો હતો. તે યુનિવર્સિટીમાં એમબીએનું ભણતો હતો.

મૃતકના પિતા કે. સુધાકર રાવે કહ્યું છે કે શૈષાદ્રીને ગયા ગુરુવારે રાત્રે તેના સાથી વિદ્યાર્થીઓ કથિતપણે તેની રૂમમાંથી ઢસડીને બહાર લઈ ગયા હતા અને પછી એને ગોળી મારીને ઠાર કર્યો હતો. શેષાદ્રી બાજુના એક પાર્કમાં લોહીના ખાબોચિયામાં પડેલો મળી આવ્યો હતો.

પરિવારજનોએ કહ્યું કે, અમને શુક્રવારે બપોરે ભારતીય કોન્સલ જનરલે અમારા દિકરાની હત્યાના સમાચાર આપ્યા હતા.

સુધાકર રાવે કહ્યું કે, મને કોન્સલ જનરલ તરફથી આની જાણ કરવામાં આવી હતી. એ હવે બોસ્ટન રવાના થયા છે. બોસ્ટન યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, મારા પુત્રને રાત્રે લગભગ અઢી વાગ્યે એના નિવાસમાંથી ઢસડીને બહાર લઈ જવામાં આવ્યો હતો અને મેઈન રોડ પર ઠાર કરવામાં આવ્યો હતો. મેં એમને કહ્યું છે કે દિકરાનો મૃતદેહ અહીં મોકલી આપે.

યુનિવર્સિટીના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ કેસની તપાસમાં બોસ્ટન પોલીસને સંપૂર્ણપણે સહકાર આપશે.

પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેકબોક્સ મળ્યું
ઈસ્લામાબાદ – શુક્રવારે સાંજે જેને નડેલી દુર્ઘટનામાં તમામ ૧૨૭ મુસાફરોના જાન ગયા છે તે ભોજા એરના વિમાનનું બ્લેક બોક્સ સ્થળેથી મળ્યું છે, પરંતુ આ દુર્ઘટના થવા પાછળનું કારણ હજી મળી શક્યું ન હોવાથી રહસ્ય વણઉકલ્યું રહ્યું છે.

કરાચીસ્થિત ભોજા એરલાઈન્સનું અને ૧૨૭ મુસાફરો સાથેનું એક પેસેન્જર વિમાન શુક્રવારે સાંજે ઈસ્લામાબાદ એરપોર્ટ નજીક તૂટી પડતાં તમામ મુસાફરો માર્યા ગયા છે. કોઈના બચવાની આશા નથી, કારણ કે વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

તે કમનસીબ વિમાન બોઈંગ ૭૩૭ હતું અને કરાચીથી સાંજે પાંચ વાગ્યે ઉપડ્યું હતું. તે ઈસ્લામાબાદમાં સાંજે ૬.૪૦ વાગ્યે લેન્ડ કરવાનું હતું, પણ ઈસ્લામાબાદ એરપોર્ટની સાવ નિકટ પહોંચ્યા બાદ ખરાબ હવામાનને લીધે તૂટી પડ્યું હતું. તે રાવલપિંડીમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસ હાઈવે પર કોરલ ચોક વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

ઈમરજન્સી મેડિકલ તથા બચાવ ટૂકડીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

વિમાન ૨૦ વર્ષ જૂનું હતું. તે વિમાન ભોજા એરલાઈન્સે શાહીન એરલાઈન્સ પાસેથી ખરીદ્યું હતું.

આ વિમાન ફ્લાય કરવાને લાયક ન હોવાથી શાહીન એરલાઈન્સે તેને દેખીતી રીતે જ ભંગારમાં નાખ્યું હતું.

વિમાનમાં પુરુષો અને સ્ત્રીઓ સહિત ૧૧૦ વયસ્ક લોકો, ૬ બાળકો, પાંચ નવજાત બાળકો સહિત કુલ ૧૨૧ મુસાફરો તથા ૬ વિમાન કર્મચારીઓ હતા.

સત્તાવાળાઓનું કહેવું છે કે વિમાન ખરાબ હવામાનને કારણે તૂટી પડ્યું હતું, પરંતુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું કહેવું છે કે વિમાન જમીન પર અડે એ પહેલા જ તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હોવાની શક્યતાને નકારી શકાતી નથી.

વિમાન ઈસ્લામાબાદ હાઈવેથી બે માઈલ દૂર આવેલા હુસૈન આબાદ ગામમાં અને ભારે વસ્તીવાળા વિસ્તારમાં તૂટી પડ્યું હતું. વિમાનની પાંખો ઘણા મકાનો સાથે અથડાઈ હતી, પરંતુ જમીન પર કોઈ જાનહાનિ થઈ નથી.

સત્તાવાળાઓનું કહેવું છે કે દુર્ઘટનામાં કોઈના બચવાની આશા નહિંવત્ છે.

વિમાનનો કાટમાળ લગભગ દોઢ કિલોમીટર જેટલા વિસ્તારમાં પડ્યો હતો.

દુર્ઘટના થયા બાદ તરત જ ઈસ્લામાબાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ભોજા એર નાણાકીય સંકટમાં ફસાઈ ગયા બાદ ૨૦૦૧માં સિવિલ એવિએશન સત્તાવાળાઓએ તેની સેવાઓ બંધ કરાવી દીધી હતી.

જો કે ગયા માર્ચમાં ભોજા એરે પાંચ બોઈંગ ૭૩૭ વિમાનો સાથે તેની ડોમેસ્ટિક સેવાઓ ફરી શરૂ કરી હતી.

પાકિસ્તાનના સિનિયર પત્રકારની કરાચીમાં હત્યા કરવામાં આવી
પાકિસ્તાનના ડોન અખબારના સિનિયર પત્રકાર મુર્તઝા રિઝવીની ગુરુવારે કરાચીમાં હત્યા થઇ હતી. ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી એરિયાના એક એપાર્ટમેન્ટમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેમનું મૃત્યુ ગળું દાબી દેવાને કારણે થયું હોવાનું મનાય છે અને મૃત્યુ પહેલા તેમને ત્રાસ આપવામાં આવ્યો હોય એવા નિશાન તેમના મૃતદેહ પર હતા.

મુર્તઝા રિઝવી ડોન અખબારમાં સિનિયર એસિસ્ટન્ટ એડિટર અને મેગેઝિન વિભાગના વડા હતા. તેમના પરિવારમાં તેમના વિધવા અને ત્રણ બાળકીઓ છે.

વોરેન બફેને પ્રોસ્ટેટ કેન્સર છે
વોશિંગ્ટન – અમેરિકાના અબજોપતિ વોરેન બફેએ જાહેરાત કરી છે કે તેમને પ્રોસ્ટેટ કેન્સર છે જે શરૂઆતના તબક્કામાં છે. તેમણે એવો નિર્દેશ પણ કર્યો છે કે આ બીમારીના નિદાનને લીધે તે એમની ઈન્વેસ્ટમેન્ટ કંપની, બર્કશાયર હેથવેના વડા પદેથી રાજીનામું નહીં આપે.

બફે વિશ્વમાં ટોચના ફાઈનાન્સર છે.

તે એમના મૃદુ સ્વભાવ માટે પણ જાણીતા છે. કેન્સરનું નિદાન થયા બાદ તેમણે ધૈર્ય જાળવી રાખ્યું છે અને કહ્યું છે, મને સારું લાગે છે.

મંગળવારે કંપનીના શેરહોલ્ડરોને લખેલા એક પત્રમાં બર્કશાયરના આ ચીફ એક્ઝિક્યૂટિવે કહ્યું છે કે મને ગયા બુધવારે સ્ટેજ-1 નું પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર હોવાનું નિદાન થયું છે. હું જુલાઈના મધ્ય ભાગમાં રેડિએશન ટ્રીટમેન્ટ શરૂ કરીશ.

આ ૮૧ વર્ષના ઈન્વેસ્ટરે એમ પણ કહ્યું છે કે ઈમેજિંગ ટેસ્ટ પરથી ખાતરી મળી છે કે તેમના શરીરના અન્ય ભાગોમાં કેન્સર નથી.

ગાંધીજીના લોહીવાળું ઘાસ, માટી લિલામમાં વેચાયા ૧૦,૦૦૦ પાઉન્ડમાં
લંડન – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરાઈ ત્યારે એમના લોહીથી ખરડાયેલા ઘાસ અને તેની સાથેની માટી મંગળવારે અહીં યોજાઈ ગયેલા એક લિલાલમાં ૧0,0૦૦ પાઉન્ડ (લગભગ આઠ લાખ રૂપિયા)માં વેચાયા છે.

યુકેના ઓક્શન હાઉસ મુલોક્સે ઘાસના તે તણખલા અને તે સાથેની માટી સૌથી ઊંચી બોલી લગાવનારને વેચ્યા છે. ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં જ્યાં ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે સ્થળે તેમના પડેલા લોહીને લેવામાં આવ્યું હતું અને ૬૪ વર્ષ સુધી સાચવી રાખવામાં આવ્યું હતું. આજે તેને એક કોમોડિટીની જેમ વેચવામાં આવ્યું.

આ ચીજના લિલામને રોકવાનો ગાંધીવાદીઓનો વિરોધ નિષ્ફળ ગયો છે, તેમની બૂમરાણ બહેરા કાને અથડાઈ છે.

લોહીથી ખરડાયેલા ઘાસ ઉપરાંત ગાંધીજી જેને વપરાશમાં લેતા હતા તેવી જુદી જુદી ૨૯ ચીજવસ્તુઓનું પણ મંગળવારે લિલામ કરાયું હતું જેમાં એમના ગોળ ફ્રેમવાળા ચશ્માનો સમાવેશ થાય છે. તે પણ અંદાજિત કરતા બમણા ભાવે વેચાયા હતા.

તેમના એ ચશ્મા વેચાયા ૩૪,૦૦૦ પાઉન્ડમાં તો જેની પર સૂતર કાંતતા હતા તે ચરખો વેચાયો ૨૬,૦૦૦ પાઉન્ડમાં.

ચીજવસ્તુઓ ખરીદનાર વ્યક્તિઓના નામ તત્કાળ જાણી શકાયા નથી.

માટી તથા ઘાસના તણખલાઓને એક નાનકડા લાકડાના કાસ્કેટમાં મૂકી કાચના એક ટચૂકડા બોક્સની અંદર સાચવી રાખવામાં આવ્યા હતા.

સરહદની સલામતીઃ પાકિસ્તાનને અમેરિકા આપશે ૧૧ કરોડ ડોલર
ઈસ્લામાબાદ – પાકિસ્તાનને તેની સરહદોની સલામતી માટે, દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે, ન્યાયતંત્રમાં સુધારા લાવવા માટે તેમજ કેફી પદાર્થો વિરુદ્ધની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે વધુ ૧૧ કરોડ ડોલરની સહાય કરશે.

પાકિસ્તાનસ્થિત અમેરિકી રાજદૂત કેમરન મુન્ટેર અને પાકિસ્તાનના નાણાં સચિવ વકાર મસુદે આ અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

આ સહાય યોજના અંતર્ગત અમેરિકા ખૈબર-પખ્તુનખ્વા સરહદીય તથા આદિવાસી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં મદદ કરશે તેમજ ત્રાસવાદીઓ, કેફી પદાર્થોના દાણચોરો તથા અન્ય ગુનેગારોને આંતરી તેમને પકડીને પાક સુરક્ષા દળોને હવાલે કરવા જેવી કામગીરી નિભાવશે.

અમેરિકા આ પાકિસ્તાનના ૯,૦૦૦ જવાનો માટે યુનિફોર્મ ઉપરાંત પ્રોટેક્ટિવ સાધનસામગ્રી, વાહનો તથા સંદેશવ્યવહારના સાધનો પણ પૂરા પાડશે.

તપાસમાં અસહકાર: ગૂગલને 25,000 ડોલરનો દંડ
સ્ટ્રીટ વ્યુ પ્રોજેક્ટ માટે ડેટા એકત્ર કરવાના પ્રોજેક્ટ વિસે અમેરિકા દ્વારા ચાલી રહેલી તપાસમાં વિઘ્ન ઊભું કરવા બદલ ગૂગલ કોર્પોરેશનને 25,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ફેડરલ કમ્યનિકેશન્સ કમિશને ગૂગલ પર આ દંડ ફટકારતાં જણાવ્યું હતું કે ગૂગલે પરવાનગી લીધા વિના આ અંગત માહિતિ એકત્ર કરી છે અને એ વિશેની તપાસમાં ઇરાદાપૂર્વક સહકાર આપ્યો નથી.

અફઘાનિસ્તાનમાં લડાઈનો અંત, તમામ ઉગ્રવાદીઓનો ખાત્મો
કાબુલ – અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં રવિવારે મોટા પાયે હુમલાઓ કરનાર ઉગ્રવાદીઓને સોમવારે ખતમ કરી દેવાયા છે. લગભગ ૧૮ કલાક સુધી ચાલેલા ભીષણ ગોળીબાર, રોકેટ હુમલાઓ અને બોમ્બધડાકાઓને અંતે અફઘાન સુરક્ષા જવાનો તમામ ઉગ્રવાદીઓને ખતમ કરી દેવામાં સફળ થયા છે.

કાબુલના પોલીસ પ્રવક્તા હશ્મતુલ્લાહ સ્તાનિકઝાઈએ કહ્યું છે કે, સંસદભવન વિસ્તારમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલાનો હવે અંત આવી ગયો છે. એકમાત્ર બાકી રહેલા હુમલાખોરને પણ સુરક્ષા જવાનોએ મારી નાખ્યો છે.

ભયાનક શસ્ત્રો અને રોકેટો સાથે સજ્જ થયેલા ઉગ્રવાદીઓ રવિવારે બપોરે કાબુલમાં ત્રાટક્યા હતા અને શહેરના મધ્ય ભાગમાં અનેક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. તેમની અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ મોડી રાત સુધી ચાલી હતી.

કાબુલમાં સંસદભવન પર હુમલો, તાલીબાને લીધી જવાબદારી
કાબુલ – અફઘાનિસ્તાનનું આ પાટનગર શહેર રવિવારે સિરિયલ બોમ્બ ધડાકાઓથી ગાજી ઊઠ્યું છે. કાબુલમાં એક પછી એક, એવા ૧૨ બોમ્બ ધડાકાઓ થયા છે.

અફઘાન સંસદભવન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે તેમજ કાબુલસ્થિત વિદેશી દૂતાવાસોને પણ ટાર્ગેટ બનાવવામાં આવી છે. આમાં બ્રિટિશ દૂતાવાસનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક આતંકવાદીઓ અફઘાન સંસદભવનની અંદર ઘૂસવામાં સફળ થયા છે.

કાબુલની એક ફાઈવ સ્ટાર હોટેલમાં પણ બોમ્બ બ્લાસ્ટનો અહેવાલ છે. શહેરના વીવીઆઈપી વિસ્તારમાં થોડી થોડી વારે ફાયરિંગ થઈ રહી છે. અમુક સ્થળે રોકેટ લોન્ચરમાંથી પણ હુમલા કરાયા છે.

જલાલાબાદ એરપોર્ટ ઉપર પણ આત્મઘાતી હુમલાનો અહેવાલ છે.

તાલીબાની આતંકવાદીઓએ અનેક દેશોની દૂતાવાસોને ટાર્ગેટ બનાવી છે.

જર્મન દૂતાવાસમાં ધડાકાને લીધે આગ ફાટી નીકળી છે.

રશિયન દુતાવાસમાં પણ ધડાકો થયો છે, તો અમેરિકી દૂતાવાસની બહાર ધડાકો કરાયો છે.

નાટોની ઓફિસ નજીક ફાયરિંગ થયું છે તો એક બ્રિટિશ રાજદૂતના ઘર ઉપર પણ હુમલો કરાયો છે.

તાલીબાને આ હુમલાઓની જવાબદારી લીધી છે. તેના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે પ્રચારમાધ્યમોને મોકલેલા સંદેશાઓમાં કહ્યું છે કે, આજે બપોરે અમારા મુજાહિદ્દીનોએ આત્મઘાતી હુમલા કર્યા છે. તેમણે સંસદભવન તથા અન્ય રાજદ્વારી ઓફિસોને પણ નિશાન બનાવ્યા છે. અમારા મુજાહિદ્દીનો પાસે નાના તેમજ મોટા શસ્ત્રો તેમજ આત્મઘાતી વિસ્ફોટકો છે. આ હુમલા આયોજનપૂર્વકના છે.

પાકિસ્તાનઃ જેલ પર ત્રાટકી તાલીબાનો ૩૮૦ ઉગ્રવાદીઓને છોડાવી ગયા
ડેરા ઈસ્માઈલ ખાન – બંદૂકો અને રોકેટ વડે છોડી શકાય એવા ગ્રેનેડ્સ સાથે સજ્જ થયેલા દોઢસો જેટલા તાલીબાન બળવાખોરોએ વાયવ્ય સરહદ પ્રાંતની એક જેલ પર હુમલો કર્યો છે અને તેમાંથી સેંકડો કેદીઓને છોડાવી ગયા છે. ભાગી ગયેલા કેદીઓમાં કેટલાક શકમંદ ત્રાસવાદીઓ પણ છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે રવિવારે વહેલી સવારે તાલીબાનોએ વાયવ્ય ખૈબર પખ્તુનખ્વાના બન્નુ શહેરની જેલ પર હુમલો કર્યો હતો. તેઓ ૩૮૦ કેદીઓને છોડાવી ગયા છે. તેમાં ત્રાસવાદીઓ કેટલા હતા તેનો ચોક્કસ આંકડો હજી ખબર નથી.

તાલીબાન પ્રવક્તા અસીમુલ્લાહ મેહસુદે દાવો કર્યો છે કે તેમના લડાકુઓએ જૂથના ૧૨૦૦ જેટલા સભ્યોને છોડાવ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન તાલીબાન જૂથે પાકિસ્તાનની સરકાર સામે લોહિયાળ યુદ્ધ આદર્યું છે. સરકારે અફઘાનિસ્તાન સાથે સરહદ બનાવતા અને તાલીબાનો માટે ગઢ ગણાતા વાયવ્ય સરહદ પ્રાંતમાં અસંખ્ય શકમંદ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે.

શાહરૂખ મામલે યેલ યુનિવર્સિટીએ વ્યક્ત કર્યો ખેદ
નવી દિલ્હી – બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ પર બે કલાક સુધી રોકી રાખવાના મામલે ભારત સરકારે અત્રે અમેરિકી રાજદૂતને મળવા બોલાવ્યા હતા અને બનાવ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ન્યૂ યોર્કના એક એરપોર્ટ પર શાહરૂખની કરાયેલી અટકાયતના સંબંધના પ્રત્યાઘાતમાં શાહરૂખને જેણે આમંત્રણ આપીને અમેરિકા બોલાવ્યો હતો તે યેલ યુનિવર્સિટીએ ખેદ વ્યક્ત કર્યો છે.

કનેક્ટિકટ સ્થિત યેલ યુનિવર્સિટીના સહાયક સચિવ (આંતરરાષ્ટ્રીય બાબતો) જ્યોર્જ જોસેફે એક નિવેદનમાં કહ્યું છે કે શાહરૂખની અટકાયતનો મામલો કમનસીબ છે, પરંતુ અંતે મામલો ઉકેલાઈ ગયો છે.

શાહરૂખ એક અંગત વિમાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની સાથે પ્રવાસ કરતો હતો. શાહરૂખને ન્યૂ યોર્કના વ્હાઈટ પ્લેન એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ બે કલાક સુધી રોકી રાખી પૂછપરછ કરી હતી.

ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ જ શાહરૂખને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ ઘટના અંગે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (અમેરિકા) જાવેદ અશરફે અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ ડોનાલ્ય લ્યૂને બોલાવ્યા હતા અને ભારતની ચિંતાથી તેમને વાકેફ કરાયા હતા.

ભણવા માટેના બ્રિટનના વિઝા લેવાનું પાકિસ્તાનીઓ માટે કઠિન બની જશે
બ્રિટનમાં ભણવા આવતા દશ પાકિસ્તાની વિદ્યાર્થીઓમાંના ચારની અરજી બોગસ હોવાનું બહાર આવતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ આપવાનું બહુ જ કઠિન બનાવવાનું બ્રિટિશ સરકારે નક્કી કર્યું છે.

ડેઇલી મેઇલ અખબારમાં પ્રકાશીત થયેલા એક અહેવાલમાં ગૃહખાતાંના એક અધિકારીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ભણવા માટેને વિઝા માંગતી અરજીઓ હજારો વિદ્યાર્થીઓ કરે છે, પરંતુ તેઓ અંગ્રેજી બોલી શકતા નથી. આથી હવે એવું નક્કી થયું છે કે બ્રિટનમાં ભણવા માટેના વિઝા માંગતા વિદ્યાર્થીએ બોર્ડર એજન્સીના અધિકારીઓને ઇન્ટરવ્યુ આપવો પડશે.

પાકિસ્તાનનો 34 ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય
ઇસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો રાબેતા મુજબના બનાવવાની પ્રક્રીયાના એક ભાગરૂપે પાકિસ્તાન સરકાર આ અઠવાડિયે 34 ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જેમાં કેન્સરથી પીડાતા એક માછીમારનો પણ સમાવેશ થાય છે.

26 માછીમારો સહિતના આ કેદીઓને ગેરકાયદે સરહદ પાર કરવાના ગુનાસર પકડવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેદીઓને શુક્રવારે વાઘા સરહદ પરથી સ્વદેશ મોકલવામાં આવશે.

ગુજરાતના દાંડી ગામના વતની લક્ષ્મણ બંભાણીયા કેન્સરથી પીડાય છે અને તેમને વિમાનમાર્ગે સ્વદેશ મોકલવાની ઓફર પણ પાકિસ્તાને કરી છે.

ઇન્ડોનેશિયામાં જબ્બર ધરતીકંપઃ સુનામીનો ભય ટળી ગયો
નવી દિલ્હી- ઇન્ડોનેશિયામાં બપોરે બે વાગ્યાની આસપાસ 8.7 રિચર સ્કેલનો ધરતીકંપ આવતા હિન્દ મહાસાગરના સમગ્ર પટ્ટા પર સુનામીની ચેતવણી બહાર પાડવામાં આવી  હતી, પરંતુ પછીથી એ ભય ન હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

આંદામાન અને નિકોબાર ટાપુના સત્તાવાળાઓએ લોકોને બીજે ખસેડવાની પ્રક્રીય શરૂ કરી દીધી છે. ચેન્નઇમાં પણ પોલીસે મેગાફોન પર ચેતવણી આપીને દરિયાકિનારા પરના લોકોને ભાગી જવાનું કહ્યું હતું.

ધરતીકંપના આંચકા સિંગાપોર, થાઇલેન્ડ અને ભારતમાં પણ અનુભવાયા હતા. મલયેશિયાના પશ્ચિમી દરિયાકિનાર પર આવેલા ઊંચા મકાનો એક મિનિટ સુધી ધ્રૂજતા રહ્યા હતા.

એફબીઆઇની ટેન મોસ્ટ વોન્ટેડની યાદીમાં આસામાનું સ્થાન કોણે લીધું?
ઓસામા બિન લાદેનને મારી નાંખવામાં આવ્યો એ પછી એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) માટે મૂંઝવણ એ ઊભી થઇ હતી કે વિશ્વના દસ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ઓસામાના સ્થાને કોને મૂકવો?

આખરે એફબીઆઇએ મંગળવારે ઓસામાના સ્થાને એરિક જે. તોથનું નામ મૂક્યું છે. એરિક વોશિંગ્ટનની એક સ્કૂલમાં ટીચર હતો અને એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ધરાવતો હોવાનો એના પર આરોપ હતો. એરિક ત્યારથી ભાગતો ફરે છે.

ઓગસ્ટથી ઈરાનમાં ઈન્ટરનેટ સુવિધા થશે બંધ
તહેરાન – ઈરાનમાં ઈન્ટરનેટના દિવસો ગણાઈ રહ્યા હોય એવું લાગે છે. ઈરાનના માહિતી અને સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન રેઝા તાઘીપુરે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ઓગસ્ટ મહિના સુધીમાં દેશમાં લાખો ઈન્ટરનેટ યુઝર્સ ઈન્ટરનેટ સુવિધાથી શેષ વિશ્વથી કાયમને માટે વિખૂટા પડી જશે. તેમને ઈ-મેલ, સોશ્યલ નેટવર્કિંગ વગેરે જેવી સુવિધાઓ મળવાનું બંધ થશે.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકાઈ જશે તેથી લોકો ગૂગલ, જીમેલ, ગૂગલ પ્લસ, યાહૂ, હોટમેલ જેવી અનેક સુવિધાઓથી વંચિત રહેશે. સરકારે ‘ક્લીન ઈન્ટરનેટ’ ઝુંબેશ હેઠળ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારના આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આવતા મહિનાથી અમલમાં મૂકાશે અને છેલ્લો તબક્કો ઓગસ્ટમાં પૂરો થશે.

સરકાર દેશમાં ‘ઈરાન મેલ’ અને ઈરાન સર્ચ એન્જીન જેવી સરકારી ઈન્ટરનેટ સેવાઓ લાગુ કરવા માગે છે.

સઈદ સામે પગલાં લેવા તૈયાર, પણ પુરાવા આપોઃ ગિલાની
ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ કબૂલ કર્યું છે કે જમાત ઉદ દાવાના વડા હાફીઝ સઈદનો મામલો પાકિસ્તાનનો આંતરિક નહીં, પણ પાકિસ્તાન અને ભારત વચ્ચેનો છે. પરંતુ, તેમણે એમ પણ કહ્યું છે કે સઈદ સામે કોર્ટમાં કાર્યવાહી ચલાવવા માટે મારી સરકારને સઈદ વિરુદ્ધ નક્કર પુરાવાની જરૂર છે.

ગિલાનીએ રવિવારે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે સઈદના મામલે પગલું લેવા ગંભીર છીએ, પણ સવાલ એ છે કે પુરાવા વગર તેની સામે કાર્યવાહી કેવી રીતે હાથ ધરવી. અહીંયા અદાલતો સ્વતંત્ર છે અને અમારે સઈદ સામે મજબૂત પુરાવાની જરૂર પડે.

ગિલાનીએ કહ્યું કે ભારત સાથે સંમતિ સધાઈ છે કે ૧૬ એપ્રિલે બંને દેશના ગૃહ સચિવ વાટાઘાટ માટે મળશે ત્યારે આ મુદ્દે પણ ચર્ચા કરશે.

સઈદના માથે અમેરિકાએ એક કરોડ ડોલરના ઈનામની જાહેરાત કર્યા બાદ આ મામલો ચગ્યો છે. ગિલાનીએ ગયા અઠવાડિયે સંસદમાં કહેલું કે સઈદનો મામલો પાકિસ્તાનનો આંતરિક છે અને જેની પાસે સઈદ વિરુદ્ધ પુરાવો હોય તેણે એ પાકિસ્તાનને આપવો જોઈએ જેથી અહીંની કોર્ટ તેની સામે કાર્યવાહી હાથ ધરી શકે.

સીયાચીન નજીક હિમપ્રપાત: ૧૫૦ પાક સૈનિકોના મરણનો ભય
ઈસ્લામાબાદ – સીયાચીન ગ્લેશિયર નજીક ગયારી સેક્ટર ખાતે શનિવારે વહેલી સવારે ભારે હિમપ્રપાત થતા પાકિસ્તાન લશ્કરના એક કર્નલ સહિત ૧૫૦ જેટલા સૈનિકો લાપતા થયા છે અને તેઓ માર્યા ગયા હોવાની દહેશત સેવાય છે.

હિમપ્રપાતની ઘટના શનિવારે સવારે લગભગ ૬ વાગ્યે દરિયાઈ સપાટીથી લગભગ ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈ પર અને બાલ્તિસ્તાનના પાટનગર સ્કાર્દૂથી લગભગ ૧૮૦ માઈલ દૂરના સ્થળે બની હતી.

બચાવ કાર્ય માટે રાવલપિંડીથી હેવી મશીનરીઓ મોકલવામાં આવી છે.

દટાઈ ગયેલા સૈનિકોને શોધવા અને બચાવી લેવા માટે પાક લશ્કરના હેલિકોપ્ટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

લશ્કરના પ્રવક્તા મેજર જનરલ અતહર અબ્બાસે કહ્યું કે સવારે લગભગ ૬ વાગ્યે હિમશીલાઓ લશ્કરના વડામથકે ધસી પડી હતી. ૧૦૦થી વધારે સૈનિકો તથા અન્ય કર્મચારીઓ ત્યાં ફસાઈ ગયા છે. જાનહાનિ અંગે લશ્કર બાદમાં કમેન્ટ કરશે.

સઈદનો કેસ પાકિસ્તાનની આંતરિક બાબત છેઃ ગિલાની
ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ કહ્યું છે કે લશ્કર-એ-તૈબાના સ્થાપક હાફીઝ સઈદને લગતો મામલો આંતરિક મુદ્દો છે અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલા જમાત-ઉદ-દાવા સંગઠનના વડા સઈદ સામે કોઈ નક્કર પુરાવો હોય તો તે પાકિસ્તાનને આપવો જોઈએ.

ગિલાનીએ એવી ચેતવણી પણ આપી છે કે પાકિસ્તાનની સંસદ અમેરિકાને માટે નવા નિયમો ઘડવામાં વ્યસ્ત છે ત્યારે આ પ્રકારના નકારાત્મક સંદેશાઓ પરસ્પર વિશ્વાસની ઉણપમાં વધારો કરશે.

રાષ્ટ્રીય ધારાસભા અને સેનેટના એક સંયુક્ત સત્રમાં સંસદસભ્યોએ સઈદને માથે અમેરિકાએ જાહેર કરેલી રૂ. એક કરોડ ડોલરની ઈનામી રકમનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ગિલાનીએ ઉપર મુજબ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે સઈદને લગતો મામલો પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે અને સઈદ વિરુદ્ધ જો કોઈ નક્કર પુરાવો હોય તો પાકિસ્તાનને સુપરત કરવો જોઈએ જેનું એક સ્વતંત્ર ન્યાયતંત્ર છે.

ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનમાં સ્ટડી બાદ વર્ક પરમીટ નહીં
લંડન – ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનમાં તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ બે વર્ષ માટે આ દેશમાં કામ કરવા દેવાની જે સુવિધા મળે છે તે શુક્રવારથી બંધ કરી દેવામાં આવશે. માઈગ્રેશન પર કાપ મૂકવાની વડા પ્રધાન ડેવીડ કેમરનની સરકારે હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટાયર-1 (પોસ્ટ-સ્ટડી વર્ક) રૂટ અંતર્ગત ભારતીય તથા અન્ય બિન-યુરોપીયન યુનિયન દેશોના વિદ્યાર્થીઓને તેમનો યુનિવર્સિટી અભ્યાસક્રમ પૂરી થઈ ગયા બાદ બે વર્ષ માટે બ્રિટનમાં કામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ રૂટ શુક્રવારથી બંધ કરી દેવામાં આવશે, એવી જાહેરાત ગૃહ મંત્રાલયે કરી છે.

બ્રિટનમાં રહીને સ્વબળે પોતાનો આર્થિક ખર્ચ નિભાવતા અને બે વર્ષ સુધી કામ કરીને અહીં પોતાના શિક્ષણ પાછળ થયેલા અમુક ખર્ચને રીકવર કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓમાં આ સુવિધા ખૂબ પોપ્યૂલર હતી.

આ સુવિધા તેમને બ્રિટનમાં કામકાજનો અનુભવ હાંસલ કરવામાં મદદરૂપ પણ થતી હતી તેમજ બાદમાં ભારતમાં તેમને માટે કરિયરની તકો સમાન પણ ગણવામાં આવતી હતી.

અમેરિકાએ ફેરવી તોળ્યું, ઇનામ તો હફીઝ વિરુદ્ધાના પૂરાવા માટે
ખૂ્ખાર ત્રાસવાદી હફીઝ સઇદના માથાં પર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યા પછી અમેરિકાએ પીછેહઠ કરી હોય એમ લાગે છે અને એવી સ્પષ્ટતા કરી છે કે આ ઇનામ હફીઝની ધરપકડ કરી શકાય એવી માહિતિ આપનાર માટે છે.

આ અગાઉ અમેરિકાને ખુલ્લેઆમ પડકારીને હફીઝ સઇદે કહ્યું  હતું કે હું છૂપાઇને નથી બેઠો. અમેરિકામાં તાકાત હોય તો મને પકડી લે. બુધવારે હફીઝ રાવળપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધી હતી.

મુંબઇ પરના ત્રાસવાદી હુમલા પાછળનું ભેજું મનાતા હફીઝ સઇદે બુધવારે રાવળપિંડીમાં એમ કહ્યું હતું કે આવતીકાલે હું લાહોર જવાનો છું. હવે અમેરિકાએ એવું કહ્યું છે કે મુંબઇ પરના હુમલામાં હફીઝ સંડોવાયો છે એના પૂરાવાની અમને શોધ છે.

હફીઝ સઇદનો અમેરિકાને પડકારઃ આવતીકાલે લાહોરમાં છું
રાવળપિંડી- અમેરિકાએ જેના પર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે એ ખૂંખાર ત્રાસવાદી હફીઝ મહમ્મદ સઇદે બુધવારે પાકિસ્તાનના રાવલપિંડીમાં ખુલ્લેઆમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને અમેરિકાને પડકાર્યું હતું.

અમેરિકાની ઠેકડી ઊડાડતા હફીઝ સઇદે કહ્યું હતું કે હું અહીં જ છું. અમેરિકાએ એ પૈસા મને આપવા જોઇએ. આવતી કાલે હું લાહોરમાં હોઇશ. અમેરિકા ઇચ્છે તો મારો સંપર્ક સાધી શકે છે.

નિષ્ણાતો કહી રહ્યા છે કે લશ્કર એ તોઇબાને સ્થાપક હફીઝ સઇદને પાકિસ્તાન સરકાર પકડશે નહીં કારણ કે તે દેશની જાસુસી સંસ્થા આઇએસઆઇ સાથે ઘરોબો ધરાવે છે.

166 માણસોના જેમાં મૃત્યુ થયા હતા એ મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનું કાવતરું હફીઝ સઇદે કર્યું હોવાનો તેના પર આરોપ છે.

હફીઝે કોન્ફરન્સ યોજી એના થોડા કલાકો પહેલા જ અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી થોમસ નાઇડ્સે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન હીના રબ્બાનીને મળ્યા હતા.

‘સઈદના માથે ઈનામ જાહેર કરવામાં ભારતનો હાથ નથી’
વોશિંગ્ટન – અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્ટોરિયા ન્યૂલેન્ડે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનસ્થિત પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના સ્થાપક હાફીઝ સઈદના માથા પર એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કરવાના અમેરિકાએ લીધેલા નિર્ણયમાં ભારતની કોઈ ભૂમિકા નથી.

દરમિયાન, ઈસ્લામાબાદના અહેવાલ મુજબ, સઈદ જેનો વડો છે તે જમાતઉદ દાવાએ અમેરિકાની ઘોષણાને ઈન્ટરનેશનલ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. સંગઠને તે દિશામાં કાનૂની મસલત લેવાનું શરૂ કરી દીધું છે.

જીયો ન્યૂઝ ચેનલે આક્રમક મિજાજવાળા મૌલવી સઈદને એમ કહેતા ટાંક્યો છે કે, મારા જીવનનો અંત માત્ર અલ્લાહ જ લાવી શકશે, અમેરિકા નહીં.

સઈદના માથા પર ઈનામ જાહેર કરાવવામાં ભારતે કોઈ ભૂમિકા ભજવી છે ખરી? એમ પૂછતાં ન્યૂલેન્ડે નકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે આ પ્રક્રિયા આંતરિક છે. અસરગ્રસ્ત સરકારોને આ પગલાની જાણ કરવામાં આવી હતી. એમાં મસલતને સ્થાન નહોતું.

સઈદ ૨૦૦૮ના મુંબઈ ટેરર હુમલા કેસમાં કઈ રીતે સંડોવાયેલો છે અને ક્યારે તેમાં સંડોવાયો હતો? એમ પૂછતાં ન્યૂલેન્ડે કહ્યું કે, એ બધા નિર્ણય ગુપ્તચરોએ આપેલી તેમજ અન્ય રીતે મળેલી માહિતીના આધારે લેવાય છે. ઘણી વાર ગુનો થાય એ જ સમયે પુરાવો ઉપલબ્ધ હોતો નથી, પણ પાછળથી… અમુક મહિનાઓ પછી હાથ લાગતો હોય છે.

અમેરિકાને સઈદનો પડકાર, હું કંઈ ગુફામાં સંતાયો નથી
ઈસ્લામાબાદ – પોતાના માથા માટે એક કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરનાર અમેરિકાની કટ્ટરવાદી નેતા હફીઝ મોહમ્મદ સઈદે ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે ‘નાટો’ દેશોના દળોને પુરવઠો અને ડ્રોન હુમલાઓ ફરી શરૂ કરવા દેવા સામે મેં પાકિસ્તાનભરમાં વિરોધ કર્યો હોવાથી અમેરિકા હતાશ થઈ ગયું છે.

અલ-જઝીરા ન્યૂઝ ચેનલે લશ્કર-એ-તૈબા સંગઠનના સ્થાપક સઈદને એમ કહેતા ટાંક્યો છે કે અમે કંઈ ગુફાઓમાં છુપાયેલા નથી કે અમેરિકાએ આ રીતે ઈનામી રકમ જાહેર કરવી પડે.

સઈદે એમ પણ કહ્યું છે કે, મારું માનવું છે કે અમેરિકાને કંઈ ખબર જ હોતી નથી. તે ભારત દ્વારા પૂરી પાડવામાં આવતી ખોટી માહિતીના આધારે પોતાના નિર્ણયો લે છે અથવા તે હતાશ થઈ ગયું છે.

સઈદનો દાવો છે કે હું પાકિસ્તાનભરમાં નાટોના દળો માટે સપ્લાયના માર્ગો ફરી ખુલ્લા મૂકવાની વિરુદ્ધમાં રેલીઓનું આયોજન કરું છે એને લીધે અમેરિકાને મારા માથા માટે ઈનામી રકમની જાહેરાત કરવી પડી છે. તે સપ્લાય માર્ગો ગયા નવેંબરમાં અફઘાન સરહદ પારથી કરાયેલા હુમલામાં ૨૪ પાકિસ્તાની સૈનિકોના મરણ બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા.

અમેરિકાએ પાકિસ્તાનસ્થિત જમાત-ઉદ-દાવાના વડા સઈદના માથા માટે એક કરોડ ડોલરના ઈનામની સોમવારે રાત્રે જાહેરાત કરી છે. સઈદ ૨૬/૧૧ના મુંબઈ ટેરર હુમલાઓનો સૂત્રધાર પણ ગણાય છે.

અમેરિકાની જાહેરાતને ભારતે આવકાર આપ્યો છે. ભારતે કહ્યું કે આનાથી લશ્કર-એ-તૈબા અને તેના સમર્થકોને મજબૂત સંકેતો ગયા છે કે ત્રાસવાદનો સામનો કરવામાં દુનિયાના દેશો સંગઠિત છે.

પાક વડા પ્રધાનના વિમાને ઇમર્જન્સી લેન્ડીંગ કર્યું
ઇસ્લામાબાદ- પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને લઇ જતાં વિમાનને ઇમર્જન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હોવાના અહેવાલ છે. વિમાનમાં બેઠેલા વડા પ્રધાન ગિલાની સહિતના બધા જ સલામત છે.