Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS
પાકિસ્તાની લેસ્બિયન કપલે બ્રિટનમાં લગ્ન કર્યા
લંડન- મોતની ધમકીની ચિંતા ના કરતા બ્રિટનમાં પાકિસ્તાનના એક મુસ્લિમ લેસ્બિયન કપલે લગ્ન કરી લીધા છે. લોકલ મીડિયાનાં સમાચાર પ્રમાણે, ૩૪ વર્ષની રેહાના કૌસર અને ૨૯ વર્ષની સોબિયા કમરે લીડ્સનાં રજિસ્ટ્રી ઓફિસમાં આજીવન સાથે રહેવાના કોલ આપ્યા અને બ્રિટનમાં રાજકીય આશરો આપવા...
ફ્રાન્સ: સમલૈંગિક લગ્નનાં વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા
પેરિસ- ફ્રાંસમાં સમલૈંગિકોનાં લગ્નને માન્યતા આપનારા નવા કાયદાનાં વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. પોલીસનું કહેવું છે કે, આ વિરોધમાં અંદાજે દોઢ લાખ લોકોએ ભાગ લીધો જ્યારે આયોજકોનાં પ્રમાણે ૧૦ લાખ લોકો રેલીમાં સામેલ થયા હતા.
રેલી દરમિયાન ધુર દક્ષિણપંથી કાર્યકર્તાઓ...
લક્ષ્મી મિત્તલે લંડનમાં મહેલ જેવું ઘર વેચવા કાઢ્યું છે
લંડન – સ્ટીલ ઉદ્યોગના મહારથી અને વિશ્વના સૌથી ધનાઢ્ય ભારતીયોમાંના એક, લક્ષ્મી મિત્તલ પણ નાણાંભીડમાં ફસાયા હોય એવું લાગે છે. તેમણે મધ્ય લંડનમાં આવેલું તેમનું આલિશાન ઘર વેચવા કાઢ્યું છે. કેન્સિંગ્ટનમાં તેમણે આ મહેલ જેવો બંગલો ૨૦૦૮માં ખરીદ્યો હતો. તે વખતે જાહેરાત કરાઈ...
પાકિસ્તાનમાં બસમાં આગ ફાટી નીકળી; ૧૭ બાળકોનાં મરણ
ઈસ્લામાબાદ – પાકિસ્તાનના ગુજરાત શહેરના ફતેહ વિસ્તારમાં શનિવારે સવારે એક સ્કૂલ વેનની અંદરનું એક ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટતાં ઓછામાં ઓછા ૧૭ બાળકો માર્યા ગયા છે અને બીજાં અનેક દાઝી ગયા છે.
અકસ્માત બાદ વેનનો ડ્રાઈવર ભાગી ગયો છે.
પોલીસે બનાવ નોંધી તપાસ આદરી છે.
મૃત્યુ...
વિમાનમાં ‘આગ’ લાગ્યા બાદ હિથ્રો એરપોર્ટના રનવે બંધ કરી દેવાયા
લંડન – બ્રિટિશ એરવેઝના એક વિમાન જ્યારે ઉડ્ડયન પર હતું ત્યારે એના એન્જિનમાંથી કાળા રંગનો ધૂમાડો નીકળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને વિમાનનું અહીંના હિથ્રો એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું.
વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું અને તમામ ૭૫ મુસાફરો...
રશિયામાં ૮.૨ની તીવ્રતાનો દરિયાઈ ભૂકંપ, જાનહાનિ નથી
મોસ્કો – રશિયાના સાખાલીન પ્રાંતમાં આજે ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ સત્તાવાળાઓએ દરિયામાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી આપી હતી, પણ બાદમાં એ પાછી પણ ખેંચી લીધી છે.
સત્તાવાળાઓએ જોખમી વિસ્તારોમાંથી રહેવાસીઓનું સ્થળાંતર શરૂ કરી દીધું છે.
સાખાલીન ઉપરાંત કુરીલ ટાપુઓ...
બ્રિટિશ લશ્કર પર બદલો લેવા સૈનિકની હત્યા કરીઃ હુમલાખોર
લંડન – અહીં વૂલવિચમાં લશ્કરી છાવણીઓની બહાર એક બ્રિટિશ સૈનિકનો શિરચ્છેદ કરનાર બે શસ્ત્રધારી હુમલાખોરોને પોલીસે ગોળી મારીને ઘાયલ કર્યા છે. બનાવ નજરે જોનારાઓના કહેવા મુજબ, એક હુમલાખોર એક જણ કસાઈ વાપરે તે લોહીયાળ કોયતો બતાવીને એવું બોલ્યો હતો કે બ્રિટિશ લશ્કરે વિદેશમાં...
હેડલી, રાણાની પૂછપરછ કરવાની ભારત પરવાનગી માગશે
વોશિંગ્ટન – ૨૬/૧૧ ટેરર હુમલા કેસના અપરાધી ડેવિડ હેડલી અને તેના સાગરિત તહવ્વુર રાણાની પૂછપરછ કરવા દેવાની ભારત સરકારે અમેરિકન વહીવટીતંત્રની પરવાનગી માગી છે. આ બંને જણ ત્રાસવાદના આરોપસર કસુરવાર જણાયા બાદ શિકાગોની એક કોર્ટે તેમને જેલની સજા કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચેની...
પાકિસ્તાન: ઓફિસમાં મોજા પહેરવા પર પ્રતિબંધ
ઈસ્લામાબાદ- પાકિસ્તાન સરકારે સરકારી કર્મચારીઓ પર મોજા પહેરીને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. કર્મચારીઓને નવા ડ્રેસ કોડની તૈયારીઓ માટે સાત દિવસનો સમય અપાયો છે. જે બાદ તમામ કર્મચારીઓને નવા ડ્રેસમાંજ ઓફિસ આવવું પડશે.
ગયા અઠવાડિયે બહાર પાડેલી નોટિસ અનુસાર કર્મચારીઓ...

