Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS

mexico

મેક્સિકો: ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, બાવીસ વ્યક્તિનાં મરણ

મેક્સિકો- ઈકાટેપેક વિસ્તારમાં એક ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા બાવીસ લોકોનાં મરણ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે જ્યારે આ દુર્ઘટનામાં ૪૦ કરતા વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થનાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગેસ ટેન્કરને લઈને...
Imran Khan

ઈમરાન ખાન સ્ટેજ પરથી પડ્યા, માથામાં ઈજા થઈ

લાહોર – પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાન આજે મંગળવારે અહીં તેમની પાર્ટીની એક ચૂંટણી રેલી વખતે તેમને લિફ્ટરની મદદથી જે સ્ટેજ પર ચડાવવામાં આવી રહ્યા હતા એ તૂટી પડતાં તે ૧૪-૧૬ ફૂટની ઉંચાઈએથી નીચે પડ્યા હતા. તેમને માથામાં...
Pakistani visitors to India

ભારતમાં સંભાળીને રહેજોઃ પોતાના નાગરિકોને પાકિસ્તાને ચેતવ્યા

ઈસ્લામાબાદ – પાકિસ્તાને ભારતમાં પ્રવાસ કરતી વખતે સાવચેતી રાખવાની તેના નાગરિકોને ખાસ ચેતવણી આપી છે. ભારતમાં પાકિસ્તાની નાગરિકોની સલામતી પર જોખમ હોવાના અમુક અહેવાલોને પગલે પાક સરકારે તેના નાગરિકોને આવી સલાહ આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બહાર પાડેલા એક નિવેદનમાં...
Musudu missile

ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારે તૈનાત મિસાઈલ્સ હટાવી

સોલ- છેલ્લા કેટલાક મહિનાથી દક્ષિણ કોરિયા અને અમેરિકા વિરૂદ્ધ જાહેરમાં ક્રોધ વરસાવી રહેલા ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારેથી બે મુસુદન મિસાઈલ્સને હટાવી દીધી છે. આનાથી કોરિયન દ્વીપકલ્પ પર અથડામણો ઓછી થવાની આશા વધી છે. ગત મહિને જ ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારે આ મિસાઈલ્સને તૈનાત...
China-India Ladakh

ચીને ભારત સાથે સમાધાન કર્યું; લદાખમાંથી સૈન્ય હટાવી લીધું

નવી દિલ્હી – ચીને લદાખના દૌલત બેગ ઓલડી વિસ્તારમાંથી પોતાનું લશ્કર હટાવી લીધું છે. આ સ્થળ લદાખમાં જમીનની સપાટીથી ૧૬,૩૦૦ ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ભારતે રાજદ્વારી સ્તરે જોરદાર રજૂઆત કર્યા બાદ ચીને આ પીછેહઠ કરી લીધી છે. શનિવાર અને રવિવારે બંને દેશના લશ્કર વચ્ચે બે ફ્લેગ મીટિંગ...
Israeli warplanes

ઈઝરાયલના યુદ્ધવિમાનોએ સિરીયામાં બોમ્બમારો કર્યો

બિરુત – ઈઝરાયલના યુદ્ધવિમાનોએ આજે રવિવારે સિરીયાના પાટનગર દમાસ્કસમાં તેમજ એની આસપાસના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. તેને કારણે અનેક ધડાકા થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ઈઝરાયલ તરફથી આ બીજો હુમલો છે. આને કારણે બંને દેશ વચ્ચે તંગદિલી વધી ગઈ છે. સિરીયામાં લોહિયાળ આંતરવિગ્રહ...
Chaudhry Zulfiqar Ali

૨૬/૧૧, બેનેઝિર ભુટ્ટો હત્યાકાંડનો કેસ સંભાળનાર વકિલની હત્યા

ઈસ્લામાબાદ- ૨૬/૧૧ મુંબઈ હુમલો અને બેનેઝીર ભુટ્ટો હત્યાકાંડનો કેસ સંભાળી રહેલા પાકિસ્તાની વકિલ ચૌધરી જુલ્ફિકાર અલીની અહીં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જ્યારે જુલ્ફિકાર સવારે વોક માટે નિકળ્યા હતા તે સમયે અજ્ઞાત શખ્શોએ તેમની ગોળી...
GANDHI

બાપુનાં સામાન અને દસ્તાવેજની બ્રિટનમાં હરાજી થશે

લંડન- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં અંગત સામાન અને દસ્તાવેજની બ્રિટનમાં ૨૧મી મેએ હરાજી થશે. તેમની જે વસ્તુઓની હરાજી થવાની છે તેમાં તેઓની જપની માળા, કપ, બેડશીટ તેમજ હાથીદાંત દ્વારા કોતરકામ કરાયેલા ‘ત્રણ બુદ્ધિમાન વાંદરા’નો સમાવેશ થાય છે. બોલી લગાડવા માટે હાજર સામાનની...
Kazakhstan

કઝાખસ્તાને બોસ્ટન બોમ્બબ્લાસ્ટ્સને વખોડી કાઢ્યા

મોસ્કો – કઝાખસ્તાને અમેરિકાના બોસ્ટનમાં તાજેતરમાં મેરેથોન દરમિયાન થયેલા બોમ્બ ધડાકાઓને ત્રાસવાદી કૃત્ય તરીકે ગણાવીને સત્તાવાર રીતે વખોડી કાઢ્યા છે અને કહ્યું છે કે આ કેસની તપાસમાં તે અમેરિકાને સહકાર આપે છે. અમેરિકાના સત્તાવાળાઓએ આક્ષેપ કર્યો છે કે કઝાખસ્તાનના...
Sarabjit Singh

સરબજીતનો મૃતદેહ પાકિસ્તાન ભારતને સોંપશે

ઈસ્લામાબાદ – લાહોરની હોસ્પિટલમાં ગુરુવારે મધરાત બાદ મૃત્યુ પામેલા ભારતીય કેદી સરબજીત સિંહના મૃતદેહને પાકિસ્તાન વહેલી તકે ભારતીય હાઈ કમિશનને સુપરત કરી દેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની વેબસાઈટ પર મૂકેલા એક નિવેદનમાં કહ્યું છે કે, સરબજીત સિંહને ગઈ ૨૬ એપ્રિલે...