Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS
હેકિંગનો ભોગ બનેલી બેન્કો ભારતીય કંપનીઓની સેવા લેતી હતી
વોશિંગ્ટન – યુએઈ સ્થિત બેન્કોની કાર્ડ પેમેન્ટ પ્રોસેસિંગ સેવામાં ઘૂસણખોરીને હેકર્સ સાડા ચાર કરોડ ડોલર લૂંટી ગયા. આ ઘટનાથી બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. તે બેન્કો પુણેસ્થિત કંપની ઈલેક્ટ્રાકાર્ડ અને એનસ્ટેજ ઈન્કોર્પોરેશનની કાર્ડ પ્રોસેસિંગ સેવાનો ઉપયોગ...
નવાઝ શરીફે પોતાના શપથવિધિમાં હાજર રહેવાનું મનમોહન સિંહને આમંત્રણ આપ્યું
નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરવા બદલ નવાઝ શરીફને અભિનંદન આપ્યા તેની વળતી શુભચેષ્ટા રૂપે શરીફે કહ્યું છે કે તે પોતાના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા મનમોહન સિંહને આમંત્રણ આપશે.
શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ...
ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવીશઃ શરીફનું વચન
ઈસ્લામાબાદ – પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં ઝળહળતો વિજય હાંસલ કરનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) પાર્ટીના પ્રમુખ નવાઝ શરીફ ત્રીજી વાર દેશના વડા પ્રધાન બનવાના છે. તેમણે વચન આપ્યું છે કે પોતે ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો રાખશે અને અમેરિકા સાથેના સંબંધો વધારે સારા બનાવશે.
વોલ...
અમેરિકાનાં ન્યૂ ઑરલિન્સમાં ગોળીબાર, ૧૯ ઘાયલ
વોશિંગ્ટન- અમેરિકન પોલીસનાં કહ્યાં પ્રમાણે ન્યૂ ઓરલિન્સ શહેરમાં ‘મધર્સ ડૅ’ પર આયોજિત એક પરેડમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં બે બાળક સહિત ૧૯ લોકો ઘાયલ થયા છે.
હાલમાં એ કારણ નથી જાણી શકાયું કે શહેરનાં વોર્ડ નંબર સાતમાં રવિવારે યોજાયેલી પરેડમાં ગોળીબારી...
નવાઝ શરીફને ભારત આવવા મનમોહન સિંહનું આમંત્રણ
ઈસ્લામાબાદ – નવાઝ શરીફ ત્રીજી અને વિક્રમસર્જક વાર વડા પ્રધાન બનવા સજ્જ થઈ ગયા છે. તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે અને સરસાઈમાં તેની સામે બીજો કોઈ પક્ષ ઉતરી શકે એમ નથી.
ભારતે પાકિસ્તાનની ચૂંટણીના આ પરિણામને આવકાર્યું છે,...
તાલીબાનની ધમકીથી ડર્યા વિના પાકિસ્તાનીઓએ મતદાન કર્યું
ઈસ્લામાબાદ – તાલીબાન ઉગ્રવાદીઓએ હુમલા કરવાની આપેલી ધમકી અને કરાચી સહિત ત્રણ શહેરોમાં બોમ્બ ધડાકા થયા હોવા છતાં પાકિસ્તાનના મતદારોએ આજે શનિવારે સંસદીય ચૂંટણીમાં મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો છે. સાંજે ૬ વાગ્યે મતદાન પૂરું થયા બાદ ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ...
એશિયામાં ભારત અમારું સૌથી મહત્વનું ભાગીદારઃ અમેરિકા
વોશિંગ્ટન – એશિયા ખંડમાં ભારતને અમેરિકાનું સૌથી મહત્વનું ભાગીદાર ગણાવતાં અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન રોબર્ટ બ્લેકે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રાદેશિક તથા જાગતિક સ્તરે સુરક્ષાથી લઈને ત્રાસવાદના પ્રતિકાર જેવા પ્રશ્નો પર અભૂતપૂર્વ સહકાર રહ્યો છે.
બ્લેકે...
પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ; ૧૦નાં મરણ, ૪૦ ઘાયલ
ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાનનો દિવસ છે ત્યારે કરાચી, ક્વેટા અને પેશાવર શહેરોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા છે જેમાં ઓછામાં ઓછા ૧૦ જણ માર્યા ગયા છે અને બીજાં ૪૦થી વધારે ઘાયલ થયા છે.
કરાચીમાં ૧૦ જણનો ભોગ લેનાર બોમ્બ ધડાકા માટે હજી સુધી કોઈ...
મોદી અમેરિકાના ૧૮ શહેરોમાં વસતા ભારતીયોને સંબોધિત કરશે
વોશિંગ્ટન – અમેરિકામાં હજી અપ્રિય હોવા છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર ઉત્તર અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ વખતે ૧૩ મેએ તે ગાંધીનગરમાંથી સેટેલાઈટ મારફત એક સાથે ૧૮ શહેરોના ભારતીયોને સંબોધિત કરશે.
નોર્થ અમેરિકામાં ગુજરાતના સ્થાપના...
પાકિસ્તાનમાં આવતીકાલે મતદાન, મુખ્ય પક્ષો વચ્ચે જંગ
ઈસ્લામાબાદ- લાંબા સમય સુધી સૈનિક શાસન તેમજ કેટલાય વર્ષોથી આતંકવાદ તેમજ હિંસાનો સામનો કરી રહેલા પાકિસ્તાનની પ્રજા આવતીકાલે, ૧૧મેએ આવનારી સરકાર માટે મતદાન કરશે. નેશનલ એસેમ્બલીની સાથે પાકિસ્તાનની ચાર પ્રાંતીય વિધાનસભાઓ માટે મતદાન યોજાશે.
આ વર્ષે માર્ચમાં પાકિસ્તાન...

