Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS
હડતાળને લીધે લુફથાન્સાએ ૧૭૦૦ ફ્લાઈટ્સ રદ કરી
બર્લિન – જર્મનીની સૌથી મોટી એરલાઈન, લુફથાન્સાના ગ્રાઉન્ડ સ્ટાફે આજે સોમવારે એક દિવસની હડતાળ પાડતાં કંપનીને તેની દિવસની મોટા ભાગની શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.
જર્મનીભરમાં આ એરલાઈનના ટેક્નિશીયન્સ અને સર્વિસ કર્મચારીઓએ સોમવારે વહેલી સવારથી જ કામ બંધ કરી દીધું...
અમેરિકાએ નરેન્દ્ર મોદીને રમખાણો માટે દોષિત ઠેરવ્યા
વોશિંગ્ટન- અમેરિકામાં ૨૦૦૨નાં રમખાણો રોકવામાં તેમજ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં કથિત રીતે ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાં તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચા માનવઅધિકારોને લઈને અમેરિકાનાં એક રિપોર્ટનાં કારણે શરૂ થઈ છે, જેમાં કહેવાયું...
ચીનમાં ૭.૦નો ભૂકંપ; ૧૫૬નાં મરણ, ૫૫૦૦ જેટલા ઘાયલ
શાંઘાઈ – ચીનના નેઋત્ય ભાગમાં આવેલા સિચુઆન પ્રાંતમાં આજે શનિવારે જોરદાર ભૂકંપ થતાં ૧૫૬ માર્યા ગયા છે અને બીજાં ૫૫૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે.
રીક્ટર સ્કેલ પર આ ભૂકંપ ૭.૦ની તીવ્રતાનો નોંધાયો છે.
સિચુઆન પ્રાંતના પાટનગર ચેંગ્ડૂમાં રહેવાસીઓએ ભૂકંપને લીધે જોરદાર ધ્રૂજારીનો...
બોસ્ટન ધડાકાઓનો બીજો શકમંદ પોલીસના હાથમાં ઝડપાયો
વોટરટાઉન – બોસ્ટન ટ્વિન બોમ્બ બ્લાસ્ટ્સમાં શકમંદ જાહેર કરાયેલા ૧૯ વર્ષીય કોલેજ સ્ટુડન્ટને પોલીસે પકડી લીધો છે અને કસ્ટડીમાં પૂરી દીધો છે.
પોલીસે ભારે શોધખોળ બાદ શુક્રવારે સાંજે એને પકડ્યો હતો. એને પકડવા માટે પોલીસે બોસ્ટન શહેરને બંધ કરાવી દીધું હતું. પોલીસે એમ કહીને...
બોસ્ટન ટ્વિન બ્લાસ્ટ્સના શકમંદો સગા ભાઈ છેઃ પોલીસ
વોશિંગ્ટન – અમેરિકાના પોલીસતંત્રે તેમજ બોસ્ટન મેરેથોન બોમ્બવિસ્ફોટોના શકમંદોના કાકાએ સમર્થન આપ્યું છે કે બીજા શકમંદનું નામ તામરલાન સારનાએવ (૨૬) છે જે ૧૯ વર્ષના જોખર સારનાએવનો મોટો ભાઈ છે. પોલીસ સાથેના ગોળીબારમાં તામરલાન માર્યો ગયો છે.
આ બંને ભાઈ રશિયન છે અને ચેચેન...
MIT પોલીસ અધિકારીનો એક હત્યારો ઠાર, બીજો ફરાર
વોટરટાઉન (અમેરિકા) – મેસેચ્યૂશેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સંસ્થાના એક પોલીસ અધિકારીને ઠાર કરનાર બે શકમંદમાંના એકને પોલીસે ખતમ કર્યો છે જ્યારે બીજો ફરાર થઈ ગયો છે. ફરાર થઈ ગયેલાની પોલીસ શોધ ચલાવી રહી છે.
એક શકમંદને પોલીસે બ્લેક હેટ સાંકેતિક નામ આપ્યું છે જ્યારે...
મુશર્રફની ધરપકડ, બે દિવસનાં પોલીસ રિમાન્ડ પર મોકલાયા
ઈસ્લામાબાદ- અહીંની હાઈ કોર્ટે ભૂતપૂર્વ પ્રમુખ અને લશ્કરી વડા (નિવૃત્ત) પરવેઝ મુશર્રફની જામીન અરજી રદ કરતા ગુરૂવારે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. મુશર્રફને જામીન મળવા જોઈએ કે નહીં તે માટે કોર્ટમાં ગઈકાલે સુનાવણી ચાલી રહી હતી. જે દરમિયાન તેઓ ભાગી ગયા હતા. જો કે, મુશર્રફની...
હાઈ કોર્ટે ધરપકડનો આદેશ આપ્યા બાદ મુશર્રફ ફરાર
ઈસ્લામાબાદ- અહીંની હાઈ કોર્ટે ભૂતપૂર્વ પ્રમુખ અને લશ્કરી વડા (નિવૃત્ત) પરવેઝ મુશર્રફની જામીન અરજી રદ કરતા તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. મુશર્રફને જામીન મળવા જોઈએ કે નહીં તે માટે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
સ્થાનિક ટીવી ચેનલનું કહેવું છે કે સુનાવણી બાદ કોર્ટે મુશર્રફની...
અમેરિકામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ધડાકો; મરણાંક ૫-૧૫
વાકો (ટેક્સાસ) – વેસ્ટ ટેક્સાસ – ટેક્સાસ રાજ્યના વાકો નગરમાં એક ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં બુધવારે રાત્રે થયેલા ધડાકા અને તેને પગલે લાગેલી આગમાં પાંચથી લઈને ૧૫ જણ માર્યા ગયા છે અને બીજાં ૧૬૦ને ઈજા થઈ છે. બચાવ કામગીરી ગુરુવારે પણ ચાલુ રાખવામાં આવી છે.
બુધવારે રાત્રે લગભગ...

