Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS

obama

બોસ્ટન જતા પહેલા બરાક ઓબામાને મોકલાઈ ઝેરી ચિઠ્ઠી

વોશિંગ્ટન- અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મોકલાયેલા એક પત્રમાં ‘શંકાસ્પદ પદાર્થ’ મળી આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રમુખ ઓબામાને મોકલાયેલો શંકાસ્પદ પત્ર ખતરનાક ઝેર રાયસિનથી લેસ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીનાં પ્રવક્તાનું કહેવું છે કે, “૧૬ એપ્રિલ, ૨૦૧૩માં...
Margaret Thatcher

માર્ગારેટ થેચર ચિર નિંદ્રામાં પોઢી ગયાં

લંડન – બ્રિટનનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન માર્ગારેટ થેચરનાં આજે બુધવારે અહીં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સેન્ટ પૌલ્સ કેથેડ્રલ ખાતે હાજર રહેલી ૨૩૦૦ શોકાતુર વ્યક્તિઓ સમક્ષના સંબોધનમાં બિશપ ઓફ લંડન રિચર્ડ ચાર્ટ્રેસે કહ્યું...
US Muslims

બોસ્ટનકાંડમાં ઈસ્લામીઓના હાથની સંભાવનાથી ધ્રૂજે છે અમેરિકાના મુસ્લિમો

લોસ એન્જેલીસ – બોસ્ટન મેરેથોન વખતે થયેલા ટ્વિન બોમ્બ બ્લાસ્ટ્સની તપાસમાં શું બહાર આવે છે તેની પર અમેરિકાના મુસ્લિમોની નજર છે, કારણ કે એમને ડર છે કે જો આ વખતના હુમલામાં ઈસ્લામીઓની કોઈ લિન્કનો ઘટસ્ફોટ થશે તો ૯/૧૧ હુમલાઓ બાદ થયો હતો એવો તેમના સામે ઉગ્ર વિરોધ થશે. ગયા સોમવારે...
John Kerry

ધરતીકંપ પીડિતોની મદદ કરવા અમેરિકા તૈયાર

વોશિંગ્ટન- ઈરાન અને પાકિસ્તાનમાં ધરતીકંપનાં પીડિતો પ્રત્યે સાહનુભૂતિ દાખવતા અમેરિકાનાં વિદેશ પ્રધાન જૉન કેરીએ કહ્યું કે, મુસીબતનાં સમયમાં અમેરિકા તેમની મદદ કરવા તૈયાર છે. કેરીએ એક નિવેદનમાં કહ્યું કે, “દક્ષિણ પૂર્વ ઈરાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે ધરતીકંપમાં...
Pakistani Taliban deny role in Boston bombings

બોસ્ટન વિસ્ફોટોમાં હાથ હોવાનો પાકિસ્તાન તાલીબાનનો ઈનકાર

પેશાવર – સોમવારે બોસ્ટન મેરેથોનમાં ત્રણ જણનો ભોગ લેનાર અને ૧૪૦થી વધારે લોકોને ઘાયલ કરનાર બોમ્બ ધડાકાઓમાં પોતાનો હાથ હોવાનો પાકિસ્તાન તાલીબાને ઈનકાર કર્યો છે. ગ્રુપના પ્રવક્તા એહસાનુલ્લાહ એહસાને એપી સમાચાર સંસ્થાને આજે મંગળવારે ટેલિફોન કરીને કહ્યું કે આ ધડાકાઓમાં...
explosions in Boston

અમેરિકાના બોસ્ટનમાં બે બોમ્બબ્લાસ્ટ, ત્રણનાં મરણ

બોસ્ટન – અમેરિકામાં આતંકવાદે ફરી માથું ઉંચક્યું છે. સોમવારે સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે મેસેચ્યૂશેટ્સના બોસ્ટન શહેરમાં લોકો વાર્ષિક મેરેથોન રેસમાં ભાગ લેવાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અમુક સેકંડના ગાળામાં બે બોમ્બવિસ્ફોટ થયા હતા જેમાં આઠ વર્ષના...
President Obama

બોસ્ટનમાં હુમલામાં સામેલ કાવતરાખોરોને માફ નહીં કરાય: ઓબામા

બોસ્ટન- અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મેસેચ્યૂશેટ્સનાં બોસ્ટન શહેરમાં વાર્ષિક બોસ્ટન મેરેથોન દરમિયાન થયેલા હુમલા અંગે કહ્યું છે કે, કાવતરાખોરોને બક્ષવામાં નહીં આવે. ઓબામાએ વિસ્ફોટની ઘટનાને ‘વિવેકહીન’ ગણાવતા સ્પષ્ટ કહ્યું કે ઘટનામાં સામેલ કાવતરાખોરોને સજા જરૂર...
President Pranab Mukherjee

પ્રણવ મુખરજીએ બોસ્ટનમાં થયેલા હુમલાની નિંદા કરી

ઈમ્ફાલ- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અમેરિકાનાં બોસ્ટનમાં થયેલા વિસ્ફોટોની નિંદા કરતા કહ્યું છે કે, વિશ્વને આતંકવાદી હુમલાથી છુટકારો મેળવવા એક થવું જોઈએ. રાષ્ટ્રપતિએ વિસ્ફોટનાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી કે, દોષિતોને સજા જરૂર મળશે, તેમણે દુનિયાનાં...
Nicolás Maduro

વેનેઝુએલાના નવા પ્રમુખ સત્ય સાઈબાબાના ભક્ત છે

કેરેકાસ – વેનેઝુએલામાં પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલા નિકોલસ મડુરો સત્ય સાઈ બાબાના પરમ ભક્ત છે. એમણે કેરેકાસમાં પોતાની ઓફિસમાં પણ એમના દિવંગત આધ્યાત્મિક ગુરુની વિશાળ છબી મૂકી છે. મડુરો ભૂતપૂર્વ બસ ડ્રાઈવર, ટ્રેડ યુનિયન લીડર અને બોડીગાર્ડ છે. તેમણે ૨૦૦૫માં...
JOHN KERRY

અમેરિકા ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવા તૈયાર

ટોકિયો- અમેરિકાનાં વિદેશ પ્રધાન જૉન કેરીએ જાપાનની રાજધાની ટોકિયોમાં કહ્યું છે કે, તેમનો દેશ અમેરિકા ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ પ્યોંગયાંગને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનાં સન્માન માટે સાર્થક પગલા ભરવા પડશે. કેરીએ કહ્યું, “અમેરિકા પરમાણુ નિરસ્ત્રીકરણ...