Archive: MUMBAI news Subscribe to MUMBAI news

shivsena

શિવસેનાએ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણની ફાંસીની માગ કરી

મુંબઈ- શિવસેનાએ પણ અસાદુદ્દીન ઓવૈસીના નિવેદનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હવે રાજીવ ગાંધી અને બેઅંત સિંહના દોષિતોને અને અન્ય આતંકવાદીઓને પણ ફાંસી પર લટકાવવા જોઈએ. જો કે, બીજી બાજુ શિવસેનાએ ઓવૈસીની નિંદા પણ કરી હતી. શિવસેનાએ પોતાના મુખપત્રમાં જણાવ્યું હતું કે કોઈ...
1993 Bombay bombings

યાકુબને મુંબઈના એ ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ માટે ફાંસી અપાઈ

મુંબઈ – ૧૯૯૩ની ૧૨ માર્ચનો એ દિવસ મુંબઈ અને આખા દેશને હચમચાવી ગયો હતો. બપોરે ૧.૩૦ વાગ્યાથી લઈને ૩.૪૦ વાગ્યા સુધીમાં શહેરમાં થોડા-થોડા સમયે ભયાનક ૧૩ બોમ્બ ધડાકા થયા હતા. મોટા ભાગના ધડાકા કાર બોમ્બના હતા, પણ અમુક સ્કૂટર બોમ્બ પણ હતા. તે ધડાકાઓમાં બિનસત્તાવાર રીતે ૩૧૭ જણ માર્યા...
Thane

મુંબઈના થાણેમાં બિલ્ડિંગ પડતાં 5ના મૃત્યુ, ઘણી વ્યક્તિ દબાઈ

થાણે- મુંબઈમાં થાણે જિલ્લામાં ઠાકુરલીમાં ગઈ રાત્રે ચાર માળની ઈમારત તૂટી પડી હતી. આ ઘટનામાં હજુ સુધી પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને દસથી પણ વધુ લોકો ઘાયલ છે. ઘણા લોકો ઈમારતના કાટમાળમાં દબાયેલા હોવાની સંભાવના છે. સૂચના મળતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈમારતના...
Rakesh Maria

રાકેશ મારિયા ત્રાસવાદીઓના હિટ લિસ્ટ પર

મુંબઈ – શહેરના પોલીસ કમિશનર રાકેશ મારિયા ત્રાસવાદીઓના હિટ લિસ્ટ પર હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી છે. એવું કહેવાય છે કે ત્રાસવાદીઓએ મારિયાને ખતમ કરવા માટે ત્રણ વાર પ્રયત્ન કર્યો હતો. દહેશતવાદીઓ ટિકિટ વગર ટ્રેનોમાં પ્રવાસ કરતા હોવાની માહિતી પણ આ અધિકારીએ આપી...
Salman Khan, Yakub Memon

યાકુબને ફાંસીનો વિરોધઃ પિતાની ‘કિક’ બાદ સલમાને બિનશરતી માફી માગી

મુંબઈ - ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના અપરાધી યાકુબ મેમણની ફાંસીની સજાની વિરુદ્ધમાં પોતે ગઈ કાલે રાતે કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટ્સને લીધે વિવાદનો વંટોળ ફૂંકાયા બાદ એક્ટર સલમાન ખાને પોતાની ટ્વીટ આજે પાછી ખેંચી લીધી છે અને બિનશરતી માફી પણ માગી છે. સલમાને અગાઉ...
Uddhav

બીજેપીએ લોકોની આશા પૂરી કરવા પર ધ્યાન આપવું જોઈએ: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ- શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર ‘સામના’માં કહ્યું કે આપણે સારા દિવસો લાવવાની જરૂર છે. ખેડૂતોને કરમુક્તિ આપવી પડશે. એનડીએમાં શિવસેનાનું મહત્ત્વ વધારવું પડશે. ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને સલાહ આપતાં જણાવ્યું કે કેટલીક વૃત્તિ અને પ્રવૃત્તિઓને દૂર કરવી...
Yakub Memon's execution

યાકૂબને ફાંસીની તૈયારીઃ મુંબઈ પોલીસ એકદમ સજ્જ

મુંબઈ – ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બ્લાસ્ટ્સ કેસના અપરાધી યાકૂબ મેમણને આવતી ૩૦ જુલાઈએ ફાંસી આપી દેવાયા બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં કોઈ ગડબડ ઊભી થવાની શક્યતાનો સામનો કરવા માટે મુંબઈ પોલીસ સજ્જ થઈ ગઈ છે. મેમણને ૩૦ જુલાઈના ગુરુવારે નાગપુરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં...
local

મુંબઈમાં ભારે વરસાદે જનજીવન સ્થગિત કરી નાખ્યું

મુંબઈ- સોમવા રાતથી શરૂ થયેલા અને આજે સવારે પણ જોરદાર ચાલુ રહેલા વરસાદે મુંબઈમાં સામાન્ય જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. પરિણામે મુંબઈગરાં મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે સેન્ટ્રલ અને વેસ્ટર્ન એમ બંને વિભાગની લોકલ ટ્રેન સેવા તેમજ લાંબા અંતરની...
Mumbai Mayor Snehal Ambekar

મુંબઈના મહિલા મેયરે પીએમ મોદીને હિટલર કહ્યા

મુંબઈ – શહેરના મહિલા મેયર અને શિવસેનાના નેતા સ્નેહલ આંબેકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના હિટલર સાથે કરી છે અને કહ્યું છે કે બંને જણ સરખા જ છે. અંગ્રેજી દૈનિક આફ્ટરનૂન ડિસ્પેચ એન્ડ કુરિયરને આપેલી મુલાકાતમાં ૪૩ વર્ષીય આંબેકરે કહ્યું કે હું નરેન્દ્ર મોદીની આત્મ-નિર્ભર...
jawan

મહારાષ્ટ્રમાં સેનાના જવાનને એની જ બંદૂકથી ગોળી મારી, જવાનનું મૃત્યુ

મુંબઈ- મહારાષ્ટ્રના ભુસાવળમાં સેનાનના એક જવાનની હત્યા કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, રવિવાર રાત્રે બે યુવકોએ સેનાના જવાનની એના જ હથિયારથી ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના જલગાંવ જિલ્લાના ભુસાવળ સ્થિત બાજારપેઠ વિસ્તારની છે. સેનાના જવાન અને આરોપી યુવકોએ યુવકો વચ્ચે...