Chitralekha » MUMBAI

મુંબઈમાં ગગનચૂંબી ઈમારતોને ચાર્જ કરાશે ‘ફાયર સર્વિસ ફી’
મુંબઈ – બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ શહેરના રહેવાસીઓ પાસેથી ૨૦૦૮ના ડિસેંબરથી લાગુ થાય એ રીતે ‘ફાયર સર્વિસ ફી’ ઉઘરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ ફી એવા મકાનો પાસેથી વસુલ કરવામાં આવશે જે ૨૦૦૮માં કે તે પછી બંધાયા હોય.

વસૂલ કરાયેલી ફીની કુલ રકમ ઉપર ૩ ટકાની એડિશનલ ફી પણ ચાર્જ કરવામાં આવશે. બીએમસી જનરલ એસેસમેન્ટ ટેક્સના ભાગરૂપે ચાર ટકા ફાયર ટેક્સ તો ઉઘરાવે જ છે. આ જોગવાઈ છેક ૧૯૩૬થી લાગુ છે.

મહાપાલિકાની સ્થાયી સમિતિમાં આ પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ છે.

મુંબઈમાં ગગનચૂંબી ઈમારતોની સંખ્યા સતત વધી રહી હોવાથી ફાયર બ્રિગેડ વિભાગ માટે કામગીરી ચેલેન્જિંગ બની રહી છે. ફાયર બ્રિગેડને વધારે ફંડની જરૂર છે જેનો ઉપયોગ એ તેની સાધનસામગ્રીને અપગ્રેડ કરવા માટે કરી શકે.

દેવામાં ડૂબેલા વિદર્ભના 114 ખેડૂતોને અમિતાભે 30 લાખ રૂપિયાની સહાય કરી
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના દેવામાં ડૂબેલા ખેડુતોને મદદરૂપ થવા માટે વર્ધાની એક સ્થાનિક ક્લબે અમિતાભ બચ્ચન વતી 114 ખેડૂતોને કુલ 30 લાખ રૂપિયાના ચેક્સ આપ્યા હતા.

સ્થાનિક સંસદસભ્ય દત્તા મેઘેએ આ ચેક્સ ખેડૂતોને 13મી મેએ આપ્યા હતા. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ વર્ધા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેન્કે લોન આપી હતી.

અમિતાભ બચ્ચનની આ પહેલની વિદર્ભ જન આંદોલન સમિતિએ પ્રસંશા કરી હતી.

શિવસેનાના વડા બાળ ઠાકરેની તબિયત હવે સુધારા પર છે
શિવસેનાના વડા બાળ ઠાકરેની તબિયત કથળી જતાં શનિવારે એમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે એમની તબિયત સ્થિર હોવાનું મનાય છે.

બાળ ઠાકરેની તબિયત પર દેખરેખ રાખી રહેલા ડો. જલીલ પારકરે કહ્યું હતું કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પુમોનરી ડિસઓર્ડર (સીઓપીડી) માટે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત સારી છે અને કોઇ કોમ્પ્લીકેશન્સ નથી.

વેક્સિન અને પલ્સ પોલિયો લીધા બાદ દહીસરની ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું
દહીસરના એક હેલ્થ સેન્ટરમાં હેપેટાઇટસ બી અને ડીપીડી (ડિપ્થેરિયા પર્ટુસિસ એન્ડ ટિટેનસ) વેક્સીનની સાથે ઓરલ પોલ્સ પોલિયોના ડ્રોપ્સ લીધા બાદ ત્રણ મહીનાની એક બાળકીનું અવસાન થયું હતું.

મેઘા દેવકરીના પરિવારે ગુરુવારે દહીસર પોલીસ સ્ટેશનમાં સંબંધીત હેલ્થ સેન્ટર સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સેન્ટરના ઇન ચાર્જ ડો. કિશોર હુરગોલીએ કહ્યું હતું કે બાળકીનું અવસાન બીજા કોઇ કારણોસર પણ થયું હોઇ શકે છે.

પોલીસે કહ્યું હતું કે સેન્ટરમાં આઠ બાળકીઓને વેક્સીન આપવામાં આવી હતી, જેમાંની ફક્ત મેઘાના શરીરમાં જ કોમ્પ્લીકેશન્સ પેદા થયા હતા. મેઘાના પિતા રમેશે પોલીસને કહ્યું હતું કે અમે હેલ્થ સેન્ટરથી પાછા ફર્યા કે તરત એને સખત તાવ ચડ્યો હતો. બોમ્બે હોસ્પિટલ સાથે સંકળાયેલા એક નિષ્ણાત ડોક્ટરે કહ્યું હતું કે ડીટીપી વેક્સિનની કેટલીક સાઇડ ઇફેક્ટસ હોય છે, પરંતુ બહુ ઓછા કેસમાં બાળકોના શરીરમાં આવા ચિહ્નો જણાતા હોય છે.

‘બાળકી બચાવો’ ઝુંબેશ માટે મહારાષ્ટ્રે આમિરની મદદ માગી
મુંબઈ – મહારાષ્ટ્રમાં લિંગ ચકાસણીની ટેક્નિકને લગતા પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટનો ભંગ કરવા બદલ ૨૭ ડોક્ટરોને કસુરવાર ઠેરવવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે લિંગ ભેદ તથા કન્યાભ્રૂણ હત્યા સામેની તેની ઝુંબેશમાં બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો ટેકો માગ્યો છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીએ આમિર ખાનને પત્ર લખ્યો છે જેમાં તેમણે આ ઝુંબેશ અંગે સરકારે હાથ ધરેલા પગલાંની છણાવટ કરી છે. ઉપરાંત ટીવી શૉ સત્યમેવ જયતેમાં સ્ત્રીભ્રૂણ હત્યાના દૂષણનો મુદ્દો ઉઠાવવા બદલ તેને અભિનંદન પણ આપ્યા છે.

સત્યમેવ જયતેમાં આ દૂષણ સામે અવાજ ઉઠાવ્યા બાદ તેને દેશભરમાં સમાજના તમામ વર્ગના લોકો તરફથી આવકાર મળ્યો છે.

શેટ્ટીએ તેમના પત્રમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉક્ત કાયદાનો ભંગ કરવાના ૨૫ કેસોમાં ૨૭ ડોક્ટરો, ચાર પરિવારના સભ્યોને કસુરવાર ઠેરવવામાં આવ્યા છે અને તેમને દંડ ફટકારી જેલની સજા પણ કરાઈ છે. ચાર ડોક્ટરને સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાંથી ગેરમાન્ય કરવામાં આવ્યા છે જ્યારે ૪૦ ડોક્ટરો સામે આ કાયદા હેઠળ આરોપ ઘડવામાં આવ્યા બાદ તેમનું રજિસ્ટ્રેશન રદ કરવાની કાઉન્સિલને રજૂઆત કરવામાં આવી છે.

મુંબઇના વરલી- હાજી અલી સી લીન્ક રોડ પ્રોજેક્ટ વિશે એક સમિતિ તપાસ કરશે
વરલી-હાજી અલી સી લીન્ક રોડ માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનો કોન્ટ્રેક્ટ રદ કરવા વિશે મહારાષ્ટ્ર સરકારે હજુ સુધી કોઇ નિર્ણય નથી લીધો, પણ આ પ્રોજેક્ટનું ભાવિ એક કમિટિ પોતાનો અહેવાલ રજૂ કરે એ પછી નક્કી થશે એમ જાહેર બાંધકામ ખાતાંના પ્રધાન જયદત્ત ક્ષિરસાગરે જણાવ્યું હતું.

સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી. પી. સિંહની આગેવાની હેઠળની કમિટિ આ માટે નીમી છે, જે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રશ્નો વિશે તપાસ કરશે.

જો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ નક્કર સ્વરૂપ ધારણ કરે તો વધુ લોકો સી લીન્કનો ઉપયોગ નહીં કરે એવી ધારણા સાથે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ પ્રોજેક્ટમાં આગળ વધવામાં રસ નથી એવું કહેવાય છે.

દુકાળ સહાય માટેની મહારાષ્ટ્રની માંગણી વિશે ટૂંક સમયમાં નિર્ણયઃ શરદ પવાર
કેન્દ્રના કૃષિખાતાંના પ્રધાન શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે દુકાળને લગતી જે સહાય માંગી છે એ વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

શરદ પવારે એક સમારંભમાં  કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે સહાયને લગતો રિપોર્ટ રજૂ કર્યો એને પગલે કેન્દ્રની એક ટીમે રાજ્યની મુલાકાત લીધી છે. કેન્દ્રના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ, નાણાં પ્રધાન પ્રણવ મુખરજી, પ્લાનિંગ કમિશનના ડેપ્યુટિ  ચેરમેન મોન્ટેક સિંહ આહલુવાલિયા અને મારી બનેલી એક હાઇ પાવર કમિટિએ રાજ્ય સરકારનો રિપોર્ટ તપાસ્યો છે અને એ વિસે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

બાળ ઠાકરે આમીર ખાન પર વારી ગયા, અન્ય ખાનોની ટીકા કરી
શિવસેનાના વડા બાળ ઠાકરેએ આમીર ખાનના ટીવી શો સત્યમેવ જયતેના વખાણ કર્યા હતા, પરંતુ એની સરખામણી અન્ય ખાનોની સાથે કરીને એમની ટીકા પણ કરી હતી.

બાળ ઠાકરેએ સત્યમેવ જયતે શોના વખાણ કરતાં પોતાના અખબાર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે આમીરની ફિલ્મો અને કાર્યક્રમમાં હંમેશાં દેશપ્રેમ હોય છે અને એ યુવાનોને પ્રેરણા આપે એવી હોય છે.

આ શો કર્ણાટકમાં દર્શાવવા પર પ્રતિબંધ છે એની ટીકા કરતાં બાળ ઠાકરેએ લખ્યું છે કે કર્ણાટક સરકારે આ શો દર્શાવવાની પરવાનગી આપવી જોઇએ.

કોર્ટે બિધાન બરુઆને જાતીય પરિવર્તન માટે મંજૂરી આપી
મુંબઈ – કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને તેના જીવનને લગતા નિર્ણયો લેતા અટકાવે એવો કોઈ કાયદો મોજૂદ નથી એવું અનુમાન વ્યક્ત કરીને મુંબઈ હાઈ કોર્ટે ગુવાહાટીના યુવક બિધાન બરુઆને સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવાની સોમવારે મંજૂરી આપી છે.

કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, બંનેને આ સર્જરી સામે વાંધો નથી.

ન્યાયમૂર્તિઓ એસ.જે. વજીફદાર અને એ.આર. જોશીની વિભાગીય બેન્ચે કહ્યું છે કે આવી મનાઈ ફરમાવતો કોઈ કાયદો મોજૂદ નથી. અરજદાર (બિધાન) ૨૧ વર્ષનો છે, અને પુખ્ત વયનો છે તેથી તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે.

કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા એડવોકેટ અદ્વિત સેઠના તથા અને રાજ્ય સરકાર વતી હાજર રહેલા મધુ કજાલેએ કોર્ટને કહ્યું કે આ સર્જરી સામે તેઓને કોઈ વાંધો નથી.

બિધાનનો દાવો છે કે મારો દેહ પુરુષનો છે, પરંતુ મૂળ સ્વરૂપ સ્ત્રીનું છે.

તે સેક્સ ચેન્જ ઓપરેશન કરાવે તે સામે તેના માતા-પિતાએ વિરોધ કર્યો છે. માતા-પિતાને વિરોધ કરતા રોકવા માટે બિધાન કોર્ટના આશરે આવ્યો છે.

હાઈકોર્ટે જોન અબ્રાહમ સામેની જેલની સજા માન્ય રાખીને પ્રોબેશન પર છોડ્યો
મુંબઈ – બેફામ અને બેદરકારીથી વાહન હંકારવા તેમજ બે જણને ઈજા પહોંચાડવાની ૨૦૦૬માં બનેલી ઘટનામાં બોલીવૂડ એક્ટર જોન અબ્રાહમને ફટકારવામાં આવેલી ૧૫-દિવસની જેલની સજાને મુંબઈ હાઈ કોર્ટે સોમવારે માન્ય રાખી છે, પણ થોડુંક હળવું વલણ અપનાવીને કોર્ટે તેને પ્રોબેશન (ટ્રાયલ) પર છોડ્યો છે. કોર્ટના આ નિર્ણયને લીધે જોનને જેલમાં રહેવું નહીં પડે. તે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ પ્રોબેશન હેઠળ રહેશે.

ન્યાયમૂર્તિ આર.સી. ચવાણે પોતાના ચુકાદામાં કહ્યું કે, વાહન પોતાના અંકુશમાં રહે એની કાળજી લેવાની ડ્રાઈવરની જવાબદારી હોય છે જેથી આ પ્રકારના અકસ્માતો ન થાય. તેથી નીચલી કોર્ટે કરેલી સજા ખોટી છે એવું કહી ન શકાય. તે છતાં અપરાધીના ભૂતકાળને ધ્યાનમાં લેતા તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયો નથી જેથી તેને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ રાહત આપી શકાય. તેને આ કાયદાનો લાભ આપી શકાય એમ છે અને રૂ. ૧૦,૦૦૦ની રકમના બોન્ડ સુપરત કરવા પર તેને પ્રોબેશન પર છોડી શકાય છે.

કોર્ટે જોનને એવો હૂકમ પણ કર્યો છે કે તેણે બંને ઈજાગ્રસ્તને રૂ. ૧0-૧૦ હજાર વળતર તરીકે ચૂકવવા.

બંને ઈજાગ્રસ્ત તથા એમના પરિવારોએ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે કે જોન સાથે તેમણે કોર્ટ બહાર સમાધાન કરી લીધું હોવાથી તેની સામેની સજા રદ કરાય એની સામે તેઓને વાંધો નથી.

તે છતાં કોર્ટે કહ્યું કે સેશન્સ કોર્ટે કાર્યવાહી પૂરી કરી દીધી હોવાથી અને અપરાધને મંજૂર રાખ્યા બાદ બંને પક્ષકાર વચ્ચે કોર્ટ બહાર સમાધાન થયું છે તેથી આ કેસને રદ કરી શકાય નહીં.

જોને આ અઠવાડિયાના અંત સુધીમાં વળતર ચૂકવી દેવું પડશે.

૨૦૦૬ની ૭ એપ્રિલે મુંબઈના ખાર ઉપનગરના એક રસ્તા પર જોનની મોટરબાઈક રસ્તા પરથી સરકી ગઈ હતી અને બે જણને પટકી દીધા હતા. જોન ત્યારબાદ શ્યામ કાસ્બે અને તન્મય માઝી નામના તે બે જણને હોસ્પિટલમાં લઈ ગયો હતો. બંનેને બાદમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગયા વર્ષના ઓક્ટોબરમાં જોનને સેશન્સ કોર્ટે ૧૫-દિવસની જેલની સજા ફટકારી હતી. તેની સામે જોને હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.

મુંબઇમાં બદલાતા હવામાનને લીધે બિમારીનું પ્રમાણ વધ્યું
મુંબઇમાં સતત બદલાતા રહેતા વાતાવરણને લીધે લોકો બિમાર પડી રહ્યા છે અને દવાખાનામાં ભીડ વધી રહી છે.

એક જાણીતા ડોક્ટરે કહ્યું હતું કે બપોરના સમયે આકરો તડકો અને સાંજના સમયે ઠંડક રહેવાને કારણે સ્નાયુ ખેંચાવા અને લો બ્લડ પ્રેશર જેવી તકલીફો વધી રહી છે. આ ઉપરાંત ભેજવાળા વાતારવણરને લીધે ગળાંમાં સોજો આવવો અને પાચનને લગતી તકલીફો પણ લોકો અનુભવી રહ્યા છે.

દિવસના ભાગમાં વધુ પડતો પરસેવો થવાને લીધે શરીરની અંદરના ઇલેક્ટ્રોલાઇટ્સની સમતુલા ખોરવાઇ જાય છે.

વર્સોવા-અંધેરી-ઘાટકોપર લાઇન પર મેટ્રોની પહેલી ટ્રેન માર્ચ, 2013માં દોડશે
મુંબઇની પહેલી મેટ્રો રેલવે ટ્રેન માર્ચ, 2013માં દોડશે એવી પૂરી શક્યતા છે. અલબત્ત, મૂળ ડેડલાઇન કરતાં એ એક વર્ષ મોડી દોડશે.

પહેલી મેટ્રો વર્સોવા- અંધેરી- ઘાટકોપર વચ્ચેની 11.40 કીલોમીટરની લાઇન હશે અને એમાં 12 સ્ટેશનો હશે.

એમએમઆરડીએના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ લાઇનનું મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું છે અને આ વર્ષના નવેમ્બર- ડિસેમ્બરમાં એ પૂરું થઇ જશે. ટ્રાયલ રન પણ  આ વર્ષે જ યોજાશે. અલબત્ત, ટ્રાયલ માટેની કોઇ તારીખ હજુ નક્કી કરવામાં નથી આવી. મેટ્રો માટેની 16 ટ્રેનો ડિસેમ્બર સુધીમાં આવી પહોચશે.

મુંબઇના ઉદ્યોગપતિએ લંડનમાં ગાંધીજીના સ્મૃતિ અવશેષો ખરીદ્યા
મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કમલ મોરારકાએ લંડનમાં તાજેતરમાં યોજાયેલા ઓક્શનમાં મહાત્મા ગાંધીની 29 ચીજો ખરીદી હતી.

આ ચીજ વસ્તુઓ તેઓ થોડા જ સમયમાં ભારત પાછી લઇ આવશે. તેમણે આ વિશે કટાક્ષમાં કહ્યું હતું કે એના પર કસ્ટમ્સ ડ્યુટિ લાગશે કે નહીં એની મને ખબર નથી. કમલ મોરારકાએ એમ પણ કહ્યું હતું કે આ ચીજો ખરીદવા માટે મેં 80 થી 90 લાખ ખર્ચ્યા છે. સરકાર પણ આટલી રકમ ખર્ચીને એ ચીજો ભારત પાછી લાવી શકી હોત.

મ્હાડા ફરીવાર લોટરી દ્વારા સસ્તાં ભાવના ફ્લેટ્સ વેચશેઃ 31મી મેએ ડ્રો યોજાશે
મહારાષ્ટ્ર હાઉિસંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) ફરી એક વાર મુંબઇ તથા મીરા રોડમાં સસ્તા ભાવના મકાનો વેચવા લોટરી કાઢશે. મુંબઇમાં પવઇ, કુર્લા, સાયન, કોલીવાડા, ચારકોપ અને માલવણીમાં ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે, જ્યારે મીરા રોડમાં ફક્ત લો ઇન્કમ ગૃપ માટે 1,726 ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે.

લોટરીનો ડ્રો 31મી મેના રોજ યોજાશે અને ફોર્મ્સ 3જી મેથી 19મી મે સુધી ઉપલબ્ધ થશે. મ્હાડાના ફ્લેટ્સ માટેના ફોર્મ્સ 21મી મે સુધી ઓન લાઇન ભરી શકાશે.

મુંબઇમાં જે ફ્લેટ્સ ઉપલબ્ધ કરાશે એમાંના 234 મિડલ ઇન્કમ ગૃપ માટેના (માસિક આવક 20,000 થી 40,000 રૂપિયા) અને 172 ફ્લેટ્સ હાયર ઇન્કમ ગૃપ માટે (માસિક આવક 40,000 કે એથી વધુ) માટે હશે.

બોરીવલીમાં પરિણીતા પર સામુહિક બળાત્કાર, બે બદમાશની ધરપકડ
મુંબઈ – અહીંના બોરીવલી (વેસ્ટ) વિસ્તારમાં ત્રણ શખ્સે એક માણસને ચાકુ બતાવીને મારી નાખવાની ધમકી આપીને તેની હાજરીમાં તેની પત્ની પર સામુહિક બળાત્કાર ગૂજાર્યો હતો. પોલીસે ફરિયાદ બાદ ત્રણમાંના બે આરોપી હરીશ ઉર્ફે જિતુ નગીન (૨૫) અને સન્ની સિંહ (૨૩)ની ધરપકડ કરી છે. ત્રીજો ફરાર છે.

પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને જજે બંનેને ૪ મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની પરવાનગી આપી છે.

પીડિતા તેનાં પતિ સાથે ગણપતપાટીલ નગરમાં રહે છે. આરોપીઓ તેમની નજીકમાં જ રહે છે અને તેને ઓળખે પણ છે.

ગયા સોમવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ત્રણેય જણ પીડિતાનાં ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે સ્ત્રીનાં પતિની મારપીટ કરી હતી અને સ્ત્રીએ મદદ માટે બૂમાબૂમ કરી તો બદમાશોએ તેનાં પતિને મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી આરોપીઓએ પતિને બાંધી દઈને વારાફરતી સ્ત્રી પર બળાત્કાર કર્યો હતો.

ફરિયાદ થયા બાદ પોલીસે ત્રણમાંના બે આરોપીને તેઓ જ્યાં છૂપાયા હતા ત્યાંથી પકડી પાડ્યા હતા. તેમાંના એક જણનું નામ પોલીસના ચોપડે નોંધાયેલું જ છે.

સ્ત્રીએ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા. તે અને તેનો પતિ બે વર્ષથી બોરીવલીમાં રહે છે. તેમને કોઈ સંતાન નથી.

સ્ત્રીની ફરિયાદ છે કે આરોપીઓ અવારનવાર ગંદી કમેન્ટ્સ કરીને તેની સતામણી કરતા હતા.

આખરે આમીર ખાન એવોર્ડ ફંક્શનમાં હાજર રહેવા સંમત
ફિલ્મોના એવોર્ડ ફંક્શનોથી હંમેશાં દૂર રહેતા આમીર ખાને આખરે એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહેવાની સહમતી આપી છે, પરંતુ એનો એવોર્ડ સ્વીકારવાનો એણે ઇનકાર કર્યો છે.

3જી મેના રોજ જુહુની હોટલ તુલિપ સ્ટારમાં યોજાનારા દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ્સમાં આમીર હાજર રહેશે. આ ફંક્શનમાં બોલીવૂડની કેટલીક મોટી હસ્તીઓનું સન્માન કરવામાં આવનાર છે.

આ સમારંભમાં અમિતાભ બચ્ચનને ફાળકે રત્નનો અને વિનોદ ખન્નાને લેજેન્ડરી એક્ટર ટ્રોફી એનાયત કરવામાં આવશે.

અબુ આઝમીને બે વર્ષની જેલની સજા
મુંબઈ – ૧૨ વર્ષ અગાઉ કોમી હિંસાને ભડકાવતા ભાષણો કથિતપણે કરવા બદલ અહીંની એક કોર્ટે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીને દોષી જાહેર કર્યા છે અને બે વર્ષની જેલની સજા ફટકારી છે.

મઝગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે આઝમી તથા અન્ય ચાર જણને ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ કસુરવાર જાહેર કર્યા છે અને તમામને બબ્બે વર્ષની જેલની સજા કરી છે. કોર્ટે આ તમામ આરોપીઓને રૂ. ૧૧-૧૧ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

કોર્ટે તેમ છતાં સજા સસ્પેન્ડ રાખી છે જેથી તેઓ સેશન્સ કોર્ટમાં અપીલમાં જઈ શકે.

આ કેસ ૨૦૦૦ની સાલનો છે જ્યારે આઝમીએ દક્ષિણ મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં શિવસેનાના વડા બાલ ઠાકરે અને શિવસેનાના ભૂતપૂર્વ અને હાલ કોંગ્રેસના નેતા નારાયણ રાણે વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા.

આદર્શ કૌભાન્ડમાં અશોક ચવાણ સહિતના 14 સામે કેસ નોંધાયો
વિવાદાસ્પદ આદર્શ બિલ્ડીંગને લગતા કૌભાન્ડમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ તથા અન્ય 13 સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)એ ચવાણ સહિતની 14 વ્યક્તિઓ સામે નાણાંનાં કાળાંધોળાં કરવાનો કેસ નોંધ્યો છે. આદર્શ કૌભાન્ડને પગલે જ અશોક ચવાણને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

સચીનને રાજ્યસભાનું સભ્યપદ કોંગ્રેસની ગંદી રમતઃ ઠાકરે
મુંબઈ – સચીન તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેટ કરાયો તે અંગે પોતાની કમેન્ટ્સમાં શિવસેનાના વડા બાલ ઠાકરેએ કહ્યું છે કે કોંગ્રેસની આ અત્યંત ગંદી રમત છે.

રાયપુરસ્થિત મેગેઝિન ‘કાર્ટૂન વોચ’ દ્વારા ઠાકરેને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે માટે રવિવારે અહીં એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકરેએ તે દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સચીન તેંડુલકરને રાજ્ય સભામાં નિયુક્ત કરાયો તે કોંગ્રેસની ખરેખર સૌથી ગંદી રમત છે.

ઠાકરેએ શિવસેના પાર્ટીની સ્થાપના કરી તે પહેલા એક કાર્ટૂન મેગેઝિન ચલાવતા હતા.

ઠાકરેએ તેમની પાર્ટીના મુખપત્ર સામના અખબારના તંત્રીલેખમાં લખ્યું છે કે, સચીનને સંસદના ઉપલા ગૃહમાં નોમિનેટ કરવા પાછળ કોંગ્રેસનો ચોક્કસપણે કોઈક મલીન ઈરાદો છે. સચીનના કરોડો ચાહકો તે ‘ભારત રત્ન સચીન તેંડુલકર’ તરીકે ઓળખાય એવું ઈચ્છતા હતા, પણ હવે તે માત્ર સચીન તેંડુલકર, સંસદસભ્ય જ રહેશે.

રાજ ઠાકરેની નીતિઓ સાથે અમે સહમત નથીઃ પ્રશાંત ભુષણ
અણ્ણા હઝારેના નજીકના સાથી પ્રશાંત ભુષણે કહ્યું છે કે અમારું ગૃહ રાજ ઠાકરેના રાજકારણ સાથે સહમત નથી.

પ્રશાંત ભુષણે પત્રકારોને કહ્યું કે રાજ ઠાકરેની રીતભાત (ઉત્તર ભારતીયોનો વિરોધ કરવો)ને અમે ટેકો નથી આપતા.

મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં ઉમેદવારો માટે પરીક્ષા યોજવા જેવી રાજ ઠાકરેની પહેલની અગાઉ અણ્ણા હઝારેએ પ્રશંશા કરી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અણ્ણા હઝારેએ આવી કોઇ કમેન્ટ્સ કરી હોવાનું મારી જાણમાં નથી.

વધુ કલેક્શન આપતા વિસ્તારોમાં પાવર કટ ઘટાડવામાં આવશે
રાજ્ય સરકાર હસ્તકની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (મહા વિતરણ)એ બીજી મેથી પાવર કટ માટેના ધોરણો બદલવાનું નક્કી કર્યું છે અને એ અનુસાર હવે જે વિસ્તારમાં કલેક્શન વધુ થતું હોય ત્યાં પાવર કટ ઓછા રહેશે.

જે વિસ્તારમાં કલેક્શન ઊંચુ હોય અને કમર્સિયલ લોસીસ ઓછા હોય ત્યાના ગ્રાહકોને ઓછી તકલીફ પડે એવી મહા વિતરણની યોજના છે. એ. બી. અને સી કેટેગરી ગૃપ્સને લોડ શેડીંગમાંથી મુક્ત કરવામાં આવી ચુક્યા છે.

સિટી બેન્કે બીકેસીમાં 950 કરોડમાં 3 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ખરીદી
મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 12 માળના એક મકાનના છ માળમાં પથરાયેલી ત્રણ લાખ સ્કવેર ફૂટની જગ્યા ખરીદવા માટે સિટી બેન્કે 950 કરોડ રૂપિયા ચુકવ્યા છે. કમર્સિયલ સ્પેસ થયેલો આ દેશનો સૌથી મોટો સોદો હોવાનું મનાય છે.

પુરેન્દુ ચેટરજીએ પ્રમોટ કરેલી ટીસીજી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુયોર્કસ્થિત રિયાલ્ટી કંપની વોર્નડો રિયાલ્ટી ટ્રસ્ટ દ્વારા બાંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફાઇનેન્સીયલ સેન્ટર (એફઆઇએફસી)માં સિટી બેન્કે 2.97 સ્કવેર ફૂટ જગ્યા ખરીદી છે. આ સોદામાં સીટી બેન્કને જગ્યા પ્રતિ સ્કવેર ફૂટ 31,000 રૂપિયામાં પડી છે.

દેહાંતદંડની સજાને પડકારતી કસાબની અરજી પરનો ચુકાદો મોકૂફ
26મી નવેમ્બરના મુંબઇ પરના આતંકવાદી હુમલાના કેસમાં દેહાંતદંડની સજાને પડકારતી પાકિસ્તાની ત્રાસવાદી મહમ્મદ અજમલ આમિર કસાબની અરજી પરનો ચુકાદો સુપ્રીમ કોર્ટે બુધવારે અનામત રાખ્યો હતો.

કસાબે એવી દલીલ કરી હતી કે તેની સામે ન્યાયી રીતે કાર્યવાહી ચલાવવામાં નથી આવી અને પ્રોસિક્યુશન મારી સામે કેસ પૂરવાર કરી શક્યા નથી.

એક ફિલ્મને લીધે સ્પર્મ ડોનેટ કરવા માંગતા યુવાનોનો ધસારો વધ્યો
વિકી ડોનર ફિલ્મની સફળતાને પગલે સ્પર્મ ડોનેટ કરવા માંગતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે અને તેઓ આ માટે આતુરતા દાખવી રહ્યા છે.

મુંબઇ અને પૂણેના વિટ્રો ફર્ટિલાઇઝેશન ક્લિનિક્સમાં સ્પર્મ ડોનેટ કરવા માંગતા યુવાનોનો ધસારો થયો છે.

આને લીધે સ્પર્મ બેન્કના સંચાલકો ખુશ છે, પરંતુ સમસ્યા એ છે કે યુવાનો પૈસાની બાબતે વધુ પડતી અપેક્ષા રાખે છે.

એક ઇન્ફર્ટાઇલિટી ક્લિનિકના ડોક્ટરે કહ્યું હતું કે સ્પર્મ ડોનેટ કરવામાં કેટલા પૈસા મળશે એ યુવાનો જાણવા માંગતા હોય છે અને એ માટે અમને ઇમેઇલ કરે છે.

વિજય પલાંડેને આશરો આપવા બદલ ગૌતમ વોરાની ધરપકડ
મુંબઇમાં તાજેતરમાં થયેલી બે હત્યાના સંદર્ભમાં પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શેર દલાલ ગૌતમ વોરાની ધરપકડ કરી છે.

ગૌતમ વોરાની સોમવારે એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બન્ને હત્યા કેસના આરોપી વિજય પલાંડે તથા એના સાથીઓને આશરો આપ્યો હતો. અરણ કક્કડ અને કરણ કક્કડ હત્યા કેસમાં આ લોકોની ધરપકડ થઇ ચુકી છે.

પલાંડેએ પોલીસને કહ્યું હતું કે એ પોલીસથી નાસતો ફરતો હતો ત્યારે ગૌતમ વોરા એને કોલાબાની એક હોટલમાં લઇ ગયા હતા અને એણે જ તેને કપડાં અને પૈસા આપ્યા હતા.

મ્હાડાના અધિકારી પાસે 200 કરોડ રૂપિયાની અસ્ક્યામતો ક્યાંથી આવી?
મ્હાડાના એક અધિકારની 200 કરોડ રૂપિયાની અસ્ક્યામતો ધરાવવા માટે તપાસ ચાલી રહી છે એમ ગૃહ પ્રધાન આર. આર. પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે મ્હાડાના ડેપ્યુટિ કલેક્ટર નીતેશ ઠાકુર પોતાના ભાઇના નામે રિયલ એસ્ટેટનો ધંધો ચલાવતા હતા. ઇન્કમ ટેક્સના એક અહેવાલમાં એવી માહિતિ આપવામાં આવી છે કે શાપુરજી પાલનજી મિસ્ત્રી ગૃપે નીતેશના ભાઇ નીલેશ ઠાકુરને 75 કરોડ રૂપિયા ચુકવ્યા હતા.

નીતેશ ઠાકુરની થોડા સમય પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી.

ભરચક્ક ટ્રેનોમાંથી નીચે પડી જતા ત્રણ મુસાફરોના મૃત્યુ થયા
ગઇકાલે કુરલા અને વિદ્યા વિહાર સ્ટેશનો વચ્ચેની સિગ્નલ કેબિનમાં લાગેલી આગને પગલે સેન્ટ્રલ રેલવેની સેવા ખોરવાઇ ગઇ હતી, પરંતુ એની અસર આજે પણ જોવા મળી હતી અને ટ્રેનોમાંની ભરચક્ક ગીર્દીને કારણે ત્રણ પેસેન્જરો ચાલુ ટ્રેનો નીચે પડી જવાથી મૃત્યુ પામ્યા હતા.

નાહુર અને ભાંડુપ વચ્ચે બનેલી આ દુર્ઘટનામાં બીજા 15 માણસો ઇજા પામ્યા હતા, જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવે ગુરુવારે ફક્ત 85 ટકા ટ્રેન સેવા જ શરૂ કરી શકી છે, જેને લીધે ટ્રેનોમાં હંમેશાં કરતાં વધુ ગીર્દી જોવા મળે છે.

સિગ્નલકેબિનમાં આગઃ સેન્ટ્રલ રેલવેના મુસાફરો રખડી પડ્યા
કુરલા નજીક સિગ્નલ કેબિનમાં આગઃ સેન્ટ્રલ રેલવેના હજારો મુસાફરો અટકી પડ્યા

મંગળવારે મોડી રાત્રે સેન્ટ્રલ રેલવેના કુરલા અને વિદ્યા વિહાર સ્ટેશનો વચ્ચેની એક સિગ્નલ કેબિનમાં આગ લાગતા ટ્રેન વહેવાર ખોરવાઇ ગયો હતો અને બુધવારે સવારે પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાર્બર લાઇનની ટ્રેનો પણ અટકી પડી હતી અને બહારગામ જવાની ટ્રેનોના શેડ્યુલ ખોરવાઇ ગયા હતા.

સેન્ટ્રલ રેલવેમાં દરરોજ 38 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. સેન્ટ્રલ રેલવેનો પાસ ધરાવતા પ્રવાસીઓને માહીમથી ચર્ચગેટ રૂટ પર પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી હતી.

દુર્ઘટનાને પગલે સેન્ટ્રલ રેલવેની ફક્ત 70 ટ્રેનો જ દોડતી હતી અને એ પણ 40 મિનિટ જેટલી મોડી દોડતી હતી.

આદર્શ બિલ્ડીંગની જમીનની માલિકી લશ્કરની ન હોવાનો કમિશનનો નિષ્કર્ષ
આદર્શ કૌભાન્ડમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલા જ્યુડિશિયલ કમિશને એવું તારણ કાઢ્યું છે કે વિવાદાસ્પદ આદર્શ બિલ્ડીંગ જ્યાં બંધાયું છે એ જમીન લશ્કરની માલિકીની નથી.

લશ્કરે એવો દાવો કર્યો હતો કે સંબંધીત જમીન કારગીલ યુદ્ધના શહીદોના પરિવારો માટે હતી, પરંતુ કમિશને જણાવ્યું છે કે આ જમીન પોતાની હોવાને લગતા પૂરતા પૂરાવા લશ્કર રજૂ કરી શક્યું નથી.

13 મુદ્દાનો રિપોર્ટ કમિશને રાજ્ય સરકારને સુપરત કર્યો છે.

ઓટોરિક્શાની હડતાળથી મુંબઇગરાની હેરાનગતિમાં વધારો થયો
શરદ રાવની આગેવાની હેઠળના ઓટોરિક્શામેન્સ યુનિયન (એમએયુ)ના ઓટો ડ્રાઇવરોએ આજે હટતાળ પાળી હોવાથી મુંબઇગરા હેરાન થઇ ગયા હતા. તેમના વિરોધી યુનિયનના રિક્શાવાળાઓએ રિક્શા ચાલુ રાખી હતી, પરંતુ એની સંખ્યા નજીવી હોવાથી પ્રવાસીઓને કોઇ રાહત મળી નહોતી.

રિક્શાવાળાની હડતાળને ધ્યાનમાં રાખીને બેસ્ટના સત્તાવાળાઓએ જોકે 100 જેટલી વધારાની બસો દોડાવી હતી. ટેકસીવાળાઓને પણ સહકાર આપવા સરકારે વિનંતિ કરી હતી.

ગુજરાત, મહારાષ્ટ્રને હચમચાવી ગયા ભૂકંપના ત્રણ આંચકા
અમદાવાદ – શનિવારે ભૂકંપના ત્રણ હળવા આંચકાએ ફરી વાર લોકોને ધ્રૂજાવી દીધા. ગુજરાતમાં લોકોએ એક આંચકાનો અનુભવ કર્યો તો મહારાષ્ટ્રમાં બે વાર ધરતી કંપી ઊઠી હતી.

સદ્દભાગ્યે ક્યાંયથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી, પરંતુ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે.

ભૂકંપનો પહેલો આંચકો સવારે ૮.૫૩ વાગ્યે ગુજરાતમાં કચ્છના રણમાં નોંધાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪ નોંધાઈ હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના વામના ગામ નજીક હોવાનું માલૂમ પડ્યું હતું.

ત્યારબાદ પડોશના મહારાષ્ટ્રમાં બે વાર ભૂકંપનો આંચકો લાગ્યો હતો. પહેલો આંચકો લાગ્યો હતો સવારે ૧૧.૦૫ વાગ્યે સતારા જિલ્લામાં અને બીજો આવ્યો હતો ૧૧.૫૮ વાગ્યે રત્નાગિરી જિલ્લામાં. પહેલા આંચકાની તીવ્રતા ૪.૯ હતી જ્યારે બીજાની ૪.

મહારાષ્ટ્રમાં બે આંચકાનું કેન્દ્રબિંદુ અનુક્રમે સતારા અને રત્નાગિરીમાં હોવાનું માલૂમ પડ્યું છે.

સતારા ભૂકંપનું કેન્દ્રબિંદુ કોયના ડેમ નજીક હતું, પણ ડેમ સુરક્ષિત છે.

આંચકાઓથી મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, સતારા, રત્નાગિરી, રાયગઢ, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર તથા કોંકણ વિસ્તારના ભાગો હચમચી ગયા હતા.

ઘણા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી ગયા હતા.

કર્ણાટકના અનેક વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી.

આંચકાનો અનુભવ બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ કર્યો હતો. તેમણે ટ્વિટર પર પોતાના પેજ પર આની જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે હજી ગઈ ૧૧ એપ્રિલે ઈન્ડોનેશિયામાં આવેલા પ્રચંડ ભૂકંપને લીધે દક્ષિણ ભારતમાં પણ તેની અસર થઈ હતી.

મુંબઇમાં બિહાર દિનની ઉજવણી શા માટે? રાજ ઠાકરેનો નિતિશ કુમારને પ્રશ્ન
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ માલેગાંવમાં એક સભાને સંબોધીને બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારને પડકારતા કહ્યું હતું કે મુંબઇમાં આવીને તેઓ બિહારની ઉજવણી નહીં કરી શકે.

રાજ ઠાકરેએ જોકે નિતિશ કુમારના વિકાસકાર્યોના વખાણ કર્યા હતા, પરંતુ એવો પ્રશ્ન કર્યો હતો કે બિહારીઓ અન્ય રાજ્યોમાં પણ વસે છે તો બિહાર દિનની ઉજવણી મુંબઇમાં જ શા માટે કરવી જોઇએ?

આ પહેલા નિતિશ કુમારે એવો હુંકાર કર્યો હતો કે મુંબઇ આવવા માટે મને વિઝાની જરૂર નથી.

કસાબ પાછળ મહારાષ્ટ્ર સરકારે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે
26મી નવેમ્બર, 2008ના મુંબઇ પરના ત્રાસવાદી હુમલાના એકમાત્ર જીવિત ગુનેગાર અજમલ કસાબ પાછળ મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીમાં 25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે એવી માહિતિ ગૃહ પ્રધાન આર. આર. પાટીલે વિધાનસભામાં આપી હતી.

અજમલનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તેને જીવિત રાખવા માટે આ ખર્ચ સરકારે કરવો પડે છે. એની સલામતી પાછળ સવા કરોડ રૂપિયા ખર્ચાયા છે.

નીતા અંબાણીએ પુત્ર સાથે કરી તિરુપતિની જાત્રા
તિરુપતિ – આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકણ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને તેમનાં પુત્ર અનંતે મંગળવારે તિરુપતિ નજીક તિરુમાલાસ્થિત ભગવાન વેંકટેશ્વરનાં મંદિર જઈ દર્શન કર્યાં.

નીતાએ એક જ અઠવાડિયામાં આ બીજી વાર મંદિરમાં આવીને દર્શન કર્યાં છે. અગાઉ તે આઈપીએલ-5ના આરંભની પૂર્વસંધ્યાએ, ત્રીજી એપ્રિલે અહીં દર્શન કરવા આવ્યાં હતાં.

દર્શન કર્યાં બાદ નીતાએ મંદિરની બહાર ઊભેલા પત્રકારોને જણાવ્યું હતું કે હું અહીં મારાં પુત્રના જન્મદિવસ નિમિત્તે ભગવાનનાં આશીર્વાદ મેળવવા આવી છું, આઈપીએલ માટે નહીં.

પિતાની હત્યાના કેસમાં અભિનેતા અનુજ ટિક્કુ આખરે પોલીસની અટકમાં
મુંબઇ પોલીસે અભિનેતા અનુજ ટિક્કુના પિતાની હત્યાના કેસ સંદર્ભમાં અનુજ તથા  તેના બે મિત્રોને અટક હેઠળ લીધા છે.

પોલીસ જોકે માને છે કે આ હત્યામાં અનુજનો કોઇ સીધો હાથ  નહી હોય. પિતાની હત્યા થઇ ત્યારથી અનુજ અદશ્ય થઇ ગયો હોવાથી એ આ કેસનો મુખ્ય શકમંદ હતો. ઓશિવારામાં આવેલા ફ્લેટમાંથી અનુજના 65 વર્ષના પિતાનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો.

હર્ષદ મહેતાના ભાઇ સુધીર મહેતાની 15 વર્ષે પૂણેમાં ધરપકડ
પૂણેની નાણાંકીય સંસ્થાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપસર સીઆઇડીના અધિકારીઓએ સદગત શેર દલાલ હર્ષદ મહેતાના ભાઇ સુધીર મહેતાની ધરપકડ કરી છે.

1997માં સુધીર મહેતાએ આ કંપનીઓ સાથે 86.39 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. છેલ્લા 15 વર્ષોધી સુધીર મહેતા ભાગતા ફરતા હતા.

પૂણેની એક ફાઇવ સ્ટાર હોટલ નજીકથી સીઆઇડીએ સુધીર મહેતાની શનિવારે ધરપકડ કરી હતી અને રવિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુધીર મહેતાને 18મી  એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બેસ્ટની ડબલ ડેકર ઊંધી વળી જતા એકનું મૃત્યુ, 12 ઘાયલ
મુંબઇ- બાન્દ્રાના કલા નગર વિસ્તારમાં બેસ્ટની એક ડબલ ડેકર બસ ઊંધી પડી જતાં એક માણસનું મૃત્યુ થયું હતું અને 12 પેસેન્જરોને ઇજા પહોંચી હતી. બસમાં 25 મુસાફરો હતા.

ઘટનાના સાક્ષીઓએ કહ્યું હતું કે મોટરીસ્ટે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને બસ ડ્રાઇવરે એક મોટરસાઇકલ સાથેની અથડામણ ટાળવા જોખમી વળાંક લીધો હતો, જેને લીધે બસ ઊંધી વળી ગઇ હતી.

પિરામલે ૪૫૨ કરોડ રૂપિયામાં ખરીદી વરલીની પ્રોપર્ટી
મુંબઈ – જાણીતી કન્ઝ્યૂમર ગૂડ્સ કંપની હિન્દુસ્તાન યૂનિલીવર તેની અત્રે વરલી એરિયા સ્થિત સી-ફેસિંગ પ્રોપર્ટી રૂ. ૪૫૨.૫ કરોડમાં પિરામલ રિયલ્ટીને વેચશે.

એચયુએલના આ હેડક્વાર્ટર્સમાંથી અરબી સમુદ્રનું મનોહર દ્રશ્ય દેખાય છે. હવે પિરામલ ગ્રુપ ત્યાં ખૂબ વૈભવશાળી રેસિડેન્સિયલ કોમ્પલેક્સ બાંધવા ધારે છે.

વરલી સી-ફેસ વિસ્તારમાં ‘ગુલિટા’ નામે આવેલા એચયુએલના વિશાળ ટાવર અને જમીનના લીઝહોલ્ડ રાઈટ્સ પિરામલ રિયલ્ટી (અજય પિરામલ ગ્રુપ)ને રૂ. ૪૫૨.૫ કરોડમાં વેચવા માટે એચયુએલ અને પિરામલ રિયલ્ટી વચ્ચે એક એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના માલિક અનિલ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પણ એચયુએલની આ પ્રોપર્ટી ખરીદવામાં રસ ધરાવે છે એવો અગાઉ અહેવાલ હતો.

‘ગુલિટા’ અગાઉ એચયુએલનું ટ્રેનિંગ સેન્ટર હતું. તેણે આ પ્રોપર્ટી મુંબઈ મહાનગરપાલિકા પાસેથી આ લીઝ પર મેળવી છે. ઓનરશિપ ટ્રાન્સફર કરવા માટે ૫૦ ટકા પ્રીમિયમ ચાર્જ કરવાની મહાનગરપાલિકાની યોજનાને સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ એચયુએલે આ પ્રોપર્ટીને સબ-લીઝ પર આપવાનું નક્કી કર્યું છે. અગાઉ તેણે આ પ્રોપર્ટીના રાઈટ્સ આઉટરાઈટ વેચી દેવાનું નક્કી કર્યું હતું.

‘ગુલિટા’નું બાંધકામ ૧૯૮૬માં કરાયું હતું. એચયુએલે તેનું ટ્રેનિંગ સેન્ટર અંધેરીમાં ખસેડી લીધા બાદ તરત જ તેણે આ પ્રોપર્ટી વેચવા કાઢી હતી. તે છેલ્લા બે વર્ષથી તે વેચવાના પ્રયત્નમાં હતી.

વિલાસરાવ રાજીનામું આપેઃ ભાજપની માગણી
નવી દિલ્હી – બોલીવૂડ નિર્માતા સુભાષ ઘઈને મુંબઈસ્થિત ફિલ્મસિટીની અંદર એક ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માટે ૨૦ એકર જમીનની કરાયેલી ફાળવણીને રદ કરતા મુંબઈ હાઈ કોર્ટના ચુકાદાને બુધવારે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા બાદ વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના રાજીનામાની માગણી કરી છે, કારણ કે દેશમુખે ૨૦૦૪માં તે જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે જમીનના તે પ્લોટની ફાળવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સરકારી જમીનને આપતી વખતે મુખ્ય પ્રધાન નિયમો સાથે ચેડાં કરી ન શકે તેને ચાતરી પણ ન શકે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે જમીનની ફાળવણીના સંબંધિત કેસમાં પારદર્શકતાનો અભાવ છે, કારણ કે દેશમુખ પૂર્વે ઘણા મુખ્ય પ્રધાનોએ તે પ્રોજેક્ટને મંજૂરી આપી નહોતી.

હાઈ કોર્ટના ચુકાદાને સુભાષ ઘઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પણ સુપ્રીમે ઊલટું ઘઈનો ઉધડો લઈ નાખ્યો. ન્યાયમૂર્તિઓ એચ.એલ. દત્તુ અને સી.કે. પ્રસાદની બેન્ચે ઘઈના વકીલ મુકુલ રોહતગીને કહ્યું કે, રાજ્ય સરકારે તેની માનીતી વ્યક્તિને સાવ પાણીના ભાવે જમીન આપી દીધી છે. તમે મહાન ફિલ્મ નિર્માતા છો, પણ તમારી કરતાં પણ મહાન નિર્માતાઓ છે. તો તમને જ કેમ પસંદ કર્યા. નિર્ણયમાં પારદર્શકતા હોવી જ જોઈએ.

સુભાષ ઘઈએ વિસ્લિંગ વૂડ્સ નામની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ બનાવવા માટે રૂ. ૫૦ કરોડ ખર્ચી નાખ્યા છે. તેમના વકીલે કહ્યું કે તેમના અસીલને આ જમીન લીઝ પર મળવી જોઈએ, પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે ઘઈ આ પ્રોપર્ટી માટે હરાજીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

આદર્શ કૌભાંડમાં ફાટક સહિત બે સિનિયર અધિકારીની ધરપકડ
મુંબઈ – સીબીઆઈએ આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડના સંબંધમાં મહારાષ્ટ્રના બે સિનિયર સરકારી અધિકારીઓની મંગળવારે ધરપકડ કરી છે.

આ બે ટોચના અમલદારો છે – સિનિયર આઈએએસ અધિકારી જયરાજ ફાટક અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ માહિતી કમિશનર રામાનંદ તિવારી. સીબીઆઈના અમલદારોએ અગાઉ પણ આ બંનેની પૂછપરછ કરી હતી.

આદર્શ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ સસ્પેન્ડ કરાયેલા બે આઈએએસ અધિકારીઓમાંના એક ફાટક છે. મુંબઈ હાઈ કોર્ટને સુપરત કરેલા સ્ટેટસ રિપોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે ફાટક તથા અન્ય આઈએએસ અધિકારી પ્રદિપ વ્યાસને તપાસ પૂરી થશે ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ રાખવામાં આવશે.

સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં આરોપ મૂક્યો છે કે જયરાજ ફાટકે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર તરીકે તેમની મુદત દરમિયાન આદર્શ મકાનની ઊંચાઈને મંજૂરી આપી હતી. તેમણે ૨૦૦૭ની ૧ સપ્ટેંબરે મકાનની ઊંચાઈને ૯૭ મીટરથી વધારીને ૧૦૭ મીટર કરવાની મંજૂરી આપી હતી.

અમુલ દૂધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો થશે
દૂધના પાઉચના પેકેજિંગ મટિરિયલ પરની જકાતમાં વધારો થવાને કારણે મુંબઇમાં અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો થશે એમ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું. જોકે આ ભાવવધારો ક્યારથી લાગુ

થશે એની સ્પષ્ટતા તેમણે કરી નહોતી.

દેશભરમાં અમુલ દૂધનું માર્કેટિંગ જીસીએમએમએફ કરે છે અને એ પાઉચમાં ભરેલુંં 80 લાખ લીટર દૂધ દરરોજ વેચે છે. આમ પણ ગ્રાહકો ગયા વર્ષ કરતાં 11 ટકા વધુ આપીને દૂધ ખરીદી રહ્યા છે. સોઢીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પણ આ ફૂગાવાના સમયમાં અમારે વધુ કીંમત ચુકવવાની છે.

ઝવેરીઓનો વિરોધ
મુંબઈ – અનબ્રાન્ડેડ જ્વેલરી પરની એક્સાઈઝ ડ્યૂટી વધારવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં જ્વેલરી ઉદ્યોગના હજારો કાર્યકર્તાઓએ સોમવારે મુંબઈમાં મોરચો કાઢ્યો હતો.

આ કાર્યકરોએ રસ્તા પર ટ્રાફિકને રોક્યો હતો અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જ્વેલરી ઉત્પાદનો પરની આબકારી જકાત પાછી ખેંચવામાં આવે એવી તેમણે માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે , બજેટની દરખાસ્તોને પગલે દેશભરમાં જ્વેલર્સ અને બુલિયન માર્કેટ સાથે જોડાયેલો વ્યાપક વર્ગ જોરદાર વિરોધ દર્શાવી રહ્યો છે. બજેટમાં સોનાની આયાત પરની આયાત જકાત બે ટકાથી વધારી ચાર ટકા કરવાની દરખાસ્ત છે.

દારૂડિયાઓ દ્વારા અકસ્માતઃ પોલીસો દર સપ્તાહાંતે વધારે સતર્ક રહેશે
મુંબઈ – શહેરની પોલીસને એક અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે શહેરમાં દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ, જેમાં અત્યાર સુધીમાં ઘણાયના જાન ગયા છે, તે મોટે ભાગે કાં તો શુક્રવાર, શનિવાર કે રવિવારે બન્યા છે.

આ અભ્યાસ બાદ ટ્રાફિક પોલીસે સપ્તાહાંતના દિવસોએ વધારે સતર્ક રહેવાનું નક્કી કર્યું છે.

બોલીવૂડ અભિનેતા સલમાન ખાન, એલિસ્ટર પરેરા, નૂરિયા હવેલી જેવા લોકોને સંડોવતા અને ઘણા નિર્દોષોનો જાન લેનાર ડ્રિન્ક-ડ્રાઈવિંગને લગતા તમામ અકસ્માતો શુક્ર, શનિ કે રવિવારના દિવસોએ થયા છે. ટ્રાફિક પોલીસે આ ખાસ પેટર્નનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે અને કહ્યું છે કે તે હવેથી દર શુક્ર, શનિ અને રવિવારે વધારે સતર્ક રહેશે અને બેફામ રીતે વાહનો હંકારનારાઓ સામે કડક પગલાં લેશે.

ગઈ ૩૧ માર્ચે રાહુલ મિશ્રા નામના યુવકે દારૂના નશામાં તેની કારને એક ઝાડ, ડિવાઈડર અને ઓટોરીક્ષા સાથે અથડાવી મારતા તેની સાથે બેઠેલી એક યુવતીનું મરણ થયું છે જ્યારે અન્ય બે છોકરીને ગંભીર ઈજા થઈ છે.

ગઈ ૨૫ માર્ચે ‘રા.વન’ ફિલ્મની એનિમેટર ચારુ ખંડાલ જે રીક્ષામાં જતી હતી તેની સાથે એક યુવકે પોતાની કાર અથડાવતા ચારુ ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં હજી પણ કોમામાં છે.

૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ બાન્દ્રામાં મહાનગરપાલિકાના સિવિલ એન્જિનિયરના પુત્ર સંકેત સોનાવણેએ પોતાની કાર નીચે બે સ્ત્રીને કચડી નાખી હતી અને પછી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.

૨૦૧૦ની ૩૦ જાન્યુઆરીએ મરીન લાઈન્સમાં અમેરિકી નાગરિક નૂરિયા હવેલીવાલાએ તેની હોન્ડા કારની ટક્કર મારતા એક ટ્રાફિક પોલીસ અધિકારી સહિત બે જણ માર્યા ગયા હતા.

૨૦૦૨ની ૨૮ સપ્ટેંબરે સલમાન ખાને બાન્દ્રામાં તેની લેન્ડક્રુઝર એક બેકરી સાથે ભટકાવી દેતા તેના ઓટલા પર સૂતેલા ચાર જણ કચડાઈ ગયા હતા. બાદમાં તેમાના એક જણનું મરણ નિપજ્યું હતું.

મોડી રાત્રે બેફામ ડ્રાઈવિંગ કરીને લોકોનું મરણ નિપજાવવાના અન્ય કેટલાક કિસ્સાઓ પણ શુક્ર, શનિ કે રવિવારે બન્યા છે.

મુંબઈમાં દારૂ પીને અકસ્માતઃ બે છોકરીની હાલત હજી ગંભીર
મુંબઈ – પોતાના મિત્રે દારૂ પીધેલી હાલતમાં કારના કરેલા અકસ્માતમાં ઈજા પામેલી બે છોકરીની હાલત રવિવારે પણ ગંભીર છે. રાહુલ મિશ્રા નામના તે યુવકે શુક્રવારે મધરાતની આસપાસના સમયે સાંતાક્રુઝમાં કારને ઝાડ સાથે અને પછી એક ઓટોરીક્ષા સાથે અથડાવી મારી હતી. કારમાં સફર કરતી એક અન્ય સગીર વયની છોકરીનું માથામાં સખત ઈજા થવાથી મૃત્યુ થયું છે.

શુક્રવારે મધરાત બાદ ૨૩ વર્ષનો રાહુલ દારૂ પીને કાર ચલાવતો હતો. તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઈ બેસતા કાર એક ઝાટ સાથે અથડાઈ હતી. રાહુલને નજીવી ઈજા થઈ છે. પોલીસે તેને ચાર એપ્રિલ સુધી કસ્ટડીમાં રીમાન્ડ પર લીધો છે.

કારમાં બે અન્ય છોકરા પણ હતા. તેમાંનો કૃષ્ણા થેવર ખરાબ રીતે ઈજા પામ્યો છે, પણ તેની હાલત ભયમુક્ત છે. અમિત ગુપ્તા નામના અન્ય યુવકને નજીવી ઈજા થઈ છે.

પોલીસનું કહેવું છે કે રાહુલ મિશ્રા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતો હતો. તેના મિત્રોએ પણ દારૂ પીધો હતો એવું લાગે છે.

કાર અનેક વાર પલટી ખાઈ ગઈ હતી અને એક ડિવાઈડર સાથે ટકરાયા બાદ રસ્તા પર ઊભેલી એક રીક્ષા સાથે અથડાઈ હતી. રીક્ષાચાલકને પણ નજીવી ઈજા થઈ છે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી ૧૮ વર્ષની શિવાની રાવતનું હોસ્પિટલમાં લઈ જવાયા બાદ મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ કહ્યું કે શિવાનીએ અગાઉ એક હાર્ટ સર્જરી કરાવી હતી એટલે તેને સારવાર આપવામાં આવતી હતી એ દરમિયાન બે કલાકમાં ત્રણ વાર તેનું હૃદય બંધ પડી ગયું હતું.

નિમીષા માને નામની અન્ય યુવતીને બાન્દ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ તેને હવે નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. તે મગજને ગંભીર નુકસાન થવાથી કોમામાં સરી પડી છે. તે હાલ વેન્ટીલેટર પર છે. તેની ખોપરીમાં ફ્રેક્ચર પણ થયું છે.

પ્રિયંકા રાય નામની ૨૨ વર્ષની તેમની અન્ય મિત્ર હજી આઈસીયુમાં છે.

મુંબઈ હુમલામાં બચેલા માણસે તાજ હોટેલ પર કર્યો કેસ
લંડન – ૨૦૦૮ના નવેંબરમાં મુંબઈમાં કરાયેલા ટેરર હુમલાઓમાં બચી ગયેલા લંડનના વિલ પાઈકે મહેમાનોને પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ મુંબઈની તાજ પેલેસ હોટેલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. ૨૬/૧૧ હુમલાઓ વખતે હોટેલમાં પોતાની રૂમની બારીમાંથી પડ્યા બાદ વિલ પાઈક આજીવન અપંગ બની ગયો છે.

તેણે કરેલા કેસમાં અહીંની હાઈ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને લંડનસ્થિત ઈન્ડિયન હોટેલ કંપની લિમિટેડને નોટિસ મોકલવામાં આવી છે.

પાઈકના વકીલ રસેલ લેવીએ કહ્યું છે કે આ કેસ વળતર માટે ઘણી મોટી રકમનો છે. એ જરૂરી છે કે પાઈકને તેની બાકીની જિંદગીમાં સારી રીતે દેખભાળ થઈ શકે.

ત્રાસવાદીઓ ત્રાટક્યા ત્યારે પાઈક તાજ હોટેલમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કેલી ડૉયલ સાથે રહેતો હતો.

વાન્યા મિશ્રા બની ‘મિસ ઈન્ડિયા-વર્લ્ડ 2012′
મુંબઈ – ચંડીગઢની રહેવાસી વાન્યા મિશ્રાએ પેન્ટેલૂન્સ ફેમિના ‘મિસ ઈન્ડિયા-વર્લ્ડ 2012′ તાજ જીત્યો છે. શુક્રવારે રાત્રે અહીં આયોજિત ૪૯મી ફેમિના બ્યૂટી કોન્ટેસ્ટમાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

‘મિસ ઈન્ડિયા-અર્થ 2012′ તાજ પુણેની પ્રાચી મિશ્રાએ જીત્યો તો ચેન્નઈની રોશેલ મારીયા રાવ બની ‘મિસ ઈન્ડિયા-યુનિવર્સ 2012′. આ ત્રણેયને ૨૦ ફાઈનલિસ્ટ્સમાંથી પસંદ કરવામાં આવી છે. ગયા વર્ષની વિજેતાઓ અનુક્રમે કનિષ્ઠા ધનખડ, હસલીન કૌર અને અંકિતા શૌરીએ નવી વિજેતાઓને તાજ પહેરાવ્યા હતા.

૧૯ વર્ષની વાન્યા હવે મિસ વર્લ્ડ-2012 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો પ્રાચી અને રોશેલ અનુક્રમે મિસ અર્થ અને મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે.

ઝાકઝમાળભર્યા શૉ વખતે નરગીસ ફાખરી, સોનમ કપૂર જેવી બોલીવૂડ કલાકારોએ હાજરી આપી હતી.

સ્પર્ધામાં જજ તરીકે કામગીરી બજાવનાર હતાં: સોનમ, એકતા કપૂર, દિગ્દર્શક રોહિત શેટ્ટી, સોનાલી બેન્દ્રે, ક્રિકેટર હરભજન સિંહ, ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોર, બજાજ ફિલ્મ્સના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજ, ગાયક સોનુ નિગમ અને ટીવી એક્ટ્રેસ સાક્ષી તનવર.

દારૂડિયાએ કારને રીક્ષા સાથે અથડાવી દીધી, એક છોકરીનું મરણ
મુંબઈ – અહીંના જુહૂ વિસ્તારમાં ખૂબ સ્પીડમાં જતી એક કાર એક ઓટોરિક્ષા સાથે જોરથી અથડાતા ૧૮ વર્ષની એક છોકરીનું મરણ થયું છે અને બીજાં ૬ જણને ઈજા થઈ છે.

ઈજાગ્રસ્તોને સરકાર સંચાલિત કૂપર હોસ્પિટલ અને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં રિક્ષા ડ્રાઈવર પણ ઈજા પામ્યો છે.

પોલીસે હ્યુન્દાઈ ગેટ્ઝ કારના ડ્રાઈવર, રાહુલ મિશ્રા (૨૩) સામે દારૂ પીને ડ્રાઈવિંગ કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે રાહુલ મિશ્રા દારૂ પીધેલી હાલતમાં હતો.

જિગ્ના વોરાની અદાલતી કસ્ટડી ૧૬ એપ્રિલ સુધી લંબાવાઈ
મુંબઈ – સિનિયર ક્રાઈમ એડિટર જ્યોતિર્મય ડે (જે. ડે)ની હત્યાના સંબંધમાં સ્પેશિયલ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) કોર્ટે પત્રકાર જિગ્ના વોરા સહિત તમામ આરોપીઓની અદાલતી કસ્ટડી ૧૬ એપ્રિલ સુધી લંબાવી છે.

જ્યોતિર્મય ડે મિડ-ડે અખબારમાં સિનિયર ક્રાઈમ એડિટર હતા. તેમને ગયા વર્ષની ૧૧ જૂને પવઈ ઉપનગરમાં મોટરસાઈકલ પર સવાર થયેલા ચાર હુમલાખોરોએ ખૂબ નજીકથી ગોળી મારીને ઠાર કર્યા હતા.

જિગ્ના વોરા અન્ય અંગ્રેજી અખબાર એશિયન એજનાં ડેપ્યૂટી બ્યૂરો ચીફ છે. મોટરસાઈકલની લાઈસન્સવાળી નંબર પ્લેટ સપ્લાય કરવા અને જે. ડેનું સરનામું અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને જણાવવા જેવી મહત્વની માહિતી પૂરી પાડવાના ગુનાસર ગયા વર્ષની ૨૫ નવેંબરે મકોકા કાયદા હેઠળ વોરાની ધરપકડ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારે રાંધણગેસ પરનો બે ટકા વેરો પાછો ખેંચ્યો
મુંબઈ – સમાજના તમામ વર્ગો તરફથી વિરોધ કરાતા, ખાસ કરીને ગૃહિણીઓમાં રોષ ફેલાયા બાદ મહારાષ્ટ્ર સરકારે આગામી વર્ષ માટેના બજેટમાં રાંધણગેસના સિલિન્ડર પરના વેરામાં સૂચિત વધારામાંથી બે ટકાનો વધારો પાછો ખેંચી લીધો છે. આમ, બજેટ રજૂ કરાયાના એક જ અઠવાડિયાની અંદર સરકારે પીછેહઠ કરવી પડી છે.

શાસક ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસ સહિત તેમજ પોતાના પક્ષ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્યો સહિત તમામ બાજુએથી વિરોધ ઊભો થતા મહારાષ્ટ્રના નાણાં પ્રધાન અજીત પવારે ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરો પર બજેટમાં સૂચવેલા પાંચ ટકાના વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)માંથી બે ટકાનો વધારો પાછો ખેંચી લીધો છે. આમ, હવે વેરો પાંચને બદલે ત્રણ ટકા રહેશે.

પાંચ ટકાનો વેરો વધારાયો હોત તો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આશરે રૂ. ૨૦નો વધારો થાત અને તેનાથી રાજ્ય સરકારની તિજોરીને રૂ. ૨૦૦ થી રૂ. ૨૫૦ કરોડની આવક થાત.

શિવસેનાના કાર્યકારી વડા ઉધ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને મળ્યા હતા અને જાહેર કર્યું હતું કે જો સરકાર વેરામાંનો વધારો પાછો નહીં ખેંચે તો શિવસેના વિરોધ કૂચ આદરશે.

મુંબઈના માનખુર્દમાં મોટી આગ, કોઈ જાનહાનિ નથી
મુંબઈ – અહીંના માનખુર્દ ઉપનગરીય વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. ઝૂંપડપટ્ટીમાં ભંગારની ચીજોના એક ગોદામમાં આ આગ લાગી હતી.

ઘટનાની ખબર મળતા જ આઠ ફાયર એન્જિન્સ પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.