Archive: MUMBAI news Subscribe to MUMBAI news
દહાણુ-ચર્ચગેટ લોકલ ટ્રેનનો શુભારંભ
મુંબઈ – કેન્દ્રીય રેલવે પ્રધાન પવનકુમાર બંસલે મંગળવારે દહાણુ રોડ ખાતેથી સૌપ્રથમ દહાણુ-ચર્ચગેટ (મુંબઈ) લોકલ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ઘણા લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ આ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે ચર્ચગેટ અને દહાણુ વચ્ચે દરરોજ ૨૦ ફેરી કરશે.
આ લોકલ...
મુંબઈ, પુણેમાં મહિલા આતંકવાદીઓના હુમલાનો ખતરો
મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય શહેરો હોઈ મુંબઈ અને પુણેમાં મહિલા આતંકવાદીઓ દ્વારા હુમલો થવાનો ભય છે, એવી જાણકારી રાજ્યના ગૃહ પ્રધાન આર.આર. પાટીલે આજે સોમવારે વિધાનસભામાં આપી છે.
આવો હુમલો કરવામાં આવશે એવી ગુપ્તચર સંસ્થાઓએ સરકારને માહિતી આપી છે. પાકિસ્તાનમાં મહિલાઓનાં...
અંબાણીને ‘એન્ટિલિયા’ માટે સ્વતંત્ર પોલીસ ચોકી જોઈએ છે
મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીને એમના આલીશાન નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ની બહાર સ્વતંત્ર પોલીસ ચોકી જોઈએ છે. તેમણે તે માટે પ્રશાસન સમક્ષ માગણી રજૂ પણ કરી દીધી છે.
અંબાણી વતી રિલાયન્સના કેટલાક અધિકારીઓ મહાનગરપાલિકાના કમિશનરને મળ્યા હતા અને...
‘પેશાબ’વાળી કમેન્ટ બાદ પ્રાયશ્ચિત: અજિત પવાર બેઠા ઉપવાસ પર
મુંબઈ – મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યમાં દુકાળગ્રસ્તો વિશે કરેલી વિવાદાસ્પદ કમેન્ટ બદલ વિરોધ પક્ષ દ્વારા એમના રાજીનામાની સતત માગણી થઈ રહી હોવાથી પવાર પોતાની એ કમેન્ટ બદલ પસ્તાવો વ્યક્ત કરવા આજે રવિવારે ઉપવાસ પર બેઠા છે.
અજિત પવાર સાંગલી જિલ્લાના...
સરકારની ખાતરી બાદ મેધા પાટકરે ઉપવાસ છોડી દીધા
મુંબઈ – શહેરમાં એક ઝૂંપડપટ્ટીના ડિમોલિશન મામલે તપાસ શરૂ કરાવી તેને આઠ દિવસની અંદર પૂરી કરવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ખાતરી આપ્યા બાદ સામાજિક ચળવળકાર મેધા પાટકરે તેમની ભૂખહડતાળનો શુક્રવારે રાત્રે અંત લાવી દીધો છે.
પાટકર છેલ્લા ૯ દિવસથી ઉપવાસ...
જાણીતા કમ્યુનિકેટર ગુરુ, માર્ગદર્શક ડો. હૃષિકુમાર પંડ્યાનું અવસાન
મુંબઈ – જાણીતા કમ્યુનિકેટર ગુરુ અને માર્ગદર્શક ડો. હૃષિકુમાર પંડ્યાનું આજે સવારે મુંબઈમાં અવસાન થયું છે, એ ૭૩ વર્ષના હતા.
ડો. હૃષિકુમાર પંડ્યા તેમનાં પરિવારમાં શ્રીમતી અન્નપૂર્ણાદેવી તથા અસંખ્ય પ્રશંસકોને વિલાપ કરતા છોડી ગયા છે.
ડો. હૃષિકુમાર પંડ્યા કમ્યુનિકેશન,...
મુંબઈમાં ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારી, ત્રણનાં મરણ
મુંબઈ – અહીં જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર આજે શુક્રવારે સાંજે ૧૮ વાહનો વચ્ચે થયેલી એક વિચિત્ર અથડામણમાં ત્રણ જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં છ જણને ઈજા થઈ છે.
આ અકસ્માતને લીધે લિન્ક રોડ પર ટ્રાફિક કલાકો સુધી અટકી ગયો હતો.
એક ડમ્પરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ...
લાંચ લેતા પકડાયેલા ૩૫ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
મુંબઈ- એક સ્ટિંગ ઓપરેશનમાં લાંચ લેતા પકડાયેલા પાંત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. એક સામાજિક કાર્યકર્તાઓ કુર્લાનાં નહેરૂ નગર પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓને ગુપ્ત કેમેરામાં લાંચ લેતા કેદ કર્યા હતા.
મોહમ્મદ કાસિમ ખાન નામનાં...
મુંબઈમાં ચર્ચગેટ-વિરાર એલિવેટેડ રેલવે પ્રોજેક્ટ મંજૂર
મુંબઈ – ચર્ચગેટ અને વિરાર વચ્ચે એલિવેટેડ રેલવે લાઈન નાખવાના પ્રોજેક્ટને મહારાષ્ટ્રના પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે.
આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ ચાલુ થશે...
કેન્સરનું કારણ સેલફોનનો ટાવર હોઈ શકે!
મુંબઈ- ધ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) છેવટે એ વાતે જાગૃત થયું છે કે, સેલફોનનાં કિરણોનાં સંપર્કમાં આવતા કેન્સર જેવી ગંભીર બિમારી થઈ શકે છે. એક સંસ્થા દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ મુંબઈમાં ટેલિકોમ ટાવર વિસ્તારોમાં કેન્સરથી મૃત્યું થવાનો ઉલ્લેખ કરાયો છે.
ટર્મ...

