Archive: MUMBAI news Subscribe to MUMBAI news
સરકારની ખાતરી બાદ મેધા પાટકરે ઉપવાસ છોડી દીધા
મુંબઈ – શહેરમાં એક ઝૂંપડપટ્ટીના ડિમોલિશન મામલે તપાસ શરૂ કરાવી તેને આઠ દિવસની અંદર પૂરી કરવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ખાતરી આપ્યા બાદ સામાજિક ચળવળકાર મેધા પાટકરે તેમની ભૂખહડતાળનો શુક્રવારે રાત્રે અંત લાવી દીધો છે.
પાટકર છેલ્લા ૯ દિવસથી ઉપવાસ...
જાણીતા કમ્યુનિકેટર ગુરુ, માર્ગદર્શક ડો. હૃષિકુમાર પંડ્યાનું અવસાન
મુંબઈ – જાણીતા કમ્યુનિકેટર ગુરુ અને માર્ગદર્શક ડો. હૃષિકુમાર પંડ્યાનું આજે સવારે મુંબઈમાં અવસાન થયું છે, એ ૭૩ વર્ષના હતા.
ડો. હૃષિકુમાર પંડ્યા તેમનાં પરિવારમાં શ્રીમતી અન્નપૂર્ણાદેવી તથા અસંખ્ય પ્રશંસકોને વિલાપ કરતા છોડી ગયા છે.
ડો. હૃષિકુમાર પંડ્યા કમ્યુનિકેશન,...
મુંબઈમાં ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારી, ત્રણનાં મરણ
મુંબઈ – અહીં જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર આજે શુક્રવારે સાંજે ૧૮ વાહનો વચ્ચે થયેલી એક વિચિત્ર અથડામણમાં ત્રણ જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં છ જણને ઈજા થઈ છે.
આ અકસ્માતને લીધે લિન્ક રોડ પર ટ્રાફિક કલાકો સુધી અટકી ગયો હતો.
એક ડમ્પરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ...
લાંચ લેતા પકડાયેલા ૩૫ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
મુંબઈ- એક સ્ટિંગ ઓપરેશનમાં લાંચ લેતા પકડાયેલા પાંત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. એક સામાજિક કાર્યકર્તાઓ કુર્લાનાં નહેરૂ નગર પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓને ગુપ્ત કેમેરામાં લાંચ લેતા કેદ કર્યા હતા.
મોહમ્મદ કાસિમ ખાન નામનાં...
મુંબઈમાં ચર્ચગેટ-વિરાર એલિવેટેડ રેલવે પ્રોજેક્ટ મંજૂર
મુંબઈ – ચર્ચગેટ અને વિરાર વચ્ચે એલિવેટેડ રેલવે લાઈન નાખવાના પ્રોજેક્ટને મહારાષ્ટ્રના પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે.
આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ ચાલુ થશે...
કેન્સરનું કારણ સેલફોનનો ટાવર હોઈ શકે!
મુંબઈ- ધ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) છેવટે એ વાતે જાગૃત થયું છે કે, સેલફોનનાં કિરણોનાં સંપર્કમાં આવતા કેન્સર જેવી ગંભીર બિમારી થઈ શકે છે. એક સંસ્થા દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ મુંબઈમાં ટેલિકોમ ટાવર વિસ્તારોમાં કેન્સરથી મૃત્યું થવાનો ઉલ્લેખ કરાયો છે.
ટર્મ...
ખાડો દેખાય તો ફોટો પાડો અને મોકલો કોર્પોરેશનની સાઈટ પર
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ દ્વારા એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જે મુજબ મુંબઈમાં કોઈ પણ જગ્યાએ ખાડો પડ્યો હોય તો કોર્પોરેશનની potholehelp@probitysoft.in એકાઉન્ટ પર મે-ઈલ કરી અથવા તો http://voiceofcitizen.com/ માં લોગ ઈન કરી તમે પોતાનાં દ્વારા પાડેલો ખાડા અંગેનો ફોટો અહીં મોકલી શકો છો.
http://voiceofcitizen.com/આ...
નાલાસોપારામાં ઝવેરી ભાઈઓની હત્યા
મુંબઈ – અહીંથી નજીક થાણે જિલ્લાના નાલાસોપારા ઉપનગરમાં લૂંટારાઓની એક ટોળકીએ ઝવેરાતનો ધંધો કરતા બે ભાઈઓનાં ઘેર ત્રાટકીને તેમની હત્યા કરી છે.
પોલીસે બંને મૃતકનાં નામ મદન સોની અને દિનેશ સોની આપ્યા છે.
સોની ભાઈઓ એમનાં ઘરની નજીકમાં જ જ્વેલરીની દુકાન ચલાવતા હતા. લૂંટારાઓ...
હિટ એન્ડ રન કેસમાં સુનાવણી ૨૯ એપ્રિલ સુધી ટળી
મુંબઈ- સલમાન ખાન હિટ એન્ડ રન કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ૨૯ એપ્રિલ સુધી ટળી ગઈ છે. ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસ અંગેની સુનાવણી આજે ના થઈ શકી.
અભિનેતા સલમાન ખાનને હવે સુનાવણી આગળ વધતા ૨૦ દિવસની રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રન કેસમાં અત્યારસુધી સલમાન વિરૂદ્ધ મેજિસ્ટ્રેટ...
મુંબઈમાં બીએમડબલ્યુ કારે બે કોન્સ્ટેબલને ફંગોળી દીધા
મુંબઈ – દક્ષિણ મુંબઈના પેડર રોડ પર ગઈ કાલે મધરાત બાદ લગભગ પોણા બે વાગ્યે એક બીએમડબલ્યુ કારે બે પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારતાં તેઓ ઈજા પામ્યા છે.
આ બનાવ પેડર રોડ પર એક ચેક પોઈન્ટ ખાતે બન્યો હતો.
પોલીસનો દાવો છે કે કારને રોકવાનો ઈશારો કરાયો હતો છતાં ડ્રાઈવરે તેને રોકી...

