Archive: MUMBAI news Subscribe to MUMBAI news
મુંબઈ નજીકના સમુદ્રમાં કોસ્ટ ગાર્ડે ફિશિંગ બોટને આંતરી, પાંચને પકડ્યા
મુંબઈ – ૨૦૦૮ના નવેંબરમાં મુંબઈમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે મુંબઈમાં ઘૂસવા માટે લશ્કર-એ-તૈબાના ૧૦ ત્રાસવાદીઓએ જે ફિશિંગ બોટનો ઉપયોગ કર્યો હતો તેવા જ પ્રકારની એક યાંત્રિક માછીમારી નૌકાને કોસ્ટ ગાર્ડના સુરક્ષા જવાનોએ કબજે કરી છે અને તેમાંના પાંચ જણની ધરપકડ કરી છે.
એમએસવી...
મુંબઈ: કોસ્ટ ગાર્ડે વિદેશી જહાજ રોક્યું, વિસ્ફોટકો હોવાની શંકા
મુંબઈ- અહીંના જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટ (JNPT)ની નજીક ભારતીય કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ્સ વિભાગે એક વિદેશી જહાજને રોક્યું છે. આ જહાજ પર અંદાજે દોઢ હજાર જેટલા કન્ટેનર લદાયેલા છે. કોસ્ટ ગાર્ડ્સ અને કસ્ટમ્સ વિભાગને શંકા છે કે જહાજમાં વિસ્ફોટકો હોઈ શકે છે. હાલ જહાજની તપાસ થઈ રહી...
અંધેરીમાં રેસિડેન્શિયલ બહુમાળી ઈમારતમાં આગ, કોઈ જખ્મી નથી
મુંબઈ – અહીંના અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં મરોલ મિલિટરી રોડ પર આવેલા ૧૪-માળના રેસિડેન્શિયલ ટાવર, રાજ કોમ્પલેક્સના ૧૦મા માળ પર આજે બપોરે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગ્યાની ખબર મળતાં જ ૯ ફાયર એન્જિન્સ અને ચાર એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
એમણે તાબડતોબ કામગીરી...
RBI બિલ્ડિંગમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો
મુંબઈ – અહીં દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી ભારતીય રીઝર્વ બેન્કના હેડક્વાર્ટરમાં ઘૂસવાનો આજે મંગળવારે બપોરે એક જણે પ્રયાસ કર્યો હતો, પણ સજાગ સુરક્ષા જવાનોએ તેને પકડી લીધો હતો.
બપોરે લગભગ ૪.૧૫ વાગ્યે એરગન સાથે સજ્જ થયેલા તે શખ્સને પોલીસને હવાલે કરી દેવામાં...
નવી મુંબઈમાં એરપોર્ટનો ખર્ચ ત્રણ ગણો વધી ગયો
નવી મુંબઈ – અહીંના સૂચિત એરપોર્ટનું કામકાજ વધુ વિલંબમાં પડ્યું છે. જમીન સંપાદનનું કાર્ય સંપૂર્ણ પૂરું થયું નથી તેથી એરપોર્ટનું કામ શરૂ થઈ શક્યું નથી.
નવી મુંબઈના એરપોર્ટ માટે ૧૧૬૦ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવનાર છે. એમાં ૨૯૧ હેક્ટર જમીન હજી સુધી સંપાદિત થઈ નથી. તેથી...
પોલીસ અધિકારીની મારપીટઃ તપાસ બંધબારણે કરાશે
મુંબઈ – ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનર સચીન સૂર્યવંશીની વિધાનભવનના પરિસરમાં વિધાનસભ્યોએ કરેલી મારપીટના પ્રકરણ વિશે એમએલએ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. તપાસ બંધબારણે યોજવાનો આદેશ અપાયો છે. તેનો અહેવાલ વિધાનસભાને જ સુપરત કરવામાં આવશે તેથી એ વિશેની કોઈ પણ માહિતી...
સંજય માટે માફી: અમર સિંહનો પત્ર ગવર્નરે સરકારને મોકલ્યો
મુંબઈ – બોલીવૂડ એક્ટર સંજય દત્તને જેલની સજામાંથી માફી અપાવવા માટે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહે કરેલી અપીલના પત્રને મહારાષ્ટ્રના ગવર્નર કે. શંકરનારાયણને રાજ્યના ગૃહ વિભાગને મોકલ્યો છે.
ગઈ ૨૬ માર્ચે અમર સિંહ અને જયાપ્રદા અહીં રાજભવન ખાતે ગવર્નરને મળ્યા...
ચર્ચગેટ-દહાણુ લોકલ ટ્રેન સેવા ફરી વિલંબમાં પડી
મુંબઈ – માર્ચ મહિનાની આખરમાં ચર્ચગેટ-દહાણુ વચ્ચે સીધી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે એવી પશ્ચિમ રેલવેએ જોરશોરથી જાહેરાતો કરેલી, પણ આ સેવા વિલંબમાં પડી ગઈ છે. હવે નવી તારીખો મુજબ, એ ૧૦-૧૨ એપ્રિલે શરૂ કરાય એવી ધારણા છે.
સેવા વિલંબમાં થવાનું મુખ્ય કારણ આ રૂટ પર રેક ઉપલબ્ધ...
થાણેમાં માસૂમ પર બળાત્કારઃ ઉત્તર ભારતીયોની મારપીટ
મુંબઈ – પડોશના થાણે શહેરમાં ચાર વર્ષની એક બાળકી પર બળાત્કાર કરનાર એક ઉત્તર ભારતીય યુવાનની ધરપકડ બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ વિસ્તારમાં રહેતા કેટલાક અન્ય ઉત્તર ભારતીયોની મારપીટ કરતાં તંગદિલી ઊભી થઈ છે.
થાણેમાં એક મહોલ્લામાં રહેતા કેટલાક ઉત્તર ભારતીયોની મારપીટ...

