Archive: MUMBAI news Subscribe to MUMBAI news
ચર્ચગેટ-દહાણુ લોકલ ટ્રેન સેવા ફરી વિલંબમાં પડી
મુંબઈ – માર્ચ મહિનાની આખરમાં ચર્ચગેટ-દહાણુ વચ્ચે સીધી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે એવી પશ્ચિમ રેલવેએ જોરશોરથી જાહેરાતો કરેલી, પણ આ સેવા વિલંબમાં પડી ગઈ છે. હવે નવી તારીખો મુજબ, એ ૧૦-૧૨ એપ્રિલે શરૂ કરાય એવી ધારણા છે.
સેવા વિલંબમાં થવાનું મુખ્ય કારણ આ રૂટ પર રેક ઉપલબ્ધ...
થાણેમાં માસૂમ પર બળાત્કારઃ ઉત્તર ભારતીયોની મારપીટ
મુંબઈ – પડોશના થાણે શહેરમાં ચાર વર્ષની એક બાળકી પર બળાત્કાર કરનાર એક ઉત્તર ભારતીય યુવાનની ધરપકડ બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ વિસ્તારમાં રહેતા કેટલાક અન્ય ઉત્તર ભારતીયોની મારપીટ કરતાં તંગદિલી ઊભી થઈ છે.
થાણેમાં એક મહોલ્લામાં રહેતા કેટલાક ઉત્તર ભારતીયોની મારપીટ...
પોલીસ ઓફિસરની મારપીટ કરનાર વિધાનસભ્યો છટકી જશે?
મુંબઈ – વિધાનસભ્યોએ અહીં મહારાષ્ટ્ર વિધાનસભા ઈમારતમાં એક પોલીસ અધિકારીની કરેલી મારપીટની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અવરોધ ઊભો થયો છે, કારણ કે સરકારે કહ્યું છે કે આ ઘટનાનું સીસીટીવી ફુટેજ અપૂર્ણ છે અને હુમલામાં જે લોકો સંડોવાયેલા છે તેઓ સ્પષ્ટ રીતે ઓળખાતા નથી.
રાજ્યના...
મુંબઈમાં કેમિકલ ફેક્ટરીમાં ધડાકો થયો, પાંચનાં મરણ
મુંબઈ – અહીંના અંધેરી ઉપનગરના સાકીનાકા વિસ્તારમાં એક કામચલાઉ કેમિકલ કારખાનામાં ધડાકો થતાં એક ઘરની દિવાલ તૂટી પડતાં પાંચ જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં સાતને ઈજા થઈ છે.
એ ઘર તે ફેક્ટરીના કમ્પાઉન્ડને અડીને જ આવેલું છે.
ધડાકો થવાનું કારણ તત્કાળ જાણી શકાયું નથી.
બનાવ નજરે...
ભીવંડીમાં ઉશ્કેરણીજનક ફેસબુક પોસ્ટને કારણે તંગદિલી
મુંબઈ – સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક ઉશ્કેરણીજનક પોસ્ટને કારણે પડોશના થાણે જિલ્લાના ભીવંડી શહેરમાં આજે ગુરુવારે તંગદિલી ઊભી થઈ હતી.
અનેક પાવરલૂમ ધરાવતું આ શહેર કોમી રીતે સંવેદનશીલ ગણાય છે.
પોલીસે આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમો હેઠળ અજાણી...
પવારનું સ્વાસ્થ્ય બગડ્યાની ખોટી અફવા છેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ
મુંબઈ – કેન્દ્રીય કૃષિ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સ્વાસ્થ્ય એકદમ સરસ છે એવી સ્પષ્ટતા એમની પાર્ટીએ કરી છે.
પવારની તબિયત વિશેની અફવા ફેલાઈ છે અને તેનો અંત લાવવા માટે પાર્ટીએ આ ખુલાસો કર્યો છે.
તેમજ આ અફવા અંગે પવારના કુટુંબીજનોએ નારાજગી...
સજા માફી નહીં માગું, હું સરેન્ડર કરીશ: સંજય દત્ત
મુંબઈ – ૧૯૯૩માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી પાંચ વર્ષ કેદની સજા સંભળાવ્યા બાદ અભિનેતા સંજય દત્તે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે આત્મસમર્પણ કરશે, અને સજા માફી માટે અરજી નહીં કરે.
સંજયે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સન્માન...
સંજય દત્ત કદાચ એપ્રિલના મધ્યમાં કોર્ટને શરણે જશે
મુંબઈ – એક્ટર સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં પાંચ વર્ષની જેલની સજા થઈ છે. તે એપ્રિલના મધ્ય ભાગમાં કોર્ટમાં શરણાગતિ સ્વીકારે એવી ધારણા છે.
૫૩ વર્ષીય સંજય ભૂતકાળમાં ૧૮ મહિના જેલમાં વીતાવી ચૂક્યો છે. આમ, હવે તેણે બાકીના સાડા ત્રણ વર્ષની મુદત પૂરી...
યુસુફ પઠાણ પરણી ગયો, ૨૯ માર્ચે વડોદરામાં રિસેપ્શન
મુંબઈ – ભારતીય ટીમમાંથી આઉટ થઈ ગયેલો ઓલરાઉન્ડર યુસુફ પઠાણ આજે બુધવારે અહીં તેની ફિયાન્સી આફરીન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો છે.
૩૦ વર્ષીય યુસુફ અને આફરીનની સગાઈ ગયા વર્ષે નડિયાદમાં તેના ફાર્મહાઉસમાં થઈ હતી.
વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ આફરીનનો જન્મ અને ઉછેર મુંબઈમાં...
ભાયંદરમાં સ્કૂલ બસે પાંચ વ્યક્તિને કચડ્યાં, ગર્ભવતી મહિલાનું મરણ
મુંબઈ- પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરમાં ગઈકાલે સોમવારે રાત્રે સ્કૂલની એક બસ બેકાબુ બની જતા તેણે પાંચ વ્યક્તિઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું મરણ થયું છે. જ્યારે બે મહિલાઓ અને બે બાળકોની હાલત ગંભીર છે.
ભાયંદર પશ્ચિમનાં આંબેડકર નગરમાં સ્કૂલ બસ...

