Archive: MUMBAI news Subscribe to MUMBAI news

Rahul Sharma

જુહુ રેવ પાર્ટીઃ ક્રિકેટર રાહુલ શર્મા પર ચાર્જ મૂકાયો

મુંબઈ – ગયા વર્ષે જુહુ વિસ્તારમાં થયેલી એક રેવ પાર્ટીના કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. પોલીસે તે રેવ પાર્ટીમાં કેફી દ્રવ્યોનો ઉપયોગ કરવાનો ક્રિકેટર રાહુલ શર્મા પર આરોપ મૂક્યો છે. સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વેન પાર્નેલને આ કેસમાં ફરાર આરોપી તરીકે ઘોષિત કરવામાં...
SALMAN KHAN

સલમાનને રાહત મળી; હિટ એન્ડ રન કેસમાં સુનાવણી ૮ એપ્રિલ સુધી ટળી

મુંબઈ- વર્ષ ૨૦૦૨નાં હિટ એન્ડ રન કેસમાં સુનાવણી આઠ એપ્રિલ સુધી ટાળી દેવાઈ છે. બોલિવુડ અભિનેતા સલમાન ખાનને આજે સોમવારે મુંબઈની બાન્દ્રા કોર્ટમાં હાજર થવાનું હતુ પરંતુ તે હાજર નહોતો રહ્યો.સલમાન ખાનનું કહેવું હતું કે તેને હજું સુધી કોર્ટ વતી સમન્સ નથી મળ્યું. આ પહેલા ૨૩...
INDIABULLS OFFICE

ઈન્ડિયા બુલ્સની ઓફિસ પર હુમલો, પાંચની અટકાયત

મુંબઈ- ઈન્ડિયા બુલ્સની ઓફિસ પર રવિવારે સાંજે હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે આજે સોમવારે મુંબઈ પોલીસે પાંચ એમએનએસ કાર્યકર્તાની અટકાયત કરી છે. પોલીસનાં જણાવ્યાપ્રમાણે અંદાજે ૧૫ લોકો દ્વારા ઓફિસ પર હુમલો કરવામા આવ્યો હતો. આ પહેલા અમરાવતીની રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ...
Navneet Kaur Dhillon

ચંડીગઢની નવનીત કૌર બની નવી મિસ ઈન્ડિયા

મુંબઈ – ચંડીગઢની નવનીત કૌર ધિલ્લન ‘ફેમિના મિસ ઈન્ડિયા 2013′ તરીકે પસંદ કરાઈ છે. ૨૦ વર્ષની નવનીત કૌરે મિસ ઈન્ડિયા બ્યૂટી કોન્ટેસ્ટના આ ૫૦મા વર્ષમાં દેશના જુદા જુદા ભાગમાંથી સ્પર્ધામાં ભાગ લેનાર ૨૩ છોકરીઓને પરાજિત કરી છે. શોભિતા ધુલિપલા ફર્સ્ટ રનર અપ બની છે જ્યારે ૧૮...
Maharashtra ATS police

મહારાષ્ટ્રના પોલીસ અધિકારીએ પરિવારજનોની હાજરીમાં આત્મહત્યા કરી

મુંબઈ – મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના સિનિયર પોલીસ અધિકારી સંજય બેનરજીએ આજે શનિવારે થાણે શહેરની એક હોટેલમાં પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. બેનરજી ડેપ્યૂટી પોલીસ કમિશનર હતા. તેમણે પોતાની જ રીવોલ્વરમાંથી પોતાની જાતને બે ગોળી મારીને જીવનનો...
Thane

મુંબઈ નજીક ફેક્ટરીમાં ધડાકો થતાં બે જણનાં મરણ

થાણે – આ શહેર-જિલ્લામાં આવેલા તારાપુર વિસ્તારના એમઆઈડીસી વિસ્તારમાં આરતી ડ્રગ્સ નામની એક કેમિકલ ફેક્ટરીમાં આજે શુક્રવારે જોરદાર વિસ્ફોટ થતાં બે જણનાં મરણ નિપજ્યા છે અને ઓછામાં ઓછા ૬ જણ ઘાયલ થયા છે. શુક્રવારે સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે આ બનાવ બન્યો હતો. ધડાકા બાદ ફેક્ટરીનું...
Sanjay Dutt

મારે સ્ટ્રોંગ રહેવું જ પડશે, મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે: સંજય દત્ત

મુંબઈ – ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ પોતાના અપરાધને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય દત્તે કહ્યું છે કે હું સ્ટ્રોંગ છું અને એમ જ રહીશ. બીજી બાજુ, દિલ્હીમાં ચુકાદો આવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંજયના સંસદસભ્ય બહેન પ્રિયા દત્ત રડી...
Mumbai MLA

પોલીસકર્મીની મારપીટ: વિધાનસભ્યો પોલીસને શરણે આવી ગયા

મુંબઈ – ટ્રાફિક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશીની મહારાષ્ટ્ર વિધાનભવનની બહાર કથિતપણે મારપીટ કરવાના કેસમાં મહારાષ્ટ્રના પાંચમાંના બે વિધાનસભ્ય અહીં પોલીસને શરણે આવી ગયા છે. વસઈના વિધાનસભ્ય ક્ષિતીજ ઠાકુર (બહુજન વિકાસ આઘાડી) અને રામ કદમ (મહારાષ્ટ્ર નવનિર્માણ...
Maharashtra

પોલીસકર્મીની મારપીટ કરનાર પાંચ વિધાનસભ્યો સસ્પેન્ડ

મુંબઈ – સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશીની મારપીટ કરનાર મહારાષ્ટ્રના પાંચ વિધાનસભ્યોને આ વર્ષના બાકીના ભાગ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પાંચ વિધાનસભ્યો છે – રામ કદમ (મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટી), ક્ષિતીજ ઠાકુર (બહુજન વિકાસ આઘાડી),...
Maharashtra Assembly

મુંબઈમાં વિધાનસભ્યોએ પોલીસ અધિકારીની મારપીટ કરી

મુંબઈ – એક આંચકાજનક બનાવમાં, એક વિધાનસભ્યની કારને અટકાવનાર એક પોલીસ અધિકારીની વિધાનસભ્યોના એક જૂથે આજે મારપીટ કરી છે. વિધાનસભ્યોનાં જૂથની આગેવાની વસઈના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુરે લીધી હતી. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશી નામના તે પોલીસ અધિકારીએ સોમવારે...