Archive: National news Subscribe to National news

Narendra Modi Sharad Pawar

મોદી, ગુજરાત પોલીસે ઈશરત જહાંને મારી નાખીઃ શરદ પવાર

થાણે – મુંબઈ નજીકના મુંબ્રા શહેરની રહેવાસી અને કોલેજિયન ઈશરત જહાંનું ૨૦૦૪માં કરાયેલા કથિત નકલી એન્કાઉન્ટર મામલે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી અને ગુજરાતની પોલીસે એક નિર્દોષ કોલેજ વિદ્યાર્થિનીને...
Chinese Premier Li Keqiang

ભારત-ચીન વ્યૂહાત્મક ભાગીદારો, સારા મિત્રો છેઃ કેકિઆંગ

નવી દિલ્હી – ચીનના નવા વડા પ્રધાન લી કેકિઆંગની ભારત યાત્રાને એક ગૌરવ સમાન ગણાવીને વડા પ્રધાન મનમોહન સિંહે આજે અહીં કહ્યું છે કે બંને દેશ વચ્ચેના સંબંધો આ વિસ્તારના શાંતિપૂર્ણ વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વનાં છે. બીજી બાજુ, ચીનના વડા પ્રધાને ભારત અને ચીનને વ્યૂહાત્મક...
congress

યુપીએ-2નું વડા પ્રધાન રિપોર્ટ કાર્ડ રજૂ કરશે

નવી દિલ્હી- યુપીએ-2ની ચોથી વર્ષગાંઠ પર બાવીસમી મેએ વડા પ્રધાન મનમોહન સિંહ પોતાની સરકારનાં નવ વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. કાર્યક્રમ બાદ આયોજિત ડિનર માટે યુપીએનાં સહિયોગી દળોની સાથે બહારથી સમર્થન આપી રહેલા દળોને પણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યુપીએ-2ની...
Li Keqiang

સીમા પર શાંતિ તો સંબંધ સારા: મનમોહને કેકિઆંગને કહી દીધું

નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આજે અહીં આવી પહોંચેલા ચીનના વડા પ્રધાન લી કેકિઆંગ સમક્ષ લદાખમાં ચીનના સૈનિકોએ તાજેતરમાં કરેલી ઘૂસણખોરી અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો સરહદ પર શાંતિ અને એખલાસ...
Liyaqat Shah

શંકાસ્પદ આતંકવાદી લિયાકત અલીને જામીન મળ્યાં

નવી દિલ્હી- દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાં આતંકવાદી હુમલાને પાર પાડવાનું કથિત ષડયંત્ર રચવાનાં આરોપ હેઠળ ધરપકડ કરાયેલા આતંકવાદી લિયાકત અલીને જામીન આપવામાં આવ્યાં છે. લિયાકત અલી હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકવાદી હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે...
Shreesanth and chandila

“શ્રીસંત અને ચાંડિલાને યુવતીઓ સપ્લાય કરવામાં આવી હતી”

નવી દિલ્હી- ક્રિકેટ પર સ્પૉટ ફિક્સિંગનો કલંક લગાડનારા ત્રણ ખેલાડીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ તમામની વચ્ચે એક સમાચારપત્રે ઘટસ્ફોટ કર્યો છે કે સટોડિયાઓએ ખેલાડીઓને પોતાનાં શિકંજામાં લાવવા યુવતીઓનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસનાં અધિકારીક સુત્રોનાં જણાવ્યાં...
Facebook, arrest

સોશ્યલ સાઈટ્સ પર વાંધાજનક પોસ્ટઃ ધરપકડ અંગે સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાંધાજનક પોસ્ટ મૂકનાર કોઈ પણ વ્યક્તિને સિનિયર પોલીસ અધિકારીઓ તરફથી અગાઉથી પરવાનગી મેળવ્યા વગર ધરપકડ કરવી નહીં. વાંધાજનક પોસ્ટ મૂકનાર વ્યક્તિઓની ધરપકડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઓર્ડર આપવાનો...
Tihar Jail

દિલ્હી ગેંગરેપ: આરોપી વિનયને ઝેર અપાયાનો વકીલનો આરોપ

નવી દિલ્હી – ગયા વર્ષના ડિસેંબરમાં એક ચાલુ બસમાં મેડિકલ વિદ્યાર્થિની પર કરાયેલા ગેંગરેપના કેસનો એક આરોપી સાથી કેદીઓએ કરેલા હુમલા બાદ અત્યંત ગંભીર હાલતમાં છે, એવો તેના વકીલે દાવો કર્યો છે. વિનય શર્મા નામનો આરોપી ગયા મંગળવારે તિહાર જેલમાં સાથી કેદીઓએ કરેલા હુમલામાં...
Monsoon rains

ચોમાસું ૩ જૂને કેરળમાં બેસી જશેઃ હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી – હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વર્ષે નેઋત્યનું ચોમાસું ત્રીજી જૂને દક્ષિણ ભારતીય કાંઠે બેસી જશે એવી ધારણા છે. ચોમાસું મોડું બેસવાથી દક્ષિણ તથા પશ્ચિમી ભારતના દુકાળગ્રસ્ત ભાગોમાં પરિસ્થિતિમાં સુધાર થવાનું લંબાઈ જશે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય...
Arvind Kejriwal

સિબ્બલ વોડાફોનને લાભ કરાવે છે: કેજરીવાલનો આરોપ

નવી દિલ્હી – આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે નવા નિયુક્ત કરાયેલા કાયદા પ્રધાન કપિલ સિબ્બલ પર એવો આરોપ મૂક્યો છે કે વોડાફોન ટેક્સ જવાબદારીના વિવાદમાં સુપ્રીમ કોર્ટની બહાર પતાવટ કરાવી લેવા માટે તે કથિત પ્રયાસો કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે બ્રિટનની અગ્રગણ્ય...