Chitralekha » National

એર ઇન્ડિયાએ કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરી
છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી હડતાળ બાદ એર ઇન્ડિયાએ આજે પહેલી વાર ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરી હતી. એર ઇન્ડિયાના ત્રણ માંદા પડવાના બહાના સાથે રજા પર ઊતરેલા પાયલટો કામ પર પાછા ફર્યા હતા.

એર ઇન્ડિયાએ પોતાના કન્ટીજન્સી પ્લાનના એક ભાગરૂપે યુરોપ અને અમેરિકાની ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરી હતી. બીજી તરફ હડતાળ પર ઊતરેલા પાયલટોએ સરકારને વાટાઘાટો શરૂ કરવા અપીલ કરી હતી.

રૂપિયો ગગડતા પ્રણવ મુખરજીએ કડક પગલાંની ખાતરી આપી
ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય વિક્રમજનક નીચી સપાટીએ ગયા પછી નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ રાજ્યસભામાં કહ્યું હતું કે નાણાંકીય પ્રક્રીયાને મજબૂત બનાવવા માટે ભારતે કેટલાક કડક પગલાં ભરવા પડશે.

પ્રણવ મુખરજીએ કહ્યું કે દેશના આર્થિક વિકાસમાં નોંધાયેલી ધીમી ગતિ વિશે સરકાર ચિંતીત છે અને એ દિશામાં પગલાં ભરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની પ્રગતિની ગાથા આગળ ચાલુ જ રહેશે.

બીજી તરફ વિરોધ પક્ષોએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પ્રશ્ન ઊઠાવીને એવો ભય વ્યક્ત કર્યો હતો કે 1991ની સ્થિતિનું પુનરાવર્તન ન થાય, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની હાલત સાવ જ કથળી ગઇ હતી.

રાજાના જામીન મંજૂર, ૧૫ મહિના જેલમાં રહ્યા બાદ છૂટકારો
નવી દિલ્હી – ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાએ નોંધાવેલી જામીન માટેની અરજીને આજે અહીંની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અમુક શરતો પર મંજૂર રાખી છે. કોર્ટે રાજાને નવી દિલ્હીની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી છે.

સ્પેશિયલ જજ ઓ.પી. સૈનીએ જામીન અરજીનો સ્વીકાર કર્યાની ખબર મળતા જ કોર્ટની બહાર રાજાની ડીએમકે પાર્ટીના કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ કર્યો હતો. કોર્ટ જાણે પાર્ટીની ઓફિસ હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. કાર્યકર્તાઓ રાજાને ઘેરી વળ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવવા પડાપડી કરી હતી.

2-જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં થયેલા કૌભાંડના કેસમાં રાજા મુખ્ય આરોપી છે. તેમને ગયા વર્ષની બીજી ફેબ્રુઆરીએ પકડવામાં આવ્યા હતા.

સ્પેશિયલ સીબીઆઈ જજ ઓ.પી. સૈનીએ ગઈ ૧૧ મેએ રાજાની અરજી પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો જે આજે લીધો છે.

રાજાએ સમાનતાના ધોરણે પોતાને જામીન પર છોડવાની માગણી કરી હતી. તેમનું કહેવું છે કે આ કેસમાં પકડાયેલા અન્ય તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈ કોર્ટ કે નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

રાજાનું એમ પણ કહેવું છે કે તેમની સામેનો કેસ ખોટો અને ઉપજાવી કાઢેલો છે. આ કેસ કાયદાની અદાલતમાં ટકવાને લાયક નથી.

કોર્ટના ચુકાદા બાદ રાજાના પત્ની રડી પડ્યા હતા અને જજનો બે હાથ જોડીને આભાર માન્યો હતો.

કહેવાય છે કે ડીએમકે પાર્ટીના બે સંસદસભ્યોએ રાજા માટે રૂ. ૨૦- ૨૦ લાખની રકમના પર્સનલ તથા સ્યોરિટી બોન્ડ્સ આપ્યા છે. કોર્ટે આ રકમ અપાય તેની સામે જ રાજાને જામીન પર છોડવાની શરત રાખી છે.

70 વિધાનસભ્યોનો ટેકો હોવાનો યેદિયુરપ્પાનો દાવો
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ હાલની કટોકટી માટે મુખ્ય પ્રધાન સદાનંદ ગોવડા, પક્ષના મહામંત્રી એચ. એન. અનંત કુમાર અને રાજ્યના બીજેપી વડા કે. એસ. ઇશ્વરપ્પાને દોષિત ગણાવ્યા હતા અને એવો દાવો  કર્યો હતો કે બીજેપીના 70 વિધાનસભ્યોનો મને ટેકો છે.

યેદિયુરપ્પાએ કહ્યું હતું કે સદાનંદ ગોવડા સરકાર ચલાવવા સક્ષમ નથી. અનંત કુમાર મુખ્ય પ્રધાન બનવા અધીરા બન્યા છે.

બેંગલોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે હું કે મારા કોઇ જ ટેકેદાર બીજેપી છોડવાના નથી.

‘લોકશાહીમાં દ્રઢ વિશ્વાસને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે’
નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે રવિવારે એવી આશા વ્યક્ત કરી કે અપેક્ષિત ગરિમાની ભાવના સાથે આપણે એક નવું પ્રકરણ રચીશું.

લોકસભાની સર્વપ્રથમ બેઠકની રવિવારે ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્ય સભાની ખાસ બોલાવવામાં આવેલી બેઠકમાં વડા પ્રધાને રાજ્ય સભાની કાર્યવાહીમાં વારંવાર અવરોધ ઊભો થવા અંગે ચિંતા વ્યક્ત કરીને એવી આશા વ્યક્ત કરી કે ઉપલા ગૃહની અપેક્ષિત ગરિમા અને સમ્માનની ભાવના સાથે આપણે એક નવું પ્રકરણ રચીશું. તેમણે એમ પણ કહ્યું કે, વીતી ગયેલા ૬ દાયકાઓ દરમિયાન સંસદમાં જે ગંભીર ચર્ચાઓ, વિચાર-વિમર્શ થયા અને કાયદાઓ મંજૂર કરાયા તેનાથી આપણી લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત બની છે. તેણે આપણા પ્રજાસત્તાકને પણ મજબૂત કર્યું છે.

‘સંસદ એક એવો અનોખો મંચ છે જેમાં સમાજના પ્રત્યેક વર્ગની લાગણીઓ રજૂ કરવામાં આવે છે. ગૃહમાં કરાતા વિચાર-વિમર્શથી આપણો અનુભવ સમૃદ્ધ બને છે તેમજ વર્તમાન તથા ભવિષ્યના મુદ્દાઓ પર રાષ્ટ્રીય સહમતિ તૈયાર કરવામાં મદદ મળે છે,’ એમ વડા પ્રધાને કહ્યું.

રાજ્ય સભા સાથે પોતાના ૨૧ વર્ષના રહેલા જોડાણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ ઉપલા ગૃહનો લાંબો ઈતિહાસ રહ્યો છે. અહીં અનેક ઐતિહાસિક કાયદાઓ મંજૂર કરાયા છે જેમાં ભૂતપૂર્વ રજવાડાઓને લગતા કાયદા, બેન્કોનું રાષ્ટ્રીયકરણ, શિક્ષણનો અધિકાર, લઘુત્તમ રોજગાર ગારન્ટી જેવા કાયદાઓનો સમાવેશ થાય છે. લોકશાહી પદ્ધતિમાં ભારતના દ્રઢ વિશ્વાસને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. લોકશાહીમાં આપણી આસ્થા ખૂબ ઘેરી છે.

વહેલી ચૂંટણીઃ મમતાના દાવાને ભાજપનો આવકાર
નવી દિલ્હી – લોકસભાની ચૂંટણી વહેલી યોજાવાના એંધાણ છે એવો દાવો કરીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ સનસનાટી મચાવી દીધી છે ત્યારે મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તેમના દાવાને આવકાર આપ્યો છે.

મમતાએ કહ્યું છે કે તેમની પાસે એવી બાતમી છે કે દિલ્હીમાં એક રાજકીય પક્ષે લોકસભાની ચૂંટણી, જે ૨૦૧૪માં નિર્ધારિત છે, તે ૨૦૧૩માં વહેલી યોજવા માટે એક બેઠક બોલાવી હતી. મમતાએ ચૂંટણી લડવા માટે તૈયાર રહેવાની તેમની પાર્ટીને હાકલ પણ કરી છે.

મમતાના દાવાને આવકારતા ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું કે, મમતા બેનરજીએ આ (યુપીએ) સરકારમાંથી નીકળી જવું જોઈએ. તેમણે લોકસભાની ચૂંટણી વહેલી, ૨૦૧૩માં યોજાવાનો સંકેત આપ્યો છે. ભાજપ તો ઈચ્છે છે કે ચૂંટણી આ જ વર્ષમાં યોજાવી જોઈએ. યુપીએ સરકાર જેટલી વહેલી જાય એટલું સારું રહેશે.

જો કે કોંગ્રેસ મક્કમતાથી કહે છે કે ચૂંટણી નિર્ધારિત સમય મુજબ, ૨૦૧૪માં જ યોજાશે. પાર્ટીના પ્રવક્તા રાશીદ અલવીએ કહ્યું છે કે દરેક રાજકીય પક્ષે ચૂંટણી ગમે ત્યારે યોજાય તે માટે તૈયાર રહેવું જોઈએ. યુપીએ તેની બીજી ટર્મ પૂરી કરશે. ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ યોજાશે.

ગુવાહાટી, કોલકાતા, શિલોંગમાં ધરતીકંપના હળવા આંચકા
ગુવાહાટી – શુક્રવારે સાંજે ઈશાન ભારતના આસામ અને મેઘાલય રાજ્યોમાં ધરતીકંપના હળવા આંચકા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળના માલ્દા, બહેરામપુર, જિયાગંજ ઉપરાંત કોલકાતા શહેરમાં પણ આંચકાનો અનુભવ થયો હતો.

આ આંચકા સાંજે ૬.૧૪ વાગ્યે લાગ્યા હતા. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૧૪ની નોંધાઈ હતી. ધરતીકંપનું કેન્દ્રબિંદુ આસામના તેજપુરમાં હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગમાં આંચકાની અસર વધારે તીવ્ર હતી. અનેક ઘરોની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે.

સદ્દભાગ્યે ક્યાંયથી કોઈ જાનહાનિનો અહેવાલ નથી.

આંબેડકરના કાર્ટૂનના મુદ્દે સંસદમાં મોટો વિવાદ જાગ્યો
એનસીઇઆરટીની એક ટેક્સ્ટ્બૂકમાં છપાયેલા બાબા આંબેડકર વિશેના એક કાર્ટૂને બહુ મોટો વિવાદ જગાવ્યો છે અને એને લીધે સંસદના બન્ને ગૃહોમાં શુક્રવારે ઉહાપોહ થયો હતો.

આ પ્રશ્ને સભ્યો એટલા બધા ઉશ્કેરાયા હતા કે કેટલીક વાર બન્ને ગૃહો એડજોર્ન કરવા પડ્યા હતા. અમુક સભ્યોએ એવી માંગણી કરી હતી કે આ કાર્ટૂનવાળી ટેક્સ્ટબૂક તત્કાળ પાછી ખેંચાવી જોઇએ.

માનવ સંસાધન ખાતાંના પ્રધાન કપિલ સિબ્બલે આ વિવાદનો અંદ લાવવાની કોશિષ કરતાં કહ્યું હતું કે વાંધાજનક કાર્ટૂનને દૂર કરવાનું એનસીઇઆરટીને જણાવવામાં આવ્યું છે એટલું જ નહીં, આ ટેક્સ્ટબૂક્સનું વિતરણ પણ બંધ કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા સામે સીબીઆઇ તપાસ કરશે
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પા સામેના સગાંવાદ, ગેરકાયદે જમીન પ્રાપ્ત કરવી અને ટોચની માઇનિંગ કંપનીઓની તરફેણ કરવાને લગતા આરોપો વિશે સીબીઆઇને તપાસ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇને 3જી ઓગસ્ટ સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનું જણાવ્યું છે. યેદિયુરપ્પાએ જેની તરફેણ કરી હતી એવી માઇનિંગ કંપનીઓએ એમના પરિવારજનો દ્વારા સંચાલીત પ્રેરણા ટ્રસ્ટને મોટા ડોનેશન્સ આપ્યા હોવાના આરોપ વિશે પણ તપાસ કરવાનું સીબીઆઇને જણાવવામાં આવ્યું છે.

સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટિએ યેદિયુરપ્પા સામેના કેટલાક આક્ષેપોની નોંધ લીધી હતી.

લશ્કરી વડા સામેની અરજી તેજીન્દર સિંહે પાછી ખેંચી લીધી
લશ્કરી વડા વી. કે. સિંહની કથિત ગેરરીતિ બાબતે સીબીઆઇની તપાસની માંગણી કરનાર ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ તેજીન્દર સિંહે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લઇને સૌને ચોંકાવી દીધા છે.

સિનિયર કાઉન્સેલ રાજીવ ધવને અરજી પાછી ખેંચી લેવા સુપ્રીમ કોર્ટની બેન્ચને અરજ કરી હતી.

કોર્ટે અરજી પાછી ખેંચી લેવાની પરવાનગી આપી હોવાનું મનાય છે. સંરક્ષણ ખાતાંમાં ટેલિફોન ટેપ કરીને જાસુસી કરવાના બદલ લશ્કરી વડા સામે સીબીઆઇની તપાસ થવી જોઇએ એવી માંગણી સાથે તેજીન્દર સિંહે 25મી એપ્રિલે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો.

2-જી કૌભાંડઃ છેવટે રાજાએ પણ જામીન માટે કરી અરજી
નવી દિલ્હી – સેકન્ડ જનરેશન (2-જી) સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં ટેલિકોમ વિભાગના ભૂતપૂર્વ સેક્રેટરી સિદ્ધાર્થ બેહુરાને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં તેમની જામીન અરજી નોંધાવી છે જેનો કોર્ટે સ્વીકાર પણ કર્યો છે. તે માટેની સુનાવણી આવતા શુક્રવારે કરાશે.

રાજાએ પોતાની અરજીમાં કોર્ટને વિનંતી કરી છે કે સમાનતા અનુસાર તેમને પણ જામીન પર છોડવા જોઈએ.

રાજાએ સ્પેશિયલ જજ ઓ.પી. સૈનીને કરેલી વિનંતીમાં જણાવ્યું છે કે મારા સિવાય બીજાં તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે.

રાજા આ કેસના મુખ્ય આરોપી તરીકે ૧૮ મહિનાથી તિહાર જેલમાં છે. ૨૦૧૧ના ફેબ્રુઆરીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રાજા પર સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે તેમણે મોબાઈલ નેટવર્ક્સને મોટા તફાવત સાથે લાઈસન્સની ફાળવણી કરી હતી જેને કારણે દેશની તિજોરીને કરોડો રૂપિયાની ખોટ ગઈ છે.

રાજા ડીએમકે પાર્ટીના સંસદસભ્ય છે. 2-જી કૌભાંડ કેસમાં તેમની પાર્ટીના વડા કરૂણાનિધિના સાંસદ પુત્રી કનીમોળીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એમને ગયા નવેંબરમાં જામીન પર છોડવામાં આવ્યાં છે.

દશ વધુ પાયલટ્સ બરતરફ, હડતાળ ગેરકાયદે
ઇન્ડિયન પાયલટ્સ ગિલ્ડ સાથે સંકળાયેલા એર ઇન્ડિયાના પાયલટોને હડતાળ પર જતાં રોકવાનો આદેશ આપીને દિલ્હી હાઇ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે પાયલટોની હડતાળ ગેરકાયદે છે અને એનાથી એર ઇન્ડિયાને ભરપાઇ ન થઇ શકે એવી નુકસાની થાય છે. બીજી તરફ એર ઇન્ડિયાએ હડતાળ પર ઉતરેલા બીજા દશ પાયલટોને બરતરફ કર્યા હતા.

દરમિયાન સરકારે પાયલટો સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી અને એ સાથે જ ફરીવાર આવી હરકત કરવા ચેતવણી પણ આપી.

ઝારખંડના મુખ્ય પ્રધાનનું હેલિકોપ્ટર ઊંધુ વળી ગયું
ઝારખંડના મુખ્ય પ્રધાન અર્જુન મુંડાનું હેલિકોપ્ટર રાંચી એરપોર્ટ પર ઊંધુ વળી ગયું હતું, જેને પગલે મુંડા ઇજા પામ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હેલિકોપ્ટરમાં જોકે આગ નહોતી લાગી અને એમાં બેઠેલા પેસેન્જરો કે પાયલટને ઇજા થઇ છે કે નહીં એ જાણી શકાયું નથી. વહીવટીતંત્રે તાકીદની કાર્યવાહી હાથ ધરી છે.

યુપીના ડીઆઇજીનું ઓનર કિલીંગના સમર્થનમાં નિવેદન
ઉત્તર પ્રદેશના એક ટોચના પોલીસ અધિકારીએ ઓનર કિલીંગને સમર્થન આપવાને લગતું એક ચોંકાવનારું નિવેદન કર્યું હતું. પ્રબુધ નગર જિલ્લાના સહરાનપુર રેન્જના ડેપ્યુટિ ઇન્સપેક્ટર જનરલ (ડીઆઇજી) સતીષ કુમાર માથુર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના રિવ્યુ માટે રૂટિન ઇન્સપેક્શન માટે નીકળ્યા હતા ત્યારે એક સ્ત્રીએ એમને એવી ફરિયાદ કરી હતી કે મારી પુત્રી લાપત્તા છે તો એને શોધવામાં મને મદદ કરો.

પ્રબુધ નગરના કસેર્વા ગામની રહેવાસી શૌકિન મહમ્મદે જ્યારે આવી ફરિયાદ કરી ત્યારે ડીઆઇજીએ એમને એવો જવાબ આપ્યો કે જો તમારી પુત્રી કોઇની સાથે ભાગી ગઇ હોય તો એને મારી નાંખો.

શૌકિન મહમ્મદની 14 વર્ષની પુત્રીને હકીકતમાં દોઢ મહીના પહેલા ગામના ગુંડાઓ ઊઠાવી ગયા છે.

માઓવાદીઓએ અપહ્યત પોલીસ અધિકારીને ઠાર કર્યા
ઓડિશાના નૌપાડાના પોલીસ અધિકારી કૃપા રામ માઝીનું નક્સલવાદીઓએ અપહરણ કર્યું હતું અને પછી તેમની હત્યા કરી હતી. દશ માઓવાદી મંગળવારે માઝીને ઊઠાવી ગયા હતા. તેમની સાથેના કોન્સ્ટેબલને માઓવાદીઓએ જવા દીધો હતો.

નૌપાડાના જંગલોમાં કરવામાં આવેલા એક કોમ્બિંગ ઓપરેશનનો બદલો લેવા માટે ધરમબંધા પોલીસ સ્ટેશનના એએસઆઇ કૃપારામ માઝીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ગયા મહીને માઓવાદીઓ દ્વારા અપહરણ થવાના બે કિસ્સા ઓડિશામાં બન્યા હતા.

એર ઈન્ડિયાના ૧૦ પાઈલટોને બરતરફ કરવામાં આવ્યા
નવી દિલ્હી – એર ઈન્ડિયાની મેનેજમેન્ટે સપાટો બોલાવીને આજે આંદોલન પર ઉતરેલા ૧૦ પાઈલટોને બરતરફ કરી દીધા છે અને તેમના યુનિયનની માન્યતા રદ કરી છે તથા તેની ઓફિસને સીલ કરી દીધી છે.

એર ઈન્ડિયાના લગભગ ૧૬૦ પાઈલટો સોમવાર રાતથી કામ પર હાજર ન થતાં એર ઈન્ડિયાની પાંચ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરવી પડી છે.

કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન અજિત સિંહે પાઈલટોના આંદોલનને ગેરકાયદેસર ગણાવ્યું છે.

દશ વર્ષમાં હજની સબસિડી નાબુદ કરોઃ સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે સરકારને એવો આદેશ આપ્યો છે કે હજ માટે આપવામાં આવતી સબસિડી દશ વર્ષની અંદર તબક્કાવાર રીતે બંધ કરવામાં આવે.

ન્યાયમૂર્તિ અલ્તમાશ કબિર અને રંજના પ્રકાશ દેસાઇની બનેલી એક બેન્ચે જણાવ્યું હતું કે સબસીડી આપવાની આ નીતિ નાબુદ થવી જોઇએ એવો અમારો મત છે.

વડા પ્રધાનના શુભેચ્છા પ્રતિનિધિમંડળના સભ્યોની સંખ્યા ઘટાડીને બે કરવાની સૂચના પણ સુપ્રીમ કોર્ટે આપી છે.

નીતિશ-મોદીએ હાથ મિલાવ્યા એ લાલુને ખટક્યું
પટણા – શનિવારે નવી દિલ્હીમાં એનસીટીસી વિષયે રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે હાથ મિલાવ્યા તે લાલુપ્રસાદ યાદવને ગમ્યું નથી. રાષ્ટ્રીય જનતા દળના આ વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવી ટકોર કરી છે કે મોદીએ સુરત શહેરમાં ઊજવાયેલા બિહાર દિવસમાં હાજર રહેવાનું નીતિશ કુમારને આમંત્રણ આપ્યું નહોતું તે છતાં નીતિશે મોદી સાથે હાથ મિલાવ્યા.

લાલુની પાર્ટીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ નીતિશની બિનસાંપ્રદાયિક ઈમેજ પર પ્રહાર કરતા કહ્યું કે મોદી સાથે હાથ મિલાવીને નીતિશે પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. આના પરથી સાબિત થયું છે કે મોદી પ્રત્યે નીતિશનું અત્યાર સુધી જે વલણ હતું તે માત્ર એક નાટક હતું. તે લોકોને મૂર્ખ બનાવતા હતા. વાસ્તવમાં એ બંને જણ મિત્ર છે.

કોંગ્રેસે પણ મોદી સાથ હાથ મિલાવવા બદલ નીતિશ કુમારની ટીકા કરી છે.

ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારે હાથ મિલાવવા માટે લાલુ યાદવની પરવાનગી લેવાની જરૂર ન હોય.

પંજાબ મેલ ખડી પડ્યો; કોઈ જાનહાનિ નથી, ૧૯ને ઈજા
નવી દિલ્હી – હરિયાણાના રોહતક નજીક રવિવારે વહેલી સવારે મુંબઈ જતા પંજાબ મેલને નડેલા એક અકસ્માતમાં તેના આઠ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ૧૯ જણને ઈજા થઈ છે.

ઈજાગ્રસ્તોને રોહતકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંના ૧૭ જણને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. બે જણને નજીવું ફ્રેક્ચર થયું છે.

રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાએ કહ્યું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. બધું અંકુશ હેઠળ છે. ટ્રેન મુંબઈ તરફ રવાના કરી દેવામાં આવી છે. રેલવે પ્રધાના મુકુલ રૉયે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ વિગતો મગાવી છે.

અકસ્માત વહેલી સવારે લગભગ ચાર વાગ્યે થયો હતો. ટ્રેન પંજાબના ફિરોઝપુરથી મુંબઈ જતી હતી. રોહતક રેલવે સ્ટેશનથી લગભગ ૨૦ કિ.મી. દૂર ખરવાર અને સામ્પલા સ્ટેશનો વચ્ચે રેલવે લાઈનમાં ભંગાણ પડ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું કહેવાય છે. બે સ્લિપર બોગી તેમજ ગાર્ડ-કમ-લગેજ વેન પણ પાટા પરથી ખડી પડ્યા હતા.

અકસ્માત થયા બાદ ટ્રેનમાંના કોઈકે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી. પોલીસ તથા રેલવેના ટોચના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ટ્રેનને બાદમાં સવારે ૬ વાગ્યે મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી.

એનસીટીસી કેન્દ્ર વિરુદ્ધ રાજ્યો વચ્ચેનો મુદ્દો નથીઃ વડા પ્રધાન
નવી દિલ્હી – નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (એનસીટીસી) રચના કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો બચાવ કરતા વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે આતંકવાદ દેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટા જોખમોમાંનો એક છે. એનસીટીસી દેશભરમાં આતંકવાદ વિરોધી ઉપાયોનું સંયોજન કરશે.

અહીં વિજ્ઞાન ભવન ખાતે ગૃહ મંત્રાલયે એનસીટીસી મુદ્દે બોલાવેલી રાજ્યોના મુખ્ય પ્રધાનોની પરિષદનું ઉદ્દઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં મનમોહન સિંહે એવી સ્પષ્ટતા પણ કરી છે કે એનસીટીસી એ રાજ્યો વિરુદ્ધ કેન્દ્ર સરકારનો મુદ્દો નથી. એનસીટીસી રાજ્યોની આતંકવાદ-વિરોધી ક્ષમતાને ઘટાડશે નહીં, ઊલટાનું વધારશે.

વડા પ્રધાને કહ્યું છે કે એનસીટીસીને કાર્યરત કરવા માટે, તેના અધિકારો તથા કાર્યક્ષેત્ર માટે વ્યાપક સંમતિ સધાય તે જરૂરી છે.

પશ્ચિમ બંગાળના આર્થિક સંકટ સંદર્ભે દીદી વડા પ્રધાનને મળ્યા
એક તરફ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બાબતે રાજકીય રસ્સીખેંચ ચાલી રહી છે ત્યારે તૃણમૂલ કોન્ગ્રેસના વડા મમતા બેનરજી 7, રેસકોર્સ રોડ પર વડા પ્રધાનને મળ્યા હતા પોતાના રાજ્ય પશ્ચિમ બંગાળ માટે નાણાંકીય રાહત વિશે તેમની સાથે ચર્ચા કરી હતી.

મમતા બેનરજીએ એવી વડા પ્રધાન સમક્ષ એવી માંગણી કરી છે કે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલી લોન પરનું હજારો કરોડ રૂપિયાનું વ્યાજ કેન્દ્ર માફ કરી દે.

પશ્ચિમ બંગાળની આર્થિક હાલત નબળી હોવા વિશે તેમણે પત્રકારોને કહ્યું હતું કે ડાબેરી પક્ષોને લીધે રાજ્યની તિજોરી ખાલી થઇ ગઇ છે.

મમતા બેનરજીએ નવા રાષ્ટ્રપતિની પસંદગી બાબતે પોતાનો મત સ્પષ્ટ કર્યો નથી, પરંતુ એમ મનાય છે કે તેઓ યુપીએની પસંદગીને મંજૂરી આપશે.

હું રાષ્ટ્રપતિપદની રેસમાં નથીઃ પ્રણવ મુખરજી
નવી દિલ્હી – પ્રતિભા પાટીલનાં અનુગામીની નિમણૂંક કરવાની હોઈ રાષ્ટ્રપતિ ભવન તરફની દોટમાં રસાકસી તીવ્ર બનતી જાય છે ત્યારે કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ પોતે આ રેસમાં સામેલ હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે. તેમણે આ અહેવાલોને માત્ર અફવા તરીકે ગણાવ્યા છે.

રાષ્ટ્રપતિ બનવાની તમારી શક્યતા કેટલી? એવું પૂછતાં કોંગ્રેસના આ ‘વિઘ્નહર્તા’ નેતા, મુખરજીએ કહ્યું કે, આ બધી અફવાઓ છે. મારે તે અંગે કોઈ કમેન્ટ કરવી નથી.

કોંગ્રેસના પ્રમુખ અને યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ પદ માટે મારી સરકારે હજી સુધી કોઈ નામ નક્કી કર્યું નથી.

અહેવાલો જણાવે છે કે રાષ્ટ્રપતિ પદ માટે મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી વચ્ચે તીવ્ર રસાકસી છે અને તેમાં મુખરજીનો પલ્લું ભારે છે.

ભાજપની આગેવાની હેઠળનું એનડીએ જૂથ અબ્દુલ કલામને ફરી રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે.

જિલ્લા કલેક્ટરનો અંતે માઓવાદીઓએ કર્યો છૂટકારો
રાયપુર – છત્તીસગઢ રાજ્યના સુકમા જિલ્લાના અપહૃત કલેક્ટર એલેક્સ પૌલ મેનનને માઓવાદી નક્સલવાદીઓએ છોડી દીધા છે.

માઓવાદીઓએ મેનનને ગુરુવારે બપોરે બે વાટાઘાટકાર – પ્રોફેસર જી. હરગોપાલ અને બી.ડી. શર્માના હાથમાં સોંપી દીધા હતા. છત્તીસગઢના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રામ નિવાસે આ અહેવાલને સમર્થન આપ્યું છે.

મેનનને જંગલની અંદરના જે સ્થળે વાટાઘાટકારોને સુપરત કરાયા ત્યાં સુધી પત્રકારો, પ્રેસ ફોટોગ્રાફરોને માઓવાદીઓએ જવા દીધા નહોતા. જંગલની અંદર બે મધ્યસ્થ વ્યક્તિઓના વાહનને જ જવા દેવામાં આવ્યું હતું.

મેનનના સસરા ટી.એન. વેણુગોપાલે એનડીટીવી ચેનલને કહ્યું કે આજનો દિવસ અમારે માટે દિવાળીના તહેવાર જેવો છે.

નક્સલવાદીઓ ગઈ ૨૧ એપ્રિલે મેનનને ઉપાડી ગયા હતા અને ત્યારથી તે એમના જ તાબામાં હતા.

ગુરુવારે સાંજે લગભગ ૬.૨૫ વાગ્યે મેનન ચિંતલનાર ગામસ્થિત સીઆરપીએફ મથક ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પત્રકારોને કહ્યું કે, મારી તબિયત સારી છે. મને છોડી દીધો તેથી ઘણી રાહતનો અનુભવ કરું છું. હું બંને પક્ષ તરફના મધ્યસ્થ વ્યક્તિઓ, મારા રાજ્યની સરકાર, મારા મુખ્ય પ્રધાન, મારા તમામ સિનિયર્સ, મારા પરિવારજનો તથા મિત્રોનો આભાર માનું છું.

મેનને કહ્યું કે અપહરણની ઘટના છતાં હું સુકમા જિલ્લામાં જ રહેવા માગું છું. મારે અહીં રહેવું કે નહીં તે નિર્ણય રાજ્ય સરકાર લેશે.

સચીનને શપથ લેતો અટકાવવા મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી
ચેન્નઈ – મહાન ક્રિકેટર સચીન તેંડુલકરને રાજ્ય સભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરતો રોકવાની દાદ ચાહતી એક અરજી મદ્રાસ હાઈ કોર્ટમાં નોંધવામાં આવી છે. આ અરજી એક એડવોકેટે કરી છે.

અરજદારનું કહેવું છે કે સચીન સામે એક કેસ પેન્ડિંગ પડ્યો હોવાથી તેને રાજ્યસભાનો સભ્ય બનવા દેવો ન જોઈએ.

કોર્ટ કદાચ આ અરજી પર આજે જ નિર્ણય આપે એવી ધારણા છે.

દરમિયાન, ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલા ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ સચીન તેંડુલકરને ભારત રત્ન ખિતાબને બદલે રાજ્ય સભાની બેઠક માટે નિયુક્ત કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં અણ્ણાએ કહ્યું કે સચીન ભારત રત્ન ખિતાબ માટે પાત્ર છે એવું મારું માનવું છે. સચીનને રાજ્ય સભાનો સદસ્ય બનાવવા પાછળ સરકારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો નથી. જો સરકાર એનું સમ્માન કરવા માગતી હતી તો તેઓ એને ભારત રત્ન ખિતાબ આપી શક્યા હોત.

રામદેવ પર સંસદસભ્યો ભડક્યા, પગલું ભરવાની કરી માગણી
નવી દિલ્હી – અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓ બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવે સંસદસભ્યોને લૂંટારા અને હત્યારાઓ કહીને વિવાદ સર્જ્યો છે. લોકસભાનાં સ્પિકર મીરા કુમાર તથા ભાજપના સિનિયર નેતા યશવંત સિંહા સહિત અનેક સંસદસભ્યોએ રામદેવની ટીકા કરી છે અને સંસદનો આદર કરવાની લોકોને અપીલ કરી છે.

રામદેવે મંગળવારે છત્તીસગઢના દુર્ગ શહેરમાં તેમની મહિનો લાંબી યાત્રાના આરંભે પત્રકારોને સંબોધિત કરતા કહ્યું હતું કે, આ લોકો (સંસદસભ્યો) કિસાનો, મજૂરો કે દેશની જનતાની પરવા કરતા નથી. તેઓ માત્ર પૈસાના મિત્રો અને ગુલામો છે. તેઓ અભણ, લૂંટારા અને હત્યારાઓ છે. તેઓ માનવના રૂપમાં રાક્ષસો. તેઓ આ હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે, પણ તેઓ આ માટે લાયક નથી. સંસદસભ્યોમાં કેટલાક સારા લોકો પણ છે અને તેમના પ્રત્યે મને માન છે. પરંતુ આપણે હત્યારાઓ, લૂંટારાઓ અને અભણ સંસદસભ્યોથી દેશને બચાવવાનો છે.

રામદેવના આ નિવેદનો સામે વાંધો ઉઠાવીને સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય શૈલેન્દ્ર કુમારે કહ્યું કે, જાહેરમાં આ પ્રકારની ટિપ્પણી સંસદના વિશેષાધિકારનો ભંગ દર્શાવે છે અને સંસદસભ્યો વિશે આવા બદનામીભર્યા ઉચ્ચારણો કરનાર ગુનેગારો સામે પગલું લેવું જોઈએ.

કુમારને લોકસભામાં તમામ બાજુએથી ટેકો મળ્યો હતો.

ગૃહમાં તે વખતે અધ્યક્ષપદ સંભાળનાર પી.સી. ચાકોએ કહ્યું કે કુમારની વિશેષાધિકાર નોટિસ સ્પિકરને મળી છે અને સભ્યો સ્પિકરનાં નિર્ણયની રાહ જુએ.

નુપૂરની જામીન અરજી નામંજૂર, જેલમાં જ રહેવું પડશે
ગાઝિયાબાદ – અહીંની એક સેશન્સ કોર્ટે સગીર વયની છોકરી આરુષિ તલવાર અને તેના ઘરનોકર હેમરાજની હત્યાના કેસમાં આરુષિના માતા નુપૂર તલવારની જામીન અરજી નકારી કાઢી છે. કોર્ટે પોતાનો નિર્ણય મંગળવારે ન આપીને બુધવાર સુધી સુરક્ષિત રાખ્યો હતો જે આજે જાહેર કર્યો છે.

નુપૂર પુરાવાનો નાશ કરશે એવા ડરને ધ્યાનમાં લઈને કોર્ટે તેમને જામીન પર ન છોડવાનો નિર્ણય લીધો છે.

વ્યવસાયે ડેન્ટિસ્ટ નુપૂરને દસના જેલમાં અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

અગાઉ તેમની વચગાળાની જામીન અરજી ગાઝિયાબાદમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે નકારી કાઢ્યા બાદ નુપૂરે સેશન્સ કોર્ટમાં રેગ્યૂલર જામીન માટે અરજી નોંધાવી હતી.

આ કેસમાં નુપૂરનાં પતિ, રાજેશ તલવાર, જે પણ ડેન્ટિસ્ટ છે, તેમને પણ આરોપી ગણવામાં આવ્યા છે, પરંતુ કોર્ટે તેમને જામીન પર છોડ્યા છે.

બુધવારે એડિશનલ સેશન્સ જજે ચુકાદો આપ્યો ત્યારે રાજેશ તલવાર કોર્ટમાં હાજર નહોતા.

આરુષિ ૨૦૦૮ની ૧૬ મેએ નોઈડાસ્થિત તેનાં ઘરમાં, પોતાનાં બેડરૂમમાં હત્યા કરાયેલી મળી આવી હતી. તેનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાના બીજા દિવસે ઘરની અગાશી પરથી હેમરાજનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રતિભા પાટીલ નવા વિવાદમાં, સગાં સાથે વિદેશ પ્રવાસો કર્યા
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની મુદત પૂરી થવાને ત્રણ મહીના બાકી રહ્યા છે ત્યારે તેઓ બીજા એક વિવાદમાં સપડાયા છે અને સાઉથ આફ્રિકાની ટૂર પર તેઓ પોતાના બે પૌત્ર-પૌત્રીઓને લઇ ગયા હતા એવો આક્ષેપ થયો છે. એટલું જ નહીં વિદેશ પ્રવાસ માટેનો તેમને ખર્ચ તેમના પૂરોગામી કરતા ક્યાંય વધુ ચડી ગયો છે.

આરટીઆઇ દ્વારા મેળવવામાં આવેલી માહિતિમાં એવું બહાર આવ્યું છે કે પ્રતિભા પાટીલના વિદેશ પ્રવાસ પાછળ 205 કરોડ રૂપિયા ખર્ચાયા છે. હોદ્દો ધારણ કર્યા પછી તેમણે 22 દેશોને આવરી લેતા કુલ 12 પ્રવાસ કર્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ કલામના નામને ડાબેરીઓની ‘ના’
નવી દિલ્હી – રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ પદે ફરી નિયુક્ત કરવાના મુદ્દે રાજકીય પક્ષોમાં મતભેદ ઊભા થયા છે.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના ડાબેરી પક્ષોના જોડાણને કલામ પસંદ નથી. કોંગ્રેસના સિનિયર નેતા અને નાણાં પ્રધાન પ્રણવ મુખરજી કે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરાશે તો તે માટે વિચારણા કરવાની ડાબેરીઓએ સંમત્તિ દર્શાવી છે.

બીજી બાજુ, કલામના મુદ્દે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સમાં પણ તડાં પડ્યા છે. ભાજપનાં નેતા સુષ્મા સ્વરાજે કલામના નામને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે, પણ ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષ જનતા દળ (યુનાઈટેડ)ના વડા અને એનડીએના સંયોજક શરદ યાદવને કલામની ઉમેદવારી મંજૂર નથી.

યાદવે કહ્યું છે કે કલામને સમર્થનનો નિર્ણય ભાજપનો પોતાનો હશે, એનડીએનો ગણી શકાય નહીં.

નુપૂર તલવારને જામીનનો નિર્ણય કોર્ટે બુધવાર સુધી રાખ્યો સુરક્ષિત
ગાઝિયાબાદ – પોતાની સગીર વયની દિકરી આરુષિ તથા ઘરનોકર હેમરાજની બેવડી હત્યાના ચકચારભર્યા કેસમાં ડેન્ટિસ્ટ નુપૂર તલવારે જામીન માટે નોંધાવેલી અરજી પર નિર્ણય અહીંની સેશન્સ કોર્ટે બુધવાર સુધી સુરક્ષિત રાખ્યો છે. સોમવારે સીબીઆઈ કોર્ટે વચગાળાના જામીન માટેની અરજી નકારી કાઢ્યા બાદ નુપૂરે રેગ્યૂલર જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી નોંધાવી હતી.

સેશન્સ કોર્ટે સુનાવણી મંગળવાર પર મોકૂફ રાખતા નુપુરને સોમવારની રાત જેલમાં ગાળવી પડી હતી.

મંગળવારે સુનાવણી વખતે, નુપૂરનાં વકીલે કોર્ટને કહ્યું હતું કે આરુષિની હત્યા ગળું કાપીને કરાઈ હતી, પણ હત્યામાં વપરાયેલું હથિયાર પોલીસને મળ્યું નથી. હત્યારાના હાથ, પગનાં નમૂનાં સાથે નુપૂરનાં સેમ્પલ મળતાં આવતા નથી. આ માટે લેટેસ્ટ ટેકનિકનો ઉપયોગ કરાયો તે છતાં હત્યાના સ્થળેથી લેવાયેલા નમૂના સાથે નુપૂરનાં સેમ્પલ મળતા આવતા નથી. આ કેસમાં નુપૂર અને તેમનાં પતિ રાજેશ તલવાર આરોપી નહીં, પણ પીડિત છે. તેથી તેમને જામીન આપવા જોઈએ.

ત્યારબાદ સીબીઆઈએ પોતાની દલીલમાં કહ્યું હતું કે હત્યારાએ સર્જિકલ ગ્લોવ્ઝ પહેરીને હત્યા કરી હતી. એટલે તેની ફિંગર પ્રિન્ટ્સ મળી શકી નથી. સુપ્રીમ કોર્ટે નુપૂરની જામીન અરજી રદ કરી હતી તેથી સેશન્સ કોર્ટે પણ તે મંજૂર કરવી ન જોઈએ.

બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો લંચ બાદ આપવાનું નક્કી કર્યું હતું અને લંચ બાદ કોર્ટે નિર્ણય બુધવાર સુધી ટાળી દીધો હતો.

આમ, નુપૂરને એક વધુ દિવસ જેલમાં રહેવું પડશે.

તે પહેલા ગાઝિયાબાદની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે નુપુરની જામીન અરજી નકારી કાઢી હતી. જેને પગલે નુપુરને ૧૪ દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આરુષિ કેસના આરોપી નુપુર તલવાર સોમવારે સીબીઆઇ કોર્ટમાં હાજર થયાં હતાં. મેજીસ્ટ્રેટ પ્રીતિ સિંહની કોર્ટમાં રજૂ થયા પછી તરત જ સીબીઆઇએ એમને કસ્ટડીમાં લીધા હતા. નુપુરને જામીન પર છોડવામાં આવે તે સામે સીબીઆઇએ વિરોધ કર્યો હતો.

ચાર વર્ષ પહેલા પોતાનાં ઘરમાં જ ૧૪ વર્ષની દિકરી આરુષિ અને પરિવારના નોકર હેમરાજની થયેલી હત્યાના સંદર્ભમાં નુપુર તલવારની સામે કેસ ચાલી રહ્યો છે.

નુપુરને સોમવારની રાત દાસના જેલમાં વિતાવવી પડી હતી. રાત્રે તેમણે જેલનું જ ભોજન ખાધું હતું.

બ્રહ્મપુત્રામાં બોટ ઊંધી વળી ગઈ; ૧૫૦નાં મરણ, ૧૦૦ લાપતા
ગુવાહાટી – આસામના ઢુબરી જિલ્લામાં સોમવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યાના સુમારે હવામાન અચાનક તોફાની બની જતાં બ્રહ્મપુત્રા નદીમાં ૩૫૦ જણ સાથેની એક બોટ ઊંધી વળી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૫૦ જણ માર્યા ગયા છે જ્યારે બીજા ૧૦૦ જેટલા લોકો લાપતા હોવાથી મરણાંક ઊંચે જવાની દહેશત છે.

અત્યાર સુધીમાં ૧૫૦ મૃતદેહો મળ્યા છે. ૨૫ જણ તરીને કાંઠે પહોંચવામાં સફળ થયા હતા.

આ દુર્ઘટના બાંગ્લાદેશ સાથે સરહદ બનાવતા જિલ્લાના ફકીરગંજ વિસ્તારમાં બની છે.

બોટમાં તેની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. વાવાઝોડું ફૂંકાતા બોટના બે ટૂકડા થઈ ગયા હતા.

બોટ ઢુબરી નગરથી હાટસીંઘીમારી તરફ જતી હતી.

આસામ સરકારે બચાવ કામગીરી માટે સીમા સુરક્ષા દળની મદદ માગી છે. અંધારું અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.

વડા પ્રધાન મનમોહન સિંહે આ દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો છે અને રાહત કામગીરીમાં તેમજ ભોગ બનેલાઓના પરિવારોને તમામ શક્ય મદદ કરવાની ખાતરી પણ આપી છે.

વડા પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારને બબ્બે લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાની જાહેરાત પણ કરી છે.

નવા રાષ્ટ્રપતિ તરીકે બીજેપીને કલામ ચાલશે, પ્રણવ નહીં ચાલે
દેશના આગામી રાષ્ટ્રપતિની નિમણૂંક માટે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે ત્યારે બીજેપીએ જાહેર કર્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની નિમણૂંક સામે અમને વાંધો નથી. એ સાથે જ બીજેપીએ આ પદ માટે પ્રણવ મુખરજીને અમે ટેકો નહીં આપીએ.

ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી વિશે બીજેપીના સુષ્મા સ્વરાજે કહ્યું કે એમનો દરજ્જો એટલો ઊંચો નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ બાબતે અમે કોન્ગ્રેસ સાથે કોઇ સમજૂતિ નહીં કરીએ.

માછીમારોના કોર્ટ બહારના સમાધાનથી સુપ્રીમ કોર્ટ નારાજ
ઇટાલીના નૌકાદળે કેરળના બે માછીમારોને ઠાર કર્યા પછી એમના પરિવારજનો સાથે કરેલા કોર્ટ બહારના સમાધાન સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઊઠાવ્યો છે.

ઇટાલીના આ નાવિકો અત્યારે કેરળની જેલમાં છે અને એમને છોડાવવા માટે ભારત અને ઇટાલી વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો દાવ પર લાગ્યા છે.

ગયા અઠવાડિયે ઇટાલીની સરકારે મૃત્યુ પામેલા માછીમારોના પરિવારો સાથે કોર્ટ બહારનું સમાધાન કર્યું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આવા સમાધાન સામે નારાજગી વ્યક્ત કરી છે.

ટેલેનોર 14,000 કરોડની નુકસાની કરવા પણ તૈયાર છે
નોર્વેની કંપની ટેલેનોરે એવી ધમકી આપી છે કે જો ટુજી સ્પેક્ટ્રમના ઓક્શનને લગતા ધારાધોરણો બદલવામાં નહીં આવે તો અમે ઇન્વેસ્ટ કરેલા 14,000 રૂપિયાની નુકસાની કરીને પણ ભારત છોડી જવા તૈયાર છીએ.

સુપ્રીમ કોર્ટે જે 122 લાયસન્સ રદ કર્યા હતા, એમાં 22 લાયસન્સ યુનિકેક કંપનીના હતા. યુનિટેકનો 67 ટકા હિસ્સો ટેલેનોર ધરાવે છે.

સીબીઆઇ કોર્ટે નુપુર તલવારના જામીન નકારી કાઢ્યા
નુપુર તલવારના જામીન ગાઝીયાબાદની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે નકારી કાઢ્યા હતા, જેને પગલે નુપુરને જ્યુડિશ્યલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આરુષિ કેસના આરોપી નુપુર તલવાર સોમવારે ગાઝીયાબાદની એક સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં હાજર થયા હતા. મેજીસ્ટ્રેટ પ્રીતિ સિંહની કોર્ટમાં રજૂ થયા પછી તરત જ સીબીઆઇએ એમને કસ્ટડીમાં લીધા હતા. સીબીઆઇએ એમને જામીન આપવાનો વિરોધ કર્યો હતો.

ચાર વર્ષ પહેલા 14 વર્ષની આરુષિ અને તલવાર પરિવારના નોકર હેમરાજની હત્યા થઇ હતી અને એ સંદર્ભમાં નુપુર તલવારની સામે કેસ ચાલી રહ્યો છે.

ચિદમ્બરમના પુત્ર સુબ્રમણિયમ સ્વામી સામે કાનૂની પગલાં લેશે
ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ જનતા પક્ષના વડા સુબ્રમણિયમ સ્વામી સામે કાનૂની પગલાં લેવાનું નક્કી કર્યું છે. સ્વામીએ ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે કાર્તિની કંપની એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડને એરસેલ સાથેના એક સોદામાં નાણાંકીય લાભ થયો હતો.

કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બાબત અમારા વકીલોના હાથમાં છે અને તેઓ આ વિશે યોગ્ય પગલાં લેશે.

બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખ બાંગારૂ લક્ષ્મણ ગુનેગાર ઠેરવાયા
બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખ બાંગરુ લક્ષ્મણને લાંચના એક કેસમાં કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. તેઓ એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઇ ગયા હતા. ચુકાદા બાદ બાંગરૂરૂ કોર્ટમાં જ રડી પડ્યા હતા.

11 વર્ષ પહેલા તહેલકા દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં બાંગરૂ લક્ષ્મણ લાંચ લેતા કેમેરામાં પકડાઇ ગયા હતા. તેમને જ્યુડિશ્ય કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ચુકાદાને આવકારતા સ્ટિંગ ઓપેરશન કરનાર પત્રકાર અનિરુદ્ધ બહેલે કહ્યું હતું કે મારી સ્ટોરી સાચી પૂરવાર થઇ એનાથી રાહત અનુભવાય છે.

સુપ્રીમ કોર્ટઃ એન.ડી. તિવારીએ ડીએનએ ટેસ્ટ આપવો પડશે
કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન એન. ડી. તિવારીએ ડીએનએ ટેસ્ટ આપવો જ પડશે અને જો તેઓ એમાં સહકાર ન આપે તો તેમની સામે પોલીસ કાર્યવાહી થઇ શકે છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

31 વર્ષના રોહિત શેખરે એવો દાવો કર્યો છે કે તેમની માતા ઉજ્વલા શર્મા સાથે એન. ડી. તિવારીને સંબંધો હતા અને પોતે એન. ડી. તિવારીના પુત્ર છે. એન. ડી. તિવારીએ હંમેશાં આ દાવાને નકાર્યો છે અને કહ્યું છે કે તેમને બદનામ કરવાનું આ કાવતરું છે.

અગાઉ કોર્ટે એન. ડી. તિવારીને ડી. એન. એ. ટેસ્ટ કરવાનું જણાવ્યું હતું, જેની સામે તિવારીએ સ્ટે ઓર્ડર માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે એમ કરવાનો ઇનકાર કર્યો છે.

સંસદમાં બોફોર્સ પ્રશ્ન ફરી ગાજ્યોઃ તપાસ ફરી શરૂ કરવાની માંગણી
બોફોર્સનો પ્રશ્ન સંસદમાં ફરીવાર ગાજ્યો હતો અને ગુરુવારે બીજેપી તફા ડાબેરી પક્ષોએ એવી માંગણી કરી હતી કે બોફોર્સ વિશે ફરીવાર તપાસ થવી જોઇએ.

આ પ્રશ્ને બીજેપીના સભ્યો ગૃહના મધ્ય ભાગમાં ધસી આવ્યા હતા અને સ્પીકર મીરા કુમારે ગૃહને 90 મિનિટ્સ માટે એડજોર્ન કરવું પડ્યું હતું. ઝીરો અવર દરમિયાન આ પ્રશ્ન ઊઠાવતા બીજેપીના જસવંત સિંહે કહ્યું હતું કે સાચા શસ્ત્રો ખરીદવામાં આવ્યા હતા, પરંતુ એ ખરીદવાની રીત ખોટી હતી.

ઓડિશાના મુક્ત વિધાનસભ્ય કહે છે કે મને સતાવ્યો નહોતો
માઓવાદીઓઓ ગુરુવારે ઓડિસાના બીજેડીના વિધાનસભ્ય ઝિના હિકાકાને બાનમાંથી મુક્ત કર્યા હતા. મુક્ત થયા પછી વિધાનસભ્યે કહ્યું હતું કે છેલ્લા એક દરમિયાન મારા કોઇ પ્રકારનો ત્રાસ ગુજારવામાં નહોતો આવ્યો.

ઝિના હિકાકાને કોરાપુટ જિલ્લાના એક ગામ પાસે મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પત્ની તથા વકીલ અડધો કલાક પહેલા જ એ સ્થળે પહોંચી ગયા હતા. મુક્તિના સ્થળે કોઇ જ પોલીસ કે ગુપ્તચર વિભાગના કર્મચારીને હાજર ન રહેવાની માઓવાદીઓએ સૂચના આપી હતી.

બોફર્સનો પ્રશ્ન ફરી સંસદમાં ગજાવવા બીજેપી સજ્જ
ઇટાલીના બિઝનેસમેન ઓટ્ટાવિચોય ક્વાટ્રોચીને બચાવવા માટે ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધીએ બોફર્સ કેસની તપાસમાં હળવે હલેસે કામ લીધું હોવાના તાજાં આક્ષેપોને પગલે બીજેપીની સંસદીય પાર્ટી આ પ્રશ્નને સંસદમાં ઊઠાવશે.

સ્વીડનના ભૂતપૂર્વ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે એક ઇન્ટરવ્યુમાં બોફર્સને લગતા નવા આક્ષેપો કર્યા છે.

બીજેપીના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે એ સમયે આખી સરકાર ક્વાટ્રોચીને બચાવવામાં પડી ગઇ હતી.

બીજેપી 2જી મેના રોજ રાજ્યસભામાં આ પ્રશ્ન ઊઠાવશે. લોકસભામાં આ પ્રશ્ન કઇ રીતે ઊઠાવવામાં આવશે એ નક્કી નથી થયું.

સરકાર કહે છે, નક્સલવાદીઓની ડેડલાઈન જાળવી શકાશે નહીં
રાયપુર – છત્તીસગઢ સરકારે કહ્યું છે કે સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ મેનનની મુક્તિના બદલામાં નક્સલવાદીઓએ તેમની શરતો સાથે ૨૫ એપ્રિલની જે ડેડલાઈન આપી છે તેનું પોતે પાલન કરી શકે એમ નથી.

સરકારે તેમ છતાં નક્સલવાદીઓને એ સ્પષ્ટ કર્યું છે કે દવાના અભાવે મેનનની તબિયત વધારે બગડી હોવાને કારણે તેમણે (નક્સલીઓએ) જે ડેડલાઈન આપી છે તેનું પાલન કરી શકાય એમ નથી.

સરકારે મેનનની મુક્તિ માટે નક્સલવાદીઓ સાથે ચર્ચા કરવા માટે બે મધ્યસ્થ વ્યક્તિના નામની જાહેરાત કરી છે. એક છે, નિર્મલા બુચ અને બીજા છે એસ.કે. મિશ્રા.

માઓવાદીઓએ તેમની તરફથી મધ્યસ્થ વ્યક્તિઓ તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિઓના પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ બી.ડી. શર્મા અને મનિષ કુંજમના નામ આપ્યા હતા, પણ ભૂષણ અને કુંજમે આ કામગીરી બજાવવાની ના પાડ્યા બાદ સરકારે નિર્મલા અને મિશ્રાના નામ જાહેર કર્યા છે.

નક્સલવાદીઓ ગઈ ૨૨ એપ્રિલે મેનનનું અપહરણ કરી ગયા હતા. એ વખતે મેનન એક સત્તાવાર સમારંભમાં હાજર હતા અને નક્સલવાદીઓ ત્રાટક્યા હતા. તેમણે ગોળીબાર કરીને મેનનના બે અંગરક્ષકને ઠાર કર્યા હતા.

કેન્દ્રના ચાર કોન્ગ્રેસી પ્રધાનો રાજીનામા આપી દે એવી શક્યતા
ઉત્તર પ્રદેશમાં કોન્ગ્રેસના થયેલા ધબડકાને પગલે કોન્ગ્રેસમાં મોટા ફેરફારો થઇ રહ્યા છે અને ચાર પ્રધાનો રાજીનામાં આપે એવી શક્યતા છે.

કેન્દ્રના કાયદા ખાતાંના પ્રધાન સલમાન ખુરશીદે પ્રધાનપદ છોડીને પક્ષનો કારભાર સંભાળવાની ઇચ્છા સોનિયા ગાંધી સમક્ષ વ્યક્ત કરી હોવાનું મનાય છે.

આ ઉપરાંત જયરામ રમેશ, ગુલામ નબી આઝાદ અને વયલાર રવિ પણ કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપે એવી શક્યતા છે. hief.

મમતાના રાજમાં 27 વર્ષની સ્ત્રી પર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર
કોલકાતા- પશ્ચિમ બંગાળના ભદ્રેશ્વર પોલીસ સ્ટેશન પર પોતાના પર બળાત્કાર થયો હતો એવો આક્ષેપ 27 વર્ષની એક યુવતીએ કર્યો છે. આ સ્ત્રીએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનના ઇન ચાર્જ મિથુન બેનરજીએ સોમવારે સાંજે તેના પર બળાત્કાર કર્યો હતો.

આ સ્ત્રીએ જણાવ્યું હતું કે મિથુન બેનરજીએ તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. આ સ્ત્રીનો પતિ લૂંટના કેસમાં આરોપી છે ને મિથુન બેનરજીએ આ સ્ત્રીને એવું કહ્યું હોવાનું મનાય છે કે પોલીસ તેના પતિના કેસમાં આગળ તપાસ નહીં કરે.

તેલંગણના કોન્ગ્રેસી સંસદસભ્યો ચાર દિવસ માટે સસ્પેન્ડ
મંગળવારથી ચાર દિવસ માટે કોન્ગ્રેસના તેલંગણ વિસ્તારના આઠ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્તને લોકસભાએ મંગળવારે મંજૂર કરી હતી.

તેલંગણને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે આ સંસદસભ્યો આંદોલન કરી રહ્યા છે અને અનેકવાર સંસદની કાર્યવાહી ખોરવી ચુક્યા છે.

કોન્ગ્રેસ આ સભ્યોને સત્રના અંત સુધી સસ્પેન્ડ કરવા માંગતી હતી, પરંતુ સીપીઆઇએ એનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ સંસદસભ્યોને ફક્ત પ્રતિક સજા મળવી જોઇએ.

ખાલી પડેલા સ્પેક્ટ્રમ લાયસન્સ દ્વારા સરકારને એક લાખ કરોડ મળશે
ખાલી પડેલા સ્પેક્ટ્રમના લાયસન્સ જો નવેસરથી યોગ્ય રીતે વેચવામાં આવશે તો સરકારને એક લાખ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાય)એ 1800 મેગહર્ટ્ઝ બેન્ડમાં પ્રતિ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની રિઝર્વ પ્રાઇસ 3,622 રૂપિયા રાખી છે. 800/900 મેગાહર્ટ્ઝ બેન્ડની રિઝર્વ પ્રાઇસ બમણી એટલે કે 7,244 કરોડ રૂપિયા રાખી છે.

2જી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે કેટલાક ટુજી લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા, જેને પગલે આ સ્પેક્ટ્રમ ખાલી પડ્યા છે.

નોર્વેથી વતન પાછા આવી ગયા અભિજ્ઞાન, ઐશ્વર્યા
નવી દિલ્હી – નોર્વેના બિન-રહેવાસી ભારતીય દંપતિના બાળકો, અભિજ્ઞાન અને ઐશ્વર્યા મંગળવારે સવારે તેમના કાકાની સાથે દિલ્હી આવી પહોંચ્યા છે. આ બાળકોની સાથે નોર્વેના એક ચર્ચના પાસ્ટર પણ આવ્યા હતા. એરપોર્ટ પર આ બાળકોનું સ્વાગત કરવા માટે વિદેશ ખાતાનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન પરણીત કૌર હાજર રહ્યાં હતાં.

ભારતના રાજદ્વારી દબાણને લીધે નોર્વેની એક અદાલતે ભારતીય દંપતિ – અનુરૂપ ભટ્ટાચાર્ય અને તેની પત્ની સાગરિકાનાં બાળકો તેમના કાકા અરૂણાભાષ ભટ્ટાચાર્યને સોંપી દીધા છે. નોર્વેએ અરૂણાભાષ સાથે આ બાળકોની દેખભાળ કરવાના મામલે એક સમજૂતી કરી છે.

બંને બાળકો લગભગ ૧૦ મહિનાથી નોર્વેના એક બાળ કલ્યાણ સેવાના સંરક્ષણમાં હતાં.

આ બાળકોનાં માતા-પિતા પર એવો આરોપ હતો કે તેઓ એમની બરોબર દેખભાળ કરતા નથી. તેને લીધે માતા-પિતાએ અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો અને કોર્ટે આ બાળકોને ભારતમાં રહેતા એમના કાકાને સોંપવાનો નિર્ણય લીધો હતો.

બંને બાળકો સ્વદેશ પાછા ફરતા ભટ્ટાચાર્ય પરિવારમાં છેલ્લા એક વર્ષથી ચાલતી યાતનાનો અંત આવી ગયો છે.

બાળકો ભારત પાછા ફર્યા બાદ તેમના પિતા અનુરૂપ ભટ્ટાચાર્યે કહ્યું કે, બાળકોનું પરિવાર સાથે પુનર્મિલન થયું છે. અમને ઘણી રાહત થઈ છે.

માતા સાગરિકાએ પણ આનંદ વ્યક્ત કર્યો છે અને બાળકોને ભારત પાછા લાવવામાં મદદરૂપ થવા બદલ ભારતીય સત્તાવાળાઓનો આભાર માન્યો છે. સાગરિકાએ ફેસબુક પર મૂકેલા એક સંદેશામાં કહ્યું છે કે, મારાં જીવનમાં મારાં આ બાળકો સૌથી મૂલ્યવાન છે. હું મારું આખું જીવન એમને સમર્પિત કરી દઈશ. હું અને મારાં માતા-પિતા છેલ્લા એક વર્ષથી આ માટે લડતાં હતાં. એમને મારાં અને મારાં માતા-પિતા વતી ઉષ્માભર્યું આલિંગન આપો. મને ઘણી મદદ કરનાર ભારત સરકાર, રાજકારણીઓ, પત્રકારો, ભારતની જનતા, નોર્વેની જનતા અને માનવ અધિકારોના ચળવળકારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

સીડી વિવાદને પગલે અભિષેક સિંઘવીએ રાજીનામું આપી દીધું
નવી દિલ્હી- કોન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કાયદો અને ન્યાય વિશેની સંસદની સ્ટેન્ડિંગ કમિટિમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોન્ગ્રેસના સિનિયર પ્રવક્તા તરીકે પણ રાજીનામું આપ્યું છે.

એક સીડીને લગતા વિવાદમાં નામ સંડોવાયું હોવાને પગલે તેમણે રાજીનામું આપ્યું છે. જોકે સિંઘવીએ એવો ખુલાસો કર્યો હતો કે આ વિવાદસ્પદ સીડી સાથે ચેડાં કરવામાં આવ્યા છે.

સિંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિવાદસ્પદ સીડીના મામલે સંસદમાં સહેજ પણ ધાંધલ ન થાય એ માટે મેં રાજીનામું આપ્યું છે.

સજ્જનકુમારે કરાવેલા શીખ-વિરોધી રમખાણઃ સીબીઆઈ
નવી દિલ્હી – ૧૯૮૪માં શીખ-વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં લોકોની કરવામાં આવેલી હત્યા કોઈ સ્વયંસ્ફૂરિત ઘટના નહોતી, પણ પૂર્વયોજિત કાવતરું હતું, એવું તપાસનીશ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને કહ્યું છે.

દિલ્હી કેન્ટોનમેન્ટ એરિયા કેસમાં શીખ-વિરોધી રમખાણોમાં સીબીઆઈએ કોર્ટમાં પોતાની દલીલો સોમવારે સમાપ્ત કરી હતી. તેણે કહ્યું કે એક ચોક્કસ કોમના લોકોને જ ટાર્ગેટ બનાવવાની તે ઘટના અચાનક બની નહોતી, પણ એક પૂર્વયોજિત ઓપરેશન હતું જેને પોલીસ તથા શાસનનો ટેકો મળ્યો હતો.

સીબીઆઈના જણાવ્યા મુજબ, તે રમખાણોમાં પોલીસ સહ-કાવતરાખોરો હતા, કારણ કે પોલીસોએ કેસોની નોંધણી કરી નહોતી અને રસ્તાઓ પરથી મૃતદેહો ઉઠાવ્યા નહોતા.

સીબીઆઈએ આ માટે કોંગ્રેસના સિનિયર નેતા સજ્જન કુમારે દિલ્હીના રાજ નગર મહોલ્લામાં કરેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે હિંસક ટોળાને ઉશ્કેર્યું હતું અને કહ્યું હતું કે એક પણ શીખ જીવતો રહેવો ન જોઈએ અને શીખોને આશરો આપનારાઓને પણ જીવતા સળગાવી દો.

સીબીઆઈએ એવો નિર્દેશ કર્યો છે કે તે હિંસાના કોઈ મોટા બનાવોની વિગતો પોલીસ કન્ટ્રોલ રૂમના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી. વાસ્તવમાં, રાજ નગર ગુરુદ્વારામાં રહેતા લોકોને પોલીસે તેમના શસ્ત્રો સરેન્ડર કરી દેવા કહેલું અને પછી તેના અમુક કલાકો બાદ ટોળાં ધસી આવ્યા હતા અને તેમની પર હુમલો કર્યો હતો. તે વિસ્તારમાં શીખો સિવાય બીજી કોઈ કોમના લોકોના ઘરને નુકસાન પહોંચાડાયું નહોતું.

સીબીઆઈએ કોર્ટને એમ પણ કહ્યું કે દિલ્હી પોલીસે પૂર્વયોજિત રીતે વર્તન કરેલું અને હિંસાચાર સામે આંખો બંધ કરી દીધી હતી.

રમખાણોના બનાવોના સંદર્ભમાં લગભગ ૧૫૦ ફરિયાદો કરાઈ હતી, પણ પોલીસે તેમાંની માત્ર પાંચની જ એફઆઈઆર રજિસ્ટર કરી હતી.

બિક્રમ સિંહની સામેની જાહેર હીતની અરજી સુપ્રીમ કોર્ટે નકારી
લશ્કરના આગામી વડા તરીકે બિક્રમ સિંહની નિમણૂંકને પડકારતી એક જાહેર હીતની અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. આ અરજી નૌકાદળના ભૂતપૂર્વ વડા એડમિરલ એલ. રામદાસ સહિતના નિવૃ્ત લશ્કરી અધિકારીઓ તથા અમલદારોએ નોંધાવી હતી.

આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે નિમણૂંકને લગતા ગુપ્ત દસ્તાવેજો ચકાસવાનું નક્કી કર્યું હતું. કોર્ટે પોતાની કાર્યવાહી ઇન કેમેરા યોજવાનો ઇનકાર કર્યો હતો.

મારી ટીમમાં કોઈ ફાટફૂટ નથીઃ અણ્ણા
નવી દિલ્હી – ગાંધીવાદી લોકસેવક અણ્ણા હઝારેએ પોતાના સહયોગીઓનો બચાવ કરતા કહ્યું છે કે અમારી ટીમમાં કોઈ ફાટફૂટ નથી.

અહીંથી પોતાના વતન ગામ રાલેગણ સિદ્ધિ રવાના થતા પહેલા હઝારેએ પત્રકારોને કહ્યું કે અમારી ટીમમાં કોઈ મતભેદ નથી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ટીમ અણ્ણામાં મોટો વિવાદ બહાર આવ્યો હતો.

ટીમના એક મહત્વના મુસ્લિમ સભ્ય મુફ્તી શમીમ કાસમીને બેઠકની જાણકારી લીક કરવાના આરોપસર ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ મામલે રવિવારે હઝારેએ મૌન ધારણ કરી રાખ્યું હતું, પણ સોમવારે સવારે વતન જતી વખતે તેમણે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે જે કંઈ થયું એનો તેમને બહુ અફસોસ છે. માત્ર ટીમનો એક જ સભ્ય સાથે નથી, બાકી બધા સંગઠિત છે.