Archive: National news Subscribe to National news
સિદ્ધારામૈયા બનશે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન
બેંગલોર – કર્ણાટકમાં કોંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ આજે અહીં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નેતા તરીકે કે. સિદ્ધારામૈયા (સિદ્ધુ)ને ચૂંટી કાઢ્યા છે. આ સાથે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન તરીકે સિદ્ધારામૈયાની વરણીનો માર્ગ મોકળો થયો છે.
વિધાનસભાની ચૂંટણીમાં...
સીબીઆઈને સ્વતંત્ર બનાવવાની તૈયારીઓ
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઝાટક્યા બાદ સીબીઆઈને સ્વતંત્ર બનાવવા માટે સરકાર ત્રણ વિકલ્પો પર વિચાર કરી રહી છે. સરકાર વટહુકમ લાવીને, કાયદા માટે વિશેષ ટાસ્ક ફોર્સ અથવા પ્રધાનોને જવાબદારી સોંપવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે.
કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ...
દિલ્હીમાં ૧૨મા ધોરણમાં ભણતી છોકરીને એનાં ઘરમાં ઠાર કરી
નવી દિલ્હી – દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં આજે સવારે એક માણસે ૧૨મા ધોરણમાં ભણતી ૧૮ વર્ષની છોકરીને એનાં ઘરમાં ઘૂસીને ઠાર કરી છે. તે છોકરી એને થયેલી ઈજાને કારણે સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ પામી છે.
સવારે લગભગ ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં, શૂટર તે છોકરીનાં ઘેર ગયો હતો,...
બંસલ-અશ્વિની પર પીએમ જલ્દી નિર્ણય કરે: સોનિયા
નવી દિલ્હી- કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનું વલણ કેન્દ્રીય રેલવે પ્રધાન પવન બંસલ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારને લઈને કડક થઈ ગયું છે. બંનેનાં ભવિષ્યનો નિર્ણય ખુબ જ ઝડપથી લેવાઈ શકે છે. સોનિયા ગાંધીએ વડા પ્રધાનને આ બંને પ્રધાનો પર ખુબ જ ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું છે.
જાણવા...
મહારાષ્ટ્ર: હોસ્પિટલમાં મેડિકલ સામાન ખરીદીમાં ૧૦૦ કરોડનું કૌભાંડ
મુંબઈ- મહારાષ્ટ્રનાં ૧૪ સરકારી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં મેડિકલ સામાન ખરીદીમાં ૧૦૦ કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મેડિકલ સામાનોને બજારનાં ભાવથી ૪૦-૫૦ ટકા કિંમત વધારીને ખરીદાય છે. પ્રાંતનાં આરોગ્ય શિક્ષણ પ્રધાન પર પણ આરોપ લાગ્યા છે કે આ કૌભાંડની જાણકારી...
સુપ્રીમ કોર્ટે જગન મોહન રેડ્ડીની જામીન અરજી ફગાવી
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે વાઈએસઆર કોંગ્રેસનાં પ્રમુખ જગન મોહન રેડ્ડીની જામીન અરજીને નકારી દીધી છે. આવક કરતા વધારે સંપત્તિ રાખવા મામલે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા જગન એક વર્ષથી જેલમાં બંધ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જગનને છોડવામાં આવ્યો તો પુરાવાને છંછેડવા સહિત સાક્ષીઓને...
સનાઉલ્લાહનો મૃતદેહ પાકિસ્તાન લઈ જવાયો
ચંડીગઢ – પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હકના મૃતદેહને ગુરુવારે પાકિસ્તાની સત્તાવાળાઓએ મોકલેલા સ્પેશિયલ પીઆઈએ વિમાન દ્વારા પાકિસ્તાન લઈ જવામાં આવ્યો છે.
બાવન વર્ષનવા સનાઉલ્લાહના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ ભારતીય સત્તાવાળાઓએ પાકિસ્તાન એમ્બેસીના અધિકારીઓને...
પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું ચંડીગઢની હોસ્પિટલમાં મૃત્યુ
ચંડીગઢ- પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું અહીંની પોસ્ટ-ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યૂકેશન એન્ડ રીસર્ચ (પીજીઆઈ) હોસ્પિટલમાં આજે, ગુરૂવારે સવારે સાત વાગ્યે મરણ થયું છે. સનાઉલ્લાહનું નિધન કિડની ફેલ થવાને કારણે થયું છે. પાકિસ્તાની કેદી પર જમ્મુની કોટ ભલવલ જેલમાં...
લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
નવી દિલ્હી- કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અને કાયદા પ્રધાન અશ્વિની કુમારને લઈને સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલા વિપક્ષે હંગામો કરતા લોકસભા સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું છે.
બુધવારે, ૧૨ વાગે લોકસભાની કાર્યવાહી બીજી વાર શરૂ કરાઈ હતી, આ દરમિયાન ભાજપ...
કર્ણાટકમાં હારથી ભાજપ સ્તબ્ધ અને નાખુશ
નવી દિલ્હી- ભાજપ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં મળેલી હારથી સ્તબ્ધ સાથે નાખુશ છે. ભાજપે કર્ણાટકમાં પોતાની કેટલીક નબળાઈઓ ગણાવતા કહ્યું કે બી. એસ. યેદિયુરપ્પાનાં ભાજપ છોડવાનાં નિર્ણયથી તેમને ભારે નુકસાન થયું છે.
પક્ષનાં મહાસચિવ રાજીવ પ્રતાપ રુડ્ડીએ કર્ણાટકમાં...

