Archive: National news Subscribe to National news

SC

સીબીઆઈની હાલત પીંજરામાં બંધ પોપટ જેવી છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- કોલસા કૌભાંડને લઈને સીબીઆઈનાં સોગંદનામા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સીબીઆઈ પીંજરામાં બંધ થયેલા પોપટ જેવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ એવો પોપટ છે જેનાં માલિક કહે એ પ્રમાણે તે કરે છે. સીબીઆઈ એજન્સીનાં રિપોર્ટમાં...
china

ચીનની ચાલબાઝી, ૧૯માંથી માત્ર બે કિલોમીટર પાછળ ખસ્યું

નવી દિલ્હી- બેશક ભારત ખુશ હતું કે ચીન વગર કોઈ જબરદસ્તીએ લદાખમાંથી પાછળ ખસી ગયું હતું, પરંતુ હકિકત તો એ છે કે ચીન એટલું પાછળ નથી હટ્યું જેટલું તેણે ભારતીય સરહદમાં ઘુસ્યું હતું. ચીન ૧૯ કિલોમીટર સુધી ભારતીય સરહદની અંદર આવી ગયું હતું પરંતુ પાછળ હટવાના નામ પર ખસ્યું તો માત્ર...
Sajjan Kumar

સજ્જન કુમારના નિર્દોષ છુટકારા સામે સીબીઆઈ અપીલ કરશે

નવી દિલ્હી – ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના એક કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને નિર્દોષ છોડવાના દિલ્હીની કોર્ટના નિર્ણયને સીબીઆઈ દિલ્હી હાઈ કોર્ટમાં પડકારશે, કારણ કે તેને જણાયું છે કે તેની પીટિશનને આધાર બનાવી શકે એવા તેની પાસે મજબૂત પુરાવા છે. સીબીઆઈના સૂત્રોનું...
Bansal, Ashwani

બંસલ, અશ્વિની રાજીનામું નહીં આપે તો સંસદમાં કોઈ ખરડો પાસ નહીં થાય: ભાજપ

નવી દિલ્હી – રેલવે પ્રધાન પવનકુમાર બંસલ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારે રાજીનામું નહીં આપે કે એમને કેબિનેટમાંથી દૂર નહીં કરાય ત્યાં સુધી સંસદમાં એકેય ખરડો પાસ થવા નહીં દઈએ એવું ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે. આમ, તેણે સરકાર સમક્ષ આકરી શરત મૂકી છે. વિરોધ પક્ષ ભાજપે એવી...
LOKSABHA

ભાજપની પ્રધાનોનાં રાજીનામાની માંગ, સંસદની કાર્યવાહી અટકી

નવી દિલ્હી- વિપક્ષનાં કડક વલણની વચ્ચે આજે, મંગળવારે પણ સંસદની કાર્યવાહી ચાલી નથી રહી. વિપક્ષ કેન્દ્રીય રેલવે પ્રધાન પવન કુમાર બંસલ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારનાં રાજીનામાની માંગ કરી રહ્યું છે, જ્યારે સરકાર પ્રધાનો વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાને લઈને મક્કમ છે. આજે લોકસભા...
pawan_kumar_bansal

સીબીઆઈ પવન કુમાર બંસલની પૂછપરછ કરી શકે છે

નવી દિલ્હી- સીબીઆઈ કેન્દ્રીય રેલવે પ્રધાન પવન બંસલની પૂછપરછ કરી શકે છે. બંસલનાં ભત્રીજા વિજય સિંગલા સાથેની પૂછપરછમાં મોટાં કૌભાંડનો સંકેત મળ્યો છે. આ પહેલા પવન કુમાર બંસલે ભત્રીજા સાથે કોઈ પણ વ્યવસાયી સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો જાણવા મળ્યું છે કે, રેલવે બોર્ડનાં...
Salman Khan

મહારાષ્ટ્રનાં દુકાળગ્રસ્ત વિસ્તારમાં સલમાન પાણી પહોંચાડશે

ઔરંગાબાદ- બોલિવુડ સ્ટાર સલમાન ખાનની બિન સરકારી સંસ્થા (એનજીઓ) ‘બીઈંગ હ્યૂમન ફાઉન્ડેશન’ એ મહારાષ્ટ્રનાં દુકાળગ્રસ્ત મરાઠાવાડા ક્ષેત્રમાં પાણી પહોંચાડી પાણીથી ત્રસ્ત લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ઔરંગાબાદનાં વિભાગીય કમિશનરને ‘બીઈંગ હ્યૂમન ફાઉન્ડેશન’...
Pakistani prisoner Sanaullah

સનાઉલ્લાહના સગાંઓને વિઝા મળ્યા, આજે ભારત આવશે

નવી દિલ્હી – જમ્મુની જેલમાં સાથી કેદીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને હાલ ચંડીગઢની હોસ્પિટલમાં ડીપ કોમામાં સરી પડેલા પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હકના પરિવારના બે સભ્ય તેના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવવા આજે ભારત આવી પહોંચે એવી ધારણા છે. સનાઉલ્લાહના બે પરિવારજન...
coal scam

CBIએ માન્યું, પીએમઓ અને કાયદા પ્રધાને રિપોર્ટ જોયો હતો

નવી દિલ્હી- સીબીઆઈએ કોલસા કૌભાંડ મામલે સુપ્રિમ કોર્ટમાં આજે, સોમવારે એફિડેવિટ દાખલ કરી છે, અને આ એફિડેવિટ બાદ સ્પષ્ટ થયું છે કે સરકાર મુશ્કેલિમાં મુકાઈ શકે છે. સીબીઆઈએ રિપોર્ટમાં ફેરફાર કરી ૯ પાનાની એફિડેવિટ દાખલ કરી છે અને તેમાં કહ્યું છે કે કોલસા કૌભાંડ મામલે પીએમઓ...
kudankulam

કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ સંપુર્ણ રીતે સુરક્ષિત છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે કુડનકુલમ પરમાણુ પ્લાન્ટને શરૂ કરવા વિરૂદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ સંપુર્ણ રીતે સુરક્ષિત છે અને એ પણ કહ્યું કે આ પરમાણુ પ્લાન્ટ જનતાનાં હિતમાં અને દેશનાં આર્થિક વિકાસ માટે જરૂરી છે. ન્યાયાધીશ...