Archive: National news Subscribe to National news
પાકિસ્તાને ભારતને કહ્યું; અમારા ઈજાગ્રસ્ત કેદીને પાછો મોકલો
જમ્મુ – પાકિસ્તાને ભારત સરકારને જણાવ્યું છે કે તે માનવતાના ધોરણે નિર્ણય લઈને કેદી સનાઉલ્લાહ હકને સારવાર માટે પાકિસ્તાન મોકલે.
જમ્મુની જેલમાં હુમલો કરાયા બાદ સનાઉલ્લાહ ખાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તે જમ્મુની જેલમાં આજીવન કારાવાસ હેઠળ છે.
તેને પાકિસ્તાન પાછો...
સરબજીતને બહેન દલબીર કૌરે અગ્નિદાહ આપ્યો
ભીખીવિન્ડ (પંજાબ) – પંજાબના તરનતારન જિલ્લાના ભીખીવિન્ડ ગામમાં આજે બપોરે બે વાગ્યે સરબજીત સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બહેન દલબીર કૌરે એનાં ભાઈ સરબજીત સિંહને અગ્નિદાહ આપ્યો હતો. તે સાથે જ સરબજીતનો દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો.
સરબજીતને અંતિમ વિદાય આપવા...
સરબજીતના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે
અમૃતસર – પાકિસ્તાનના લાહોરની હોસ્પિટલમાં મૃત્યુ પામેલા ભારતીય કેદી સરબજીત સિંહનો મૃતદેહ ગઈ કાલે પાકિસ્તાનથી એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા અહીં લાવવામાં આવ્યા બાદ રાત્રે તેના વતન ભીખીવિન્ડ ગામમાં મોકલી દેવાયો છે જ્યાં આજે બપોરે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મૃતદેહ...
શરદ પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે
નવી દિલ્હી – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે તેના પ્રમુખ અને કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને વડા પ્રધાન બનવાની કોઈ મહત્વાકાંક્ષા નથી અને તે લોકસભાની આવનારી ચૂંટણી નહીં લડે.
પવારને વડા પ્રધાન બનવાની આકાંક્ષા છે અને તેમના ભત્રીજા અજીત પવારને મહારાષ્ટ્રના...
સજ્જન વિરૂદ્ધ રોષ: સોનિયા ગાંધીનાં નિવાસની બહાર દેખાવો
નવી દિલ્હી- ૧૯૮૪નાં શીખ-વિરોધી રમખાણો મામલે કોંગ્રેસી નેતા સજ્જન કુમારને નિર્દોષ છોડાતા શીખ દેખાવકારોએ કોંગ્રેસપ્રમુખ અને કેન્દ્ર સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધીનાં નિવાસસ્થાન ૧૦, જનપથ ખાતે દેખાવો કર્યા છે. તેઓનો આરોપ છે કે, કોંગ્રેસ પોતાની પાર્ટીનાં નેતાઓને બચાવી...
સરબજીત માટે વિશેષ વિમાન મોકલાશે; દેશમાં હાઈ એલર્ટ
નવી દિલ્હી – લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામેલા ભારતીય કેદી સરબજીત સિંહનાં પરિવારે માંગણી કર્યા બાદ સરબજીતનો મૃતદેહ તેમને સોંપવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે. સરબજીતને ‘શહિદ’ જાહેર કરવાની પણ તેના પરિવારજનોએ માગણી કરી છે.
વિદેશ મંત્રાલયે...
સજ્જનના નિર્દોષપણા સામે શીખોનો ઉગ્ર વિરોધઃ બે મેટ્રો સ્ટેશન બંધ કરવા પડ્યા
નવી દિલ્હી – ૧૯૮૪નાં શીખ-વિરોધી રમખાણોના એક કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે નિર્દોષ છોડી દીધા તેની સામે વિરોધ દર્શાવવા શીખ કોમના ઘણા લોકો આજે બુધવારે નવી દિલ્હીમાં રસ્તા પર આવી ગયા છે. ઘણા લોકો બપોરે પશ્ચિમ દિલ્હીમાં એક મેટ્રો સ્ટેશન પર...
સરબજીત પાછો નહીં આવે ત્યાં હું અન્ન નહીં ખાઉં: દલબીર કૌર
નવી દિલ્હી – ભારતીય કેદી સરબજીત સિંહના બહેનન દલબીર કૌર, જે આજે પાકિસ્તાનથી ભારત પાછા ફર્યાં છે, તેમણે માગણી કરી છે કે વડા પ્રધાન મનમોહન સિંહ રાજીનામું આપે અને જ્યાં સુધી પોતાનો ભાઈ ઘેર પાછો નહીં ફરે ત્યાં સુધી એ અન્નનો ત્યાગ કરશે. ‘મારો ભાઈ ઘેર પાછો ફરશે તે પછી જ હું...
ઉત્તર ભારતમાં ૫.૭ની તીવ્રતાનો ધરતીકંપ, લોકો ઘરની બહાર નીકળી આવ્યા
નવી દિલ્હી- ભારતની રાજધાની દિલ્હી સહિત આખાય ઉત્તર ભારતમાં એકવાર ફરીથી ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૭ની માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમ્મુ કાશ્મીરનાં ભદ્રવાહમાં હોવાનું જણાયું છે. જમ્મુ કાશ્મીરનાં ડોડામાં શાળાની દિવાલ પડી...
સોનિયા ગાંધી સંસદમાં ધાંધલ કરાવે છેઃ સુષ્માનો આરોપ
નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીનાં સિનિયર નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે સંસદમાં અંધાધૂંધી ફેલાવવાનો કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભાનાં સ્પીકર મીરા કુમાર પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આ બંને મહિલા નેતા ગૃહમાં મારાં ભાષણમાં ખલેલ પહોંચાડવાના...

