Archive: A to Z News-gallery Subscribe to A to Z News-gallery

516

કોમી હિંસાએ સહારનપુરને સળગાવ્યું

ઉત્તર પ્રદેશના સહારનપુર શહેરમાં એક ગુરુદ્વારાની બાજુમાં આવેલા જમીનના એક પ્લોટના મામલે બે સમુદાયના લોકો વચ્ચે શનિવાર, ૨૬ જુલાઈએ કોમી હિંસા ફાટી નીકળતાં ત્રણનાં મરણ થયા છે, પોલીસો સહિત ૨૦ ઘાયલ થયા છે. શહેરમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.
000_Del6338498

‘કારગીલ’: શહીદોને શ્રદ્ધાંજલિ

આજે ૨૬ જુલાઈ, શનિવારે કારગિલ વિજય દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી, સેનાના ત્રણેય વડાઓએ ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોત પર કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી…
000_Del6338339

બેંગુલુરુમાં વાઇન ફેસ્ટિવલ

બેંગલુરુમાં ૨૫ જુલાઈ, શુક્રવારથી ઇન્ટરનેશનલ વાઇન ફેસ્ટિવલ શરૂ થયો છે. ભારતમાં દ્રાક્ષના ઉત્પાદન  અને તે દ્વારા વાઇન પીણાને પ્રોત્સાહન આપવાને હેતુથી બે દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી વાઇન કંપનીઓએ ભાગ લીધો છે.
189375

મુંબઈમાં ગાઝા સ્કૂલ હુમલાનો વિરોધ

ઇઝરાયલ દ્વારા ગાઝા પર થઈ રહેલી સૈન્ય કાર્યવાહીનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે ૨૫ જુલાઈ, શુક્રવારે મુંબઈના મુસ્લિમ સમુદાયના લોકોએ યુએન શાળા પર થયેલા રોકેટ હુમલા સામે વિરોધ દર્શાવ્યો હતો.
20

સ્કૂલ બસને અકસ્માત: ૧૬નાં મરણ

તેલંગણાના મેડક જિલ્લાના માસાઈપેટ વિસ્તારમાં ગુરુવાર, ૨૪ જુલાઈએ સવારે ૯.૧૫ વાગ્યે એક માનવરહિત ફાટક ખાતે એક સ્કૂલ બસ સાથે નાંદેડ-સિકન્દ્રાબાદ પેસેન્જર ટ્રેન અથડાતાં ૧૬ વિદ્યાર્થીઓનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં ૨૦ જેટલા બાળકો ઘાયલ થયા છે.
278

વર્લ્ડ બેન્કના પ્રમુખ ભારતમાં

વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ જિમ યોન્ગ કિમ ભારતની ત્રણ દિવસની યાત્રા માટે મંગળવાર, ૨૨ જુલાઈએ નવી દિલ્હી આવી પહોંચ્યા છે. તે નાણાં પ્રધાન અરૂણ જેટલી, PM મોદીને મળી સરકારની આર્થિક વિકાસલક્ષી પ્રાથમિક્તાઓની જાણકારી મેળવશે.
31977

વડા પ્રધાન BARCની મુલાકાતે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, ૨૧ જુલાઈએ મુંબઈમાં ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી)ની મુલાકાત લીધી હતી અને ટોચના વિજ્ઞાનીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો.
article-2700578-1FD837B600000578-65_964x738

પ્રિન્સ જ્યોર્જ વિલિયમનો પહેલો બર્થ ડે

બ્રિટનના પ્રિન્સ જ્યોર્જ વિલિયમ આજે તેમનો પ્રથમ જન્મ દિવસ ઉજવી રહ્યા છે. ૨૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ ડચેઝ ઓફ કેમ્બ્રિજે બ્રિટનમાં પુત્રને જન્મ આપ્યો હતો. બ્રિટનવાસીઓ તેમના આ નાનકડા રાજકુમાર પર શુભેચ્છા અને આશીર્વાદની વર્ષા કરી રહ્યા છે…
188433

બિગ બીએ લોન્ચ કર્યો LGનો G3

સ્માર્ટફોન માર્કેટમાં ધીમી ગતિએ આગળ વધી રહેલી LG કંપની ભારતમાં તેનો નવો એડવાન્સ સ્માર્ટફોન LG G3 લોન્ચ કર્યો છે. આજે ૨૧ જુલાઈ, મુંબઈમાં આયોજીત કાર્યક્રમમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ફોનનું લોન્ચિંગ કર્યું.

પવારની ઈફ્તારમાં અબુ આઝમી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે રવિવાર, ૨૦ જુલાઈએ મુંબઈમાં રમઝાન માસ નિમિત્તે ઈફ્તાર પાર્ટી યોજી હતી. જેમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી, ક્રિકેટર ઝહીર ખાને પણ હાજરી આપી હતી.