Archive: olympic news Subscribe to olympic news
૬ ઓલિમ્પિક્સ મેડલ વિજેતાઓને સ્પાઈસજેટની લાઈફટાઈમ ફ્રી ટિકિટ
નવી દિલ્હી – હાલમાં જ સમાપ્ત થયેલી લંડન ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાની રમતમાં વિજયી થઈને મેડલ જીતનાર દેશના એથ્લીટ્સને પ્રોત્સાહિત કરવા માટે સ્પાઈસજેટ લિમિટેડે એ તમામ ૬ મેડલ વિજેતાઓને લાઈફટાઈમ ફ્રી એર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે.
દેશમાં સસ્તા ભાડાવાળી એરલાઈન્સમાં...
લંડન ગેમ્સની પૂર્ણાહૂતિ, ઓલિમ્પિક્સ ધ્વજ સોંપાયો રીયોને
લંડન – બે સપ્તાહ ચાલેલી લંડન ઓલિમ્પિક ગેમ્સ 2012નું રવિવારે ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું. હવે પછીનો, 2016નો ઓલિમ્પિક રમતોત્સવ બ્રાઝિલના રીયો ડી જેનેરોમાં યોજાશે.
ઉદ્દઘાટન વિધિની જેમ પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ અદ્દભુત, ચમકદમકવાળો રહ્યો હતો. બ્રિટિશ સંગીત...
સુશીલ ગોલ્ડ મેડલ ચૂકી ગયો, પણ ઈતિહાસ રચી ગયો
લંડન – સતત ત્રણ પહેલવાનોને હરાવ્યા બાદ ફાઈનલમાં જાપાનના કુસ્તીબાજ તાત્સુહીરો યોનેમિત્સુ સામે હારી જતા ભારતના સુશીલ કુમારને ૬૬ કિ.ગ્રા. વર્ગની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.
જાપાની કુસ્તીબાજે શરૂઆતથી જ સુશીલ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું...
સુશીલ કુમાર પહેલો મુકાબલો જીતી પહોંચ્યો QFમાં
લંડન – ભારતનો કુસ્તીબાજ સુશીલ કુમાર અહીં ઓલિમ્પિક્સમાં પુરુષોના ૬૬ કિ.ગ્રા. વર્ગની ફ્રી-સ્ટાઈલ હરીફાઈમાં પહેલા મુકાબલામાં તૂર્કીના ઓલિમ્પિક ચેમ્પિયન સાહિન રમજાનને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.
ક્વાલિફાઈંગ રાઉન્ડમાં સુશીલ પહેલો રાઉન્ડ હારી ગયો હતો,...
મેડલ નંબર-5, યોગેશ્વરે અપાવ્યો કુસ્તીમાં કાંસ્ય
લંડન – કુસ્તીબાજ યોગેશ્વર દત્તે અહીં લંડન ઓલિમ્પિક્સમાં તેની પર મેડલ માટે રાખવામાં આવેલી અપેક્ષાને ફોગટ જવા દીધી નથી અને ૬૦ કિ.ગ્રા. વર્ગના ફ્રી-સ્ટાઈલ મુકાબલામાં રેપેચેજ પ્લે ઓફ મુકાબલામાં ઉત્તર કોરિયાના જોંગ મ્યોંગ રીને 3-1થી પછાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
પ્રી-ક્વાર્ટર...
લંડનમાં ભારતીય હોકીની ‘હત્યા’; ટીમ તળિયે ફેંકાઈ ગઈ
લંડન – ભારતીય હોકી ટીમનો દેખાવ લંડન ઓલિમ્પિક્સમાં શરમજનક રહ્યો છે. શનિવારે ૧૧ અને ૧૨મા સ્થાન માટેની મેચમાં એ દક્ષિણ આફ્રિકા સામે ૨-૩થી હારી જતા તળિયાના, ૧૨મા સ્થાને પટકાઈ ગઈ.
ભૂતકાળમાં આઠ-આઠ વાર ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય હોકી ટીમનો આ સૌથી સૌથી ખરાબ દેખાવ રહ્યો છે. ટીમે...
બોલ્ટે સર્જયો ઈતિહાસઃ ૨૦૦ મીટરની દોડમાં પણ ગોલ્ડ જીત્યો
લંડન – જમૈકાના વીજળીના ચમકારા જેવા રનર યૂસૈન બોલ્ટે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસનો ગોલ્ડ જીતીને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. ૧૦૦ મીટરની દોડ જીત્યા બાદ ગુરુવારે તેણે અહીં લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૨૦૦ મીટરની દોડમાં પણ પહેલો...
ટીન્ટુ ઓલિમ્પિક્સમાંથી આઉટ; સેમી ફાઈનલમાં ૬ઠ્ઠી આવી
લંડન – કેરળની ટીન્ટુ લુકા ગુરુવારે મહિલાઓની ૮૦૦ મીટરની દોડની ત્રણમાંની પહેલી સેમી ફાઈનલમાં ૧:૫૯.૬૯ સમય સાથે ૬ઠ્ઠા ક્રમે આવતા ફાઈનલ રાઉન્ડ માટે ક્વાલિફાય થઈ શકી નથી. આમ, એક મેડલ જીતવાનું ભારતનું સપનું સાકાર થઈ શક્યું નથી.
અગાઉ, હીટ્સમાં ટીન્ટુ 2:01.75 સેકંડ સાથે ત્રીજા ક્રમે...
ગોલ્ડ મેડલની આશા પહેલવાન સુશીલના ખભા પર
લંડન – ઓલિમ્પિક્સની ઉદ્દઘાટનવિધિ વખતે જેણે રાષ્ટ્રીય તિરંગો હાથમાં પકડીને ભારતીય સંઘનું નેતૃત્વ લીધું હતું તે કુસ્તીબાજ સુશીલ કુમાર પર હવે દેશને ગોલ્ડ મેડલ અપાવવાની આશા ટકી છે. વર્તમાન ગેમ્સમાં ભારત એક રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીતી શક્યું છે, પણ સુવર્ણ ચંદ્રક હાથ...
હાઈ જમ્પર સહાના ફાઈનલમાં પહોંચી ન શકી
લંડન – ભારતીય સંઘમાં એકમાત્ર હાઈ જમ્પર સહાના કુમારી ગુરુવારે અહીં ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની હાઈ જમ્પ હરીફાઈમાં 1.80 મીટર ઊંચો જમ્પ કૂદી શકી અને બી-ગ્રુપમાં 15મા સ્થાને આવી. એને લીધે ફાઈનલ માટે ક્વાલિફાઈ થઈ ન શકી.
બેંગલોરનિવાસી ૩૦ વર્ષીય સહાનાએ પહેલા પ્રયાસમાં બાર ઉપરથી...

