Archive: olympic video Subscribe to olympic video

લંડન ગેમ્સની પૂર્ણાહુતિમાં સ્પાઈસ ગર્લ્સનો જલસો

લંડન ગેમ્સની પૂર્ણાહુતિમાં સ્પાઈસ ગર્લ્સનો જલસો

અલવિદા લંડન, વેલકમ રીયો

બે સપ્તાહ ચાલેલી લંડન ઓલિમ્પિક ગેમ્સ 2012નું રવિવારે ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું. હવે પછીનો, 2016નો ઓલિમ્પિક રમતોત્સવ બ્રાઝિલના રીયો ડી જેનેરોમાં યોજાશે. ઉદ્દઘાટન વિધિની જેમ પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ અદ્દભુત, ચમકદમકવાળો રહ્યો.

સુશીલ કુમારનો ઐતિહાસિક સેમી ફાઈનલ વિજય

૬૬ કિ.ગ્રા. વર્ગની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં કઝાખસ્તાનના પહેલવાનને સુશીલ કુમારે ઉંચકીને પટકી દીધો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો. એ સાથે જ તેણે પોતાનો રજત ચંદ્રક પાકો કરી લીધો. સતત બે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત મેડલ જીતનાર સુશીલ પહેલો ભારતીય એથ્લીટ છે.

મેરી કોમઃ બોક્સિંગમાંથી નિવૃત્ત થવાનો વિચાર નથી

કાંસ્ય ચંદ્રક જીતનાર મેરી કોમને ઓલિમ્પિક્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતી ન શક્યાનું દુઃખ છે, પણ આ પરાજયને લીધે બોક્સિંગમાંથી નિવૃત્ત થવાનો એનો કોઈ વિચાર નથી.

દિલ્હી એરપોર્ટ પર સાઈનાનું ભવ્ય સ્વાગત

લંડન ઓલિમ્પિક્સમાં ભારતને મહિલાઓની બેડમિન્ટનમાં સિંગલ્સનો કાંસ્ય ચંદ્રક અપાવનાર સાઈના નેહવાલ તેનાં પિતા હરવીરસિંહ અને કોચ પી. ગોપીચંદ સાથે મંગળવારે સવારે દિલ્હી એરપોર્ટ ખાતે આવી પહોંચી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ભારતની ‘સુપર મૉમ’ બોક્સર મેરી કોમ

ઓલિમ્પિક્સમાં મહિલાઓની બોક્સિંગ રમતે નાટ્યાત્મક રીતે પ્રવેશ કર્યો છે. મણીપુરની વતની અને બે પુત્રોની માતા મેરી કોમે ૫૧ કિ.ગ્રા. વર્ગમાં પોલેન્ડ અને ટ્યૂનિશિયાની બોક્સરોને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

યૂસૈન બોલ્ટ ધરતી પરનો ફાસ્ટેસ્ટ રનર

જમૈકાના યૂસૈન બોલ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૧૦૦ મીટરની દોડ ૯.૬૩ સેકંડના સમય અને નવા ઓલિમ્પિક રેકોર્ડ સાથે જીતી લીધી. ગોલ્ડ મેડલ જીતવા સાથે તેણે પોતાનું ટાઈટલ જાળવી પણ રાખ્યું છે.

રાણીનાં પૌત્રીએ જીત્યો સિલ્વર મેડલ

બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં પૌત્રી ઝારા ફિલિપ્સ અને ટીમ ગ્રેટ બ્રિટને ઓલિમ્પિક્સમાં ઘોડેસ્વારીની ટીમ ઈવેન્ટિંગની ફાઈનલમાં રજત ચંદ્રક જીત્યો.

ગ્રાહકો નથી, કમાણી નથી…

લંડનમાં ગ્રીનવીચ પાર્ક ઓલિમ્પિક સ્ટેડિયમ નજીકના વેપારીઓ નિરાશ છે. ગેમ્સને કારણે ગ્રાહકોની સંખ્યા વધી જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે.

બિરદાવો આપણા ઓલિમ્પિયન્સને…

લંડનમાં જંગ ખેલવા ગયેલા ભારતીય એથ્લીટ્સને પ્રોત્સાહિત કરવા શાંતનૂ મોઈત્રા અને સ્વાનંદ કિરકીરેએ યુટ્યૂબ માટે એક ખાસ ગીત કમ્પોઝ કર્યું છે, ‘ઈટ્સ ટાઈમ યૂ ચીઅર’. ગીત ગાવ અને મિત્રો, ફેમિલી સાથે શેર કરીને આપણા ખેલાડીઓ માટે તમારો સપોર્ટ દર્શાવો…