Archive: Sports Subscribe to Sports

No. 1-ranked ODI side

વન-ડે ક્રિકેટ રેન્કિંગ્સમાં ટીમ ઈન્ડિયા ફરી નંબર-વન થઈ

નવી દિલ્હી – ઓસ્ટ્રેલિયાનો ઝિમ્બાબ્વે સામેની વન-ડે મેચમાં આંચકાજનક પરાજય થતા અને ભારતે ઈંગ્લેન્ડને છેલ્લી બે વન-ડે ઈન્ટરનેશનલમાં હરાવી દેતા મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ વન-ડે ક્રિકેટમાં નંબર-1 ટીમ બની છે. ઈંગ્લેન્ડની ધરતી પર રમાતી વર્તમાન વન-ડે સિરીઝની...
MS Dhoni

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે સૌથી વધારે સ્ટમ્પિંગ્સ ધોનીની

નોટિંઘમ – ભારતના કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે અહીં રમાઈ ગયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન એલેસ્ટર કૂકને સ્ટમ્પ્ડ આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ ફોર્મેટમાં સૌથી વધારે સ્ટમ્પિંગ્સ કરવાનો નવો રેકોર્ડ સર્જ્યો છે....
Ambati Rayudu

ભારતે ત્રીજી વન-ડે ૬-વિકેટથી જીતી; સિરીઝમાં ૨-૦થી આગળ

નોટિંઘમ – રવિચંદ્રન અશ્વિન (૩૯ રનમાં ૩ વિકેટ)ની આગેવાની હેઠળ સ્પિનરોએ ઈંગ્લેન્ડને ૨૨૭ રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ અંબાતી રાયડુએ ફાંકડી અણનમ હાફ સેન્ચૂરી (૬૪ રન) ફટકારતા ભારતે આજે અહીં ઈંગ્લેન્ડને ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૬-વિકેટથી આસાનીથી પરાસ્ત કર્યું છે. વર્લ્ડ...
PV Sindhu

વિશ્વ બેડમિન્ટનમાં સિંધુએ સતત બીજા વર્ષે મેડલ જીત્યો

કોપનહેગન (ડેન્માર્ક) – ભારતની બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ઈતિહાસ રચ્યો છે. તે અહીં વર્લ્ડ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સની સેમી ફાઈનલમાં પહોંચી છે. આમ કરીને તેણે કમસે કમ કાંસ્ય ચંદ્રક પાકો કરી લીધો છે. સિંધુએ ગયા વર્ષે ચીનમાં રમાયેલી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં...
IPL spot-fixing probe

આઈપીએલ સ્પોટ-ફિક્સિંગઃ તપાસસમિતિનો અહેવાલ આવી ગયો

નવી દિલ્હી – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં સટ્ટાખોરી અને સ્પોટ-ફિક્સિંગના કૌભાંડમાં આઈસીસીના વર્તમાન પ્રમુખ એન. શ્રીનિવાસન તથા અન્ય ૧૨ જાણીતા ખેલાડીઓ સામે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તપાસ હાથ ધરનાર જસ્ટિસ મુકુલ મુદગલ કમિટીએ તેનો વચગાળાનો અહેવાલ સીલબંધ...
Leander Paes and Radek Stepanek

યુએસ ઓપનમાં સાનિયા, પેસની આગેકૂચ

ન્યૂ યોર્ક – યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગયા વર્ષની મેન્સ ડબલ્સની ચેમ્પિયન જોડી, લિએન્ડર પેસ અને રાડેક સ્ટેપનેકે તેમનું વિજેતાપદ જાળવી રાખવાના પ્રયાસમાં પહેલી સફળતા મેળવી છે. તેમણે પહેલા રાઉન્ડમાં ઈટાલીના સીમોન બોલેલી અને ફેબિઓ ફોગ્નિનીને 7-6(5), 6-2થી...
Suresh Raina

રૈના, જાડેજાએ બીજી વન-ડેમાં અપાવ્યો વિજય

કાર્ડિફ - ઈંગ્લેન્ડ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ભારતની શરૂઆત સારી થઈ છે. આજે અહીં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર ૧૩૩ રનથી પરાસ્ત કર્યું છે. ભારતનો આ વિજય સુરેશ રૈનાની શાનદાર સેન્ચૂરી (૧૦૦ રન) અને રવિન્દ્ર જાડેજાના બોલિંગ...
Umesh Yadav

ઉમેશ ફેંકશે ઈંગ્લિશ બેટ્સમેનોના પગના અંગૂઠા તોડે એવા યોર્કર

બ્રિસ્ટોલ – ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બાકાત રખાયા બાદ ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હવે વન-ડે સિરીઝમાં યજમાન બેટ્સમેનોને પોતાની બોલિંગ તાકાત બતાવી દેવા સજ્જ થઈ ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વાસીમ અકરમ તરફથી મહત્વની ટિપ્સ મેળવી છે. સિનિયર ખેલાડીઓની ટીમ...
vijender-singh

બોક્સર વિજેન્દર સિંહ એશિયન ગેમ્સમાં ભાગ નહીં લે

નવી દિલ્હી- ગ્લાસગો ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બોક્સર વિજેન્દર સિંઘને ડાબા હાથના સાંધામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેણે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. ઈજાને કારણે તેણે અનિર્ધારિત સમય માટે બોક્સિંગની મેચમાં ભાગ લેવાનું ટાળ્યું હતું, પરંતુ હવે એશિયા...
England and India

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વન-ડે વરસાદે ધોઈ નાખી

બ્રિસ્ટોલ – ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝનો આરંભ નિરાશાજનક રીતે થયો છે. આજે અહીં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પહેલી મેચ સતત ચાલુ રહેલા વરસાદને એક પણ બોલ નખાયા વગર ધોવાઈ ગઈ છે. અમ્પાયરોએ તેને ત્યજી દેવાઈની જાહેરાત કરી છે. મેચ સ્થાનિક સમય મુજબ સવારે...