Archive: Sub Headlines Subscribe to Sub Headlines
હેકર્સનાં આસાન ટાર્ગેટ છે, છોકરીઓ અને સેલિબ્રિટીઝ
ભારતના મુખ્ય શહેરોની પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે યુવા વ્યક્તિઓ, ખાસ કરીને છોકરીઓ હેકર્સની પ્રવૃત્તિઓનો વધારે શિકાર બને છે. એમના એકાઉન્ટ્સનો ઉપયોગ અશ્લિલ મેસેજિસ કે છેડછાડ કરેલા ફોટોગ્રાફ્સ મોકલવા માટે કરવામાં આવે છે જેને કારણે તે છોકરીઓ મુસીબતમાં મૂકાઈ જાય...
નદીને ફરી જીવતી કરતો જાદુગર!
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત મેગ્સાયસાય એવોર્ડવિજેતા રાજેન્દ્ર સિંઘ ગામેગામ ફરીને પાણી વિશે તલસ્પર્શી અભ્યાસ કરે છે. તેમણે પોતાની અનોખી સૂઝ તથા પ્રયાસ દ્વારા રાજસ્થાનની સુકાઈ ગયેલી સાત નદી ફરી ખળખળ વહેતી કરી છે. હવે તેમણે બીજા પ્રદેશોની મૃતપાય નદીઓને પણ નવજીવન...
૧૬૦ વર્ષ જૂની ટેલિગ્રામ સેવા હવે કાયમને માટે થઈ ગઈ બંધ
તિરુચિરાપલ્લી – સ્માર્ટ ફોન્સ, ઈમેલ અને એસએમએસ જેવી અત્યાધુનિક સેવાઓએ દોઢ સદીથી પણ વધારે, ૧૬૦ વર્ષ જૂની ટેલિગ્રામ સેવા પર પડદો પડાવી દીધો છે. સરકાર હસ્તકની બીએસએનએલ કંપનીએ આવતી ૧૫ જુલાઈથી ટેલિગ્રામ સેવાને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
એક સમયે જે ઝડપી અને તાકીદના સંદેશવ્યવહાર...
પહેલી જુલાઈથી SMS દ્વારા બુક કરાવાશે રેલવે ટિકિટ
નવી દિલ્હી- IRCTC પહેલી જુલાઈથી એક એવી સુવિધા પુરી પાડવા જઈ રહી છે, જેનાથી લોકો વગર ઈન્ટરનેટવાળા મોબાઈલ ફોનથી માત્ર એક એસએમએસ દ્વારા રેલવે ટિકિટ બુક કરાવી શકશે. ટૂંક સમયમાં જ રેલવે એસએમએસ કરવા માટેનો નંબર બહાર પાડશે.
આ માટે ગ્રાહકે પહેલા IRCTCની વેબસાઈટ પર જઈને પોતાનો મોબાઈલ...
બેન્કનો કર્મચારી કી-બોર્ડ પર ઉંઘ્યો, અબજો રૂપિયા થયાં ટ્રાન્સફર
બર્લિન- જર્મનીમાં એક બેન્કનાં કર્મચારીને ચાલુ નોકરીએ ઉંઘવું ભારે પડી ગયું. કર્મચારીનાં કામ દરમિયાન આવેલા ઝોકાએ બેન્કને નુકસાનમાં ઉતારી દીધી. બેન્કનો આ કર્મચારી કી-બોર્ડ પર ઉંઘી જતા 222 મિલિયન યૂરો (અંદાજે ૧૭ અબજ રૂપિયા) ટ્રાન્સફર થઈ ગયાની ઘટના સામે આવી છે.
હકિકતમાં, કામ...
અમૂલ પહોંચ્યું અમેરિકા
અમદાવાદ – અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરનાર ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડનું કહેવું છે કે તે આગામી ૬-૮ મહિનાઓમાં પોતાના કેટલાક ડેરી ઉત્પાદનોનું અમેરિકામાં નિર્માણ કરશે.
એવું મનાય છે કે સહકારી ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની બાદમાં અમેરિકામાં...
ઓક્ટોબરથી ટીવી ચેનલો પર જાહેરખબરો ઓછી થઈ જશે
નવી દિલ્હી – ટીવી ચેનલ પર કોઈ પણ કાર્યક્રમ જોતી વખતે વચ્ચે અવારનવાર આવતી જાહેરખબરોથી જે લોકોને અણગમો છે તેમને આવતા ઓક્ટોબરથી રાહત થઈ જશે.
બ્રોડકાસ્ટિંગ રેગ્યૂલેટર ‘ટ્રાઈ’એ સ્પષ્ટ કર્યું છે કે ટીવી ચેનલો પર જાહેરખબરો અને પ્રોમોશનલ ક્લિપ્સ દેખાડવા માટે પ્રતિ કલાક...
આધાર કાર્ડમાં ભૂલ! શ્વાન, ઝાડ અને ખુરશી જેવા ચિત્રો દર્શાવાયા
બેંગ્લોર- આધાર એ 12 અંકડાનો યુનિક નંબર છે જે દરેક નાગરિકને આપવામાં આવે છે. બેઝિક યુનિવર્સલ આઈડેન્ટીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એક ખાસ નંબર જારી કરવામાં આવે છે, પરંતુ આ આધાર કાર્ડ હવે વિવાદમાં ફસાતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, આધાર કાર્ડમાં અજીબો ગરીબ ચિત્રો દર્શાવાતા...
નેશનલ હાઈવે પર નહીં દેખાય દારૂની દુકાનો
નવી દિલ્હી- ખૂબ જ ટૂંક સમયમાં નેશનલ હાઈવે પર દારૂની દુકાનો ચાલતી હશે તેને બંધ કરાશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નેશનલ હાઈવે પર દારૂની દુકાનો હટાવવા તથા કંપનીઓને નવા લાયસન્સ બહાર ના પડાવાની સલાહ આપી છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને ધોરીમાર્ગ વિભાગે રાજ્યનાં મુખ્ય સચિવોને...
આઈઆરસીટીસી વેબસાઈટ એક મિનિટમાં ૭,૨૦૦ ટિકિટો બુક કરશે
નવી દિલ્હી – ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલ, આઈઆરસીટીસીએ જાહેરાત કરી છે કે તે પોતાના સર્વરને એવી રીતે અપગ્રેડ કરવાનું છે જેથી ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રતિ મિનિટ ૭,૨૦૦ ઈ-ટિકિટો બુક કરી શકશે. હાલ પ્રતિ મિનિટ માત્ર ૨૦૦૦ ટિકિટો જ બુક થાય છે.
બુકિંગ ક્ષમતા ઓછી હોવા ઉપરાંત સાઈટની...

