Archive: Sub Headlines Subscribe to Sub Headlines
શિર્ડીના સાઈબાબા મંદિરને રૂ. ૩૦૫ કરોડનું દાન મળ્યું
શિર્ડી – અહીંના સાઈબાબા મંદિર ટ્રસ્ટને ગયા નાણાકીય વર્ષમાં દાન રૂપે રૂ. ૩૦૫ કરોડ મળ્યા હતા. આગલા વર્ષે મળેલા દાનની રકમ કરતાં આ રકમમાં લગભગ ૩૦ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં મંદિરમાં દાનની પેટીઓમાં ભક્તો તરફથી મળેલી રોકડ રકમનો આંક રૂ. ૧૭૬ કરોડ હતો.
રૂ....
સગીર વયનાં ફેસબુકનો ઉપયોગ કરી શકે કે નહીં? કોર્ટ નક્કી કરશે
નવી દિલ્હી – દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે દેશમાં ૧૮ વર્ષથી ઓછી વયના કેટલા બાળકોએ ફેસબુક સહિતની કોઈ સોશ્યલ નેટવર્ક સાઈટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે તે અમને જણાવો.
ન્યાયમૂર્તિઓ બી.ડી. એહમદ અને વિભૂ બખરુની ડિવિઝનલ બેન્ચે અમેરિકાસ્થિત ફેસબુક ઈન્કોર્પોરેશન...
ઉત્તર પ્રદેશના પોલીસો પ્રેરણા મેળવવા સિંઘમ, દબંગ જેવી ફિલ્મો જુએ છે
ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસોનો જુસ્સો વધારવા માટે તંત્રે તેમને સિંઘમ, દબંગ અને અબ તક છપ્પન જેવી ફિલ્મો બતાવવાનું નક્કી કર્યું છે.
ઉ.પ્ર.ના એડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અરૂણ કુમારે એક સર્ક્યૂલર બહાર પાડ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે પોલીસોને...
હનુમાન જયંતીની દેશભરમાં ધાર્મિક પરંપરાનુસાર ઉજવણી
વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમનાં દિવસે ભગવાન રામભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આથી દર વર્ષે આ દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આજે પણ દેશભરમાં હનુમાનભક્તો હનુમાનજીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે તેમની જયંતીના પર્વની ઉજવણી કરી રહ્યા છે.ભગવાન શ્રી રામની...
અંધજનો માટે વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન, ભારતમાં બન્યો છે
અમદાવાદ – નેત્રહીન વ્યક્તિઓ માટે વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં અને તે પણ અમદાવાદમાં બનાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ અંધજનો આ ફોન પર એસએમએસ તથા ઈમેલ સંદેશાઓ વાંચી શકશે. આ ફોન તમામ ટેક્સ્ટને બ્રેઈલ લિપીમાં કન્વર્ટ કરે છે.
આઈઆઈએમ અમદાવાદ કેમ્પસ સ્થિત સેન્ટર ફોર...
ફેસબુક પર બાળકનો સોદો, ૮ લાખમાં વેચાયો ત્રણ દિવસનો બાળક
લુધિયાના- ત્રણ દિવસનાં એક નિર્દોષ બાળકને ત્રણ વાર વેચવામાં આવ્યો. પહેલા ૪૫ હજાર રૂપિયામાં, પછી સાડા ત્રણ લાખ રૂપિયામાં અને છેલ્લે દિલ્હીમાં આઠ લાખ રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવ્યો. જો કે બાળકને પોલીસે ૧૦ દિવસ બાદ સલામત રીતે તેની માતાને સોંપી દીધો.
દસ દિવસથી તડપી રહેલી...
પંજાબમાં મહિલાઓની સુરક્ષા કરશે મોબાઈલ મહિલા કમાન્ડો સ્ક્વોડ
ચંડીગઢ – મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને રોકવા માટે મોબાઈલ વિમેન કમાન્ડોની રચના કરનાર પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું છે.
આ સ્ક્વોડ ગુનાખોરીનો ભોગ બનેલી મહિલાઓને સહાયતા કરવામાં અને ગુનેગારો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં મદદ કરશે.
પંજાબના નાયબ મુખ્ય પ્રધાન...
દેશભરમાં રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મુંબઈ- આજે રામનવમી છે. રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ. રામનવમીનો દિવસ હોવાથી હિન્દુઓ પરંપરાગત રીતે ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે.
જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર...
બોસ્ટન ધડાકાઓ વખતે ઈજાગ્રસ્તો માટે મદદગાર બન્યા ડો. વિવેક શાહ
બોસ્ટન – આતંકી હુમલાનો શિકાર બનેલી બોસ્ટન મેરેથોન રેસમાં ભાગ લેનાર એક ભારતીય-અમેરિકન ઓર્થોપેડિક સર્જન હિરો તરીકે ઉભરી આવ્યા છે, કારણ કે આનંદ માણી રહેલા લોકોના ટોળામાં બે બોમ્બ ધડાકા થયા બાદ ભોગ બનેલાઓને તેમણે ત્વરિત પ્રાથમિક સારવાર આપીને મદદગારની ભૂમિકા અદા કરી હતી.
તે...
દુનિયાના કુલ પૈકી ત્રીજા ભાગના ગરીબો ભારતમાં છેઃ વર્લ્ડ બેન્ક
વોશિંગ્ટન – વર્લ્ડ બેન્કે ગરીબી અંગે તૈયાર કરાવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે દુનિયામાં કુલ ગરીબોની ત્રીજા ભાગની વસ્તી ભારતમાં છે. આ લોકો પ્રતિદિન રૂ. ૬૫ની આવક પર પોતાનું ગુજરાન ચલાવે છે.
અહેવાલમાં જણાવાયું છે કે દુનિયામાં એક અબજ ૨૦ લાખ લોકો હજી પણ અત્યંત ગરીબ અવસ્થામાં...

