Archive: Sub Headlines Subscribe to Sub Headlines

Japan Airlines

માંસાહારી ભોજન પીરસવાની ભૂલ: જાપાન એરલાઈન્સને ૩૫,૦૦૦નો દંડ

નવી દિલ્હી – ટિકિટ બુક કરાવતી વખતે એક દંપતિએ શાકાહારી ભોજન પસંદ કર્યું હોવા છતાં વિમાનમાં તેમને નોન-વેજ ફૂડ પીરસવા બદલ જાપાન એરલાઈન્સને રૂ. ૩૫,૦૦૦નો દંડ ભરવાનો વારો આવ્યો છે. દિલ્હી સ્ટેટ કન્ઝ્યૂમર કમિશને જાપાન એરલાઈન્સને આ આદેશ આપ્યો છે. સ્ટેટ કમિશને કહ્યું છે કે એરલાઈન્સે...
Sonia-Gandhi

કોંગ્રેસ પ્રમુખ પદે સોનિયા ગાંધીએ પૂરા કર્યા ૧૫ વર્ષ

નવી દિલ્હી- સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખનાં પદે આજે ગુરૂવારે પંદર વર્ષ પુરા કર્યા છે જે ૧૨૭ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીનાં ઈતિહાસમાં એક રેકોર્ડ છે. ૬૬ વર્ષનાં સોનિયાનાં જીવનમાં રાજકીય વળાંક આવ્યો વર્ષ ૨૦૦૪માં. આ વર્ષ દરમિયાન ઘણા કપરા ચઢાણ સર કરતા એમણે કોંગ્રેસને સફળતાપૂર્વક...
airports

વિશ્વમાં ટોચના પાંચ એરપોર્ટ્સમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદનો સમાવેશ

નવી દિલ્હી – આંતરરાષ્ટ્રીય કક્ષાની સેવાઓ પૂરી પાડતા વિશ્વના ટોચના પાંચ એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદના એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એરપોર્ટ્સની કામગીરી પર દેખરેખ રાખતી એક વૈશ્વિક સંસ્થા, એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલે દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ...
1993 mumbai blast

૧૯૯૩નાં મુંબઈ વિસ્ફોટની ૨૦મી વરસી, મુખ્ય આરોપી હજુ પકડાયો નથી

મુંબઈ- ૧૨ માર્ચ ૧૯૯૩નાં શુક્રવારની આ એ તારીખ છે જે ભારતનાં ઈતિહાસમાં બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખાય છે. આજ તારીખે મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું. દુનિયાનાં ઈતિહાસમાં પહેલીવાર આટલા પ્રમાણમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. ૧૪ વર્ષ ચાલેલા આ કેસમાં ૧૦૦ આરોપીને સજા થઈ...
AIDS virus

ડોક્ટરોએ એઈડ્સ સાથે જન્મેલી બાળકીને બચાવી લીધી

એટલાન્ટા – જીવલેણ એઈડ્સની બિમારીએ આખી દુનિયામાં ગભરાટ ફેલાવી દીધો છે ત્યારે એક આશાવાદી, ઉત્સાહપ્રેરક સમાચાર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી બાળકીને આ રોગની ચુંગાલમાંથી ઉગારી લીધી છે જે જન્મતાની સાથે જ તેની ઝપટમાં આવી ગઈ હતી. આ બાળકી છે, મિસિસિપી રાજ્યના એક ગામડાની...
Google, Wikipedia

ઈન્સ્ટન્ટ એડવાઈઝરઃ દાદા-દાદીઓનું સ્થાન લીધું છે ગૂગલે

લંડન – આધુનિક જમાનાના વધુ ને વધુ બાળકો એમના સાવ સાદા સવાલોના જવાબ મેળવવા માટે પણ ઘર-પરિવારમાં હાજર દાદા-દાદી કે નાના-નાની જેવા અનુભવી સભ્યોને બદલે ઈન્ટરનેટનો સહારો લે છે. એક સર્વેક્ષણ પરથી માલૂમ પડ્યું છે કે જૂની પેઢીનાં લોકોનું સ્થાન હવે ઝડપથી ગૂગલ, વિકિપીડીયા અને...
all-women bank

મહિલાઓ માટે દેશની સૌપ્રથમ બેન્ક ઓક્ટોબરમાં શરૂ થશે

નવી દિલ્હી – ભારતમાં માત્ર મહિલાઓ માટેની રાષ્ટ્રીય બેન્ક આ વર્ષમાં શરૂ થશે. કેન્દ્ર સરકારે બજેટમાં આ માટે રૂ. ૧૦૦૦ કરોડની પ્રારંભિક મૂડીની ફાળવણીની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન ચિદમ્બરમે કહ્યું છે કે આ બેન્ક આ વર્ષના ઓક્ટોબર સુધીમાં ચાલુ કરી શકવાની ધારણા છે. એ માટે...
Home loan

૨૫ લાખની હોમ લોન પહેલી વાર લેનારાઓને રાહત

નવી દિલ્હી – નાણાં પ્રધાન ચિદમ્બરમે હોમ લોન લેનારાઓને ખુશ કરી દેતી જાહેરાત બજેટમાં કરી છે. ચિદમ્બરમે કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ એપ્રિલ ૧, ૨૦૧૩થી ૩૧ માર્ચ, ૨૦૧૪ના સમયગાળા દરમિયાન કોઈપણ બેન્ક કે હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન પાસેથી રૂ. ૨૫ લાખ સુધીની લોન પહેલી વાર લેશે...
IRCTC

એમઆરપી કરતાં વધુ ભાવે સોફ્ટ ડ્રિન્ક્સ વેચ્યું; IRCTCને ૧૦ લાખનો દંડ

નવી દિલ્હી – બે ગ્રાહકને મેક્ઝિમમ રીટેલ પ્રાઈસ (એમઆરપી) કરતાં ઊંચા ભાવે સોફ્ટ ડ્રિન્ક્સ વેચવા બદલ એક ગ્રાહક પંચે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ને રૂ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. દિલ્હી સ્ટેશનના પ્લેટફૉર્મ પર બે ગ્રાહકે ભારતીય રેલવેની પેટા-કંપની IRCTC સંચાલિત...
Students in Goa

ગોવાના વિદ્યાર્થીઓને ૨૫ રૂપિયામાં મળશે ટેબ્લેટ પીસી કે નોટબુક

પણજી – ગોવા સરકારનો શિક્ષણ વિભાગ રાજ્યના પાંચમા અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ટેક્નોલોજીથી એક્સપર્ટ બનાવવા તત્પર છે. સરકારની યોજના બાળકોને આવનારા જમાના અંગે અત્યારથી જ વાકેફ કરવા માગે છે અને ઈ-સિસ્ટમ્સ વિશે તેમને જિજ્ઞાસુ બનાવવા માગે છે. શિક્ષણ વિભાગના...