Archive: Sub Headlines Subscribe to Sub Headlines
મહિલાઓ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકશે
નવી દિલ્હી- મહિલાઓ પર થતા અત્યાચાર અને અન્યાય માટે હવે કેન્દ્ર સરકારે એક નવો નિર્દેશ બહાર પાડ્યો છે. કેન્દ્રએ તમામ પોલીસ સ્ટેશનોને નિર્દેશ કરતા કહ્યું છે કે હવેથી મહિલાઓ જે પણ પોલીસ સ્ટેશનમાં ઈચ્છે ત્યાં તે પોતાની એફઆઈઆર દાખલ કરાવી શકે છે. એકવાર આ એફઆઈઆર દાખલ થઈ જશે તો...
અમેરિકનો થયા છે સમોસા, આલૂ ટિક્કી પાછળ ઘેલાં
શિકાગો- જો ભારતીયો પીઝા પાછળ ગાંડા થયાં છે, તો હવે અમેરિકનો સમોસા પાછળ ઘેલાં થયા છે. યુનાઈટેડ સ્ટેટ્સનાં અનેક શહેરોમાં ‘સમોસા હટ્સ’ નામે ભારતનાં સમોસા અને આલૂ ટિક્કી ખુબ જ પ્રસિદ્ધ છે.
સુઝીનાં સોમાસા જે સુઝી સિંઘ દ્વારા બનાવાય છે તેને ફક્ત ભારતીયો જ નહી પરંતુ અમેરિકનો...
મહાત્મા ગાંધીને ૬૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી- દુનિયાને શાંતિ અને અહિંસાનો પાઠ શિખવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજનાં જ દિવસ, ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮માં દિલ્હીનાં બિરલા હાઉસમાં નથુરામ ગોડસે નામના માણસે ગોળી મારી હત્યા કરી હતી. એ દિવસે બિરલા હાઉસમાં સાંજે પાંચ વાગ્યે પ્રાર્થના થવાની હતી પરંતુ ગાંધીજી...
બહારગામની ટ્રેનોમાં પેન્ટ્રી કારમાં રાંધવાનું બંધ કરાશે
નવી દિલ્હી – ભારતીય રેલવે પેન્ટ્રી કારમાં ભોજન અને નાસ્તા માટેની ચીજવસ્તુઓ રાંધવાનું બંધ કરી દેવા વિચારે છે. તેને બદલે દેશભરમાં એવા ૨૫૦ બેઝ કિચન તૈયાર કરવા માગે છે જે પ્રતિ દિન લગભગ ૬ લાખ ભોજન અને નાસ્તાના પેકેટ્સ તૈયાર કરશે.
બેઝ કિચન્સ નવી દિલ્હી, નિઝામુદ્દીન, મુંબઈ,...
‘ગંગનમ સ્ટાઈલે’ યુટ્યૂબને ૮૦ લાખ ડોલર કમાવી આપ્યા
ન્યૂ યોર્ક – ગૂગલના જણાવ્યા મુજબ, સાઉથ કોરિયાનાં રેપર પીએસવાયનાં ‘ગંગનમ સ્ટાઈલ’ વીડિયો દર્શાવતા યુટ્યૂબ પેજથી એની જાહેરખબરની આવકમાં ૮૦ લાખ ડોલરની વૃદ્ધિ થઈ છે.
ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર નિકેશ અરોરાએ યુટ્યૂબની આવક વધારવાના માર્ગો અંગે યુટ્યૂબની કમાણી અંગે નાણાકીય...
લેડી ગાગાએ ‘રાઈફલ બ્રા’ પહેરી, ટીકાઓની ઝડી વરસી
લોસ એન્જેલિસ – પોપસિંગર લેડી ગાગાએ નવો વિવાદ સર્જ્યો છે. કેનેડાના વેનકુવરમાં શુક્રવારે એણે પોતાનાં એક શૉમાં બ્રા પહેરીને ડાન્સ કર્યો હતો. એ બ્રા પહેરીને ડાન્સ કરે એ નવું નથી, પણ આ વખતે તેની બ્રા સાથે પ્લાસ્ટિકની એસોલ્ટ રાઈફલો બેસાડવામાં આવી હતી.
અમેરિકામાં ગન વાયોલન્સ...
ચીનમાં રોબોટ ચલાવે છે રેસ્ટોરન્ટ
બીજિંગ- ચીનના હીલોંગજીયોંગ પ્રાંતમાં આવેલા હારબીનમાં દુનિયાની અજીબો ગરીબ રેસ્ટોરન્ટ આવેલી છે. આ પહેલી એવી રેસ્ટોરન્ટ છે જ્યાં વેઇટર તરીકે માત્ર રોબોટ કામ કરતા હોય.
jQuery(document).ready(function(){
jQuery("#ngg-slideshow-828-37183-1").nggSlideshow( {id: 828,fx:"fade",width:466,height:337,domain: "http://www.chitralekha.com/",timeout:10000});
});
આ રેસ્ટોરંટમાં કુલ ૨0 રોબોટ...
ID પ્રુફઃ રેલવેએ સેકન્ડ ક્લાસ માટે નિયમો હળવા બનાવ્યા
મુંબઈ – રેલવે મંત્રાલયે ટ્રેન પ્રવાસ દરમિયાન, ખાસ કરીને લોઅર ઈકોનોમિક વર્ગના મુસાફરો માટે ઓળખ માટેનું ઓરિજીનલ પ્રુફ બતાવવાની શરતમાં થોડીક રાહત આપી છે.
આ રાહત હેઠળ, ફોટા સાથેના રેશન કાર્ડની ઝેરોક્સ કોપી અને ફોટા સાથે રાષ્ટ્રીયકૃત બેન્કની પાસબૂકની ઝેરોક્સ કોપી પણ સ્વીકારવામાં...
ફેસબુક ફ્રેન્ડ્સને મફતમાં ફોન કરી શકાશે
લંડન- ફેસબુક ખુબ જ ટૂંક સમયમાં પોતાનાં યૂઝર્સને ફ્રી વોઈસ કોલની સુવિધા આપવાની તૈયારીમાં છે. આ માટે મેસેંજર એપમાં નવુ ફિચર જોડવામાં આવશે જેનાં દ્વારા તમે તમારા કોઈ પણ ફેસબુક મિત્ર સાથે વાત કરી શકશો અને તે પણ મફતમાં.
વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) ટેકનોલોજી દ્વારા...

