Archive: Sub Headlines Subscribe to Sub Headlines
મહારાષ્ટ્રના રાજકારણ પર મજબૂત પકડના સ્વામી – બાલ ઠાકરે
મુંબઈ – બાલ ઠાકરેનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૯૨૬માં તે વખતના મુંબઈ પ્રેસિડેન્સી સ્ટેટમાં આવેલા પુણેમાં એક મરાઠી પરિવારમાં થયો હતો.
એમની પત્નીનું નામ મીના ઠાકરે હતું. એમને ત્રણ પુત્રો છે. એમાંના સૌથી મોટા, બિંદુમાધવનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું.
બાલ ઠાકરેનું જન્મનું...
‘સ્વિસ બેન્કમાં ક્રિકેટરોનું પણ કાળું ધન છે’
નવી દિલ્હી – ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ બાદ સ્વિસ બેન્કના એક ભૂતપૂર્વ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે અનેક રાજકીય નેતાઓ અને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ઉપરાંત કેટલાક ક્રિકેટરોનું પણ કાળું નાણું બેન્કમાં જમા કરાયું છે.
સ્વિસ બેન્કના ભૂતપૂર્વ...
પુષ્ય નક્ષત્રનો શુભ યોગ, સોના-ચાંદી ખરીદવાનું શ્રેષ્ઠ મુહર્ત
આજે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રનો શુભ યોગ હોવાથી સોની બજારમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. ભારતીય પરંપરા પ્રમાણે આજનાં દિવસે સોના-ચાંદી કે મિલકતની ખરીદી કરવી એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ સમયગાળામાં ખરીદી કરવા સહિત નંગની પુજા પણ કરવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રને કારણે સોના-ચાંદીના...
હવે સ્લીપર-ક્લાસના મુસાફરો માટે આઈ-કાર્ડ ફરજિયાત
નવી દિલ્હી – આ વર્ષની ૧ ડિસેંબરથી બહારગામની ટ્રેનોના સ્લીપર-ક્લાસમાં મુસાફરી કરનાર વ્યક્તિએ પોતાની સાથે આઈડેન્ટિટી પ્રુફ રાખવું ફરજિયાત બનશે.
કાયદેસર લોકો જ ટ્રેન પ્રવાસે કરે એની તકેદારી રાખવા અને લુખ્ખાઓને ટિકિટોનો દુરુપયોગ કરતા રોકવા માટે રેલવે તંત્રે આ નિર્ણય...
જેને જોઈને અમિતાભનું હૃદય દ્રવી ઊઠ્યું…
મુંબઈ – અમિતાભ બચ્ચનનાં લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ-૬’માં ઝારખંડની સોનાલી મુખરજી નામની એવી યુવતીને લાવવામાં આવી જે કેટલાક માથાફરેલ યુવાનોનાં અત્યાચારનો ભોગ બની છે.
૨૦૦૩માં પોતાની છેડતીનો વિરોધ કરનાર સોનાલી જ્યારે મકાનનાં ધાબા પર પોતાનાં પરિવાર સાથે...
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી
ખેડા- સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં ૩૧ ઓક્ટોબર,૧૮૭૫માં થયો. તેઓ સ્વભાવે ખૂબ ઓછાબોલા હતા. રૂપિયાનું દોઢ મણ બોલનારાઓની વચ્ચે તે પોતાના શબ્દો સોનાના સિક્કાની જેમ સંઘરતા. શક્ય હોય ત્યાં હં, હો, હાં, નાં જેવા શબ્દોથી પતાવતા. “મેં મારા મગજને તાળું મારીને તેની ચાવી મહાત્માજીને...
મારી પત્ની અણમોલ છેઃ શશી થરૂરનો મોદીને જવાબ
નવી દિલ્હી – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નવા નિમાયેલા માનવ સંસાધન વિકાસ પ્રધાન શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરને ‘૫૦ કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ’ કહ્યાં એનાથી ગિન્નાયેલા થરૂરે વળતો જવાબ આપ્યો છે. ટ્વિટર પર જવાબ આપતા થરૂરે મોદીને કહ્યું છે કે,...
‘સેંડી’ને કારણે લેવાયેલા મહત્વનાં નિર્ણય અને તૈયારીઓ
ન્યૂ યોર્ક- જે રીતે સેંડીનું જોખમ વધી રહ્યું છે. તેને જોતા અમેરિકામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં છે. જેમાં અમેરિકન સરકારે આયોજનપુર્વક તૈયારીઓ કરી છે.
સરકાર દ્વારા લેવાયેલાં નિર્ણયો
૧૪,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
૭૬૦૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અલગ અલગ દેશોમાંથી રદ્દ
૧૨૦૦...
‘સેંડી’નો હાહાકાર, ૧૪ હજાર ફ્લાઈટ્સ રદ
ન્યૂ યોર્ક- ચક્રવાત સેન્ડીને કારણે આખુંય અમેરિકા સ્તબ્ધ છે. આ તોફાનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આખું ન્યૂ યોર્ક રાજ્ય અંધકારમય છે. વાહનવ્યવહાર અટકી ગયો છે જેને કારણે ૧૪ હજાર જેટલી ફ્લાઈ્ટો બંધ કરવી પડી છે. જેમાં ભારતે એર ઈંડિયા અને જેટ એરવેઝે ન્યૂ યોર્ક જતી ફ્લાઈ્ટસ...

