Archive: Travel Subscribe to Travel
સિડનીના બોન્ડી બીચને લીલોતરીથી ભરપૂર બનાવાશે
સિડની – ઓસ્ટ્રેલિયાના ઉત્તમ સમુદ્રકિનારાઓમાં જેની ગણના થાય છે તે અત્રેના બોન્ડી બીચની મોટા પાયે કાયાપલટ કરવામાં આવનાર છે. અહીં કોંક્રીટના બનાવેલા કાર પાર્ક્સનું સ્થાન હરિયાળા ઘાસની લોન અને વૃક્ષો લેશે. વિશ્વભરમાં જાણીતા આ સ્થળના સુશોભિકરણને અહીંની સરકાર મહત્વાકાંક્ષી...
માઉન્ટ ફુજીને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવા જાપાનની ભલામણ
ટોકિયો – જાપાનના માઉન્ટ ફુજીને વર્લ્ડ હેરીટેજ સ્થળો વિશે યુનેસ્કોની યાદીમાં સ્થાન મળે એવી ધારણા છે.
યુનાઈટેડ નેશન્સની યુનેસ્કો સંસ્થાની ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યૂમેન્ટ્સ એન્ડ સાઈટ્સ નામની સલાહકાર સમિતિએ જાપાનની સરકારને કહ્યું છે કે ફુજી શિખર વર્લ્ડ હેરિટેજ...
લંડનમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકાયો ઓલિમ્પિક પાર્ક
લંડનના મહત્વાકાંક્ષી ઓલિમ્પિક પાર્કને જાહેર જનતા અને પર્યટકો માટે ટૂંકી ટૂર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૨માં ઓલિમ્પિક ગેમ્સની પૂર્ણાહુતિ થયા બાદ વ્યાપક રીનોવેશન હાથ ધરાયું હોવાથી આ પાર્કને બંધ રાખવામાં આવ્યો હતો.
લંડનની હદમાં આવેલા આ વિશાળ પાર્કની...
બ્રાઝિલમાં ફિફા વર્લ્ડ કપ પૂર્વે વધવા માંડી છે પર્યટકોની સંખ્યા
રીયો ડી જેનેરો – ૨૦૧૧ની સરખામણીમાં ગયા વર્ષે બ્રાઝિલમાં આવતા પર્યટકોની સંખ્યામાં ૪.૫ ટકાનો વધારો થયો છે.
બ્રાઝિલ ટૂરિઝમ બોર્ડના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૨માં આ સાઉથ અમેરિકન દેશમાં ૫૭ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, જે આગલા વર્ષની તુલનામાં ૪.૫ ટકાનો વધારો સૂચવે છે.
બ્રાઝિલમાં...
ભારતના બેસ્ટ થીમપાર્ક્સ અને વોટરપાર્ક્સ
ભારતમાં ઉનાળો જામવાનું શરૂ થયું એ સાથે જ આગઝરતી ગરમીથી બચવા લોકોએ સ્વજનો અને મિત્રો સાથે દોટ મૂકી સ્વિમિંગ પૂલની સુવિધા પૂરી પાડતા થીમ પાર્ક્સ તરફ.
દેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનો માટે ઘણે સ્થળે ઉપલબ્ધ છે થ્રિલીંગ ફન. જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે...
કયા દેશના લોકો કેટલા દિવસનું વેકેશન માણે છે?
ઓનલાઈન રીઝર્વેશન સાઈટ હોટેલ્સ ડોટ કોમે ૩૦ દેશોના લોકોમાં કરાયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે કે દુનિયામાં વર્ષ દરમિયાન વેકેશનનો સૌથી વધારે આનંદ માણે છે રશિયનો.
રશિયનો વર્ષ દરમિયાન ૪૦ દિવસ વેકેશનની મોજ-મજા માણે છે. તો ઈટાલીના લોકો તેમનાથી બહુ પાછળ નથી. તેઓ સરેરાશ ૩૬ દિવસ...
સોલમાં વિદેશીઓને લૂંટતા ટેક્સી ડ્રાઈવરોને પકડવા ઈનામ
વિદેશી પર્યટકો પાસેથી વધારે પડતા ભાડા લઈને એમને લૂંટતા ટેક્સી ડ્રાઈવરો વિશે સત્તાવાળાઓને જાણ કરનાર કોઈ પણ વ્યક્તિને પાંચ લાખ વોન (૪૬૦ ડોલર) રોકડ ઈનામ રૂપે આપવાની દક્ષિણ કોરિયાના પાટનગર સોલના વહીવટીતંત્રે કરી છે.
ગેરપ્રવૃત્તિ કરતા ટેક્સી ડ્રાઈવરો વિરુદ્ધ અગાઉ કડક...
પર્યટકોની ચરબી ઉતારે છે થાઈ બોક્સિંગ કેમ્પ્સ
થાઈલેન્ડમાં ફિટનેસના શોખીનોમાં આજકાલ નવો ક્રેઝ જાગ્યો છે – મ્યુઆય થાઈ બોક્સિંગ. ફુકેત ટાપુ પર આવતા પર્યટકો સમુદ્ર કિનારાઓ પર પડ્યા રહેવાને બદલે હાથમાં ગ્લોવ્ઝ, બેગ્ગી શોર્ટ્સ પહેરીને થાઈ બોક્સિંગ કેમ્પમાં જઈને હેવી સેન્ડ બેગ્સ પર મુઠ્ઠીઓ પછાડી-પછાડીને પરસેવો પાડવાનું...
લુફથાન્સાએ બર્લિનમાંની સેવાઓમાં કાપ મૂકી દીધો
જર્મનીની સૌથી મોટી એરલાઈન, લુફથાન્સાએ નકામા ખર્ચ પર કાપ મૂકવા અને બચત કરવા બર્લિનથી ઉપડતી અને આવતી ફ્લાઈટ્સની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે.
લુફથાન્સાએ બ્રિટનના માન્ચેસ્ટર, ફ્રાન્સના લિયોન અને હંગેરીના પાટનગર બુડાપેસ્ટ સહિત યુરોપના અનેક શહેરો અને બર્લિન...
યુરોપનું સૌથી મોટું ક્રુઝ જહાજ સફર માટે રવાના થયું
એમએસસી પ્રેઝિઓસા એટલે યુરોપનું સૌથી મોટું ક્રુઝ જહાજ. એ પશ્ચિમ ફ્રાન્સના સેન્ટ નઝાયરથી દક્ષિણમાં આવેલા માર્સીલ બંદરની સફર માટે રવાના થયું છે.
પ્રેઝિઓસાને ખરીદવાની સૌથી પહેલાં લિબીયાની સરકારી શિપીંગ કંપની જીએનએમટીસીએ ૨૦૧૦માં ઓર્ડર આપ્યો હતો, પણ નેતા મુઅમ્મર ગદ્દાફી...

