Chitralekha » Travel

કયા દેશના લોકો કેટલા દિવસનું વેકેશન માણે છે?
ઓનલાઈન રીઝર્વેશન સાઈટ હોટેલ્સ ડોટ કોમે ૩૦ દેશોના લોકોમાં કરાયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે કે દુનિયામાં વર્ષ દરમિયાન વેકેશનનો સૌથી વધારે આનંદ માણે છે રશિયનો.

રશિયનો વર્ષ દરમિયાન ૪૦ દિવસ વેકેશનની મોજ-મજા માણે છે. તો ઈટાલીના લોકો તેમનાથી બહુ પાછળ નથી. તેઓ સરેરાશ ૩૬ દિવસ વેકેશન માણે છે.

અમેરિકન્સ વર્ષમાં ૨૦ દિવસ વેકેશન માણે છે જ્યારે આ લિસ્ટમાં સૌથી છેલ્લો નંબર છે મેક્સિકોનો, જ્યાંના લોકો માત્ર ૧૩ દિવસ જ વેકેશન માણે છે.

આ યાદીમાં ભારતનો નંબર ૨૦મો છે. સર્વે અનુસાર, ભારતમાં લોકો કુલ ૨૬ દિવસનું વેકેશન માણે છે.

સ્વીડનના લોકો ૩૬ દિવસ, ફિનલેન્ડ, ફ્રાન્સ, નોર્વે અને બ્રાઝિલના લોકો ૩૫-૩૫, ડેન્માર્ક અને સ્પેનના લોકો ૩૪ દિવસ, કોલંબિયા ૩૩, ન્યૂ ઝીલેન્ડ ૩૧, ઓસ્ટ્રેલિયા ૩૦, આર્જેન્ટિના, જર્મની, આયરલેન્ડ અને સ્વિટઝરલેન્ડના લોકો ૨૯-૨૯ દિવસ, બ્રિટનના ૨૮, સાઉથ કોરિયા અને નેધરલેન્ડ્સ ૨૭, જાપાન ૨૬, હોંગ કોંગ ૨૩, મલેશિયા ૨૨, થાઈલેન્ડ ૨૧, તાઈવાન ૧૯, સિંગાપોર ૧૮, ચીન ૧૬ અને કેનેડાના લોકો ૧૫ દિવસ વેકેશનનો આનંદ માણે છે.

સોલમાં વિદેશીઓને લૂંટતા ટેક્સી ડ્રાઈવરોને પકડવા ઈનામ
વિદેશી પર્યટકો પાસેથી વધારે પડતા ભાડા લઈને એમને લૂંટતા ટેક્સી ડ્રાઈવરો વિશે સત્તાવાળાઓને જાણ કરનાર કોઈ પણ વ્યક્તિને પાંચ લાખ વોન (૪૬૦ ડોલર) રોકડ ઈનામ રૂપે આપવાની દક્ષિણ કોરિયાના પાટનગર સોલના વહીવટીતંત્રે કરી છે.

ગેરપ્રવૃત્તિ કરતા ટેક્સી ડ્રાઈવરો વિરુદ્ધ અગાઉ કડક પગલાં લેવામાં આવ્યા હતા તે છતાં વિદેશી પર્યટકો સાથે અયોગ્ય વર્તન કરવાનું હજી ચાલુ જ રહ્યું છે. તેને રોકવા માટે વહીવટીતંત્રે રોકડ ઈનામની ઓફર કરી છે.

આ ઈનામના હકદાર વિદેશી પર્યટકો પણ બની શકશે જેઓ ટેક્સી ડ્રાઈવરો દ્વારા લૂંટનો ભોગ બન્યા હોય. તેવા પર્યટકો અંગ્રેજી ભાષાની હોટલાઈન નંબર ડાયલ કરીને કસુરવાર ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરી શકશે.

સોલમાં ૪૦૦ જેટલી સ્પેશિયલાઈઝ્ડ ટેક્સીઓ છે જે ઈન્ટરનેશનલ ટેક્સી તરીકે ઓળખાય છે. તેવી ટેક્સીઓના ડ્રાઈવરોને અંગ્રેજી અને જાપાની ભાષા આવડવી ફરજિયાત કરવામાં આવ્યું છે.

પર્યટકોની ચરબી ઉતારે છે થાઈ બોક્સિંગ કેમ્પ્સ
થાઈલેન્ડમાં ફિટનેસના શોખીનોમાં આજકાલ નવો ક્રેઝ જાગ્યો છે – મ્યુઆય થાઈ બોક્સિંગ. ફુકેત ટાપુ પર આવતા પર્યટકો સમુદ્ર કિનારાઓ પર પડ્યા રહેવાને બદલે હાથમાં ગ્લોવ્ઝ, બેગ્ગી શોર્ટ્સ પહેરીને થાઈ બોક્સિંગ કેમ્પમાં જઈને હેવી સેન્ડ બેગ્સ પર મુઠ્ઠીઓ પછાડી-પછાડીને પરસેવો પાડવાનું પસંદ કરે છે. આમ કરવાથી પેટ અને કમર પરની ચરબી ઘટે છે.

થાઈ બોક્સિંગની સાથે પર્યટકો માર્શલ આર્ટ્સની તાલીમ લેવાનું પણ પસંદ કરે છે.

થાઈ બોક્સિંગ કેમ્પ્સમાં જોડાવાથી બે ફાયદા થાય છે, એક, શરીરમાંની નકામી ચરબી ઘટે છે અને બીજું, પ્રોફેશનલ ફાઈટર બનવા મળે છે.

૨૬ વર્ષનો જોર્ડન હેન્ડરસન કલાકોના કલાકો છીનવી લેતી તેની નોકરી, પાર્ટીઓ અને લંડનની લાઈફસ્ટાફલને પડતી મૂકીને ફુકેત આવી ગયો. તેનું વજન ૧૮૪ કિલો થઈ જતાં ડોક્ટરે તેને હાર્ટ પ્રોબ્લેમ થવાની ચેતવણી આપી દીધેલી.

ફુકેતમાં લગભગ એક મહિનો સુધી તાલીમ લીધા બાદ એના શરીરનું ૨૦ કિલો વજન ઘટી ગયું.

લુફથાન્સાએ બર્લિનમાંની સેવાઓમાં કાપ મૂકી દીધો
જર્મનીની સૌથી મોટી એરલાઈન, લુફથાન્સાએ નકામા ખર્ચ પર કાપ મૂકવા અને બચત કરવા બર્લિનથી ઉપડતી અને આવતી ફ્લાઈટ્સની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે.

લુફથાન્સાએ બ્રિટનના માન્ચેસ્ટર, ફ્રાન્સના લિયોન અને હંગેરીના પાટનગર બુડાપેસ્ટ સહિત યુરોપના અનેક શહેરો અને બર્લિન વચ્ચેની ઘણી સેવાઓ રદ કરી નાખવાનું નક્કી કર્યું છે.

તે જિનેવા, મિલાન અને સ્ટોકહોમ માટેની ફ્લાઈટ્સ પણ રદ કરવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, જર્મનીમાં પણ બર્લિનથી સ્ટટગાર્ટ, કોલન અને ડસલડોર્ફ વચ્ચેની ફ્લાઈટ્સ પણ રદ કરી દેશે.

આ એરલાઈન બર્લિનમાં રહેલા તેના ૧૫ વિમાનમાંથી બેનો નિકાલ પણ કરવાની છે.

બર્લિનમાં નવા શરૂ કરાયેલા એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાઓ તથા કન્સ્ટ્રક્શનને લગતી ખામીઓને લીધે વિમાન સેવા પર પડેલી માઠી અસરથી કંટાળીને લુફથાન્સાએ આ નિર્ણય લીધો છે.

બર્લિનમાં ટીગેલ સ્થિત હાલનું મુખ્ય એરપોર્ટ વધી ગયેલા એર ટ્રાફિકને પહોંચી વળવા સક્ષમ નથી.

લુફથાન્સાએ બર્લિનમાંની સેવાઓમાં કાપ મૂકી દીધો

જર્મનીની સૌથી મોટી એરલાઈન, લુફથાન્સાએ નકામા ખર્ચ પર કાપ મૂકવા અને બચત કરવા બર્લિનથી ઉપડતી અને આવતી ફ્લાઈટ્સની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે.

લુફથાન્સાએ બ્રિટનના માન્ચેસ્ટર, ફ્રાન્સના લિયોન અને હંગેરીના પાટનગર બુડાપેસ્ટ સહિત યુરોપના અનેક શહેરો અને બર્લિન વચ્ચેની ઘણી સેવાઓ રદ કરી નાખવાનું નક્કી કર્યું છે.

તે જિનેવા, મિલાન અને સ્ટોકહોમ માટેની ફ્લાઈટ્સ પણ રદ કરવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, જર્મનીમાં પણ બર્લિનથી સ્ટટગાર્ટ, કોલન અને ડસલડોર્ફ વચ્ચેની ફ્લાઈટ્સ પણ રદ કરી દેશે.

આ એરલાઈન બર્લિનમાં રહેલા તેના ૧૫ વિમાનમાંથી બેનો નિકાલ પણ કરવાની છે.

બર્લિનમાં નવા શરૂ કરાયેલા એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાઓ તથા કન્સ્ટ્રક્શનને લગતી ખામીઓને લીધે વિમાન સેવા પર પડેલી માઠી અસરથી કંટાળીને લુફથાન્સાએ આ નિર્ણય લીધો છે.

બર્લિનમાં ટીગેલ સ્થિત હાલનું મુખ્ય એરપોર્ટ વધી ગયેલા એર ટ્રાફિકને પહોંચી વળવા સક્ષમ નથી.

યુરોપનું સૌથી મોટું ક્રુઝ જહાજ સફર માટે રવાના થયું
એમએસસી પ્રેઝિઓસા એટલે યુરોપનું સૌથી મોટું ક્રુઝ જહાજ. એ પશ્ચિમ ફ્રાન્સના સેન્ટ નઝાયરથી દક્ષિણમાં આવેલા માર્સીલ બંદરની સફર માટે રવાના થયું છે.

પ્રેઝિઓસાને ખરીદવાની સૌથી પહેલાં લિબીયાની સરકારી શિપીંગ કંપની જીએનએમટીસીએ ૨૦૧૦માં ઓર્ડર આપ્યો હતો, પણ નેતા મુઅમ્મર ગદ્દાફી સામે જનક્રાંતિ શરૂ થઈ એને લીધે લિબીયન કંપનીએ પેમેન્ટ અટકાવી દેતાં જહાજ બનાવતી કંપની એસટીએક્સ-ફ્રાન્સે તેને સ્વિસ-ઈટાલીયન ઓપરેટર એમએસસી ક્રૂઝિસને વેચી દીધું.

પ્રેઝિઓસા ૧૦૯૩ ફૂટ લાંબું છે અને તેમાં ૪૩૦૦ મુસાફરો તથા ૧,૪૦૦ ક્રૂ મેમ્બર્સને સમાવવાની ક્ષમતા છે. આ જહાજમાં ચાર સ્વિમિંગ પૂલ છે અને તેનું ઈન્ટિરીયર પણ આકર્ષક છે.

ફ્રાન્સના ઔદ્યોગિક વિકાસ ખાતાના પ્રધાને તો આ જહાજને ફ્રાન્સની જહાજબાંધકામ ક્ષમતાના પ્રતિક સમાન ગણાવ્યું છે.

ફ્રાન્સમાં જહાજબાંધકામ ઉદ્યોગ અત્યંત વિશાળ ફલક ધરાવતો છે. તે ૭૦,૦૦૦ જેટલા લોકોને રોજગાર પૂરા પાડે છે અને વર્ષેદહાડે ૧૦ અબજ યુરોનું ટર્નઓવર કરે છે.

પ્રેઝિઓસાની ગણના વિશ્વના સૌથી વિશાળ એવા ૧૦ જહાજોમાં કરવામાં આવે છે.

મિયામીસ્થિત રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ કંપની પાસે પ્રેઝિઓસાથી મોટા કદના પાંચ જહાજ છે.

લોસ એન્જેલીસનો ટૂરિસ્ટ્સ લવ
લોસ એન્જેલીસ એટલે પાપારાઝીઓની ભૂમિ. આ શહેર દેશ-વિદેશમાંથી પર્યટકોને આકર્ષિત કરે છે.

જોકે આ શહેરની સફર કરવા માટે ફદીયાં ખૂબ હોવા જોઈએ.

એક યુવા ઉદ્યોગસાહસીએ એક યોજના ઘડી છે – ક્રાઉડ્સ ઓન ડીમાન્ડ. એનો આઈડિયા એવો છે કે લોકોને આ શહેરનો પ્રતિ દિવસનો આનંદ અપાવવો જોઈએ, પછી ભલે એ સાવ ટૂંકા ગાળાનો પણ કેમ ન હોય.

લોસ એન્જેલીસ અને એની જેટલા જ હંમેશાં ધબકતાં રહેતા ન્યૂ યોર્ક સિટીમાં પણ ટૂરિસ્ટ્સ અથવા કંપનીઓ માટે ક્રાઉડ્સ ઓન ડિમાન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે જેઓ આનંદ મેળવવા માગે છે.

પર્યટકો અહીં ટોળાનાં હિસાબમાં એટલા માટે આવે છે કે એમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે. ક્રાઉડ્સ ઓન ડીમાન્ડ યોજનામાં કોઈને લોસ એન્જેલીસમાં ૧૫ મિનિટનો યાદગાર અનુભવ મેળવવો હોય તો તેઓ પણ પૈસા આપીને એ મેળવી શકે છે.

પ્રવાસના ખરા આનંદ માટે હાજર છે ‘રોડ ટુ હેપિનેસ’
લક્ઝરી હોટેલ ગ્રુપ રીલેઝ એન્ડ ચેટોક્સે ૩૩ પર્યટન સ્થળોની એક યાદી બહાર પાડી છે જેને તેણે નામ આપ્યું છે, ‘ધ રોડ ટુ હેપિનેસ’. એમાં ઈટાલીના અમાલ્ફી કોસ્ટ પરના પર્યટન સ્થળો, સાઉથ આફ્રિકામાં અભ્યાવરણ્યોમાં સફારી યાત્રાનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૧૩ની આવૃત્તિમાં ૧૨ દેશોમાંના ૩૩ રૂટની વિગતો આપવામાં આવી છે. એમાંના કેટલાક અત્યંત લક્ઝરિયસ સ્થાનો છે તો કેટલાક છે વિશ્વભરમાં જમવા માટેના શ્રેષ્ઠ મુકામો.

કેટલીક આલિશાન હોટેલોને પણ આ યાદીમાં સમાવવામાં આવી છે.

‘રોડ ટુ હેપિનેસ’ રૂટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રદેશનાં શ્રેષ્ઠ સ્થળને તેમાં સામેલ કરી શકાયું છે. આ સ્થળો એવા છે જ્યાંથી સુંદર દરિયાકિનારો જોઓઈ શકાય, પ્રાચીન બાંધકામો નિહાળી શકાય કે ઐતિહાસિક સ્મારકોનાં દર્શન કરી શકાય.

જેમ કે, ફ્રાન્સના બ્રિટેનીમાંના મોન્ટ સેન્ટ-માઈકલની પસંદગી કરવામાં આવી છે. જ્યાં સદીઓ જૂની પથ્થરની ઈમારતો જોવા મળે છે.

ચીનમાં વાયુ પ્રદૂષણમાં વધારાથી લોકો પરેશાન
ચીનની સરકારે હવામાં પ્રદૂષણનાં વધી રહેલા પ્રમાણ પર દેખરેખ રાખવા માટેના નેટવર્કને બમણું કરી દેવાનું નક્કી કર્યું છે. તેણે એર ક્વૉલિટી મોનિટરિંગ માટે આવરી લેવામાં આવેલા શહેરોની સંખ્યા ડબલ કરી દીધી છે.

ધૂમાળીયા વાતાવરણ, પ્રદૂષણથી થતી પરેશાની વિશે જનતામાં રોષ વધી રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ આ તકલીફ અંગે ભારે ઉહાપોહ કરી રહ્યા છે.

૧૯૦ શહેરોમાં હાથ ધરાનાર પ્રદૂષણ નિરીક્ષણ પ્લાન હેઠળ એ જોવામાં આવશે કે વ્યક્તિનાં ફેફસાંમાં ઝેરી તત્વોનું પ્રમાણ કેટલે ઊંડે સુધી જવા પામ્યું છે. આ વર્ષના અંત સુધીમાં સરકાર તે વિશેનાં આંકડા બહાર પણ પાડશે.

ચીનના નેતાઓ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવાનો વારંવાર અનુરોધ કરતા હોય છે, પણ તે માટેની જવાબદારી સ્થાનિક સ્તરના અમલદારોની છે, કારણ કે સ્થાનિક સ્તરે લાંચ લઈને કાયદાઓ સામે આંખમિચાંમણા કરવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલી તાકીદને પગલે ચીનની સરકારે પ્રદૂષણ નિયંત્રણનાં પગલાં કડક બનાવવાનું નક્કી કર્યું છે.

ચીનમાં સૌથી વધારે પ્રદૂષણ કોલસા બળવાથી થાય છે, જ્યારે તે પછીના નંબરે વાહનોમાંથી છૂટતા ગેસ અને બાંધકામના સ્થળો આવે છે.

એરપોર્ટની બાજુમાં જ નિહાળો વાઈલ્ડલાઈફની દુનિયા
શ્રીલંકાએ હેમ્બેનટોટા જિલ્લામાં ચીની નિષ્ણાતોની મદદથી એવું નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લું મૂક્યું છે જેની આસપાસમાં જ વન્યજીવન અભ્યારણ્યો છે. આ વિસ્તારમાં એરપોર્ટ બાંધવા પાછળનો સત્તાવાળાઓનો ઉદ્દેશ્ય ટૂરિઝમને ઉત્તેજન આપવાનો છે.

સત્તાવાળાઓ ઈચ્છે છે કે દેશી-વિદેશી પર્યટકો એરપોર્ટની નજીકમાં જ આવેલા વાઈલ્ડલાઈફ અભ્યારણ્યોની મુલાકાત લે.

આ એરપોર્ટ બાંધવા પાછળ અંદાજે ૨૦.૦ કરોડ ડોલરનો ખર્ચ થયો છે.

સત્તાવાળાઓને આશા છે કે એરપોર્ટની સાવ બાજુમાં જ અભ્યારણ્યો આવેલા હોવાથી પર્યટકો પ્રાણીઓને નિરખવાની, હાથીઓનાં બચ્ચાંઓને બાટલી વડે દૂધ પીવડાવવાની તક જતી નહીં કરે.

દુબઈમાં તૈયાર થાય છે માર્વેલ, કાર્ટૂન નેટવર્ક થીમ પાર્ક
દુબઈમાં પર્યટકોનાં આકર્ષણ માટે એક અનોખો માર્વેલ કોમિક્સ થીમ પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનાં ડેવેલપર્સે જો કે જાહેર કર્યું છે કે પાર્કમાંનું ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સેન્ટરનું કામકાજ પૂરું થવાનું હજી બાકી હોવાથી તે આ વર્ષના જૂનને બદલે ડિસેંબરમાં ખુલ્લું મૂકવામાં આવશે.

થીમ પાર્ક કુલ ૧,૧૧,૪૮૫ સ્ક્વેર મીટર એરિયાનો હશે. તેમાં અલગ અલગ થીમવાળા ચાર ઝોન હશે. આમાંના બે થીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. એમાંનો એક છે માર્વેલ એડવેન્ચર અને બીજો છે કાર્ટૂન નેટવર્ક. માર્વેલ એડવેન્ચરમાં એક્સ-મેન અને ધ એવેન્જર્સ જેવા પાત્રોને કેન્દ્રમાં રખાશે જ્યારે કાર્ટૂન નેટવર્ક થીમ પાર્કમાં સ્વાભાવિક રીતે, લૂની ટ્યૂન્સ અને સ્કૂબી-ડૂ જેવા કાર્ટૂન પાત્રોનો ઉપયોગ કરાયો છે.

બાકીના ઝોન માટેના થીમની જાહેરાત આગામી મહિનાઓમાં કરવામાં આવશે.

ઈન્ડોર એમ્યૂઝમેન્ટ પાર્કમાં દરરોજ અંદાજે ૧૦,૦૦૦ મુલાકાતીઓ આનંદ માણી શકશે એવી ધારણા છે.

વિશ્વની સૌથી ઊંચી હોટેલ દુબઈમાં છે
દુબઈએ તેનાં સેલિબ્રિટી મહેમાનો માટે જેડબલ્યુ મેરિયટ મેરક્વીસ હોટેલ સત્તાવાર રીતે ખુલ્લી મૂકી દીધી છે. આ હોટેલ વિશ્વમાં સૌથી ઊંચી છે. હોટેલને ખુલ્લી મૂકવાના મનોરંજન પ્રસંગે બ્રિટિશ ગાયિકા લિયોના લૂઈસ સહિત અનેક નામાંકિત હસ્તીઓ હાજર રહી હતી.

ગ્લેમર અને વૈભવની ઝાકઝમાળથી કાયમ મસ્ત રહેતા દુબઈ શહેરની આ હોટેલમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૨૦૦ જેટલા મહેમાનોએ આનંદ માણ્યો હતો. ફ્લેશબલ્બ્સના સતત ઝબકારા હેઠળ મહેમાનોએ મુગ્ધ કરી દેનારો ફાયર ડાન્સ નિહાળ્યો હતો.

જેડબલ્યુ મેરિયટ મેરક્વીસ હોટેલ ૩૫૫ મીટર (અથવા ૧૬૫૫ ફૂટ) ઊંચી છે. સમગ્ર સંકુલમાં ૭૭-૭૭ માળના બે ગંજાવર ટાવર સામસામે ઊભા છે.

પાર્ટીમાં હાજર રહેલી હસ્તીઓમાં ફેશન ડિઝાઈનર ડોના કરન, દુબઈસ્થિત સિંગર સાલ્હા, મિલિયન ડોલર બેન્ડ તથા દુબઈના ટીવી સેલિબ્રિટી ડીજે બ્લિસનો સમાવેશ થાય છે.

આ હોટેલમાં ૯ રેસ્ટોરાં અને પાંચ બાર છે જેમાં એશિયન-ફ્યુઝન, ઈટાલીયન, અમેરિકન, જર્મન સ્ટાઈલની અનેક વાનગીઓ ઉપલબ્ધ છે.

દુબઈએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ બુકમાં સ્થાન ક્યારનું મેળવી લીધું છે. એક તો, બુર્જ ખલિફા દ્વારા, જે ૮૨૮ મીટર (૨૭૧૬ ફૂટ)ની વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે, જ્યારે બીજો છે, દુબઈ મોલ, જે વિશ્વમાં સૌથી વિશાળ કદનો મોલ છે.

ઓલિમ્પિક પાર્કની કાયાપલટ જોવાનું ટુરિસ્ટ્સને આમંત્રણ
લંડનમાં વર્ષ ૨૦૧૨માં જ્યાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઓલિમ્પિક પાર્કને એક વિશાળ ટાઉનશિપમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. ત્યાં ૮૦૦૦ નવા ઘરો બાંધવામાં આવી રહ્યા છે અને અસંખ્ય કમર્શિયલ રીટેલ દુકાનો, સ્ટોર્સ પણ એમાં હશે. આ આખા પાર્કની કઈ રીતે કાયાપલટ કરવામાં આવી રહી છે એ નિહાળવા માટે દેશ-વિદેશના પર્યટકોને ખાસ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ પાર્કમાં એક શિલ્પકૃતિ મૂકવામાં આવી રહી છે જે આખા બ્રિટનનું સૌથી ઊંચું શિલ્પ હશે.

બ્રાન્ડ ન્યૂ ઓલિમ્પિક પાર્કનું ૨૯ કરોડ ૨૦ લાખ પાઉન્ડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટને આ વર્ષના જુલાઈમાં ખુલ્લો મૂકવાનું નિર્ધારવામાં આવ્યું છે. આ પાર્કનું પાંચ જુદા જુદા એરિયામાં વિભાજન કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટને ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક નામ આપવામાં આવ્યું છે.

આ વિસ્તારનું વિશેષ આકર્ષણ બની રહેશે આર્સેલરમિત્તલ ઓર્બિટ, જે ૧૧૫ મીટર ઊંચો સ્ટીલનો ટાવર છે. તેની પરથી મુલાકાતીઓને સેન્ટ પૌલ્સ કેથેડ્રલ, કેનારી વ્હાર્ફ, વેમ્બલી સ્ટેડિયમ અને વેસ્ટર્ન યુરોપની સૌથી ઊંચી ઈમારત, ધ શાર્ડ જોવા મળશે.

માર્ચ મહિનાથી લંડનનો ટૂરિઝમ વિભાગ પાર્કની પ્રોગ્રેસ ટુર શરૂ કરવાનો છે, જેમાં પર્યટકોને પાર્કની અંદર બસ સફર કરાવાશે, આર્સેલરમિત્તલ ઓર્બિટ પર લઈ જવામાં આવશે.

યુએસ એરલાઈન્સમાં બેગેજની કાળજીનું મહત્વ વધ્યું
તમે જો અમેરિકાની એરલાઈન્સમાં પ્રવાસ કરવાના હો તો તમારા સામાનની ચિંતા રાખશો નહીં, કારણ કે આ એરલાઈન્સની મુસાફરોનાં સામાનની કાળજીમાં બેદરકારીનાં કિસ્સાઓ ખૂબ ઘટી ગયા છે.

અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે બહાર પાડેલા ‘એર ટ્રાવેલ કન્ઝ્યૂમર રિપોર્ટ’માં જણાવાયું છે કે અમેરિકાને લાગેવળગે છે ત્યાં સુધી મુસાફરોનાં સામાન ગૂમ થઈ જવા કે નુકસાન થવા, ટાર્મેક પર અટવાઈ જવા કે ફ્લાઈટ મોડી પડવાથી સામાન અટવાઈ જવા જેવી ફરિયાદોમાં વર્ષ ૧૦૧૨માં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.

યુએસ રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાની એરલાઈન્સમાં મુસાફરોનાં સામાનની કાળજીમાં બેદરકારીનાં કિસ્સાનો દર છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન સૌથી ઓછો નોંધાયો છે. ૨૦૧૨માં એરલાઈન્સમાં દર ૧૦૦૦ મુસાફરો દીઠ તેમના સામાનની કાળજીમાં લાપરવાહીનો દર માત્ર ૩.૦૯ નોંધાયો હતો. ૨૦૧૧માં ગુમાઈ ગયેલા સામાનનો દર ૩.૩૫ હતો.

ટ્રાવેલર્સનાં બેગેજની કાળજી રાખવામાં શ્રેષ્ઠ રેકોર્ડ ધરાવનાર એરલાઈન્સની યાદીમાં ટોપ પર છે વર્જિન અમેરિકા. ત્યારબાદ આવે છે, એરટ્રાન એરવેઝ અને જેટબ્લુ.

સૌથી ખરાબ એરલાઈન્સની યાદીમાં પહેલો નંબર છે, અમેરિકન ઈગલ એરલાઈન્સ અને ત્યારબાદ એક્સપ્રેસ જેટ એરલાઈન્સ અને સ્કાઈવેસ્ટ.

ટાર્મેક પર સામાન અટવાઈ જવાના કિસ્સાઓમાં ઘટાડો નોંધાયો છે. યુએસ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર મુસાફરોનો સામાન ટાર્મેક પર ત્રણ કલાક કે તેથી વધારે સમય સુધી અટવાઈ ગયાના બનાવો ગયા વર્ષે ૪૨ થયા હતા જે ૨૦૧૧માં ૫૦ નોંધાયા હતા.

જે લોકો વારંવાર એર ટ્રાવેલ કરતાં હોય અને સામાન ગુમાઈ જવાની વારંવાર તકલીફ અનુભવતા હોય તેમને માટે ટ્રાવેલ આઈટી કંપની એમાડ્યૂસ એક નવી ટેક્નોલોજી ડેવેલપ કરી રહી છે જેનાથી મુસાફરો મોબાઈલ ડીવાઈસ જેવા સાધનો તથા સોશ્યલ મિડિયા સાઈટ્સના ઉપયોગ દ્વારા તેમના સામાનની ખોજ કરી શકશે.

દુનિયાભરમાં ૫૪ એરપોર્ટ પર આ નવી સ્કીમ લાગુ કરાશે.

ન્યૂ યોર્કનું ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન ૧૦૦ વર્ષનું થયું
ન્યૂ યોર્કવાસીઓને શહેરમાં સૌથી વધારે ગમતું સ્થળ તેની શતાબ્દી ઊજવી રહ્યું છે. આ સ્થળે છે, ગ્રેન્ડ સેન્ટ્રલ ટર્મિનલ. આ સ્ટેશનને ૧૯૧૩ની બીજી ફેબ્રુઆરીએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

એ વખતે ટ્રેનો અમેરિકામાં માત્ર શ્રીમંત લોકો માટેની જ હતી.

આ સ્ટેશન પોપ્યૂલર થવાનું મુખ્ય કારણ છે, તેનો મહેલની જેવો દેખાવ. હોલિવૂડની અનેક ફિલ્મોમાં ચમકી ગયેલું આ રેલવે સ્ટેશન આ વર્ષે પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે.

આ ટર્મિનલ ૧૦૦ વર્ષ પહેલાં ખુલ્યું હતું જ્યારે અમેરિકામાં ટ્રેનમાં સફર કરવી વૈભવનું પ્રતિક ગણાતું. આજે, આ ટર્મિનલ લોકોની અવરજવરનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે.

ન્યૂ યોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર બાદ પર્યટકોને ફરવા માટે બીજા નંબરનું સૌથી મોટું આકર્ષણ છે.

લોકલ ટ્રેન સેવાઓ અને મલ્ટીપલ સબવે લાઈનોને કારણે ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન ‘બિગ એપ્પલ’ (ન્યૂ યોર્ક શહેર)ની રોજિંદી રેલવે સેવાનું હાર્દ ગણાય છે. વિશ્વમાં સૌથી મોટા પર્યટન સ્થળોમાં આની ગણના થાય છે.

ગ્રેન્ડ સેન્ટ્રલની શતાબ્દીની ઊજવણીનો શહેરના મેયર માઈકલ બ્લુમબર્ગે આરંભ કર્યો છે. એમણે સાચી વાત કહી છે કે, સતત બદલાતા રહેતા આ શહેરમાં ૧૦૦ વર્ષ સુધી આ રીતે ટકી રહેવું એ જરાય આસાન ન કહેવાય. ગ્રેન્ડ સેન્ટ્રલમાં દરરોજ ૧૦ લાખ લોકોની અવરજવર રહેતી હોય છે.

સ્ટેશનની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે સ્ટેશનની અનેક દુકાનો અને ફૂટ આઉટલેટ્સે ચીજવસ્તુઓ ૧૯૧૩ની સાલના ભાવે વેચી હતી. જેમ કે, શૂશાઈન ૧૦ સેન્ટમાં અને બ્રેડની લાદી ૬ સેન્ટમાં વેચી હતી.

અમેરિકાએ બેગેજ રી-સ્ક્રીનિંગનાં નિયમો હળવા કર્યા
અમેરિકાના સંસદસભ્યોએ એક કાયદાને પાસ કરી દીધો છે જેનાથી એરપોર્ટ અધિકારીઓને અમેરિકામાં પ્રવેશ કરતા વિદેશી મુસાફરોના સામાનના રી-સ્ક્રીનિંગની જરૂરિયાતની કડાકૂટમાંથી છૂટકારો મળી જશે.

અમેરિકાના વિમાનીમથકો ખાતે આવી પહોંચતા અને કોઈ અન્ય સ્થાનિક મુકામે જવા માગતા તમામ પેસેન્જરોએ તેમનો ચેક કરાયેલો સામાન ફરીથી ચેક કરાવવો જ પડે છે. આ પ્રક્રિયાને કારણે ઘણા મુસાફરો તેમની કનેક્ટિંગ ફ્લાઈટ ગુમાવી દેતા હોય છે.

હવે અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સિક્યૂરિટી એડમિનિસ્ટ્રેશને મહત્વનું પગલું લઈને એવા વિદેશી એરપોર્ટ્સ પરથી અમેરિકામાં આવી પહોંચતા પેસેન્જરોના સામાનને રી-સ્ક્રીનિંગમાંથી મુક્તિ આપી દીધી છે જ્યાં અમેરિકાની જેવી જ પદ્ધતિએ સામાનનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

નવો નિયમ શરૂઆતમાં કેનેડા, આયરલેન્ડ અને કેરેબિયન દેશો સહિત ૧૫ એરપોર્ટ્સ ખાતે લાગુ પડશે. ત્યાં અમેરિકામાં છે એવી જ બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ સક્રિય છે.

પ્રવાસને સરળ બનાવવા, પર્યટનને પ્રોત્સાહન આપવા તેમજ સલામતીની પાછળ થતા ખર્ચને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એવિએશન ઉદ્યોગ તરફથી યુએસ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે.

અમેરિકાની સેનેટે આ ખરડાને ગયા નવેંબરમાં પાસ કરી દીધો હતો. હવે તેને પ્રમુખ બરાક ઓબામાની સહી માટે વ્હાઈટ હાઉસમાં મોકલવામાં આવશે.

કેનેડામાં મોન્ટ્રીયલ, ઓટ્ટાવા, ટોરન્ટો અને વેનકુવર સહિત ૯ એરપોર્ટ પર આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આમ, હવે વિદેશમાંથી અમેરિકા આવતા તેમજ તરત જ અમેરિકામાં અન્ય શહેરની ફ્લાઈટ પકડવા માગતા મુસાફરો તેમના સામાનના રી-સ્ક્રીનિંગની કડાકૂટ વિના તેમના પ્રવાસમાં આગળ વધી શકશે.

બ્રાઝિલમાં નવા ૮૦૦ એરપોર્ટ બંધાશે
બ્રાઝિલનાં પ્રમુખ ડિલ્મા રુઝેફે જાહેરાત કરી છે કે તેમના દેશમાં નવા ઓછામાં ઓછા ૮૦૦ પ્રાદેશિક એરપોર્ટ બાંધવામાં આવનાર છે.

જે શહેરમાં એક લાખ કે તેથી વધારે લોકોની વસ્તી હશે ત્યાં એરપોર્ટ બાંધવામાં આવશે.

કદમાં બ્રાઝિલ કોઈ ખંડ જેવડો મોટો દેશ છે. ત્યાં રેલવે કરતાં વિમાન સેવા વધારવાની જરૂર છે. તેથી સરકારે એક લાખની વસ્તી ધરાવતા શહેરોમાં એરપોર્ટ બાંધવાનું નક્કી કર્યું છે. આમ, દરેક ૬૦ કિ.મી. વિસ્તારમાં એક એરપોર્ટ હશે.

સરકારના આ નિર્ણયથી બ્રાઝિલના અર્થતંત્રને ઘણું બળ પ્રાપ્ત થશે.

બ્રાઝિલમાં અંદાજે ૧૯ કરોડ ૪૦ લાખ લોકોની વસ્તી છે. ત્યાંનો પ્રત્યેક પ્રદેશ કદમાં સ્પેન રાષ્ટ્ર કરતાં ૧૭ ગણો વિશાળ છે.

બ્રાઝિલની સરકારે સાઓ પાઉલો શહેરના એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટનું ખાનગીકરણ કરી નાખ્યું છે.

૨૦૧૪ની સોકર વર્લ્ડ કપ બ્રાઝિલમાં રમાવાની છે.

બ્રાઝિલ ખાંડ તથા કાચા લોખંડના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે. તેથી એને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ માટે નવા તેમજ આધુનિક એરપોર્ટ્સની તાતી જરૂર છે.

ઈટાલીમાં સ્કી હોલીડેઝ માટે અનેક આકર્ષક ઓફર
ઈટાલીમાં આ વખતની મોસમમાં ઘણાયને સસ્તા દરે સ્કી હોલીડેઝની મજા માણવામાં મળશે. કેટલાક ઈટાલીયન સ્કી રીસોર્ટ્સમાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રહેવા-જમવા સહિત બધી પ્રકારની સેવાઓના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

યુરોપમાં જો કે સૌથી સસ્તા ભાવે સ્કી હોલીડેઝનો આનંદ બલ્ગેરિયામાં માણી શકાશે, પણ ઈટાલીમાં ત્રણ રીસોર્ટે પણ ગ્રાહકોને આકર્ષિત કરવા કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રીસોર્ટ છે – લિવિગ્નો, સેસ્ટ્રાયર અને સેર્વિનીઆ.

ઓસ્ટ્રીયામાં પણ બે રીસોર્ટે ખાસ વેકેશન માટે સસ્તા બજેટવાળી ઓફર રજૂ કરી છે.

ઈટાલીયન આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત લિવિગ્નોએ વિદ્યાર્થીઓ માટે ખાસ કન્સેશનની જાહેરાત કરી છે.

યુરોપમાં સૌથી સસ્તા સ્કી હોલીડેઝનું રીસોર્ટ છે બેન્સ્કો.

રજાની મોસમમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે યુરોપ અને ઉત્તર અમેરિકામાં ૨૭ મોટા રીસોર્ટ વચ્ચે હરીફાઈ જામી છે. સ્કીઈંગનો આનંદ માણવા માટે ૬ દિવસના રોકાણની સાથે સ્કીઈંગની સામગ્રી ભાડેથી આપવા, એક-ટાઈમના ભોજન, તેમજ સ્લોપ્સ ઉપર કોફી, સોડા ડ્રિન્ક્સ, વાઈન અને બીયર જેવા ડ્રિન્ક્સનો પણ સમાવેશ થાય છે.

આફ્રિકામાં પહેલી જ વાર શરૂ થઈ છે સસ્તા ભાડાની વિમાનસેવા
વિશ્વની સૌપ્રથમ પેન-આફ્રિકન સસ્તા ભાડાની એરલાઈન છે ફાસ્ટજેટ. તેની કમર્શિયલ સેવાઓના પહેલા જ દિવસે એને અઢળક ડિમાન્ડ મળતાં એમનો ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.

એનું પહેલું પેસેન્જર વિમાન દાર-એ-સલામ અને મવાન્ઝા વચ્ચે ઉડ્યું હતું. બીજું વિમાન દાર-એ-સલામથી ટાન્ઝાનિયાના કિલીમાન્જેરો ગયું હતું.

એણે આઠ ફ્લાઈટ્સમાં ૯૦૦ જેટલા મુસાફરોને પ્રવાસ કરાવ્યો હતો.

મુસાફરો તરફથી જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી પ્રભાવિત થઈને ફાસ્ટજેટે આ રૂટ પર વધારે ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, કંપની આવનારા સપ્તાહોમાં જ તેના પ્રાદેશિક રૂટ નેટવર્કનું વિસ્તરણ કરશે. એ પોતાના કાફલામાં ત્રણ એરબસ એ-319 વિમાનનો ઉમેરો કરશે.

બ્રિટનની સસ્તા ભાડાવાળી ઈઝીજેટ એરલાઈનના સ્થાપક સ્ટેલીઓઝ હાજી-લોનૂ અને લંડન શેરબજારમાં લિસ્ટેડ રૂબિકોન ડાઈવર્સિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ કંપનીએ આ વર્ષના આરંભમાં ફાસ્ટજેટ એરલાઈનની સ્થાપના કરી હતી.

હાજી-લોનૂના ઈઝીગ્રુપ અને રૂબિકોને આફ્રિકામાંનો એવિએશન બિઝનેસ આફ્રિકાના ઔદ્યોગિક ગૃહ લોન્હો પાસેથી ગયા જૂનમાં ખરીદ્યો હતો.

કશ્મીરમાં પ્રવાસ કરવામાં હવે જોખમ નથીઃ બ્રિટન
ભારતના સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરના કેટલાક ભાગોમાં પ્રવાસ ન કરવાની બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ચેતવણી આપી હતી, પણ હવે આ રાજ્યમાં પરિસ્થિતિમાં સુધારો થતાં બ્રિટને તે ચેતવણી ઉઠાવી લીધી છે.

મનોહર દ્રશ્યોવાળા સરોવરો પર સુશોભિત, આકર્ષક હાઉસબોટ્સ, સ્વચ્છ આબોહવા અને પહાડી સૌંદર્ય માટે જાણીતા કશ્મીરમાં ઉગ્રવાદને કારણે પર્યટનને ફટકો પડ્યો હતો.

પરંતુ હવે બ્રિટિશ હાઈ કમિશને પોતાની વેબસાઈટ પર નવો સંદેશો મૂક્યો છે કે, અમે જમ્મુ અને કશ્મીરના પ્રવાસે ન જવાની હવે કોઈ ચેતવણી આપતા નથી. જમ્મુથી શ્રીનગર હાઈવે ઉપર પણ ટ્રાવેલ કરવામાં કોઈ જોખમ નથી.

જમ્મુ અને કશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગર દાલ લેક માટે ફેમસ છે જ્યારે જમ્મુ શહેર રાજ્યનું શિયાળુ પાટનગર છે.

બ્રિટિશ હાઈ કમિશનર જેમ્સ બેવને કહ્યું છે કે જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિમાં ઘણો જ સુધારો થયો છે. બ્રિટિશ નાગરિકો હવે જમ્મુ અને શ્રીનગરના પ્રવાસે જઈ શકે છે.

પેરિસમાં શોપિંગનો મળશે અનોખો અનુભવ
માસ્ટરકાર્ડે ગયા વર્ષે ન્યૂ યોર્ક અને લંડનમાં ‘પ્રાઈસલેસ સિટીઝ’ નામે એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. હવે આ વખતની ક્રિસમસમાં પેરિસમાં યોજશે. તેને લીધે ફ્રાન્સના પાટનગર શહેરમાં લોકોને શોપિંગનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે.

પ્રાઈસલેસ પેરિસ યોજનાનો લાભ લેનાર માસ્ટરકાર્ડના ક્લાયન્ટ્સને ૬ કેટેગરીમાં અનેક ઈવેન્ટ્સનો આનંદ માણવા મળશે. આ કેટેગરી છે – ગેસ્ટ્રોનોમી, મ્યૂઝિક એન્ડ થિયેટર, મ્યૂઝિયમ્સ એન્ડ આઉટિંગ્સ, ટ્રાવેલ એન્ડ હોટેલ્સ, સ્પોર્ટ્સ એન્ડ વેલનેસ તથા શોપિંગ…

માત્ર પેરિસના જ નહીં, પણ વિદેશી પર્યટકો પણ આ સ્કીમનો લાભ લઈ શકશે અને પેરિસભરમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

આવતા વર્ષ માટે લગભગ ૫૦૦ જેટલા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે માસ્ટરકાર્ડ સભ્યો માટે રીઝર્વ રાખવામાં આવ્યા છે.

પ્રાઈસલેસ પેરિસના પાર્ટનર્સ ઘણા છે જેમ કે, ઓપેરા નેશનલ દ પેરિસ, ઈકોલ વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ, હેલન ડેરોઝ, પ્લાઝા એથ્ની હોટેલ, મ્યૂઝિયમ ઓફ ડેકોરેટિવ આર્ટ્સ, સેલ પ્લેયલ, કોમ્પ્ટર દ આઈ’હોમ એટ સિટીવિઝન.

માસ્ટરકાર્ડ ન્યૂ યોર્ક, લંડન, ટોરન્ટો, બીજિંગ, સિડની, શિકાગો, રીયો ડી જેનેરો અને મોસ્કોમાં પણ પ્રાઈસલેસ ઈવેન્ટ્સનું આયોજન કરે છે.

તિબેટ જતા ટ્રેન મુસાફરો માટે ઓળખવિધિ ફરજિયાત
હવેથી બીજિંગ, શિનજિયાંગ યુગુર તથા તિબેટ સ્વાયત્ત પ્રદેશો તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ ઓળખવિધિ માટે હાજર થવું પડશે.

૨૩ ઓક્ટોબરથી અમલમાં આવેલા કાયદા અનુસાર આ વિસ્તારો તરફના ટ્રેનપ્રવાસીઓએ ટ્રેનમાં બેસતા પહેલા તેમની ઓળખ માટેની વિધિમાંથી પસાર થવું ફરજિયાત બન્યું છે. જે લોકો તેમની ઓળખ સાબિત કરતા કાયદેસર પુરાવા રજૂ કરી નહીં શકે એમને પાછા મોકલી દેવામાં આવશે.

સત્તાવાળાઓએ સુરક્ષાને લગતા કાયદાને વધારે મજબૂત કરવા માટે આ પગલું લીધું છે.

ચીનના રેલવે સત્તાધિશોએ આ પહેલાં રીયલ-નેમ ટિકિટ પરચેઝિંગ સિસ્ટમ શરૂ કરી હતી જે અંતર્ગત તમામ મુસાફરોએ ટિકિટ ખરીદતી વખતે તેમના ઓળખપત્રો રજૂ કરવા પડતા હતા, પરંતુ એમાં ટિકિટો સાથે મોટા પાયે ચેડાં થતા હોવાનું સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યા બાદ તેમણે ઓળખવિધિની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે.

નકલી ટિકિટો કે ટિકિટો સાથે ચેડાંની ગેરપ્રવૃત્તિઓ રજાની મોસમ દરમિયાન વધી જતી હોય છે.

રીયોની સુગરલોફ કેબલ કારની સેન્ચૂરી
બ્રાઝિલના રીયો ડી જેનેરો શહેરના રોપવે પ્રોજેક્ટ, સુગરલોફ કેબલ કારની ગણના દુનિયાના સૌથી પોપ્યૂલર ટૂરિસ્ટ આકર્ષણોમાં કરવામાં આવે છે. ૨૭ ઓક્ટોબરે તેણે પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઊજવ્યો.

સુગરલોફ કેબલ કારનો શુભારંભ કરાયો હતો ૧૯૧૨ની ૨૭ ઓક્ટોબરે. આ રોપવે મુલાકાતીઓને સુગરલોફ પર્વતની ટોચ પરથી લઈ જાય છે અને પાછા લાવે છે. આ પર્વત ૩૯૫ મીટર (૧૨૫૦ ફૂટ) ઊંચો છે. આ રોપવેમાં બેસીને રીયો ડી જેનેરોનું ભવ્ય દર્શન કરવા મળે છે.

૧૦૦ વર્ષ પહેલા જ્યારે આ રોપવે પ્રોજેક્ટ શરૂ કરાયો હતો ત્યારે એ લાકડાની કેબીન કાર હતી. હાલ એનું જે સ્વરૂપ છે એ ૧૯૭૨માં શરૂ કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં સૌથી જૂની પેસેન્જર કેબલ કારોમાં આનો નંબર ત્રીજો આવે છે. પહેલો આવે છે સ્પેનની માઉન્ટ યુલીઆ સિસ્ટમનો જે ૧૯૦૭માં શરૂ કરાઈ હતી જ્યારે બીજી છે સ્વિટ્ઝરલેન્ડના વેલરહોર્ન ટ્રામવે, જેની શરૂઆત ૧૯૦૮માં કરવામાં આવી હતી.

સુગરલોફ માઉન્ટનની ટોચ પર પહોંચવા માટે મુલાકાતીએ પહેલા એક કેબલ કારમાં બેસીને લોઅર હિલ – મોરો ડા યુકરા જવું પડે છે. ત્યાંથી બીજી કારમાં બેસીને પર્વતની ટોચ પર જઈ શકાય છે.

આ પ્રોજેક્ટનું સંચાલન સુગરલોફ એરિઅલ ટ્રામવે કંપની કરે છે. આ ખાનગી કંપનીના માલિકણ છે મારીયા એર્સીલીઆ લેઈટ ડી કાસ્ટ્રો છે. તેમનાં પિતા આ કંપનીમાં ટેકનિકલ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ એમણે મોટા કદવાળી તેમજ આધુનિક ઢબવાળી નવી કેબલ કાર બનાવી હતી.

નવી કેબલ કારમાં ચારે બાજુ કાચ છે. તેને ડાયમંડનો આકાર આપવામાં આવ્યો છે. અંદરથી પેસેન્જરો રીયો શહેરનું ૩૬૦ ડિગ્રી વ્યૂમાં દર્શન કરી શકે છે.

ઈજિપ્તમાં નાઈટ શોપિંગની મજા બંધ થશે
ઈજિપ્તના પાટનગર કેરોમાં સવારના સમયે જીન્સ પેન્ટ ખરીદવું હોય તો ચોક્કસ મળી જશે, પણ રાતના સમયે એ ક્યાંય નહીં મળે. આનું કારણ એ છે કે ઈજિપ્તની નવી સરકાર ધંધાના કલાકો પર નિયંત્રણ મૂકી દેવા વિચારી રહી છે.

કેરો વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી.

પણ હવે સરકાર એવો કાયદો લાવવા માગે છે જેને લીધે આખા ઈજિપ્તમાં દુકાનો રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જશે અને રેસ્ટોરાંઓ મધરાત પછી ખુલ્લી રાખી નહીં શકાય. જો કે આમાંથી હોટેલ્સ તથા બીયર બાર જેવા સ્પેશિયલ લાઈસન્સ ધારકોને બાકાત રખાશે, જ્યાં ટૂરિસ્ટોની અવરજવર વધારે રહે છે.

સરકારનો હેતુ વીજળી બચાવવાનો અને કામદારોમાં ઉત્પાદનક્ષમતા વધારવાનો છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ‘બડ્ડુ’ દ્વારા ૨૦૧૧માં ‘૨૪ કલાક સુધી સૌથી વ્યસ્ત રહેતા વિશ્વના શહેરો’ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એમાં કેરોને નંબર વન મળ્યો હતો. અહીં મોડી રાતે પણ ટ્રાફિક જામ રહેતો હોય છે, નાઈટલાઈફ ધમધોકાર ચાલતી હોય છે.

નવા કાયદા પ્રધાન અહમદ ઝાકી બદ્રનું કહેવું છે કે લોકો રાતે સમયસર સૂઈ જાય તો બીજા દિવસે સવારે સમયસર કામ પર હાજર થઈ શકે. અમે તેમને સૂર્યાસ્તના સમયે જ સૂઈ જવાનું નથી કહેતા.

મ્યાનમારમાં ફોરેન ક્રેડિટ કાર્ડ્સના પ્રવેશને મળી લીલી ઝંડી
મ્યાનમાર સરકારે વિઝા અને બીજાં વિદેશી ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. અત્યાર સુધી આ સુવિધાને મંજૂરી ન હોવાથી પર્યટકોને મ્યાનમારમાં ઘણી હાલાકી ભોગવવી પડતી હતી.

દાયકાઓથી લશ્કરી શાસન હેઠળ રહેલા મ્યાનમારમાં વિઝા, માસ્ટરકાર્ડ, ચાઈના યુનિયનપે અને જાપાન ક્રેડિટ બ્યૂરોની સર્વિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

લોકલ બેન્કો, એટીએમ, હોટેલો અને રેસ્ટોરાંઓમાં આવા કાર્ડની સર્વિસના લોન્ચની ટેકનિકલ બાજુ સંભાળશે મ્યાનમારનું ટપાલ અને દૂરસંચાર ખાતું તેમજ મ્યાનમાર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની.

અમેરિકાની સરકારે લાદેલા આર્થિક પ્રતિબંધોને કારણે મ્યાનમારમાં મોટા ભાગના ક્રેડિટ કાર્ડ્સ સ્વીકારવામાં આવતા નહોતા.

પરંતુ મ્યાનમારના શાસકોએ આર્થિક સુધારાઓ લાગુ કરતાં, રાજકીય કેદીઓને છોડી મૂકતા અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા ઓંગ સાન સૂ ચીને ચૂંટણી લડવાની પરવાનગી આપ્યા બાદ અમેરિકાએ આ વર્ષના પ્રારંભથી મ્યાનમાર સામેનું પોતાનું વલણ નરમ કર્યું છે.

માસ્ટરકાર્ડે મ્યાનમારની કોઓપરેટિવ બેન્ક સાથે કરાર કર્યો છે તેથી તેના ધારકો ઈલેક્ટ્રોનિક પેમેન્ટ કરી શકશે.

આ સુવિધા અપાવાથી મ્યાનમારમાં ટૂરિઝમ અને ટ્રાવેલ ક્ષેત્રને ઘણો લાભ થશે.

હાઈ-સ્પીડ ટ્રેન પહોંચાડશે મુંબઈથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં
ભારતીય રેલવેએ મુંબઈ, અમદાવાદ અને પુણે શહેરોને જોડતી દેશની સૌપ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ નક્કી કર્યો છે.

આ પ્રોજેક્ટ પરનું કામકાજ આવતા વર્ષના નવેંબરમાં શરૂ કરવાની રેલવે મંત્રાલયની ધારણા છે.

૬૫૦ કિ.મી. લાંબા કોરિડોર પર ટ્રેનો કલાકના ૩૦૦ કિ.મી.ની ઝડપે દોડશે. તેને લીધે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ટ્રેન મુસાફરી સાત કલાકથી ઘટીને અઢી કલાકની થઈ જશે.

આ રેલવે લાઈન શરૂ થઈ ગયા બાદ વર્ષેદહાડે લગભગ ૧૧ લાખ લોકો તેનો લાભ લેશે.

અમેરિકા, રશિયા અને ચીન બાદ સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવનાર ભારત ચોથો દેશ છે. પરંતુ ભારતમાં હજી સુધી ક્યાંય હાઈ-સ્પીડ રેલવે લાઈનો નાખવામાં આવી નથી.

ભારતમાં હાલ ફાસ્ટેસ્ટ ટ્રેન છે ભોપાલ શતાબ્દી જે કલાકના ૧૫૦ કિ.મી.ની ઝડપે દોડે છે.

ભારતમાં ટ્રેન ટ્રાન્સપોર્ટનું મહત્વનું સાધન છે અને દરરોજ લગભગ બે કરોડ લોકો ટ્રેન પ્રવાસ કરે છે.

યુરોટનેલનું નવું આકર્ષણ ‘વિક્ટર હ્યુગો ટર્મિનલ’
બ્રિટનના કેન્ટના ફોક્સ્ટોનમાં નવું ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું છે જે ઈન્ટરનેશનલ એરપોર્ટ્સને લગતા ઉચ્ચ સ્તરના ધારાધોરણો અનુસારનું છે.

૫૦૦૦ સ્ક્વેર મીટર્સમાં પથરાયેલા આ ટર્મિનલમાં નવી ડ્યૂટી ફ્રી શોપ પણ છે.

આ ટર્મિનલને ‘વિક્ટર હ્યુગો ટર્મિનલ’ નામ આપવામાં આવ્યું છે. પ્રવાસી સુવિધાઓમાં સુધારા લાવવા તેમજ પર્યાવરણને અનુરૂપ હોય એ રીતે ૨૦ વર્ષ જૂના મકાનની સંપૂર્ણ કાયાપલટ કરી દેવામાં આવી છે.

‘વિક્ટર હ્યુગો ટર્મિનલ’માં હવે વિવિધ પ્રકારના વાઈન, સ્પિરીટ, પરફ્યૂમ્સ અને લક્ઝરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. એક કરન્સી એક્સચેન્જ ડેસ્ક પણ છે. આમ, આ સ્થળ વિશિષ્ટ રીતે શોપિંગ એરિયા થઈ ગયું છે.

પ્રવાસીઓ ફૂડ કોર્ટમાં જઈને એમને ભાવતી વાનગીઓ આરોગી શકે છે.

અહીં વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે.

નેક્સ્ટ જનરેશન ઈન-ફ્લાઈટ મનોરંજન સિસ્ટમ
સિંગાપોર એરલાઈન્સે જાહેરાત કરી દીધી છે કે પોતાના નવા ૪૩ વિમાનોમાં અત્યાધુનિક ઢબની ઈન-ફ્લાઈટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ્સ બેસાડવા માટે એણે પેનાસોનિક એવિઓનિક્સ સાથે ૪૦ કરોડ ડોલરનો સોદો કર્યો છે.

નવી નેક્સ્ટ જનરેશન પેનાસોનિક eX3 સિસ્ટમ ઉપલબ્ધ થયા બાદ મુસાફરો મનોરંજનનો અંગતપણે ઉચ્ચ સ્તરનો આનંદ મેળવી શકશે.

નવી ઈન-ફ્લાઈટ મનોરંજન સિસ્ટમમાં લેટેસ્ટ ગેમ્સ અને એપ્લિકેશન્સ, દેશ-વિદેશના અખબારો અને મેગેઝિન્સ સમાવિષ્ટ ઈ-લાઈબ્રેરી, સોશ્યલ નેટવર્કિંગ ફંક્શન્સ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ નવી સિસ્ટમ આવતા વર્ષથી સિંગાપોર એરલાઈન્સના ૨૦ એરબસ A350s, 15 A330-300 વિમાનો તથા આઠ બોઈંગ 777-300ER વિમાનોમાં ઉપલબ્ધ કરાશે.

સિંગાપોર એરલાઈન્સને તેના વર્તમાન ઈન-ફ્લાઈટ એન્ટરટેનમેન્ટ પ્લેટફૉર્મ માટે ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. તેણે એમાં અપગ્રેડ કરવાનું શરૂ કરી દીધું છે.

વિયેટનામ માટે બ્રિટિશ પર્યટકોનો મોહ વધી રહ્યો છે
બ્રિટનના ટપાલ વિભાગે હાલમાં જ એક સર્વે કરાવ્યો હતો. એના પરથી માલૂમ પડ્યું છે કે વિયેટનામ પ્રવાસ-પર્યટન માટે બ્રિટિશરોમાં પ્રિય દેશ બની રહ્યો છે.

પોસ્ટ ઓફિસ ટ્રાવેલ મની બ્રિટનમાં પોસ્ટલ અને બેન્કિંગ સેવાઓ પૂરી પાડતી રીટેલ પોસ્ટલ સર્વિસ કંપની છે. તેણે સર્વેક્ષણ અહેવાલમાં જણાવ્યું છે કે વિયેટનામનું દોંગ બ્રિટનમાં હાલ ઝડપથી લોકપ્રિય થઈ રહેલું વિદેશી ચલણ છે. બ્રિટનમાંથી વધુ સંખ્યામાં લોકો વિયેટનામના પ્રવાસે જવા માંડ્યા છે પરિણામે વિયેટનામના પ્રવાસ ઉદ્યોગમાં તેજીનો વંટોળ ફૂંકાયો છે.

વિયેટનામની કરન્સીના બ્રિટનમાં થયેલા વેચાણમાં ગયા વર્ષની તુલનામાં ૬૮ ટકાનો ઉછાળો આવ્યો છે. આ કરન્સી વેચાણના આધારે જાણકારી મળી છે કે ઉનાળાની રજાઓમાં બ્રિટનમાંથી વિયેટનામ જનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.

પર્યટકોની સંખ્યામાં થયેલી આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે બ્રિટનમાંથી વિયેટનામ માટે શરૂ કરાયેલી સીધી ફ્લાઈટ્સ. વિયેટનામ એરલાઈન્સે ગયા વર્ષના ડિસેંબરથી ગેટવિક અને હેનોઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી છે. આને કારણે વિયેટનામ જવા ઈચ્છતા પર્યટકોના અનેક કલાકો બચી જાય છે.

બીજું એ કે, અગ્નિ એશિયાના દેશ વિયેટનામમાં હાલમાં જ નવા હોલીડે રીસોર્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. અનન્તારા મૂઈ ની રીસોર્ટ આ વર્ષના એપ્રિલમાં શરૂ કરાયો છે તો ઈન્ટરકોન્ટિનેન્ટલ દાનાંગ સન પેનિન્સૂલા રીસોર્ટ ગયા જૂન મહિનાથી શરૂ થયો છે.

નજીકના ભવિષ્યમાં આ ટચૂકડા દેશમાં બીજી ઘણી ઈન્ટરનેશનલ ચેન હોટેલો શરૂ થવાની ધારણા છે. આમાં હિલ્ટન દા નાંગ અને મૂવેનપીક હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ કૂઈ હોનનો સમાવેશ થાય છે.

પેટ હોટેલ્સઃ કૂતરાઓની જ્યાં ફાઈવ-સ્ટાર કાળજી લેવાય છે
અમેરિકામાં અન્ય ઉદ્યોગોની સાથે લક્ઝરી પેટ હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે.

ડી પેટ હોટેલ્સ નામની એક લક્ઝરી હોટેલ માત્ર કૂતરાઓ માટેની છે. હોલીવૂડમાં આ હોટેલ જોરદાર ચાલવા માંડી એનાથી પ્રોત્સાહિત થઈને તેના માલિકો હવે ન્યૂ યોર્ક અને સ્કોટ્સડેલમાં પણ આવી હોટેલ શરૂ કરી છે.

સ્કોટ્સડેલની હોટેલમાં કૂતરાઓને ફૂલ્લી એરકન્ડીશન્ડ ઈન્ડોર ડોગ્સ પાર્ક્સ, લેમ્બોર્ગિની અને પોર્શ જેવી ડ્રાઈવરસહિત વૈભવશાળી કારોમાં સહેલગાહ, લક્ઝરી પથારીઓ, બાઉલ્સ અને બેગ્સ, ઓર્ગેનિક ફૂડ પીરસતી ઈન-હાઉસ બુટીક જેવી ફાઈવ સ્ટાર સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે.

ન્યૂ યોર્કમાં ડી પેટ હોટેલ ચેલ્સીમાં આવી છે. ત્યાં કૂતરાઓ માટે ફૂલ સાઈઝની પથારી, ડીવીડી પ્લેયર્સ અને ફ્લેટ-સ્ક્રીન ટીવી, ઉપરાંત ડોગ ટ્રેડમિલ સાથેનું ડોગી જિમ, લાઉન્જ, સ્પા, રીટેલ બુટીક જેવી સુવિધાઓ છે. સ્પામાં ઓઈલ ટ્રીટમેન્ટ, ફિટનેસ સર્વિસ આપવામાં આવે છે.

લક્ઝરી પેટ હોટેલ્સમાં માનવજાતિના આ વફાદાર પ્રાણી માટે ક્વૉલિટી સભર સેવા-સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાથી તે વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે.

ડલ્લાસમાં ફાઈવ-સ્ટાર પેટ હોટેલને નામ આપવામાં આવ્યું છે, ‘પૂક’. અહીંના સ્પામાં કૂતરા, ગલુડિયાઓને ફેસિયલ, મસાજ અને ટૂથ-બ્રશિંગ પણ કરી આપવામાં આવે છે.

બ્રાઝિલમાં પણ બે ઉદ્યોગપતિઓ ખાસ કૂતરાઓ માટે આઠ-માળની લવ હોટેલ બંધાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે તેમણે ૧૦ લાખ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

ભારતમાં છે ૪૧ ટાઈગર પાર્ક, એમાં વસે છે ૧,૭૦૦ વાઘ
ભારત સરકારે દેશમાંના ટાઈગર પાર્ક્સની કાળજી લેવા માટે તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકાર ટાઈગર ટૂરિઝમ પર પ્રતિબંધ ન મૂકવા સંમત્ત થઈ છે.

સરકારે કબૂલ કર્યું છે કે ટાઈગર ટૂરિઝમને રદ કરવાથી સ્થાનિક લોકોની રોજી-રોટી છીનવાઈ જશે, પરિણામે વન્યજીવન તથા જંગલોના રક્ષણ ઉપર પણ જોખમ ઊભું થશે.

ભારતમાં ૪૧ ટાઈગર પાર્ક છે જેમાં ૧,૭૦૦ વાઘ નિવાસ કરે છે.

ટાઈગર ટૂરિઝમની જે યોજના શરૂ કરવામાં આવી છે તે રદ કરવાની સરકારની હિલચાલનો એવા અનેક રાજ્યોમાં વિરોધ થયો છે, જ્યાં ટાઈગર રીઝર્વ એરિયા આવેલા છે. પર્યાવરણવાદીઓ પણ આ વિરોધમાં જોડાયા છે.

ટાઈગર પાર્ક્સમાં દર વર્ષે દેશ તેમજ વિદેશમાંથી હજારો પર્યટકો મુલાકાતે આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે પ્રત્યેક ટાઈગર પાર્કમાં ૧,૮૦,૦૦૦ અને ૨,૨૦,૦૦૦ની વચ્ચેની સંખ્યા જેટલા પર્યટકો મુલાકાત લે છે.

કમ્બોડિયાનો સમુદ્રકાંઠો બનશે મરીન પ્રોટેક્ટેડ એરિયા
કમ્બોડિયાનો સમુદ્રકાંઠો વિયેટનામ અને થાઈલેન્ડ વચ્ચે આવેલો છે. એને ટૂંક સમયમાં જ દરિયાઈ જીવો માટે રક્ષિત વિસ્તાર ઘોષિત કરાવાનો છે.

આ માટે બ્રિટનની બિન-સરકારી સંસ્થા કોરલ કૅ કમ્બોડિયા સરકારને સમજાવવામાં અંતે સફળ થઈ છે.

કમ્બોડિયાના સમુદ્રકાંઠાના આ ભાગમાં નાના-મોટા ૬૯ ટાપુઓ આવેલા છે. તેમની આસપાસ કોરલ રીફ્સ અને ખાડી પાસેના ઝાડી-ઝાંખરા છવાયેલા છે. આ વિસ્તાર કાચબા અને સીહોર્સ તરીકે ઓળખાતી વિરાટ કદની માછલીઓ સહિતના દરિયાઈ જીવો માટેનું આવાસ છે.

સમુદ્રકાંઠાના ૩૦૦ સ્ક્વેર કિ.મી.ના વિસ્તારને મરીન પ્રોટેક્ટેડ એરિયા ઘોષિત કરવાના પ્રોજેક્ટમાં જાળવણી, રીક્રીએશન તથા મર્યાદિત પ્રમાણમાં મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે જો આ પ્રોજેક્ટનું બરાબર સંચાલન કરવામાં આવશે તો ૧૨ લાખ ડોલરના ટર્નઓવર હાંસલ કરી શકાશે.

૨૦૧૧માં કમ્બોડિયામાં ૨૮ લાખ જેટલા ટૂરિસ્ટો આવ્યા હતા જેમાં મોટા ભાગના વિયેટનામ, કોરિયા, ચીન અને અમેરિકામાંથી આવ્યા હતા.

કમ્બોડિયામાં આંકોર આર્કિયોલોજિકલ પાર્ક, આંકોર મંદિર અને બૅયોન મંદિર જેવા જોવાલાયક સ્થળો છે.

પડોશના થાઈલેન્ડથી વિપરીત, કમ્બોડિયામાં ટૂરિસ્ટો માટે દરિયાકિનારાઓનું આકર્ષણ માંડ ૧૦ ટકા રહ્યું છે.

બ્રિટનમાં બાળકોને મજા કરાવશે એન્ગ્રી બર્ડ્સ થીમ પાર્ક
બ્રિટનનો સૌપ્રથમ એન્ગ્રી બર્ડ થીમ પાર્ક દુનિયાભરમાં લોકપ્રિય થયેલા સ્માર્ટફોન એપ્લીકેશન એન્ગ્રી બર્ડ્સ પર આધારિત છે.

નોટિંગહામશાયરમાં આવેલા સનડાઉન એડવેન્ચરલેન્ડમાં આ નવું આકર્ષણ અપનાવવાનો નિર્ણય ખાસ પર્યટકોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

એન્ગ્રી બર્ડ્સ એક્શન પાર્કની બ્રિટીશ આવૃત્તિમાં ૧૦ વર્ષની નીચેની વયના બાળકોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ પાર્કમાં એવા બાળકો માટે થીમ સ્વિંગ્સ અને રાઉન્ડઅબાઉટ્સ, અનેક વિશાળ કદના પ્લે યુનિટ્સ તેમજ જાયન્ટ ડમી કેટાપુલ્ટનો સમાવેશ કરાયો છે. ટૂંકમાં પાર્ક એન્ગ્રી બર્ડ્સ વર્લ્ડ જ જોઈ લો.

ફિનલેન્ડના ટેમ્પીઅરમાં આવો જ એન્ગ્રી બર્ડ્સ થીમ પાર્ક છે તો ચીનના ચાંગ્શામાં તૈયાર થઈ રહ્યો છે.

ફિનલેન્ડની કમ્પ્યુટર ગેમ ડેવેલપર કંપની રોવીઓએ ૨૦૦૯માં પહેલી જ વાર એન્ગ્રી બર્ડ્સ નામક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું. તે પ્રારંભથી જ લોકપ્રિય થઈ ગયું હતું. ગયા વર્ષે આ એપ્લિકેશનને દોઢ અબજ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ વર્ષના આરંભમાં એપલે જણાવ્યું કે આ એપ્લિકેશન અત્યાર સુધીનું સૌથી પોપ્યૂલર પેઈડ એપ બન્યું છે.

લાઉન્જીસનાં અપગ્રેડમાં કચાશ નહી:સીંગાપુર એરલાઈન્સ
સિંગાપોર એરલાઈન્સ દુનિયાભરમાં તેના એરપોર્ટ લાઉન્જીસને અપગ્રેડ કરવા પાછળ ૧૬ લાખ ડોલર જેટલો ખર્ચ કરવાની છે. અન્ય એરલાઈન્સ સાથેની હરીફાઈમાં ટકી રહેવા માટે તેણે આ નિર્ણય લીધો છે.

સિંગાપોર એરલાઈન્સને હાલ એશિયન તથા મધ્ય પૂર્વના દેશોની એરલાઈન્સ તરફથી તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી એણે મુસાફરો માટેની બેઠકોને તથા કેબિન ઈન્ટીરીયર્સને નવો ઓપ આપવા તેમજ ઈન-ફ્લાઈટ મનોરંજનની સુવિધાઓમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.

સિંગાપોર એરલાઈન્સ તેની લાઉન્જીસને અપગ્રેડ કરવાની કામગીરી આવતા વર્ષના મધ્ય ભાગથી શરૂ કરાવશે. સિડની એરપોર્ટ પરના લાઉન્જમાં એક નવો ડિઝાઈન કોન્સેપ્ટ લાગુ કરાવશે.

એરલાઈનના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ) ટાન પી ટેકનું કહેવું છે કે અમારી લાઉન્જમાં મુસાફરોને ઘરથી દૂર ઘર જેવો અનુભવ થશે અને સિંગાપોર એરલાઈન્સ જેને માટે ખ્યાતનામ છે તે એશિયન પરોણાગત એમને માણવા મળશે.

એરલાઈન હાલ નવી દિલ્હી સહિત દુનિયાભરના એરપોર્ટ ખાતે ૧૫ ‘સિલ્વરક્રિસ’ લાઉન્જીસ ધરાવે છે.

સિંગાપોર એરલાઈન્સ એવિએશન ઉદ્યોગમાં ટ્રેન્ડસેટર ગણાય છે. તેની કેબિન સર્વિસ સૌથી પોપ્યૂલર છે. પરંતુ કેથે પેસિફિક, ઈતિહાદ, એમિરેટ્સ અને ગલ્ફ એર તરફથી તેને તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે.

તાઈવાન ટાપુ પર કસીનો ચીનમાં ટૂરિઝમને વેગ આપશે
તાઈવાનના ટાપુ માત્સુમાં સૌપ્રથમ કસીનો શરૂ કરવા બહુમતી રહેવાસીઓએ તરફેણમાં મત આપ્યો છે. તેને પગલે અહીં કસીનો શરૂ કરવાની પ્રક્રિયા જોર પકડશે. કસીનો શરૂ થવાથી મુખ્યભૂમિ ચીનમાંથી મોટી સંખ્યામાં પર્યટકો માત્સુ તરફ આકર્ષાશે.

ચીનમાંથી પર્યટકોનો પ્રવાહ વધે તો માત્સુના અર્થતંત્રને બળ મળી શકે છે.

અમેરિકાસ્થિત લોબિંગ કંપની પાર્ક સ્ટ્રેટેજીઝના તાઈપેઈસ્થિત મેનેજિંગ ડિરેક્ટર અનિતા ચેન ગેમિંગ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ છે. તેમનું કહેવું છે કે તાઈવાનમાં કોઈ પણ સ્થળે કસીનો શરૂ કરવા માગતા લોકોનો મુખ્ય હેતુ ચીનમાંથી પર્યટકોને એમના ટાપુ પર આકર્ષિત કરવાનો છે.

માત્સુમાં કસીનો શરૂ કરવા દેવો જોઈએ કે નહીં? એ મુદ્દે તાજેતરમાં એક સર્વેક્ષણ કરાયું હતું જેમાં ૧,૭૯૫ જણે તરફેણમાં મત આપ્યો હતો અને ૧,૩૪૧ જણે વિરુદ્ધમાં. ૨૮ વોટ નકામા સાબિત થયા હતા. સર્વેક્ષણમાં પાત્રતા ધરાવતા લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા અને ટકાવારી ૪૦ ટકા હતી.

તાઈવાનના અન્ય ટાપુ પેન્ગુમાં કસીનો શરૂ કરવા માટે ૨૦૦૯માં આવો જ એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બહુમતી લોકોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો.

હવાનાઃ જ્યાંના નાગરિકો ઉષ્માભર્યા વ્યવહાર માટે જાણીતા છે
વિશ્વમાં અમુક એવા કેટલાક અદ્દભુત સ્થળો છે જેનો જીવનમાં કમસે કમ એક વાર તો પ્રવાસ કરવો જ જોઈએ. આ સ્થળો દર વર્ષે અસંખ્ય સહેલાણીઓને આકર્ષિત કરે છે. એટલું જ નહીં, ચિંતકોને નવલકથા લખવા માટે, કવિતાઓ અને ગીતો રચવા માટે, તથા ફિલ્મોનું નિર્માણ કરવા માટે પણ આ સ્થળોએ પ્રેરણા આપી છે.

ક્યૂબાનું હવાના શહેર એવા સ્થળોમાંનું એક છે. આ શહેર પાંચ-પાંચ સદીઓથી રાજકીય સંઘર્ષનો અનુભવ કરતું આવ્યું છે. અહીં સ્પેનના શાસકોએ વર્ચસ્વ જમાવ્યું હતું તો અમેરિકાના માફીયાઓ પણ એમની પ્રવૃત્તિઓનો ફેલાવો કરી ગયા છે. હવાનાને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. અહીં સામ્યવાદી આર્થિક-સામાજિક નીતિઓ છે તો અમેરિકાની ક્લાસિક મોટરકારો પણ ફરતી જોવા મળે.

‘લ હબાના’ (હવાના) શહેરના નાગરિકો એમના ઉષ્માભર્યા વ્યવહાર, જુસ્સા માટે જાણીતા છે. જગવિખ્યાત થયેલી મ્યૂઝિક સ્ટાઈલ્સ જેવી કે, સલ્સા, સોન ક્યૂબાનો અને મામ્બો હવાનાનું સર્જન છે.

મોજીતો કોકટેલ્સ, હવાના સિગાર પણ આ શહેરની પહેચાન બન્યા છે. એટલે જ તો આને સિટી ઓફ રીધમ્સ કહેવામાં આવે છે.

આજે પણ વસાહતી કામદારો માટે સૌથી મોંઘું શહેર ટોકિયો
વસાહતીઓને રહેવા માટે દુનિયામાં સૌથી ખર્ચાળ શહેરોની યાદીમાં હજી પણ પહેલો નંબર ટોકિયોનો જ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે કર્મચારીઓની હેરફેરના ક્ષેત્રમાં સ્પેશિયલાઈઝ્ડ, ઈસીએ ઈન્ટરનેશનલ એજન્સીએ એક અભ્યાસ હાથ ધરીને રેન્કિંગ્સ તૈયાર કર્યા છે. એવા લેટેસ્ટ રેન્કિંગ્સમાં ચીનનું પાટનગર બીજિંગ મોટી છલાંગ લગાવીને ૨૦મા નંબર આવ્યું છે જે ૨૦૧૧ના સ્ટડી વખતે ૪૮મા નંબર પર હતું. તેણે આ માટે પેરિસને પાછળ ધકેલી દીધું છે.

પેરિસ ૧૩ સ્થાન નીચે ઉતર્યું છે અને ૨૧ પરથી ૩૪મા નંબર પર ફેંકાયું છે.

ટોપ-ટેનમાં જાપાનના શહેરોએ ચાર સ્થાન જમાવ્યા છે.

ઓસ્લો દ્વિતીય નંબર પર છે અને તે યુરોપનું સૌથી મોંઘું શહેર છે. આ યાદીમાં નોર્વેનું એક ઓર શહેરત, સ્ટાવેન્ગર પણ છે જ્યારે સ્વિટ્ઝરલેન્ડના ત્રણ શહેરોએ ટોપ-ટેનમાં સ્થાન મેળવ્યું છે.

ટોપ-20માં ઓસ્ટ્રેલિયાના ત્રણ શહેરો છે. (સિડની-૧૬, કેનબેરા-૧૭ અને એડીલેડ-૧૮).

અમેરિકાના ન્યૂ યોર્કનો નંબર ૪૦મો છે.

વસાહતીઓ રોજેરોજ જે ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા હોય છે તેને ગણતરીમાં લઈને ઉક્ત એજન્સીએ આ યાદી તૈયાર કરી છે.

વસાહતી કામદારો માટે વિશ્વમાં સૌથી ખર્ચાળ એવા ટોચના ૧૦ શહેરોઃ

(૧) ટોકિયો – જાપાન

(૨) ઓસ્લો – નોર્વે

(૩) નાગોયા – જાપાન

(૪) લુઆન્ડા – અંગોલા

(૫) સ્ટાવેન્ગર – નોર્વે

(૬) યોકોહામા – જાપાન

(૭) જિનીવા – સ્વિટ્ઝરલેન્ડ

(૮) કોબે – જાપાન

(૯) ઝુરીક – સ્વિટ્ઝરલેન્ડ

(૧૦) બર્ન – સ્વિટ્ઝરલેન્ડ.

એફિલ ટાવરનું વિસ્તરણ કરાશે, પણ ભૂગર્ભમાં
પેરિસ – વિશ્વની સાત અજાયબીઓમાં જેની ગણના કરવામાં આવે છે તે અહીંના એફિલ ટાવરનું વિસ્તરણ કરવાનો પેરિસના સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે, પણ આ વિસ્તરણ ધરતીની ઉપર નહીં, પણ ધરતીની અંદર કરાશે. કારણ કે તેમનું માનવું છે કે ઈમારતને જમીન ઉપર વધારવાથી પેરિસની જ્યોમેટ્રી બગડી જાય.

પેરિસ કાઉન્સિલે એફિલ ટાવરના અન્ડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી છે. તેઓ એ વિશે હજી વધારે અભ્યાસ કરશે.

બેઠકમાં એવો નિષ્કર્ષ આવ્યો કે ગ્રાઉન્ડ લેવલ પર ઈમારતનું વિસ્તરણ કરવું શક્ય નથી, કારણ કે અન્ય બે સિદ્ધિસમા ઈમારત – ઈકોલ મિલિટેર અને ટ્રોકેડેરોના દ્રશ્યમાં કોઈ ફરક પડવો ન જોઈએ.

પ્રોજેક્ટમાં ભૂગર્ભમાં બે માળવાળા નવા બાંધકામનો પ્રસ્તાવ છે જેમાં ટિકિટ બૂથ, એફિલ ટાવર મ્યુઝિયમ, બાળકોની સુવિધા માટેનો એરિયા તથા મુલાકાતીઓ માટેની અન્ય સવલતોનો સમાવેશ થાય છે.

મુલાકાતીઓને હાલ ટિકિટો લેવા માટે એફિલ ટાવર ફરતે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને એ ભીડને કારણે ઘોંઘાટ પણ થતો હોય છે.

સ્ટારવૂડ ગ્રુપ ચીનમાં શરૂ કરશે નવી ૧૦૦ હોટેલ
હોંગ કોંગ – વિશ્વપ્રસિદ્ધ સ્ટારવૂડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ વર્લ્ડવાઈડ ગ્રુપ મોટા પાયે વિસ્તરણ યોજના હાથ ધરી રહ્યું છે. આ બ્રાન્ડ ચીનમાં ૧૦૦થી વધારે હોટેલોની દેખરેખનું કાર્ય કરી જ રહ્યું છે અને બીજી ૧૦૦ હોટેલોનું કામ હાથમાં લેવાનું પણ તેણે નક્કી કર્યું છે.

સ્ટારવૂડે ચીનમાં હોટેલ બિઝનેસમાં તેની કામગીરીનો આરંભ છેક ૧૯૮૫માં કર્યો હતો. એ વખતે તેણે પાટનગર બીજિંગમાં ધ ગ્રેટ વોલ શેરેટન હોટેલ શરૂ કરી હતી. આ ગ્રુપે સમગ્ર ચીનમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૧ હોટેલો શરૂ કરી છે અને ૨૦૧૨ના અંત પહેલા વધુ ૧૩ શરૂ કરવા ધારે છે.

સ્ટારવૂડ ગ્રુપ હસ્તક દેખરેખ માટે મોખરે છે શેરેટન ચેનની હોટેલો. તેનો દાવો છે કે ૨૦૧૬ સુધીમાં ચીનમાં તેની માલિકીની હોટેલોનો આંક ૯૦ થશે. તે આ વર્ષમાં દાલીયન, ફુઝો અને મકાઉમાં હોટેલ શરૂ કરવાની છે.

શેરેટન માટે આ વર્ષ તેની સ્થાપનાનું ૭૫મું વર્ષ છે. આગામી સપ્ટેંબરમાં તે મકાઉમાં હોટેલ શરૂ કરવાની છે જે તેની અત્યાર સુધીની તમામ હોટેલોમાં સૌથી વિશાળ હશે.

શેરેટન મકાઉ હોટેલ, કોતાઈ સેન્ટ્રલમાં ૩૮૬૩ રૂમ્સ હશે અને તેનો બોલરૂમ ૧૧ બાસ્કેટબોલ કોર્ટ્સને ભેગી કરો એટલો વિશાળ હશે.

નિષ્ણાતોની નજરેઃ ફરવાલાયક આઠ નવા દેશ
ટ્રાવેલ નિષ્ણાતોએ વિશ્વમાં ઉભરતા પ્રવાસન સ્થળો તરીકે આઠ દેશોને પસંદ કર્યા છે. જેની વિગત નીચે મુજબ છેઃ

યુગાન્ડાઃ

પર્યટકોને આકર્ષિત કરવા માટે આ દેશની સરકારે અનેક ઉત્સાહપ્રેરક પગલાં લીધા છે. અહીંનું વન્યજીવન નિહાળવાની તક ટૂરિસ્ટો જતી કરવાનું પસંદ કરતા નથી. આ દેશ આઝાદીનું ૫૦મું વર્ષ ઊજવી રહ્યો છે અને પાટનગર કમ્પાલામાં અનેક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

લેબેનોનઃ

અહીંનું પાટનગર બિરુત જાણે રાખમાંથી બેઠું થયું છે. ઈતિહાસ, સંસ્કૃતિ, સંગીત અને દરિયાકિનારાઓની મજા તો અહીં આવે એને જ માણવા મળે.

વિયેટનામઃ

યુએસ ટુર ઓપરેટરોના મતે ઉભરતા દેશોની યાદીમાં વિયેટનામને ટોચ પર મૂકી શકાય. અહીં અનેક એવા સરસ જોવાલાયક સ્થળો છે જેની પર્યટકોએ કલ્પના પણ કરી નહીં હોય.

આર્જેન્ટિનાઃ

અહીંના પાટનગર બ્યુનોસ આયર્સ ઝાકઝમાળ તો જાણીતી છે જ, પર્યટકો સવાર-બપોરના સમયે સમુદ્રકિનારાઓ અને વન્યજીવન સ્થળો જોવાનો આનંદ માણી શકે છે, તો સાંજ-રાતને યાદગાર બનાવવા માટે અનેક હોટેલો છે.

આલ્બેનિયાઃ

આલ્બેનિયન રીવીએરા વિશે ઘણું લખાઈ ગયું છે, પણ ટૂરિસ્ટો અહીંના સમુદ્રકિનારાઓની સુંદરતા નિહાળીને પણ ખૂબ પ્રભાવિત થાય છે. અહીંનું ટ્રાન્સપોર્ટ આસાન નથી, પણ સ્કાય-બ્લુ દરિયાને જોઈને જાણે આંખોમાં ભરી લેવાનું મન થાય.

શ્રીલંકાઃ

આંતર-વિગ્રહનો અંત આવી ગયો  છે તેથી શ્રીલંકા પર્યટકોનું પ્રિય સ્થળ બન્યું છે. પ્રવાસન ઉદ્યોગ અહીં ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અહીં પણ દરિયાકિનારાની સુંદરતા વિદેશોમાંથી આવતા લોકોનું મન મોહી લે છે. દેશના ઉત્તરીય ભાગમાં નવા નવા રિસોર્ટ ડેવેલપ થઈ રહ્યા છે.

પનામાઃ

કેનાલ ખાતે ફરવા જાવ અને આનંદ માણો એવી ન્યૂ યોર્ક ટાઈમ્સે ખાસ ભલામણ કરી છે. પનામાનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યો છે તેથી સરકાર વધુ સંખ્યામાં વસાહતીઓ અને પર્યટકોને આવકારે છે.

સુદાનઃ

આફ્રિકા ખંડમાં સુદાનનો હિસ્સો માંડ આઠ ટકા છે, પરંતુ અહીં એવા ઘણા સ્થળો છે જેને પર્યટકોએ જોયા નથી. આદિવાસી કોમોની વિશાળ વસ્તીને લીધે આ દેશમાં પ્રાચીનકાળની અનેક નિશાનીઓ જોવા મળે છે.

વાઈ-ફાઈની ક્રાંતિમાં કેથે પેસિફિક પણ જોડાશે
હોંગ કોંગ – મોંઘવારી વધી ગઈ હોવાથીવિશ્વભરની એરલાઈન્સ ખર્ચા ઓછા કરવા અને બચત કરવાના પગલાં લેવા માંડી છે. આની તાત્કાલિક અસર ઈન-ફ્લાઈટ મનોરંજન પર થઈ હોય તેવું લાગે છે.

કેથે પેસિફિકે જાહેરાત કરી છે કે તે એની ઈન-ફ્લાઈટ સેવાઓમાં ફેરફાર કરવાની છે. તે ઘણા વખતથી ચાલી આવતી ચેર-ઉપર મૂકેલા સ્ક્રીન્સ કાઢી નાખવાની છે કારણ કે તેને લીધે દરેક વિમાનમાં ઢગલાબંધ કનેક્ટિંગ વાયરોની જરૂર પડે છે. તેને બદલે બીજી અનેક એરલાઈન્સની માફક કેથે પણ ઈન-ફ્લાઈટ વાઈ-ફાઈ સુવિધા બેસાડવા ધારે છે જેથી મુસાફરોને ફિલ્મો અને સંગીતનો આનંદ આપી શકાય.

કેથેના ચીફ એક્ઝિક્યૂટિવ જોન સ્લોસારનું કહેવું છે કે વાઈ-ફાઈ સુવિધા ઈન-ફ્લાઈટ મનોરંજનની નવી પેઢી ગણાય છે. વધુ ને વધુ મુસાફરો ફ્લાઈટ પર તેમની સાથે ટેબ્લેટ કમ્પ્યુટર્સ લાવતા હોય છે. એવા કમ્પ્યુટર યુઝર્સ માટે વાઈ-ફાઈ સુવિધા જરૂરી છે.

કોન્ટાઝ એરલાઈન્સે હાલ તેના વિમાનોમાં વાઈ-ફાઈ સિસ્ટમ પ્રયોગાત્મક ધોરણે ચાલુ કરી છે.

અમેરિકન એરલાઈન્સ તેના મુસાફરોને ‘પે-ફોર-પ્લે’ સુવિધા ઓફર કરે છે. એ માટે તેણે કિંમત આ રીતે રાખી છેઃ ફિલ્મ દીઠ ૫-૭ ડોલર અને ટીવી શો દીઠ બે ડોલર. ધારો કે મુસાફરી પૂરી થયા બાદ પણ ફિલ્મ પૂરી થઈ ન હોય તો એ તમે ઘેર જઈને પણ પૂરી જોઈ શકો.

કોન્ટાઝ ગ્રુપની સસ્તા ભાડાવાળી એરલાઈન જેટસ્ટાર તો ૩૦૦૦ આઈપેડ ખરીદવાની છે અને ઓસ્ટ્રેલિયાના રૂટ પર વિમાન પ્રવાસ દરમિયાન જેમને જરૂર હોય તે એનો ઉપયોગ કરી શકે છે.

સાઉથ કોરિયામાં લોકપ્રિય થઈ છે લાઈટ-રેલ
સોલ – એલિવેટેડ પાટાઓ પર પાતળા કદવાળી રેલકાર સરરર કરતી સરકતી જતી હોય… સાઉથ કોરિયામાં નવી શરૂ કરવામાં આવેલી લાઈટ રેલવેમાં લોકો આહલાદક સફર કરવાનો આનંદ માણે છે.

આ રેલકાર રબરના વ્હીલવાળી અને ડ્રાઈવરવિહોણી લાઈટ રેલ ટ્રાન્ઝિટ (એલઆરટી) છે. સોલની ઉત્તરે આવેલા યોંગ્બૂ શહેરમાં આ સેવા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.

સાઉથ કોરિયામાં અન્ય એલઆરટી પ્રોજેક્ટ્સ આર્થિક દ્રષ્ટિએ નિષ્ફળ પુરવાર થયા છે, પણ નવો પ્રોજેક્ટ સફળ જશે એવી સત્તાવાળાઓને આશા છે.

નવી લાઈન, જે ૧૧.૧ કિલોમીટર લાંબી છે જે જાહેર-ખાનગી ભાગીદારી વડે નાખવામાં આવી છે.

નવી એલઆરટી સફળ જશે એવું એટલા માટે ધારવામાં આવે છે કે તે ખૂબ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થવાની છે અને તે મુસાફરોને કોઈ સ્ટેશને ઝડપથી પહોંચાડશે જ્યાંથી તેઓ સોલ જવા માટે કનેક્ટ થયેલી મેઈન સબવે લાઈનમાં જોડાઈ શકશે.

૧૫ સ્ટેશનોને જોડતી આ નવી રેલલાઈન શરૂ કરવામાં પાંચ વર્ષ લાગ્યા અને ૫૪૭ અબજ વોન (૪૬.૯ કરોડ ડોલર)નો ખર્ચ થયો છે.

સ્પેસ ટૂરિઝમમાં ક્રાંતિ લાવવા માગે છે બ્રાન્સન
લંડન – બ્રિટનના ઉદ્યોગપતિ રિચર્ડ બ્રાન્સને સ્થાપેલા વર્જિન ગ્રુપે હાથ ધર્યું છે, વર્જિન ગેલેક્ટિક સ્પેસ ટૂરિઝમનું નવું સાહસ. આ માટે અવકાશ સફર પર સૌથી પહેલા જશે એ પોતે અને તેમના પરિવારજનો.

ફાર્નબરો એર શૉ વખતે પોતાની યોજનાની જાણકારી આપતા બ્રાન્સને કહ્યું કે એવી આશા છે કે હું, મારો પુત્ર સૅમ અને પુત્રી હોલી ૨૦૧૩ના અંત સુધીમાં સ્પેસશિપ 2 (એસએસ2)માં બેસીને અવકાશની સફરે જઈશું.

એસએસ2ને અવકાશમાં લઈ જશે વિમાન વ્હાઈટનાઈટ-2. આ વિમાનને નવા લોન્ચ વેહિકલ લોન્ચર-1 તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવશે. આ લોન્ચ વેહિકલ નાના સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મૂકશે. કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં મૂકવા પાછળ હાલ જે ખર્ચ થાય છે તેની સરખામણીમાં દસમા ભાગનો ઓછો ખર્ચ અમારા લોન્ચ વેહિકલમાં થશે, એવું બ્રાન્સન કહે છે.

‘અવકાશમાં મારી સૌપ્રથમ સફરમાં આવતા વર્ષે મારી સાથે હોલી અને સૅમ જોડાશે. સ્પેસ બિઝનેસ એ કંઈ ખાવાના ખેલ નથી. એ માટે મારે સતત સજાગ રહેવું પડે છે. વર્જિન ગેલેક્ટિકની સ્થાપનાનો ઉદ્દેશ અવકાશની સફર વિશે લોકોના ખ્યાલમાં ક્રાંતિ લાવી દેવાનો છે, ‘ એમ બ્રાન્સન કહે છે.

અવકાશમાં ૬૦-માઈલ અને બે કલાકની સફરે જવા માટે વર્જિન ગેલેક્ટિકમાં લગભગ સવાસો જેટલા લોકોએ નામ નોંધાવી દીધા છે. એ માટેનો ખર્ચ વ્યક્તિદીઠ ૧,૨૮,૦૦૦ પાઉન્ડ (બે લાખ ડોલર) છે.

લોન્ચર-1 તેની કામગીરી ૨૦૧૬થી શરૂ કરે એવી ધારણા છે.

વિયેટનામ માટે બ્રિટિશ પર્યટકોનો મોહ વધી રહ્યો છે
બ્રિટનના ટપાલ વિભાગે હાલમાં જ એક સર્વે કરાવ્યો હતો. એના પરથી માલૂમ પડ્યું છે કે વિયેટનામ પ્રવાસ-પર્યટન માટે બ્રિટિશરોમાં પ્રિય દેશ બની રહ્યો છે.

પોસ્ટ ઓફિસ ટ્રાવેલ મની બ્રિટનમાં પોસ્ટલ અને બેન્કિંગ સેવાઓ પૂરી પાડતી રીટેલ પોસ્ટલ સર્વિસ કંપની છે. તેણે સર્વેક્ષણ અહેવાલમાં જણાવ્યું છે કે વિયેટનામનું દોંગ બ્રિટનમાં હાલ ઝડપથી લોકપ્રિય થઈ રહેલું વિદેશી ચલણ છે. બ્રિટનમાંથી વધુ સંખ્યામાં લોકો વિયેટનામના પ્રવાસે જવા માંડ્યા છે પરિણામે વિયેટનામના પ્રવાસ ઉદ્યોગમાં તેજીનો વંટોળ ફૂંકાયો છે.

વિયેટનામની કરન્સીના બ્રિટનમાં થયેલા વેચાણમાં ગયા વર્ષની તુલનામાં ૬૮ ટકાનો ઉછાળો આવ્યો છે. આ કરન્સી વેચાણના આધારે જાણકારી મળી છે કે ઉનાળાની રજાઓમાં બ્રિટનમાંથી વિયેટનામ જનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.

પર્યટકોની સંખ્યામાં થયેલી આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે બ્રિટનમાંથી વિયેટનામ માટે શરૂ કરાયેલી સીધી ફ્લાઈટ્સ. વિયેટનામ એરલાઈન્સે ગયા વર્ષના ડિસેંબરથી ગેટવિક અને હેનોઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી છે. આને કારણે વિયેટનામ જવા ઈચ્છતા પર્યટકોના અનેક કલાકો બચી જાય છે.

બીજું એ કે, અગ્નિ એશિયાના દેશ વિયેટનામમાં હાલમાં જ નવા હોલીડે રીસોર્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. અનન્તારા મૂઈ ની રીસોર્ટ આ વર્ષના એપ્રિલમાં શરૂ કરાયો છે તો ઈન્ટરકોન્ટિનેન્ટલ દાનાંગ સન પેનિન્સૂલા રીસોર્ટ ગયા જૂન મહિનાથી શરૂ થયો છે.

નજીકના ભવિષ્યમાં આ ટચૂકડા દેશમાં બીજી ઘણી ઈન્ટરનેશનલ ચેન હોટેલો શરૂ થવાની ધારણા છે. આમાં હિલ્ટન દા નાંગ અને મૂવેનપીક હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ કૂઈ હોનનો સમાવેશ થાય છે.