Archive: Travel Subscribe to Travel
વિશ્વની સૌથી ઊંચી હોટેલ દુબઈમાં છે
દુબઈએ તેનાં સેલિબ્રિટી મહેમાનો માટે જેડબલ્યુ મેરિયટ મેરક્વીસ હોટેલ સત્તાવાર રીતે ખુલ્લી મૂકી દીધી છે. આ હોટેલ વિશ્વમાં સૌથી ઊંચી છે. હોટેલને ખુલ્લી મૂકવાના મનોરંજન પ્રસંગે બ્રિટિશ ગાયિકા લિયોના લૂઈસ સહિત અનેક નામાંકિત હસ્તીઓ હાજર રહી હતી.
ગ્લેમર અને વૈભવની ઝાકઝમાળથી...
ઓલિમ્પિક પાર્કની કાયાપલટ જોવાનું ટુરિસ્ટ્સને આમંત્રણ
લંડનમાં વર્ષ ૨૦૧૨માં જ્યાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઓલિમ્પિક પાર્કને એક વિશાળ ટાઉનશિપમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. ત્યાં ૮૦૦૦ નવા ઘરો બાંધવામાં આવી રહ્યા છે અને અસંખ્ય કમર્શિયલ રીટેલ દુકાનો, સ્ટોર્સ પણ એમાં હશે. આ આખા પાર્કની કઈ રીતે કાયાપલટ...
યુએસ એરલાઈન્સમાં બેગેજની કાળજીનું મહત્વ વધ્યું
તમે જો અમેરિકાની એરલાઈન્સમાં પ્રવાસ કરવાના હો તો તમારા સામાનની ચિંતા રાખશો નહીં, કારણ કે આ એરલાઈન્સની મુસાફરોનાં સામાનની કાળજીમાં બેદરકારીનાં કિસ્સાઓ ખૂબ ઘટી ગયા છે.
અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે બહાર પાડેલા ‘એર ટ્રાવેલ કન્ઝ્યૂમર રિપોર્ટ’માં જણાવાયું છે કે અમેરિકાને...
ન્યૂ યોર્કનું ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન ૧૦૦ વર્ષનું થયું
ન્યૂ યોર્કવાસીઓને શહેરમાં સૌથી વધારે ગમતું સ્થળ તેની શતાબ્દી ઊજવી રહ્યું છે. આ સ્થળે છે, ગ્રેન્ડ સેન્ટ્રલ ટર્મિનલ. આ સ્ટેશનને ૧૯૧૩ની બીજી ફેબ્રુઆરીએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
એ વખતે ટ્રેનો અમેરિકામાં માત્ર શ્રીમંત લોકો માટેની જ હતી.
આ સ્ટેશન પોપ્યૂલર થવાનું મુખ્ય...
અમેરિકાએ બેગેજ રી-સ્ક્રીનિંગનાં નિયમો હળવા કર્યા
અમેરિકાના સંસદસભ્યોએ એક કાયદાને પાસ કરી દીધો છે જેનાથી એરપોર્ટ અધિકારીઓને અમેરિકામાં પ્રવેશ કરતા વિદેશી મુસાફરોના સામાનના રી-સ્ક્રીનિંગની જરૂરિયાતની કડાકૂટમાંથી છૂટકારો મળી જશે.
અમેરિકાના વિમાનીમથકો ખાતે આવી પહોંચતા અને કોઈ અન્ય સ્થાનિક મુકામે જવા માગતા તમામ...
બ્રાઝિલમાં નવા ૮૦૦ એરપોર્ટ બંધાશે
બ્રાઝિલનાં પ્રમુખ ડિલ્મા રુઝેફે જાહેરાત કરી છે કે તેમના દેશમાં નવા ઓછામાં ઓછા ૮૦૦ પ્રાદેશિક એરપોર્ટ બાંધવામાં આવનાર છે.
જે શહેરમાં એક લાખ કે તેથી વધારે લોકોની વસ્તી હશે ત્યાં એરપોર્ટ બાંધવામાં આવશે.
કદમાં બ્રાઝિલ કોઈ ખંડ જેવડો મોટો દેશ છે. ત્યાં રેલવે કરતાં વિમાન સેવા...
ઈટાલીમાં સ્કી હોલીડેઝ માટે અનેક આકર્ષક ઓફર
ઈટાલીમાં આ વખતની મોસમમાં ઘણાયને સસ્તા દરે સ્કી હોલીડેઝની મજા માણવામાં મળશે. કેટલાક ઈટાલીયન સ્કી રીસોર્ટ્સમાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રહેવા-જમવા સહિત બધી પ્રકારની સેવાઓના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
યુરોપમાં જો કે સૌથી સસ્તા ભાવે સ્કી હોલીડેઝનો આનંદ...
આફ્રિકામાં પહેલી જ વાર શરૂ થઈ છે સસ્તા ભાડાની વિમાનસેવા
વિશ્વની સૌપ્રથમ પેન-આફ્રિકન સસ્તા ભાડાની એરલાઈન છે ફાસ્ટજેટ. તેની કમર્શિયલ સેવાઓના પહેલા જ દિવસે એને અઢળક ડિમાન્ડ મળતાં એમનો ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.
એનું પહેલું પેસેન્જર વિમાન દાર-એ-સલામ અને મવાન્ઝા વચ્ચે ઉડ્યું હતું. બીજું વિમાન દાર-એ-સલામથી ટાન્ઝાનિયાના કિલીમાન્જેરો...
કશ્મીરમાં પ્રવાસ કરવામાં હવે જોખમ નથીઃ બ્રિટન
ભારતના સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરના કેટલાક ભાગોમાં પ્રવાસ ન કરવાની બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ચેતવણી આપી હતી, પણ હવે આ રાજ્યમાં પરિસ્થિતિમાં સુધારો થતાં બ્રિટને તે ચેતવણી ઉઠાવી લીધી છે.
મનોહર દ્રશ્યોવાળા સરોવરો પર સુશોભિત, આકર્ષક હાઉસબોટ્સ, સ્વચ્છ આબોહવા અને...
પેરિસમાં શોપિંગનો મળશે અનોખો અનુભવ
માસ્ટરકાર્ડે ગયા વર્ષે ન્યૂ યોર્ક અને લંડનમાં ‘પ્રાઈસલેસ સિટીઝ’ નામે એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. હવે આ વખતની ક્રિસમસમાં પેરિસમાં યોજશે. તેને લીધે ફ્રાન્સના પાટનગર શહેરમાં લોકોને શોપિંગનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે.
પ્રાઈસલેસ પેરિસ યોજનાનો લાભ લેનાર માસ્ટરકાર્ડના...

