Archive: Travel Subscribe to Travel

Beijing, Xinjiang and Tibet

તિબેટ જતા ટ્રેન મુસાફરો માટે ઓળખવિધિ ફરજિયાત

હવેથી બીજિંગ, શિનજિયાંગ યુગુર તથા તિબેટ સ્વાયત્ત પ્રદેશો તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ ઓળખવિધિ માટે હાજર થવું પડશે. ૨૩ ઓક્ટોબરથી અમલમાં આવેલા કાયદા અનુસાર આ વિસ્તારો તરફના ટ્રેનપ્રવાસીઓએ ટ્રેનમાં બેસતા પહેલા તેમની ઓળખ માટેની વિધિમાંથી પસાર થવું ફરજિયાત બન્યું...
Sugarloaf cable car

રીયોની સુગરલોફ કેબલ કારની સેન્ચૂરી

બ્રાઝિલના રીયો ડી જેનેરો શહેરના રોપવે પ્રોજેક્ટ, સુગરલોફ કેબલ કારની ગણના દુનિયાના સૌથી પોપ્યૂલર ટૂરિસ્ટ આકર્ષણોમાં કરવામાં આવે છે. ૨૭ ઓક્ટોબરે તેણે પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઊજવ્યો. સુગરલોફ કેબલ કારનો શુભારંભ કરાયો હતો ૧૯૧૨ની ૨૭ ઓક્ટોબરે. આ રોપવે મુલાકાતીઓને સુગરલોફ...
Egypt

ઈજિપ્તમાં નાઈટ શોપિંગની મજા બંધ થશે

ઈજિપ્તના પાટનગર કેરોમાં સવારના સમયે જીન્સ પેન્ટ ખરીદવું હોય તો ચોક્કસ મળી જશે, પણ રાતના સમયે એ ક્યાંય નહીં મળે. આનું કારણ એ છે કે ઈજિપ્તની નવી સરકાર ધંધાના કલાકો પર નિયંત્રણ મૂકી દેવા વિચારી રહી છે. કેરો વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી. પણ હવે સરકાર એવો...
Myanmar foreign credit cards

મ્યાનમારમાં ફોરેન ક્રેડિટ કાર્ડ્સના પ્રવેશને મળી લીલી ઝંડી

મ્યાનમાર સરકારે વિઝા અને બીજાં વિદેશી ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. અત્યાર સુધી આ સુવિધાને મંજૂરી ન હોવાથી પર્યટકોને મ્યાનમારમાં ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. દાયકાઓથી લશ્કરી શાસન હેઠળ રહેલા મ્યાનમારમાં વિઝા, માસ્ટરકાર્ડ, ચાઈના યુનિયનપે અને જાપાન ક્રેડિટ...
India's high-speed rail

હાઈ-સ્પીડ ટ્રેન પહોંચાડશે મુંબઈથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં

ભારતીય રેલવેએ મુંબઈ, અમદાવાદ અને પુણે શહેરોને જોડતી દેશની સૌપ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ નક્કી કર્યો છે. આ પ્રોજેક્ટ પરનું કામકાજ આવતા વર્ષના નવેંબરમાં શરૂ કરવાની રેલવે મંત્રાલયની ધારણા છે. ૬૫૦ કિ.મી. લાંબા કોરિડોર પર ટ્રેનો કલાકના ૩૦૦ કિ.મી.ની ઝડપે...
Eurotunnel

યુરોટનેલનું નવું આકર્ષણ ‘વિક્ટર હ્યુગો ટર્મિનલ’

બ્રિટનના કેન્ટના ફોક્સ્ટોનમાં નવું ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું છે જે ઈન્ટરનેશનલ એરપોર્ટ્સને લગતા ઉચ્ચ સ્તરના ધારાધોરણો અનુસારનું છે. ૫૦૦૦ સ્ક્વેર મીટર્સમાં પથરાયેલા આ ટર્મિનલમાં નવી ડ્યૂટી ફ્રી શોપ પણ છે. આ ટર્મિનલને ‘વિક્ટર હ્યુગો ટર્મિનલ’ નામ આપવામાં આવ્યું...
Singapore Airlines

નેક્સ્ટ જનરેશન ઈન-ફ્લાઈટ મનોરંજન સિસ્ટમ

સિંગાપોર એરલાઈન્સે જાહેરાત કરી દીધી છે કે પોતાના નવા ૪૩ વિમાનોમાં અત્યાધુનિક ઢબની ઈન-ફ્લાઈટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ્સ બેસાડવા માટે એણે પેનાસોનિક એવિઓનિક્સ સાથે ૪૦ કરોડ ડોલરનો સોદો કર્યો છે. નવી નેક્સ્ટ જનરેશન પેનાસોનિક eX3 સિસ્ટમ ઉપલબ્ધ થયા બાદ મુસાફરો મનોરંજનનો અંગતપણે...
Vietnam

વિયેટનામ માટે બ્રિટિશ પર્યટકોનો મોહ વધી રહ્યો છે

બ્રિટનના ટપાલ વિભાગે હાલમાં જ એક સર્વે કરાવ્યો હતો. એના પરથી માલૂમ પડ્યું છે કે વિયેટનામ પ્રવાસ-પર્યટન માટે બ્રિટિશરોમાં પ્રિય દેશ બની રહ્યો છે. પોસ્ટ ઓફિસ ટ્રાવેલ મની બ્રિટનમાં પોસ્ટલ અને બેન્કિંગ સેવાઓ પૂરી પાડતી રીટેલ પોસ્ટલ સર્વિસ કંપની છે. તેણે સર્વેક્ષણ અહેવાલમાં...
Luxury pet hotel industry

પેટ હોટેલ્સઃ કૂતરાઓની જ્યાં ફાઈવ-સ્ટાર કાળજી લેવાય છે

અમેરિકામાં અન્ય ઉદ્યોગોની સાથે લક્ઝરી પેટ હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે. ડી પેટ હોટેલ્સ નામની એક લક્ઝરી હોટેલ માત્ર કૂતરાઓ માટેની છે. હોલીવૂડમાં આ હોટેલ જોરદાર ચાલવા માંડી એનાથી પ્રોત્સાહિત થઈને તેના માલિકો હવે ન્યૂ યોર્ક અને સ્કોટ્સડેલમાં પણ આવી હોટેલ શરૂ કરી...
tiger tourism

ભારતમાં છે ૪૧ ટાઈગર પાર્ક, એમાં વસે છે ૧,૭૦૦ વાઘ

ભારત સરકારે દેશમાંના ટાઈગર પાર્ક્સની કાળજી લેવા માટે તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકાર ટાઈગર ટૂરિઝમ પર પ્રતિબંધ ન મૂકવા સંમત્ત થઈ છે. સરકારે કબૂલ કર્યું છે કે ટાઈગર ટૂરિઝમને રદ કરવાથી સ્થાનિક લોકોની રોજી-રોટી છીનવાઈ જશે, પરિણામે વન્યજીવન તથા જંગલોના...