Archive: Women Subscribe to Women

Marriage is healthy for the heart

પરિણીત હોવું હૃદયની તંદુરસ્તી માટે સારું છે

કમાલ કરે છે, કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વ્હાલ કરે છે… પ્રૌઢાવસ્થાએ દામ્પત્યજીવનની મીઠાશની વાત કરતું સ્વર્ગસ્થ કવિ સુરેશ દલાલનું આ કાવ્ય ગુજરાતી ભાષાની યાદગાર કૃતિઓમાંનું એક છે. મોટી ઉંમરે એકબીજાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, સમયસર દવાઓ આપવી, એકબીજાના ટેકા બની...
algorithm of love

આજના ડેટા-યુગમાં પ્રેમ માટેનું કોઈ ગણિતશાસ્ત્ર નથી

વોશિંગ્ટન – સાચો પ્રેમ શોધવા માટેનું કોઈ ગુપ્ત ગણિતશાસ્ત્ર હોય તો તે શોધી કાઢવાની આજના ટેક્નોલોજી યુગ પર મોટી કસોટી થઈ રહી છે. ઓનલાઈન ડેટિંગ કંપનીઓનું કહેવું છે કે તેમની પાસે અમુક ખાસ ટેક્નોલોજી છે અને વિજ્ઞાનીઓ અમુક સવાલોનું સંશોધન કરી રહ્યા છે. જોકે પ્રેમના પરફેક્ટ...
Cameron Diaz

કેમરન ડાયઝે લખ્યું આરોગ્ય અંગેનું પુસ્તક

હોલીવૂડ સ્ટાર કેમરન ડાયઝે તેની ખાસ સહેલી ગ્વાયનેથ પેલ્ટ્રોમાંથી પ્રેરણા લઈને આરોગ્ય અને પોષક આહાર અંગે એક પુસ્તક લખ્યું છે. ‘ધ બોડી બુકઃ ધ લૉ ઓફ હંગર, ધ સાયન્સ ઓફ સ્ટ્રેન્થ એન્ડ અધર વેઝ ટુ લવ યોર અમેઝિંગ બોડી’ નામક આ પુસ્તકની કિંમત ૧૬.૪૩ યુએસ ડોલર છે અને તે એમેઝોન પર...
happier relationships

સંબંધોને આનંદદાયક રાખવામાં સ્ત્રીઓને મદદ કરે છે સારી કાયા

જે સ્ત્રીઓ એમની કાયાથી ખુશ છે તેઓ રોમેન્ટિક સંબંધોમાં વધારે ખુશ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિટનમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણને ટાલીન યુનિવર્સિટીનાં સ્ટડી ઓથર સબાઈના વેટ્ટરે બ્રિટિશ સાઈકોલોજિકલ સોસાયટીના એક કાર્યક્રમમાં રજૂ કર્યું હતું. તે સર્વેક્ષણમાં...
latex condom

ચીનની કંપનીએ બનાવ્યો દુનિયાનો સૌથી પાતળો લેટેક્સ કોન્ડોમ

ચીનની એક કંપનીએ અત્યંત પાતળો લેટેક્સ નિરોધ બનાવ્યો છે જે તેના દાવા મુજબ દુનિયાનો આ પ્રકારનો સૌથી પાતળો છે. તે ૦.૦૩૬ મીલીમીટરના માપનો છે અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે તેની નોંધ લીધી છે. ગ્વાંગ્ઝૂ શહેરની ડામિંગ યુનાઈટેડ રબર પ્રોડક્ટ્સ કંપનીએ AONI નામે આ કોન્ડોમ બનાવ્યો છે...
Mobile apps

ડેટિંગ જગતમાં ખળભળાટ મચાવતા મોબાઈલ એપ્સ

અમેરિકાનો ૨૦ વર્ષનો લેલેન્ડ કોલેજિયન સ્ત્રી-મિત્ર બનાવવા ઉત્સૂક હતો. તેના એક મિત્રે એને મોબાઈલ એપ ટીન્ડર વિશે કહ્યું જેની મદદથી પોતે ગર્લફ્રેન્ડ મેળવવામાં સફળ થયો હતો. તે સાંભળીને લેલેન્ડે પણ તે એપનો સહારો લીધો. લેલેન્ડને મિશ્ર પરિણામ મળ્યું. પોતાને ગમે એવી દુનિયાભરમાંથી...
Online adultery

લગ્નજીવનમાં ચીટિંગને ઉત્તેજન આપતી સાઈટ્સનો રાફડો ફાટ્યો છે

અમેરિકામાં ૨૯ વર્ષની એક મહિલાએ કહ્યું કે તેને એનાં દગાબાજ પતિ પર બદલો લેવામાં એક વેબસાઈટ દ્વારા મદદ મળી હતી. એવી જ રીતે, ૪૫ વર્ષના એક પરિણીત પુરુષનું કહેવું છે કે એક વેબસાઈટે તેના પરિવારમાં ભંગાણ પડતું અટકાવ્યું છે. દુનિયાભરમાં લાખો લોકો માટે ઈન્ટરનેટ મારફત અનૈતિક સંબંધો...
taller men

સ્ત્રીઓ લાંબા કદના પુરુષોને કેમ પસંદ કરે છે?

એક નવા સ્ટડી પરથી માલૂમ પડ્યું છે કે સ્ત્રીઓ પુરુષો સાથે પ્રેમમાં પડે ત્યારે એમના કદને ચોક્કસપણે ધ્યાનમાં લે છે, ખાસ કરીને તેમની હાઈટને. રાઈસ યુનિવર્સિટી અને નોર્થ ટેક્સાસ યુનિવર્સિટીએ સાથે મળીને કરેલા સર્વે પરથી એવું જણાયું છે કે સ્ત્રીઓ લાંબા કદના પુરુષોને એટલા માટે...
orgasm

વ્યાયામ કરવાથી સ્ત્રીઓમાં કામવાસના ઘટતી અટકે

ડિપ્રેશન રોકવા માટેની દવાઓની આડઅસર થતી હોવાની ઘણી ફરિયાદો સંભળાય છે. એવી દવાથી ખાસ કરીને વ્યક્તિની કામવાસના ઘટી જાય છે અને કામોત્તેજનામાં નિર્બળતા આવે છે. આનો ઉપાય છે વ્યાયામ. ખાસ કરીને સ્ત્રીઓ માટે વ્યાયામ સલાહભર્યું છે. થોડીક કસરતો પણ કામવાસના પરની માઠી અસરને દૂર...
smartphone massage

સેલફોનને લગતી બિમારીઓ સામે રાહત આપતી મસાજ-સેવા

સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ એ બાબતથી સારી રીતે વાકેફ હશે જ કે ડિવાઈસનો સતત ઉપયોગ કરવાથી ચોક્કસ કઈ જગ્યાએ દુખાવો થતો હોય છે. જર્મનીમાં તો ત્રણ હોટેલે આધુનિક જમાનાની આ બિમારીઓથી લોકોને રાહત અપાવવા વિશેષ પ્રકારની મસાજ-સેવા શરૂ કરી છે. જેમ કે, વધારે પડતા મેસેજ ટાઈપ કરવાથી...