Archive: Women Subscribe to Women
ઘૂંટણને બચાવવા હોય તો માસિક પહેલા કસરત ટાળો
એક નવો અભ્યાસ એવી જાણકારી લઈને આવ્યો છે કે ઘણી સ્ત્રીઓ એમને માસિક આવવાના એક સપ્તાહ પૂર્વેથી જ ઘૂંટણમાં ઈજા થવાના જોખમને લીધે રનિંગ જેવી જોખમી કસરતો કરવાનું ટાળે છે.
એ તો સુવિદિત છે કે પુરૂષો કરતા સ્ત્રીઓને ઘૂંટણની ઈજા વધારે થતી હોય છે. ખાસ કરીને, સોકર, બાસ્કેટબોલ જેવી...
બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઓછું કરવાનાં પાંચ રસ્તા
આજકાલ દુનિયાભરમાં સ્તન કેન્સરની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેવામાં સ્તન કેન્સરથી બચવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તેને સમય પહેલાં ઓળખી કાઢવામાં આવે. જો એને વહેલાસર ઓળખી લેવામાં આવે તો બ્રેસ્ટ કેન્સર મટી જવાની સંભાવનાઓ વધી જાય છે.
યુએસ બ્રેસ્ટ કેન્સરનાં નિષ્ણાંત ઈરિકા...
ઓફિસમાં ફ્લર્ટિંગ સ્ત્રીઓને કારકિર્દીમાં પ્રગતિ કરાવે!
એક અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે જે સ્ત્રીઓ ઓફિસમાં કામકાજ દરમિયાન, થોડું ઘણું ફ્લર્ટ કરે છે તે એમને કારકિર્દીને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીનાં શોધકર્તાઓનું કહેવું છે કે તેમણે પોતાની રિસર્ચ દરમિયાન જાણ્યું છે કે ફ્લર્ટ કરતી મહિલાઓને પુરુષો...
બેડરૂમમાં જાંબુડી રંગ સેક્સની ઉત્તેજના વધારે!
એક બ્રિટીશ સર્વે અનુસાર જે લોકો તેમનાં બેડરૂમને પર્પલ કલરથી ડેકોરેટ કરાવે તેમની સેક્સ લાઈફ વધારે સક્રિય હોય છે. આ સર્વેમાં ૨,૦૦૦ બ્રિટિશ પુખ્ત વયની વ્યક્તિઓને સામેલ કરવામાં આવી હતી.
એમાં જાણવા મળ્યું હતું કે જેમનાં પલંગ કે બેડરૂમના ફર્નિચરનો રંગ જાંબુડી હતો તેવા યુગલોએ...
જર્મન યુવાઓને સેક્સ કરતા ઈન્ટરનેટમાં વધારે રસ છે
બર્લિન – દર પાંચમાંથી એક જર્મન યુવાન વર્ષ દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગની તેની આદતને કારણે સેક્સભૂખ સંતોષવાને પડતી મૂકવાનું પસંદ કરે છે. બર્લીનમાં આ માટે એક અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં આ તારણ કાઢવામાં આવ્યું હતું.
જેમનાં પર સર્વે કરાયો હતો તેમાંના ૧૮ ટકા યુવાનોનું કહેવું...
‘હેપ્પી જીન’ પુરૂષો કરતા સ્ત્રીઓમાં વધારે હોય છે
પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકોએ એક નવીન શોધ કરી છે અને તે છે ‘હેપ્પી જીન’. આ શુક્રાણુ વિશે વૈજ્ઞાનિકોએ ખૂબ જ સંશોધન કર્યું અને તેમાં જાણવા મળ્યું કે આ જીન પુરૂષો કરતા સ્ત્રીઓ માટે વધારે મહત્વના છે.
આ સંશોધન પ્રમાણે જ્યારે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં મુડી કે વધારે પડતી કાળજી...
લિપસ્ટિક વિશે કેટલીક જાણવા જેવી અજાણી વાતો
લિપસ્ટિક સ્ત્રીઓની પરમ સખી છે. ગમે તેટલી સામાન્ય ઘરની જ કેમ ન હોય, દરેક સ્ત્રીની મેકઅપ કિટમાં ઓછામાં ઓછી એક લિપસ્ટિક તો અચૂક મળી આવે. એક અંદાજ મુજબ દુનિયાની ૬૫ ટકા સ્ત્રીઓ નિયમિત ધોરણે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, જ્યારે ૨૫ ટકા સ્ત્રીઓ તો તેના વિના ઘરની બહાર પગ જ મૂકતી નથી....
કામની તાણથી સ્ત્રીઓમાં ડાયબીટીસની શક્યતા વધે
જોબ કરતી મહિલાઓ માટે કામની વાત છે. એવી મહિલાઓ કે જે ઓફિસમાં કામ કરતી વખતે ચિંતા કર્યા કરતી હોય એમણે તો ખાસ ચેતવા જેવું છે. આમ જોવા જઈએ તો પુરૂષોનાં મુકાબલે મહિલાઓ વધુ સંવેદનશીલ હોય છે. હાં પણ એવું નથી કે તેમનામાં કંઈ પણ કામ કરવાની હિંમત નથી. પણ કામ કરતી વખતે મહિલાઓ શું વિચારે...
સગર્ભાઓ યોગવિદ્યાની મદદથી તાણને દૂર રાખી શકે
આજની સ્ટ્રેસફુલ લાઈફમાં યોગ તમામ બિમારી અને દુ:ખ દૂર કરવાનો એકમાત્ર એવો અક્સીર ઈલાજ છે જે વગર ખર્ચે પોસાય તેવો છે. યોગને પ્રાચિન કાળથી મહત્વ અપાયું છે. ડોક્ટર પણ યોગને કેન્દ્રસ્થાને ગણાવે છે.
યોગ તમામ માટે ઉપયોગી છે. તેમાંય સ્ત્રીઓ જો યોગ કરે તો તેમને ઘણી હદ સુધી લાભદાયી...
યાદશક્તિને સતેજ રાખવા રાત્રે ૭ કલાકની ઊંઘ જરૂરી
તમારા મગજને સતર્ક રાખવું હોય તો રાત્રે સાત કલાકની ઊંઘ જરૂરી છે, એનાથી જરાય ઓછી નહીં અને જરાય વધારે નહીં.
નર્સીસ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં ૧૫,૦૦૦ સ્ત્રીઓને સામેલ કરવામાં આવી હતી. એના તારણ મુજબ, જે સ્ત્રીઓ દિવસમાં પાંચ કલાક કે તેથી ઓછી ઊંઘ કરતી હતી તેમની...

