ચિત્રલેખા ગ્રુપ ઓફ પબ્લિકેશન્સઃ ચિત્રલેખા ગુજરાતી | ચિત્રલેખા મરાઠી | બીટીડબલ્યુ | વોચવર્લ્ડ
ગુજરાતી ભાષા અને ગુજરાતી સમાજ માટેનું પોર્ટલ રજૂ કરે છે ગુજરાતીમાં સમાચાર, શોપિંગ, ફૂડ વિશેની માહિતી તથા અન્ય ઘણું બધું...


 
Chitralekha Group
Vaju Kotak Books
 
   

Mitrajit Bhattacharya, President-Publisher, Chitralekha Group figures
in Campaign India's A List

Chitralekha is overwhelmed by the special gifts it received in it's Diamond Jubilee year. First it's the Indian Government's announcement to release a postal stamp and first day cover in the memory of the founder Late Shri Vajubhai Kotak, & now Mitrajit Bhattacharya, President-Publisher, Chitralekha Group figures in Campaign India's A List once again.

On September 8, 2010 in a glittering ceremony in Mumbai, one of India's most reputed trade media magazines Campaign released its A List 2010. The A List is a compilation of 500 most influential names from the field of marketing, advertising and media. This is the second edition of the Campaign India A List and for the second time Mitrajit Bhattacharya figures in the same.

Mitrajit Bhattacharya


According to Campaign, this List is not about the size of the organisation or the designation of an individual. It's about who he or she is, the influence he or she has within the ecosystem, the respect which is accorded to him or her by peers, the impact of statements he or she makes, the way competitors view him or her.

Launched in India in 2007, Campaign India is the most authentic and respected magazine of the advertising-marketing-media industries, coming from the UK's Haymarket Media Publishing group. It has covered UK and international advertising markets since 1968.

***********************

'ચિત્રલેખા' ગ્રુપના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યનો સતત બીજા વર્ષે પ્રતિષ્ઠિત કેમ્પેઈન ઈન્ડિયાના 'એ' લિસ્ટમાં સમાવેશ

સદા અગ્રસર સાપ્તાહિક 'ચિત્રલેખા'ને પોતાની સ્થાપનાનાં સાઠ વર્ષની ઉજવણી દરમિયાન એક પછી એક મહામૂલી ગિફ્ટ મળી રહી છે જેમ કે...
ભારત સરકાર દ્વારા સામયિકના સ્થાપક વજુભાઈ કોટકની સ્મૃતિમાં ટપાલટિકિટ અને ફર્સ્ટ-ડે કવરથી લઈને પ્રતિષ્ઠિત મેગેઝિન 'કેમ્પેઈન ઈન્ડિયા'ના 'ધ એ લિસ્ટ'માં 'ચિત્રલેખા'નો સતત બીજા વર્ષેય સમાવેશ.

વિગતે વાત કરીએ તો એડવર્ટાઈઝિંગ-મિડિયા અને માર્કેટિંગવિશ્વનું એક પ્રતિષ્ઠિત મેગેઝિન છે 'કેમ્પેઈન ઈન્ડિયા'. આ મેગેઝિને ગયા વર્ષથી ભારતના એડવર્ટાઈઝિંગ, મિડિયા તથા માર્કેટિંગજગતના સૌથી વગદાર, સૌથી પાવરફુલ પાંચસો પ્રોફેશનલ્સનું લિસ્ટ બહાર પાડવાની પ્રથા શરૂ કરી. ગયા વર્ષના 'ધ એ લિસ્ટ'માં 'ચિત્રલેખા'ના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગત્ ૮ સપ્ટેંબરે મુંબઈમાં યોજાઈ ગયેલા એક દબદબાભર્યા સમારંભમાં 'ધ ૨૦૧૦ કેમ્પેઈન ઈન્ડિયા એ લિસ્ટ'ની બીજી આવૃ્ત્તિ બહાર પાડવામાં આવી, જેમાં ફરી એક વાર 'ચિત્રલેખા'ના મિત્રજિત ભટ્ટાચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'ધ એ લિસ્ટ'ની ૧૦૮ પાનાંની કલરફુલ પુસ્તિકામાં એડવર્ટાઈઝિંગ-મિડિયા અને માર્કેટિંગજગત સાથે સંકળાયેલા દેશના પાંચસો પ્રોફેશનલ્સની સતસવીર માહિતી આપવામાં આવી છે.

આ લિસ્ટ પ્રમાણભૂત છે, કારણ કે એ બહાર પાડે છે 'કેમ્પેઈન ઈન્ડિયા' મેગેઝિન. આ સામયિક યુ.કે.નું પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહ 'હેમાર્કેટ મિડિયા લિમિટેડ' બહાર પાડે છે ને યુ.કે. ઉપરાંત એની એશિયા-પેસિફિક, સિંગાપોર, ચીન આવૃત્તિ પણ બહાર પાડે છે.

 

   

 

 

 
કોપીરાઈટ ૨૦૦૮, ચિત્રલેખા ગ્રુપઃ ચિત્રલેખા ગ્રુપની લેખિત સંમત્તિ વિના આ સ્ક્રીન પરની કોઈ પણ વિગતનું પુનઃપ્રકાશન કરવા કે એનો ફેલાવો કરવાની સખત મનાઈ છે.