
સમ્માનની વેળા... ‘એઆઈએમ’ના વાઈસ પ્રેસિડન્ટ-‘ચિત્રલેખા’ના પ્રકાશક મિત્રજિત ભટ્ટાચાર્ય, ‘જીએફકે એમઆરઆઈ’નાં પ્રેસિડન્ટ-સીઈઓ કૅથી લવ તથા ‘એફઆઈપીપી’ના પ્રેસિડન્ટ-સીઈઓ ક્રિસ લેવિલેન.
ધ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન મૅગેઝિન (એઆઈએમ)એ તાજેતરમાં લંડનમાં યોજાયેલા એક સમારોહમાં બેસ્ટ રિસર્ચ માટેનો પ્રતિષ્ઠિત એવૉર્ડ જીત્યો છે. એફઆઈપીપી રિસર્ચ એવૉર્ડ્સ સમારંભમાં એઆઈએમની કામગીરી એફઆઈપીપીના સીઈઓ અને પ્રેસિડન્ટ ક્રિસ લેવિલેને બિરદાવી હતી.
એઆઈએમ માટે ગર્વની બીજી વાત એ કે એમના સર્વેમાં આપવામાં આવેલી વિગતોને હવે ‘પ્રૂફ ઑફ પરફોર્મન્સ: ધ કેસ સ્ટડી ફૉર મૅગેઝિન મિડિયા’ નામના આગામી પુસ્તકમાં સમાવી લેવામાં આવશે.
૨૯ મેએ લંડનમાં યોજાયેલા આ સમારોહમાં એવૉર્ડની આ કૅટેગરીમાં સ્પેનિશ ઍસોસિયેશન ઓવરઑલ વિજેતા જાહેર થયું.



















