ચોથા વર્ષે પણ ચિત્રલેખા ‘એ લિસ્ટ’માં…

એડ્વર્ટાઈઝિંગ, મિડિયા અને માર્કેટિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ટોચની પાંચસો હસ્તીની યાદીમાં ‘ચિત્રલેખા ગ્રુપ’ના પ્રમુખ-પ્રકાશક મિત્રજિત ભટ્ટાચાર્યને સતત ચોથા વર્ષે પણ સ્થાન મળ્યું છે.

‘એ લિસ્ટ’ તરીકે ઓળખાતી આ યાદી ‘કેમ્પેઈન ઈન્ડિયા’ તરફથી બહાર પાડવામાં આવે છે. આપણા અર્થતંત્રના પૈડાને સતત ફરતું રાખવામાં જેમનો મોટો ફાળો છે એવા ભારતના શ્રેષ્ઠ વ્યાવસાયિકોને એક છત્ર હેઠળ સ્થાન આપતી આ યાદી છે.

આ વર્ષનું ‘એ લિસ્ટ’ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડમાં ‘હૅમાર્કેટ ગ્રુપ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષો સુધી કાળા રંગના પુસ્તકાકારે પ્રગટ કરવામાં આવતું ‘એ લિસ્ટ’ આ વખતે લાલ રંગના મોટા ફોર્મેટમાં છે. યાદીમાં સામેલ હસ્તીના ઈન્ટરવ્યૂની બદલે આ વખતે એમનો ટૂંકો પરિચય, એમની સિદ્ધિ અને પોતાની સંસ્થા માટેના વિઝનની રૂપરેખા આ પુસ્તકમાં છે.

‘એ લિસ્ટ’ એવી પરંપરા છે, જે ‘કેમ્પેઈન’ની યુકે શાખાએ આશરે ત્રીસથી વધુ વર્ષથી જાળવી રાખી છે. ‘કેમ્પેઈન’ પખવાડિક એડ્વર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીનું બાઈબલ ગણાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રાપ્ત મિડિયા બ્રાન્ડ ગણાતી ‘કેમ્પેઈને’ ૧૯૬૮થી યુકે અને ઈન્ટરનેશનલ એડ્વર્ટાઈઝિંગ માર્કેટ કવર કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Chitralekha News