વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ 2012 : એક યાદગાર સાંજ

‘હેરી વિન્સ્ટન ઓપસ 12′ બની પ્રતિષ્ઠિત ‘વૉચ વર્લ્ડ વૉચ ઓફ ધ યર 2012′ એવોર્ડ વિજેતા, ટાઈટનના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ભટ વૉચ ઉદ્યોગમાં આપેલા વિશિષ્ટ યોગદાન માટેનો એવોર્ડ

'હેરી વિન્સ્ટન'ના જ્વેલરી બ્રાન્ડ મેનેજર યાસ્મીના ખુદ્જા (ડાબે) પ્રીતિ ઝીન્ટા અને સેનેગલના એમ્બેસેડર એમાડુ મુસ્તફા ડાયુફના હસ્તે 'ફેશન વોચ ઓફ ધ યર' એવોર્ડ સ્વીકારે છે.

નવી દિલ્હી : હોરોલોજીના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત પ્રકાશન એટલે ‘ચિત્રલેખા’ ગ્રુપનું વૉચ વર્લ્ડ. આ પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૧૨, ૨૦૧૨ના રોજ અહીંથી નજીકના ગુડગાંવસ્થિત પુલમેન હોટેલ ખાતે ત્રીજા વાર્ષિક વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ સમારંભનું આયોજન કરાયું.

ઘડિયાળ ઉત્પાદનકળા ક્ષેત્રમાં શાનદાર નિવડેલા આ કાર્યક્રમમાં દુનિયાભરની અગ્રગણ્ય વૉચ બ્રાન્ડ્સ અને વૉચ મેકર્સનું મિલન સર્જાયું. સેલિબ્રિટીઝની હાજરીને લીધે આ ઝાકઝમાળભર્યો કાર્યક્રમ દમદાર બની રહ્યો. ‘ચિત્રલેખા’ના પ્રેસિડન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યના નિરીક્ષણ હેઠળની જ્યૂરીમાં સામેલ હતા, માસ્ટર વૉચમેકર એન્તોઈન સિમોનિન, જે વૉચમેકિંગમાં પાંચ દાયકાનો અનુભવ ધરાવે છે, જાણીતાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા, જાણીતા ડિઝાઈનર પ્રિયદર્શિની રાવ, ક્રિકેટ કોમેન્ટેટર રવિ શાસ્ત્રી. તદુપરાંત માર્કેટ ગેટના જાણીતા માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ શ્રીપાદ નાડકર્ણી તથા શારદા અગ્રવાલ પણ ખરા… આ તમામે ચર્ચા-વિચારણા કરીને પ્રોડક્ટ એવૉર્ડ્સ વર્ગમાં ૧૧ કેટેગરી અને માર્કેટિંગ એન્ડ મર્કેન્ડાઈઝિંગ એવૉર્ડ્સ વર્ગમાં પાંચ કેટેગરીમાં અગ્રગણ્ય વૉચીસને એવોર્ડ આપ્યાં.

આ કાર્યક્રમમાં કાર્ટિયે, હેરી વિન્સ્ટન, ઝેનિથ, હ્યુબ્લો, બુલ્ગારી, ટેગ હ્યુઅર, ડીઓર, ગ્રુબલ એન્ડ ફોર્સે, બ્રેટલિંગ, કોરમ, પરમિજિયાની, રોમેન જેરોમી, સિકો, સિટીઝન, ટાઈટન, ટાઈમેક્સ, એચવાયટી, રોટરી સહિત બીજી ઘણી વિશ્વવિખ્યાત ટાઈમકીપિંગ બ્રાન્ડ્સની હાજરી જોવા મળી હતી. આ વર્ષનો ‘વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ હાંસલ કરવા માટે આ તમામ બ્રાન્ડ વચ્ચે તીવ્ર અને રસાકસીભરી સ્પર્ધા જોવા મળી હતી. જેમાં અંતે હેરી વિન્સ્ટન બાજી મારી ગઈ.

આ પ્રસંગે મિત્રજિત ભટ્ટાચાર્યે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની આ ત્રીજી આવૃત્તિની સફળતા ફ્રેન્ચાઈઝે મેળવેલી સફળતાને દોહરાવે છે અને હોરોલોજી ઉદ્યોગ અંતર્ગત એક જોડાણનું નિર્માણ કર્યું છે. વૈભવી બ્રાન્ડ્સને એક જ છત્ર હેઠળ લાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય ટેકનિકલ નાવિન્યની તેમજ નિપુણ સર્જકોની ઘડિયાળકળાની સરાહના કરવા એક સમાન મંચનું નિર્માણ કરવાનો છે. આ પ્રસંગ માનવ જીવનના સૌથી મોટા ગુરુ – સમયની ઊજવણી કરવા આપણી જિંદગીમાં તેનાં મહત્વનું સમ્માન કરવાનો છે.’

પ્રોડક્ટ કેટેગરીમાં વિજેતાઓ છે – ‘ગ્રુબેલ ફોર્સે જીએમટી’, જેણે જીત્યો છે એવૉર્ડ ‘કોમ્પ્લિકેટેડ વૉચ ઓફ ધ યર’. ‘હ્યુબ્લો ઓસનોગ્રાફિક 4000′ ઘડિયાળે જીત્યો ‘સ્પોર્ટ્સ વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ, ‘રોમેન જેરોમી’ સ્ટીમપુન્ક ‘રેડ’ ક્રોનોગ્રાફે જીત્યો ‘વૉચ વિથ બેસ્ટ ડિઝાઈન’ એવૉર્ડ, હેરી વિન્સ્ટન ઓપસ 12 અને એચવાયટી H1, બંનેએ જીત્યો ‘બેસ્ટ કન્સેપ્ટ વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ. તો ‘કાર્ટિયે’ પોકેટ વૉચ ગ્રેન્ડી કોમ્પ્લિકેશન સ્કેલીટનને પસંદ કરવામાં આવી ‘બેસ્ટ લિમિટેડ એડિશન વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ માટે.

જોત ઈમ્પેક્સના સીઈઓ ગુરિન્દર સાહનીએ આ પ્રસંગે કહ્યું કે, ‘ભારતીય માર્કેટની દ્રષ્ટિએ વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ ખૂબ વિશિષ્ટ મંચ બન્યો છે. નવા નવા વર્ષે આ એવૉર્ડ સમારંભ યોજવા બદલ અમે વૉચ વર્લ્ડ ટીમને અભિનંદન આપીએ છીએ. જિનીવામાં રોમેન જેરોમી સ્થિત અમારી ટીમની વતી હું આ વર્ષની પ્રતિષ્ઠિત ડિઝાઈન કેટેગરીમાં જીત મેળવવા બદલ ગર્વની લાગણી મહેસુસ કરું છું.’

'હેરી વિન્સ્ટન'ના જ્વેલરી બ્રાન્ડ મેનેજર યાસ્મીના ખુદ્જા 'વૉચ ઓફ ધ યર 2012' એવોર્ડ સ્વીકારે છે. એમની સાથે નજરે છે, અમર સિંહ, જયા પ્રદા, નેહા ધુપીયા, જોટ ઈમ્પેક્સના ડિરેક્ટર ગુરિન્દર સાહની, 'ચિત્રલેખા' ગ્રુપના પ્રેસિડેન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્ય.

જ્યૂરીએ ‘બુલ્ગારી સર્પેન્ટી’ને ‘જ્વેલરી વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ આપ્યો તો ‘હેરી વિન્સ્ટન’ લેડિઝ મિડનાઈટ મૂન ફેઝને ‘ફેશન વૉચ ઓફ ધ યર’ એવૉર્ડથી સમ્માનિત કરી. ‘ધ વૉચ વિથ મોસ્ટ ઈનોવેટિવ મટિરીયલ’ એવૉર્ડ માટે ‘હ્યુબ્લો’ બિગ બેન્ગ ફેરારી મેજિક ગોલ્ડની પસંદગી કરવામાં આવી તો ‘સિકો’ એસ્ટ્રોન જીપીએસની નવાજિશ કરાઈ ‘વૉચ વિથ હાઈએસ્ટ યુટિલિટી’ એવૉર્ડથી. એવી જ રીતે, ‘વૉચ વિથ ધ આર્ટિસ્ટિક એક્સેલન્સ’ એવૉર્ડ અપાયો ‘કાર્ટિયે’ પ્રોમિનેડ ડી’યુન પેન્ટીઅરને તો ‘ટેગ હ્યુઅર’ની ફોર્મ્યુલા 1 લેડી સ્ટીલ એન્ડ સિરેમિક ડાયમંડ ડાયલે જીત્યો ‘વેલ્યૂ ફોર મની વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ.

જ્યૂરી સભ્ય એન્તોઈન સિમોનિને કહ્યું કે, ‘આ વર્ષની જ્યૂરીમાં પણ સભ્ય બનવાનો હું ગર્વ મહેસુસ કરું છું. આ વર્ષે બ્રાન્ડ્સની સંખ્યામાં તેમજ નોમિનેશન્સની ગુણવત્તામાં ખાસ્સો એવો વધારો થયો છે. હોરોલોજી ઉદ્યોગ માટે આ ખૂબ સારી વાત છે. આ ત્રીજા વર્ષમાં ગ્લોબલ બ્રાન્ડ્સ તરફથી મળેલો પ્રતિસાદ જોઈને અને વૉચ વર્લ્ડ એવૉર્ડ્સે આટલા ટૂંકા સમયગાળામાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે એ જોઈને મને બહુ ખુશી થઈ છે. આ એવૉર્ડ્સ વધુ ને વધુ પ્રતિષ્ઠા હાંસલ કરે અને એક અવિસ્મરણીય ફ્રેન્ચાઈઝ બને એવી મારી શુભેચ્છા છે.’

પ્રોડક્ટ કેટેગરીમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી, પણ માર્કેટિંગ કેટેગરીમાં ‘ટાઈમેક્સ’ હેલિક્સને ફાળે આવ્યો ‘બેસ્ટ માર્કેટિંગ કેમ્પેન ઈન પ્રિન્ટ’ એવોર્ડ. ‘ટાઈટન HTSE’ ને મળ્યો ‘બેસ્ટ માર્કેટિંગ કેમ્પેન ઓન ટેલિવિઝન’ એવોર્ડ. જ્યારે ‘બેસ્ટ ઈન-સ્ટોર મર્કેન્ડાઈઝ’ એવોર્ડ જીત્યો ‘હ્યુબ્લો’ બ્રાન્ડે, પેરિસની ‘બ્રિટલિંગ રુ ડી લા પેઈક્સે’ પ્રાપ્ત કર્યો ‘બેસ્ટ બુટિક’ એવૉર્ડ. ‘પરમિજિયાની’ સેટો-ડી’ઓક્સ ઈન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલ 2012ને ઘોષિત કરાઈ ‘બેસ્ટ ઓર્ગેનાઈઝ્ડ ઈવેન્ટ’.

ટાઈટન ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ભટનું બહુમાન કરાયું વિશેષ એવૉર્ડ આપીને, તેમણે વૉચ ઉદ્યોગમાં આપેલા યોગદાન માટે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં બીન્સ્ટોક બ્રાન્ડ કન્સલ્ટિંગના અશોક ગોએલે કહ્યું કે, ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ ‘ચિત્રલેખા’ ગ્રુપનો વિચારશીલ અને નિષ્પક્ષ પ્રોજેક્ટ છે. વર્ષ દરમિયાનની શ્રેષ્ઠ કલાનું બહુમાન કરવા ઉપરાંત એ નવા સંભવિત ગ્રાહકોને મળીને ભારતની લક્ઝરી વૉચ માર્કેટનો વ્યાપ વધારવામાં મદદરૂપ પણ થાય છે. હ્યુબ્લોટ, પરમિજિયાની ફ્લુ્રીઅર, એચવાયટી, બ્રિટલિંગ વગેરે જેવી લગભગ તમામ બ્રાન્ડ્સનું અમે ભારતમાં પ્રતિનિધિત્વ કરીએ છીએ અને આ વર્ષના એવૉર્ડ્સમાં વિજેતા બનવાનો અમે ગર્વ અનુભવીએ છીએ.’

અનેક સિતારાઓથી સભર એવૉર્ડ્સ સંધ્યામાં પ્રીતિ ઝીન્ટા, નેહા ધુપીયા, સાગરિકા ગાટગે, વીર દાસ, ઝોઆ મોરાની, મસાબા ગુપ્તાએ હાજરી આપી હતી. તદુપરાંત, સેનેગલનાં એમ્બેસેડર એમાડુ મુસ્તફા ડાયુફ, કઝાખસ્તાનના એમ્બેસેડર દૌલત કુઆનીશેવ, મોલ્ડોવાના ઓનરરી કોન્સલ પુરુષોત્તમ ભગેરીઆ, ગિની બિસૉના ઓનરરી કોન્સલ કમલકુમાર ગુપ્તા, ફાયો-ક્વિઝીન્સ એન્ડ કોન્સેપ્ટ્સના વિનીત વાધવા, ઈબીબો ગ્રુપના સીઈઓ આશિષ કશ્યપ, રાજકારણીઓ અમર સિંહ અને જયા પ્રદા તેમજ પેજ-3 સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

એવૉર્ડ સંધ્યાનો આરંભ પ્રી-એવૉર્ડ એરિયામાં એવૉર્ડ્સ સેરેમની પૂર્વેના કોકટેલ સેશનથી થયો હતો. જે દરમિયાન નોમિનેટેડ બ્રાન્ડ્સનું એક એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. વીર દાસના પરફોર્મન્સ બાદ એવૉર્ડ એનાયત સમારંભનો આરંભ થયો હતો.

વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની આગલી બે આવૃત્તિની જેમ ત્રીજી આવૃત્તિ પણ ચમકદમક, ગ્લેમર અને ઝાકઝમાળભરી રહી. એવૉર્ડ્સ નાઈટ -2012 ખરેખર એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Chitralekha News