સ્વિટ્ઝરલેન્ડમાં બને છે ઈકો-ફ્રેન્ડ્લી જીન્સ

વોશિંગ્ટન – જીન્સ પેન્ટનું કાપડ બનાવવા માટે પાણી અને કેમિકલ્સની ખૂબ જ જરૂર પડે. પરંતુ, પર્યાવરણના રક્ષણ માટે જાગ્રત ટેક્સટાઈલ ઉત્પાદકો જીન્સના કાપડને વધારે ટકાઉ કેવી રીતે બનાવવું એની જરૂરિયાત પર છેલ્લા અમુક વર્ષોથી મથામણ કરી રહ્યા છે.

સ્વિટ્ઝરલેન્ડની એક કેમિકલ કંપનીનું કહેવું છે કે તે હાલ ઈકો-ફ્રેન્ડ્લી જીન્સ માટેની એક પ્રક્રિયામાં વ્યસ્ત છે. જો વિશ્વના પા ભાગના જીન્સ ઉત્પાદકો તેની એ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરશે તો એટલા પાણીનો બચાવ થશે જેનાથી વર્ષ દીઠ ૧૭ લાખ લોકોની પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે.

જો એવા જીન્સનો ઉપયોગ અમેરિકન કેમિકલ સોસાયટીઝ ગ્રીન કેમિસ્ટ્રી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રાયોજિત ૧૬મી વાર્ષિક ગ્રીન કેમિસ્ટ્રી એન્ડ એન્જિનિયરિંગ કોન્ફરન્સમાં ડાઈંગ ટેક્નોલોજીનું વર્ણન કરવામાં આવ્યું હતું જે એડવાન્સ્ડ ડેનિમ તરીકે ઓળખાય છે.

માઈગુલ સાન્ચેઝ નામના એ ટેક્સટાઈલ એન્જિનિયરનું કહેવું હતું કે તેણે દર્શાવેલી ટેકનિક વડે સામાન્ય કરતા ૯૨ ટકા ઓછા પાણીના વપરાશ સાથે જીન્સની બે જોડી બનાવી શકાય. એટલું જ નહીં, પરંપરાગત ડેનિમ મેન્યૂફેક્ચરિંગની પદ્ધતિ કરતા આમાં ઊર્જાની પણ ૩૦ ટકા બચત થાય છે.

પરંપરાગત ટેકનિકો માટે ૧૫ ડાઈંગ વેટ તથા અસંખ્ય પ્રકારના રસાયણોની જરૂર પડે, જ્યારે એડવાન્સ્ડ ડેનિમમાં માત્ર એક જ વેટનો ઉપયોગ થાય છે અને નવા પ્રકારની લિક્વિડ સલ્ફર ડાઈનો ઉપયોગ થાય છે.

જો વ્યાપક સ્તરે આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે તો દર વર્ષે અઢી અબજ ગેલન પાણીનો અને ૨૨ કરોડ કિલોવોટ અવર્સ વીજળીનો પણ બચાવ થઈ શકે.

જાણીતી ડેનિમ ઉત્પાદક લેવી-સ્ટ્રોસ સહિત ઘણી કંપનીઓએ પોતાની રીતે ઈકો-ફ્રેન્ડલી જીન્સ બનાવવાનું શરૂ કરી દીધું છે જેમાં પાણીનો ઓછો વપરાશ થાય છે, નેચરલ ડાઈઝનો ઉપયોગ થાય છે અને ઓર્ગેનિક કોટન વાપરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion