સુપરસ્ટાર ગાયિકા બાર્બરા સ્ટ્રાઈસેન્ડ ૧૬ વર્ષના સમયગાળા બાદ દિગ્દર્શન તરફ પાછાં ફર્યાં છે. તે ઓસ્કર વિજેતા કોલીન ફર્થ અને કેટ બ્લાન્ચેટને ચમકાવતી એક લવસ્ટોરી બનાવશે.
સ્ટ્રાઈસેન્ડે અગાઉ બનાવેલી નાટ્યાત્મક ફિલ્મો હતી – ધ મિરર હેઝ ટુ ફેસીસ, યેન્ટલ અને ધ પ્રિન્સ ઓફ ટાઈડ્સ. તેમણે કેટલીક મ્યુઝિકલ ડોક્યૂમેન્ટરીઝનું પણ દિગ્દર્શન કર્યું હતું અને ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. એમાં ખાસ તાજેતરની વાત કરીએ તો ફોકર્સ સિરીઝ.
સ્ટ્રાઈસેન્ડની નવી ફિલ્મમાં કોલીન ફર્થ (ધ કિંગ્સ સ્પીચ) અને કેટ બ્લાન્ચેટ (ધ ક્યૂરિયસ કેસ ઓફ બેન્જામિન બટન) દંપતી તરીકે ભૂમિકા ભજવશે.
ફર્થ છેલ્લે ટીંકર ટેલર સોલ્જર સ્પાયમાં જોવા મળ્યા હતા જ્યારે બ્લાન્ચેટ છેલ્લે હેના એન્ડ રોબીન હુડમાં ચમકી હતી.



















