વિક્ટોરિયાનું ‘રહસ્ય’ છતું થયું; ફેન્ટસી બ્રા

વિક્ટોરિયા સીક્રેટ દર વર્ષે સ્ત્રીઓનાં નીતનવાં આંતરવસ્ત્રોના ગાલા ફેશન શૉનું આયોજન કરે છે. તેમાં દુનિયાભરની ટોચની મોડેલ્સ અને ફેશનની વાહ-વાહ થાય છે.

સીક્રેટની પુશ-અપ ‘ફ્લોરલ ફેન્ટસી’ બ્રા તો ખૂબ જ પોપ્યૂલર થઈ છે.

બ્રાઝિલની ફેશન મોડેલ એલીસેન્ડ્રા એમ્બ્રોઝીઓએ વિક્ટોરિયા સીક્રેટની તદ્દન નવી ‘ફેન્ટસી બ્રા’ને આ વર્ષે લોન્ચ કરાવી, જેની કિંમત છે ૨૫ લાખ ડોલર. આટલી ઊંચી કિંમતનું કારણ એ છે કે તે ડાયમંડ જ્વેલરી જડિત છે. બ્રાની મધ્યમાં જ ૨૦-કેરેટનો વ્હાઈટ ડાયમંડ મૂકવામાં આવ્યો છે.

વિક્ટોરિયા સીક્રેટ ફેશન શૉ અમેરિકામાં સીબીએસ પર પ્રસારિત થવાનો છે. તેમાં બ્રુનો માર્સ, જસ્ટિન બાઈબર અને રીહાના પરફોર્મ કરશે.

ઓસ્ટ્રેલિયન મોડેલ મિરાન્ડા કેરે ગયા વર્ષે આ બ્રાન્ડના ફેશન શૉમાં ફેન્ટસી બ્રા પહેરી હતી. આ વખતે પણ એને એવો મોકો મળવાનો છે. બે સંતાનોની માતા મિરાન્ડાએ ૨૦૦૪માં આ લિન્ગેરી લેબલ્સના શૉમાં વૉક કર્યું હતું. આ વખતે પણ ફેન્ટસી બ્રા પહેરીને રેમ્પ પર વૉક કરવાની ઘડીની તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.

એમ્બ્રોઝીઓના મતે આ ખૂબ જ રોમેન્ટિક બ્રા છે. તેના મેચિંગ બેલ્ટમાં ૫,૨૦૦ કીંમતી રત્નો જડેલાં છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion