ગૅઝ લોન્ચ કરશે નવું ‘ગૅઝ ગર્લ’ ફ્રેગ્રન્સ

યુવા વ્યક્તિઓને આકર્ષિત કરવા માટે દુનિયાભરમાં ‘ગૅઝ ગર્લ’ સેન્ટને વેચાણમાં મૂકવાની અને તેનાં પ્રચાર માટે હોલીવૂડ એક્ટ્રેસ એમ્બર હર્ડને જોડવાની યોજના છે.

‘ગૅઝ ગર્લ’ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં વેચાણાર્થે મૂકવામાં આવશે. ઉત્પાદકો મુખ્યત્વે ટ્વેન્ટીઝની વયની યુવતી ગ્રાહકોને આકર્ષિત કરવા ધારે છે.

લોરેન્ટ લ ગુર્નેક ઓફ ઈન્ટરનેશનલ ફ્લેવર્સ એન્ડ ફ્રેગ્રન્સીસ દ્વારા ઉત્પાદિત ‘ગૅઝ ગર્લ’ ફ્રૂટી અને ફ્લોરલ કોન્કોક્શન છે. ચાહકોને વિવિધ વેરાયટીમાં તે ઉપલબ્ધ થશે જેમ કે, રાસબેરી નેક્ટાર, મેલન એન્ડ બર્ગમોટ મિસ્ટ, બ્રાઝિલીયન પેરેડાઈઝ ઓર્ચિડ, પ્રોવેન્સ એકેચીઆ ફ્લાવર એન્ડ લિલી, ઓસ્ટ્રેલિયન સેન્ડલવૂડ અને મેડાગાસ્કર વેનિલા.

‘ગૅઝ ગર્લ’ના એડ કેમ્પેન માટે વિખ્યાત ફેશન ફોટોગ્રાફર એલન વોન અન્વર્થે ફોટોશૂટ કર્યાં છે. એમ્બર હર્ડે ટાઈટ ગૅઝ સેક્વીન ડ્રેસ અને વ્હાઈટ શર્ટ પહેરીને પોઝ આપ્યાં છે.

કોટી બ્યૂટીનાં માર્કેટિંગ વડા સ્ટીવ મોરમોરીસનું કહેવું છે કે ગૅઝના કેમ્પેન માટે અમે એવી મોડેલ્સને પસંદ કરીએ છીએ જે હોલીવૂડની ખ્યાતનામ ગ્લેમર ગર્લ્સ – સોફીયા લોરેન અને મેરલીન મુનરો જેવી દેખાય.

નવું સેન્ટ ફેબ્રુઆરીથી દુનિયાભરમાં લગભગ ૨૦,૦૦૦ સ્ટોર્સમાં ઉપલબ્ધ થવાની ધારણા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion